________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮ર.
ગાલિબની પાંખડી
| હરીન્દ્ર દવે
| [૩]
ક જલ ગયા ને તાબે-બે-ચાર દેખકર જલતા હું આપની તાકતે – દીદાર દેખ કર.
યતમાના ચહેરાનો તાપ એટલે પ્રબળ છે હું એ જોતાં જ સળગી કેમ ન ઊઠયો! એ ચહેરાને તાપ જોઈને હું સળગી ન ઊઠયોએ દર્શનને ઝીરવવાની મારામાં તાકાત હતી, એના ખ્યાલમાત્રથી હવે હું સળગી રહ્યો છું. જે દુસહ છે એને સહન તે કરી લેવાય છે, પણ એ સહન કરવાને કારણે ઊભી થતી તાણ કેવી હોય છે?
આ સાહિત્યકારની પણ વાત જાણી શકાય. કોઈને પ્રિયતમાન સંદર્ભ બદલી પરમાત્માના સંદર્ભમાં વાત કરવી હોય તો અવશ્ય કરી શકે. સાક્ષાત્કાર વેળાએ જ જો સળગી જવાયું હેન તો સારું હતું, સાક્ષાત્કાર જીરવવાની શકિત છે એનું ભાન માત્ર અસહ્ય દાહ પ્રગટાવે છે.
પરતપુર સે હું શબનમ કો ફના કી તાલીમ, મેં ભી હું, એક ઈનાયતી નજર હેને તક
ઝાકળને પિતાનું સ્વસ્થ હોમી દેવાને પાઠ સૂર્યના કિરણદ્વારા સાંપડે છે:સૂર્યનું કિરાણ પ્રગટે છે અને ફૂલ કે પાંદડી પરનું ઝાકળ લય પામે છે. હું પણ મારા પ્રિયજનની કૃપાની એક દષ્ટિ પડે ત્યાં સુધી જ હું છું. એક વાર પ્રિયજન સાથે મારું તાદામ્ય સધાઈ જાય, પછી મારામાંનું મારાપણું અદશ્ય થઈ જશે. મારો અહંકાર ઓગળી જ. પ્રિયજનનું મિલન હોય કે પ્રભુને કૃપાક્ટાક્ષ: મિલન થયું નથી, ત્યાં સુધી જ અળગાપણું છે. પછી તે ઝાકળ જેમ સૂર્યના કિરાણમાં લય પામે છે, એમ જ માનવી પોતાના પ્રિયજન સાથે એકાકાર થઈ જાય છે – એકત્વ પામી જાય છે..
થી વે એક શખ્ત કે તસવ્વરસે,
અબ વહ રાનાઈ એ-ખયાલ કહાં? કોઈક વ્યકિત હવે આપણી સાથે રહી નથી: એના વગરના જગતની વાત કવિને કરવી છે: એ કેટલી સાદગીથી છતાં કેટલી અસરકારક રીતે એ કહે છે! - હવે એ કલ્પનાની મુલાયમતા કયાં રહી? એનું અસ્તિત્વ તો હતું એક વ્યકિતને કારણે જ. એ વ્યકિત નથી તે હવે એની સાથે જ સંલગ્ન એવી લીલીછમ કલ્પનાભૂમિ પણ કયાં રહી?
જીવનને સંદર્ભ પ્રેમ સાથે હોય છે. માણસ પ્રેમમાં પડે છે ત્યારે રણમાં પણ લીલાં તરણા ઊગી નીકળે છે.... માણસ પ્રેમ નથી કરી શકતો ત્યારે ઉદ્યાન પાણ રણ જેવું લાગે છે!
યારબ ન વો સમઝ હૈ, ન સમ ગે મેરી બાત, દે ઔર દિલ ઉનકો, જો ન દે મુજકો જબાં ઓર,
કવિ કહે છે : એ મારી વાત કયારેય સમજ્યો નથી. ક્યારેય સમજવાના નથી, જે મને વધારે વાણી ન આપે તો એમને મારી વાણીને પામવા માટે વધારે હૃદય આપ- તે કદાચ મારે શું કહેવું છે એ સમજી શકે.
આ શેર કોઈક પિતાને ન સમજી શકતા પ્રિયજન માટે હાઈ શકે: અથવા તો ગાલિબને જેમની સામે સદાયે ફરિયાદ હતી, એવા વિવેચકો માટે પણ હોઈ શકે!
