SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૧ પ્રબુદ્ધ જીવન અંધારામાં ન રહીએ T રંભાબેન ગાંધી હોય છે કે ગાડીવાળાને કોઈ એમ નહીં કહે કે “ઘોડાને માર નહીં, તે જે વેગથી દોડે છે તે પૂરતો છે.” રોજ એકસરખું વૈતરું કરનારને ઘાણીના કે કોશના બળદ સાથે સરખાવવામાં આવે છે, પણ એ બળદ પર શું વીતે છે તેને કેટલાને ખ્યાલ હોય છે? વન્ય પ્રાણીઓ પણ માણસની કૂરતાને ભેગ બનતાં હોય છે. આજે ચામડો, માંસ, વગેરેની કિંમત એટલી બધી વધી ગઈ છે કે લાંચ આપીને દૂર રીતે શિકાર કરવામાં આવે છે. બંદૂકના ધડાકાથી ગેરકાયદે શિકારની જાણ થતી અટકાવવી હોય તે વન્ય પશઓની અવરજવરની કેડી પર છટકું ગોઠવવામાં આવે છે. આ છટકું છુપાવેલું હોય છે. પ્રાણીઓ જળાશય પર નિયમિત સમયે પાણી પીવા જતાં હોય છે અને તેમને ચોક્કસ માર્ગ હોય છે. તેમાં સ્પ્રિંગવાળી એવી ચાંપ હોય છે કે અજાણપણે તેમાં પગ પડતાં જ આ બૂબી પ'માં પ્રાણીને પગ જકડાઈ જાય છે. મોટા ભાગે મેના અને પિપટ જેવાં પક્ષીઓનાં બચ્ચાં ઈમાંથી નીકળે ત્યારે પક્ષીઓના વેપારીરીના માણસે વનવગડામાં જઈને માળામાંથી બચ્ચાંને ઉઠાવી લાવે છે. મુંબઈ, હૈદરાબાદ, કલકરા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર વગેરે શહેરમાં પક્ષી વિક્રેતાઓને આ બચ્ચાં વેચવામાં આવે છે. દરમિયાન કેટલાંક બચ્ચાં ભૂખ્યાંતરસ્યાં મરી પણ જાય. મેટા વિક્રેતાએ દુનિયાના ઘણા દેશમાં વિમાન મારફત પક્ષીઓની નિકાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન પણ ભૂખતરસથી કેટલાંક પક્ષીઓ મરી જાય છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાને કાયદા પ્રાણીઓને રક્ષણ કાયદા પ્રાણીઓને રહાણ આપી શકયો નથી. માણસને વિચાર હોવો જોઈએ કે મૂંગા પશુપક્ષીઓને પીડા ન થાય એવી રીતે આપણે વર્તવું જોઈએ. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનાં ઉપરોકત દષ્ટાંતમાં મોટા ભાગે કૂરતા ટાળી શકાય. વૈજ્ઞાનિક અને તબીબી સંશોધન માટે પ્રાણીઓ પર થતા ઘણા પ્રયોગોમાં કરતા હોય છે, પરંતુ તે અનિવાર્ય હોય છે. આ પ્રયોગ તબીબી ક્ષેત્રે માનવકલ્યાણ માટે થતા હોય છે અને તેના પરિણામે થતી શોધ મનુષ્યતર પ્રાણીઓના શ્રેય માટે પણ વપરાય છે. પરંતુ મનુષ્યો અને પ્રાણી, બધાના વિનાશ માટે તથા અણુશસ્ત્રો, ઝેરી વાયુ બનાવવા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરવામાં આવે તે અત્યંત દુષ્ટ કૃત્ય છે. દાખલા તરીકે અમેરિકા આપણા દેશમાંથી વાંદરા આયાત કરતું હતું, તેમાં એક શરત હતી કે તેમની ઉપર નિવારી શકાય તેવી કૂરતા વાપરવામાં આવશે નહીં અને તેમને ઉપયોગ તબીબી સંશોધન માટે જ થશે. આ શરત ભંગ કરી અમેરિકા અણુશસ્ત્રોનાં વિકિરણની ઘાતક અસર માપવા માટે આ વાંદરાઓને ઉપગ કરતું હતું. આ પ્રયોગોમાં તેમના ઉપર ઘણી કૂરતા વાપરવામાં આવતી હતી. શ્રી મોરારજીભાઈ વડા પ્રધાન હતા ત્યારે તેમને આ ક્રૂરતાની જાણ થતાં તેમણે આ વાંદરાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. માણસ પશુ જેવો ઘાતકી છે એવી સરખામણી ખાટી છે. હિંસક પશુઓ હિંસા કરે છે તેમનું સહજ કૃત્ય છે. માણસની ક્રૂર- તાના બે પ્રકાર છે: તે અણુશસ્ત્રોના પ્રયોગ કરનારાની જેમ સમજપૂર્વક અને બુદ્ધિપૂર્વક ક્રૂરતા આચરે છે અને ગાડાવાળા કે ઘોડાગાડીવાળા માણસની જેમ અવિચારીપણે