________________
૩૦
બુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૨
સદ્ ભાગે બ્રિટનમાં જ એવા આગેવાન વર્તમાનપત્રો અને વ્યકિતઓ છે કે જે આ યુદ્ધની નિરર્થકતા પૂરી સમજે છે. ખુદ બી.બી.સી. આ પ્રવાહમાં ખેંચાયું નથી. બી.બી.સી. સામે સરકારને રેષ છે, માન્ચેસ્ટર ગાર્ડયન જૈવા પત્રો તે શરૂઆતથી જ સરકારના આવા આવેગપૂર્ણ પ્રત્યાઘાતને વિરોધ કરી રહ્યા છે, લંડન ઈકોનોમિસ્ટ જેવા, જે સરકારી નીતિને પૂરો ટેકો આપે છે તે પણ હવે કહે કે યુદ્ધ પૂરું થાય કે તરત જ સમાધાનની ભૂમિકા તૈયાર કરવી જોઈએ. નશો ઊતરી જશે એટલે પ્રજાને પણ આ યુદ્ધની નિરર્થકતાનું ભાન થશે.
દુનિયામાં ચારે તરફ હિંસનું વાતાવરણ છે. મારે તેની તલવાર એવું થઈ પડયું છે. ઈરાક, ઈરાન પર આક્રમણ કરે, રશિયા અસ્થાનિસ્તાન પર, ઈઝરાઈલ લેબેનાને પર, વિયેટનામ કમ્બોડિયા પરરાષ્ટ્રસંઘ ઠરાવ કરે, તેને કોઈ દાદ ન આપે.
પીટર જેન્કીન્સે લખ્યું છે: There is an awful feeling that it has been too seri. ous a business to have been left to Margaret Thacher.
ચિંતા છે કે ફેકલેન્ડ પર ફરી બ્રિટિશ ધ્વજ ફરકાવ્યા પછી શું? આઠ હજાર માઈલ દૂર આ ટાપુને બ્રિટન કાયમ કબજો રાખે તે અશકય છે. આનું સામ્રાજ્ય વિલીન થયું અને આ ટપકું પકડી રાખે તે બને જ નહિ. બ્રિટન પણ જાણે છે કે તે ન બને. ૧૮૦૦ માણસોને આ નાને ટાપુ સ્વતંત્ર દેશ કેવી રીતે થઈ શકે? તેની સ્વતંત્રતાનું રક્ષણ કોણ કરે? આ ૧૮૦૦ માને એવી સ્વતંત્રતા જોઈએ છીએ? - દક્ષિણ અમેરિકાના બધા દેશોને એન્ટિનાને ટેકો છે. ઓ ના ટાપુ આર્જેન્ટિનાની નજીક છે અને તેને અધિકાર છે. ભારતે વાને કબજે લીધા ત્યારે કાંઈક આવું જ બન્યું હતું.' અલબત્ત એ બે પરિસ્થિતિમાં ઘો ફેર છે. ગેવા ભારતનું ભૌગોલિક અંગ છે.
અમેરિકાના વર્તમાન વલણથી દક્ષિણ અમેરિકાના દેશમાં ‘સે છે. આ દેશેનું વલણ રશિયા તરફ વધે એ ભય છે. યુરોપના દેશે જે અત્યારે બ્રિટનને ટેકો આપ્યો છે અને આર્જેન્ટિના સાથે વ્યાપારી સંબંધો બંધ કર્યા છે તે પણ આવી પરિસ્થિતિ લાંબો વખતે સહન કરવા તૈયાર નથી. ઈટલી અને આયર્લેન્ડે તે જાહેર કરી દીધું છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ આડકતરી રીતે બ્રિટનને કહ્યું છે કે વિનાવિલંબે સમાધાન કરવું જોઈએ. '
બ્રિટન જીતશે પણ એ જીત હાર બરાબર છે. શું પ્રાપ્ત કરવાનું છે? પ્રતિષ્ઠા? તેને માટે આટલી જાનમાલની ખુવારી? આ યુદ્ધમાં બ્રિટન જેટલું ખરચ કરશે તેને અરધો ભાગ પણ આ ૧૮૦૦ માણને વહેંચી આપ્યો હોત તે દરેકને બે-ત્રણ લાખ પાઉન્ડ મળત. આ ૧૮૦૦ માણસેને બ્રિટન સાથે ઘણી પેઢીથી કાંઈ સંબંધ નથી. બ્રિટિશ નાગરિક કહેવાય છે એટલું ખરું. અર્જેન્ટિનાના શાસન નીચે જવાનું મન નહિ હોય તે પણ સમજી શકાય છે, પણ ભૌલિક અને ઐતિહાસિક પરિસ્થિતિની અવગણના થઈ શકે તેમ નથી. જેને ફોકલેન્ડ રહેવાની ઈચ્છા ન હોય તેમને બ્રિટનમાં અથવા. અનંત્ર વસવાટની સગવડ કરી આપવી. પણ આવા ચુકડા ઉજજડ ટાપુ માટે આટલું મોટું યુદ્ધ, માનવબદ્ધિનું દેવાળ' છે. આ ૧૮૦ માણસેના રક્ષણ માટે બ્રિટન કાયમ ત્યાં લશ્કર અને નકાદળ રાખે તે અશકય છે. બ્રિટનની હવે એવી શકિત ઘણ નથી. બ્રિટન કદાચ ઈચ્છે છે કે અમેરિકા અથવા રાષ્ટ્રસંઘ આ જવાબદારી લે. શા માટે?
* દુર્ભાગ્યે શરૂઆત જ ખોટી થઈ છે. બ્રિટને મોટે નૌકાકા, હવાઈદળ અને લશ્કર મોકલ્યું, એમ માનીને કે આર્જેન્ટિના ડરી જો અને યુદ્ધ કરવું નહિ પડે. ગતરી ખોટી પડી. આર્જેન્ટિના હારી જાય તો પણ તેણે શું ગુમાવવાનું છે? કદાચ એક-બે હજાર માણસે મરી જશે અને મોટું ખર્ચ થઈ જશે. પાંચ-છ હજાર આર્જેન્ટિનાના સૈનિકો બ્રિટનના યુદ્ધકેદી થશે. તેમને પાછા મેળવવા આર્જેન્ટિનાને ઉતાવળ નહીં હોય. ભલે બ્રિટન એમને સાચવે. આ નાના ટાપુ પર ૧૦-૧૨ હજાર મા સે ટકાવવા બહુ મુશ્કેલ છે. આ ટાપુને પ્રદેશ અને હવામાન અતિ પ્રતિકૂળ છે. ત્યાં વસવાટ કરવા ગમે તેવું નથી. પણ આર્જેન્ટિના દોડશે નહિ અને બ્રિટનને કાયમ શિરોવેદના રહેશે. વર્ષો સુધી લડવા તૈયારી છે? શું મેળવવા? એટલે સમાધાન કરવું જ પડશે.
દેશને શકિતશાળી નેતા મળે તે કોઈ વખત દુર્ભાગ્ય થઈ પડે છે. બ્રિટનમાં અત્યારે મીસીસ થેચરની ચચલ સાથે સરખામણી વાય છે, કયાં બીજુ વિશ્વયુદ્ધ અને કયાં આ છમળું? ચર્ચિલને પણ એટલે મેટે વિજ1 મેળવ્યા પછી, પ્રજાએ ફેંકી દીધા હતા.
યુદ્ધમાં કાંઈ વિચારપૂર્વક યનું જ નથી. આવેશ અને ઉત્તેજના જ કામ કરે છે.
બે લઘુકથા [] ડે. ગુણવંત શાહ
ને પ્રિય પ્રિયદર્શી અશેકના મનમાં ગડમથલ ચાલી રહી હતી. કલિંગની કલેઆમથી ખરડાયેલા વિજ્ય પછી રાયવૈભવ ત્યાગ કર્યો અને બુદ્ધનું શરણ સ્વીકાર્યાને વર્ષો વીતી ગયાં હતાં.
પિતાના મનની બેચેનીનું કારણ અશકને સમજાતું ન હતું. ‘ત્યાગથી નિરંતર શાંતિ' એ ગીતા વાકય જાણે ખાટું પડી રહ્યાં હતું. એક દિવસ એણે પોતાને મુંઝારો કામણ ઉપગુપ્ત સમક્ષ ઠાલવી દીધો અને કહ્યું: “બ ત્યજી દીધા પછી ય મારા મનને શાંતિ કેમ નથી, ભગવાન?
તરસ્ય માણસ પાણી પીએ એમ શ્રમણના મેમાંથી નીકળતાં વાકયોને અશેક સાંભળી રહ્યો:
- “રાજન્ ! તમારે ત્યાગ ભવ્ય છે; પરંતુ હજી એક ચીજ છોડવાની બાકી રહી ગઈ છે.”
“કઈ ચીજ ભગવન?” “હવે તમારે ત્યાગની સભાનતાને ત્યાગ કરવાને છે.” ઉપગુપ્તનું આ વાકય અશોકના હૃદયમાં સંસરવું ઊતરી
વાણીએ જોડાયેલ બળદ ગોળગોળ ફરીને કંટાળી ગયે હતે. છેલ્લા સાત વર્ષમાં માત્ર એક જ દિવસ એને રજા મળી હતી. તે દિવસે એના માલિકની વહુ ગુજરી ગઈ હતી. નજીકના ભવિષ્યમાં કોઈ મરે. એવી શકયતા ન હતી તેથી એ ઘણા દિવસથી ઉદાસ રહેતે હતે.
એક વાર માલિકને મૂડ જોઈને એણે વાત મૂકી: “કૃપા કરી મને એક વાર ગામની બહાર આવેલા ખેતર પર જવા દે. બસ એક જ વાર મારી આટલી વિનંતી સ્વીકારે.”
માલિકને દયા આવી અને એણે સંમતિ આપી. બળદ તે વહેલી સવારે ખેતરે પહોંચી ગયો. ખુલ્લાં આકાશ અને લીલાંછમ ખેતરો જોઈને એ આનંદવિભોર બની ગયો. રાત્રે લેથપોથ થઈને એ ઘરે પાછા વળે.
બીજે દિવસે સવારે માલિકે એને પૂછયું: “કેમ? ખેતરમાં મજા પડી કે?”
“મજા તે પછી પણ ફાવટ ન આવી.” બળદે મેં બગાડી કહ!. .
“કેમ? શાની ફાવટ ન આવી?” “ખેતરો બધાં ય રસ કે લંબચોરસ હતાં, ગેળ ન હતાં”