કવિતા આમ પણ હૃદયને વિલય છે - એ સમજાવવા માટે વાણી કદાચ પર્યાપ્ત ન થઈ શકે : પણ જો હૃદય હેય તે એની જરૂર પણ કયાં રહે છે?
ર મેં હૈ રશે–ઉમ્ર, કહાં દેખિયે થમે,
ને હાથ બોગ પર હૈ, ન પ ઈ રકાબ મે.
આયુષ્યને અશ્વ અન્યારે ગતિમાં છે: એ ક્યાં અટકશે એ જોઈએ. અત્યારે તે લગામ પર હાથ નથી કે પેંગડામાં પગ પણ નથી.
જીવનની ગતિ પર આપણે કોઈ જ કાબૂ નથી. એ વાત કવિ 'ગાલિબે' ઘણી વાર ઘણા સંદર્ભમાં કહી છે. અહી પણ એ જ વાત છે : આયુષ્યને અશ્વ ગતિમાં છે- પણ એની લગામ માણસના હાથમાં નથી. અશ્વ કોઈ પણ ઘડીએ માણસને પછાડી દે એ શકય છે.
માણસને સમય પર કે જીવન પર કયારેય કાબૂ હોતો નથી, જીવનની આ પછીની ક્ષણ પર કયાં કયારેય વિશ્વાસ મૂકી શકાય એમ છે?
બાઝીચ-એ-એન્ફીલ હું દુનિયા, મેરે આગે હતા ઈ શબોરોઝ તમાશા મેરે આગે.
આ દુનિયા મારી સમક્ષ બાળકોના ખેલ જેવી છે-દિવસે શત મારી સામે આ તમાશો થયા જ કરે છે...
દુનિયા જોવાનો આ એક ફિલૂક અભિગમ છે – પાર્થિવ સપાટી પર જે કંઈ બને છે એનું મહત્ત્વ બાળકની રમતથી વિશેષ કંઈ જ નથી
આ આખું યે જગત એક વિલા છે- માયાવી સૃષ્ટિને આ તમાશો સદાયે ભજવાયા કરતો હોય છે. સુષ્ટિના આ લીલા રૂપને જે એકવાર પામી જાય છે એને માટે આ આખુયે જગત શિશુઓની રમતથી વધારે શું છે?
હું ઓર ભી દુનિયા મે સુખનવર બહોત અછે. કહેતે હૈ કિ ગાલિબ કા હૈ અંદાઝે–બયાં ર. દુનિયામાં કવિઓ તે ઘણી થઈ ગયા છે – પણ કહે છે
આ “કહે છે' શબ્દ દ્વારા ગાલિબ' પિતાની ખુમારી સાથે નમ્રતાને પાણ સુમેળ કરે છે: એ દાવો નથી કરતે, આ વાત ખોટી પણ હોઈ શકે એવા વિકલ્પને ટકાવી રાખે છે –જે કહેવાય છે તે વિશે ખોટી નમ્રતા પણ નથી સેવતો કે
ગાલિબની અભિવ્યકિતની શૈલી તે કોઈક અનોખી જ છે અને આ વાતનું સમર્થન તે આ બે પંકિતઓ જે અંદાજથી કહેવાઈ છે એમાંથી પણ મળી રહે છે.
આતે હું ગેબસે, યહ યકામાં ખયાલ મેં ગાલિબ સરી ૨-એ-ખાયા નવા-એ-રોશ હૈ
ગાલિબ વિશે આપણે આપણી ભાષામાં ગમે એટલી વાત કરીએ, પણ એનું પૂરું ચિત્ર કયારેય ન આપી શકીએ. પણ એક ક્ષણ. તમે ચૂપ રહે અને ‘ગાલિબ'ને બોલવા દો: અંતરિક્ષથી આવતો હોય એવો અવાજ સંભળાય છે:
ગહનમાંથી આ એક જ વિષય મારા ખ્યાલમાં ચમકયા કરે છે. ગાલિબ એ કલમને નાદ છે; એ ખુદાને પયગામ લાવતા ફરિતા જિબિલનો અવાજ છે.
ગાલિબના અવાજમાં દૈવી નાદ મળ્યો છે – પ્રત્યેક સાચા કવિને અવાજ આ દેવી સૂરથી સમૃદ્ધ થયેલ હોય છે.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધાં સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૧.