જડતાથી કૂરતા વાપરત હોય છે. વિશાળ ફ્લકના આ બે છેડા વચ્ચે ઘણા માણસ ઘણી રીતે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરે છે. જો તેમાં પ્રાણીઓ પ્રત્યે સમજપૂર્વક પ્રેમ અને સહાનુભૂતિ ધરાવતા હોય તે ઘણી કૂરતા ટાળી શકાય. વડા પ્રધાને કહ્યું છે તેમ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવનું શિક્ષણ બાળવયથી જ આપવું જોઈએ. વડા દિવસ પહેલાં એક અંગ્રેજી મેગેઝિનમાં લેખ વાંચ્ય. લેખ તે ન કહેવાય, એક મુલાકાત વાંચી. મુલાકાત લીધી હતી એક ભણેલી ગણેલી છોકરીની, જે પરદેશ જઈને ભણી આવી, છે, જેને માતપિતાની હૂંફ છે અને જે આજના અર્થમાં મેડર્ન ગણાય છે તેવી ની ..... . મુલાકાત લેનાર હતા રતન કરાકા, એ વાંચીને મને આઘાત લાગ્યો. ખબર નહોતી કે આપણે ત્યાં પણ આટલા બધા drug addict છે. એ મુલાકાતના અહેવાલને આ છે તરજમે. વાંચે, વિચારો અને બારિકાઈથી તમારાં બાળકનું, જે તમારાં વારસદાર છે, જેના માટે તમે જીવો છે, જે તમારા ભવિષ્યની આશા છે તે તે આની ચૂડમાં ફસાયું નથી. ને? રતન કરાક પહેલાં લખે છે કે “વ્યસને બધાં જ એવાં, એમાંથી છૂટવું અઘરું છે. બીડીનું વ્યસન કહો કે શરાબનું કહે, કે હવે drugs લેતા થયા છે તેનું, પરંતુ વ્યસનમાં પણ અમુક દેખાય તેવાં છે, દા.ત. સિગારેટ પીવાનું દેખાય છે, કારણ કે છડેચેક પીવાય છે, ફેશન ગણાય છે, જો કે એનાથી કેન્સર થવાને ભય છે જ છતાં પીનાર એ છેડી શકતા નથી. ગર્ભવતી સ્ત્રીને તે સિગારેટ ખૂબ જ નુકસાન કરે છે. સદ્ભાગ્યે ભારતમાં કોઈક જવલ્લે જ સ્ત્રી સિગારેટ પીએ છે તેથી એ ડર ભારતમાં ઓછા છે, પરંતુ પુર, તે ઘણા ચેઈનસ્મોકર્સ હોય છે. ખૂબી તો જુઓ કે એક તરફ જાહેર કરે છે કે સિગારેટ નુકસાન કરે છે, એ જાહેર કરવાનું ફરજિયાત છે; તે બીજી ઘડીએ જાતજાતની સિગારેટ પીતા અભિનેતા વગેરેને બતાવે છે ને એમાં એ કેટલો આનંદ માણે છે તે બતાવીને સ્થાપિત હિતવાળા એ વ્યસનમાં માણસને ખેંચે જ રાખે છે. આજે તો એ વ્યસનની વાત નથી કરવી. કરવી છે લેવાઈ રહેલા drugs ની, એમાં ફસાયેલી એક યુવતીની. એને મેં પૂછયું (રતન કરાકાએ) કે તારા જેવી ડ્રગ્સ લેનાર કેટલી છે? ઘણી લે છે. ઘણા પુરૂષો લે છે. ઘણી સ્ત્રીઓ પણ લે છે. પહેલી વાર તે એ શા માટે લીધું, અર્થાત શા માટે એ લેવાની શરૂઆત કરી ? હું યુવાન હતી. નાની હતી. પરદેશ ભણીને આવી હતી. ત્યાં જો કે મેં એ લીધું નહોતું, પરંતુ અહીં આવ્યા પછી પાર્ટીઓમાં જવા લાગી. ખાસ કરીને રાતની પાર્ટીઓમાં. ત્યાં જઈને જોયું તે બધા જ જાણે કે જુદી જ વેવલેંગ્ય પરથી વાત કરતાં હતાં. જોરજોરથી મ્યુઝિક ચાલે, નાચ કરે. કોઈ આળોટે, કોઈ જોરથી હસે. ખેટા ચાળા, તેફાન કરે. એમાં સ્ત્રી-પુરુષ બન્ને હતાં. હું સૌથી નાની હતી. મને એ ટોળામાં Fish out of water જેવું લાગ્યું. પહેલાં તે સમજી ન શકી કે બધાં આમ કેમ વર્તે છે? પહેલા તા સમજી ન શકી કે બધા આમ કેમ, એટલે? બધાં જ ન માની શકો એટલા હાઈ સ્પિરિટમાં હતાં, જીવન માણી રહ્યાં હતાં, મુકિત અનુભવી રહ્યાં હતાં. તેથી મેં પૂછયું કે તમે આટલું Enjoy શાનાથી કરે છે, તે જવાબ મળ્યો કે હાશીશથી. અને તે લેવાનું શરૂ કર્યું? એકદમ તે નહિ, પણ કહે છે ને સબતની અસર તે થાય છે જમે પણ લેવાનું શરૂ કર્યું. !
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy