________________
જી
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૧
,
એ કે પદાર્થ આવે છે?
એની ઘણી જાતો આવે છે. મને એક આપી. ચીકણા બોલ જે એ પદાર્થ હતો. એમાં પાંદડા જેવું હતું. મને કહે એ બાળ એમાંથી તેલ જેવા પદાર્થ લઈને, સિગારેટ પેપરમાં નાખે ને પછી એ સિગારેટ પીઓ.
પહેલી જ વાર તેં પીધી ત્યારે ગમી? ' ના, પહેલાં તે ખૂબ જ ઉધરસ ચડી. જરા વાર ન ગમ્યું પરંતુ થોડા જ સમયમાં શું મજા પડી, લાગ્યું કે જાણે બધાં જ બંધન તૂટી ગયાં છે. હું હવામાં ઊડી રહી છે અને એના પછી તે પાર્ટીમાં પણ ખૂબ ખૂબ મજા આવવા લાગી, અને થયું કે લોકો હાશીશ માટે અટલે વિરોધ શાને કરે છે? આ તે મજાનું મજાનું છે.
અચ્છા, આ પદાર્થ નું મેળવે છે કયાંથી ?
કેવો પ્રશ્ન પૂછે છે? જેમ દુકાનેથી પાન મેળવવા જેટલાં સહેલાં છે તેટલું જ આ સહેલું છે. બધે જ મળે છે. ડોંગરીથી માંડી એપોલો બંદર સુધી બધે જ મળે છે. પાનની અમુક દુકાનેથી પણ મળે છે. - તેં ફકત હાશીશ જ લીધું કે એથી વધુ સ્ટ્રોંગ આવે છે તે પણ લીધું?
- પ્રકન બરાબર છે, જેમ એક દવા લે ને તે કોઠે પડી જાય ત્યારે શરીરને અસર કરવા તેથી વધુ સ્ટગ ડેઝ લેવે પડે છે તેવું જ આમાં છે. પછી તે કોકેઈન લીધું, એલ.એસ.ડી. લીધું. અને હા, બીજી વાત, જે ટેળામાં હું જતી તેમાંના ઘણા તે મારા કરતાં ખૂબ જ આગળ વધી ગયેલાં હતાં. " એટલે આમાં પણ હરીફાઈ ચાલતી હતી કે શું?
- in a way, yes. થાય કે આપણે પણ એમાં ભળી જઈએ. એ જોઈએ તેટલે બજારમાં મળી શકે છે? • પાઉન્ડથી માંડીને માગે તેટલે. અને ખરકહે, લોધા પછી તે ખુબ જ મજા પડતી અને અમે બધાં કહેતાં કે આ કોણ નથી લેતું? આગળ રાજા મહારાજા લેતા, ભાટ-ચારણે કસ્બે કરતાં, કવિઓ લેતા, અને તે જ લખી શકતા ને?
આવું કોણ કહે છે?
અમે જ કહેતાં ને અમાર, મન મનાવતાં કે આપણે એમનાથી કંઈ જુદું નથી કરતાં, એ લીધા પછી હું કામ પણ ખૂબ કરી શકતી. જ્યાં નોકરી કરતી ત્યાં ઓવરટાઈમ કર પણ થાકનું નામ નહિ અને પછી તો હાશીશ છોડીને એલ. એસ.ડી. શરૂ કર્યું. શું મજા પડી, જાતજાતના રંગે દેખાય, સદાયે રેઈનબો દેખાય. ક્યાંય દુ:ખ નહિ, શેક નહિ, વિષાદ નહિ, બસ આનંદ આનંદ. લીલો રંગ વધુ લીલે દેખાય ને પર્પલ વધુ પર્પલ દેખાય. દુનિયા રંગરંગીલી જ દેખાય.
આ પદાર્થ એટલે કે drugs મેળવવાનું મુશ્કેલ નહોતું? ના, જરા પણ નહિ, પરંતુ ધીરે ધીરે બીજું મુશ્કેલ બનવા લાગ્યું. શું?
એ મેળવવું સહેલું હતું, લેવાનું સહેલું હતું, પરંતુ એકવાર લીધા પછી એની ચૂડમાંથી છૂટવાનું ઘણું ઘણું અઘરું હતું.
તારાં માબાપ આ જાણતાં?
એ જ તો આ ડ્રગ્ઝની ખૂબી છે. હોશિયાર મા-બાપ પણ પકડી શકતાં નથી કે એમનાં બાળકો ની ચુંગાલમાં ફસાયાં છે. અરે, આ તો ભયાનક છે. થાય કે કયારે બીજો ડોઝ લઉં ને હવામાં ઊડી ગજબની Craving થાય અને એ ધે ત્યારે જાણે કે શરીરમાં તમામે તમામ છિદ્રો ખુલી જતાં લાગે. પછી ધીરે ધીરે શરીર પર રેશ થાય, પિમ્પલ્સ થાય, શરીરનો રંગ બદલાય, કબજિયાત થાય, અને મેન્સીસની નિયમિતતા મુદ્દલ ન રહે.
નું કેટલે વખત આની ચૂડમાં ફસાયેલી રહી ?
ઘણો વખત. લીધે જ ગઈ. લીધા વિના રહેવાય જ નહિ ને. પહેલાં આનંદ લાગતા હતા ત્યાં હવે લાગતું હતું કે હું મારી જાતને નર્કમાં ધકેલી રહી છે, પરંતુ એ એટલી લપસણી જગ્યા હતી, એ ઢોળાવ હતું કે ત્યાંથી ઊતરતા જ જવાય.
આ જ વખતે હું એક છોકરાના પ્રેમમાં પડી. એ પણ ડ્રગ્સ
લેનાર જ હતો.. એ તો એટલી હદે ગયે હતો કે સાધારણથી એનું ચાલવું નહિ. એ તે નીડલ લેતે, મારાથી એ રહેવાનું નહિ. એને મદદ કરવા માગતી, પણ કઈ રીતે કરે? બન્ને ડૂબી રહ્યાં હતાં અને તરવાની શકિત ગુમાવી જ બેઠાં હતાં ને ! - આ દુ:ખે હું કોઈ વાર ખૂબ જ રડતી, ખૂબ જ રડતી. થતું કે આનાથી છૂટું, પરંતુ કઈ રીતે છૂટું? ફરી કહું છું કે આ બધાની ટેવ પાડવી સહેલી છે, પરંતુ એમાંથી છૂટવું ઘણું અઘરું છે. કરીએ છીએ એની શરૂઆત જરા Fun માટે અને પછી તે એ તમને ગળેથી જ પકડી પાડે છે. આ લેતાં, પેલાના પ્રેમને વિચાર કરતાં અંતે એક દહાડો હું નર્વસ બ્રેકડાઉન સુધી આવી પહોંચી.
આટલી હદે થયું તોયે તારાં માતપિતાને ખબર ન પડી?
એ જ તે ખૂબી છે ને, જેની દીકરી આટલી હદે ગઈ હતી તેની માં, એટલે કે મારી માં એ વખતે પણ બેલતી હતી કે જો હું મારા કોઈ બાળકને તેrugs લેતાં જોઈશ તે તુરત ઘરબહાર કરી દઈશ, રિમાન્ડ હોમમાં ધકેલી દઈશ.
પછી કેમ કરતાં આ છાડી શકી ?
બહુ બગાડ થયા પછી જ, લિવરને ખૂબ અસર થઈ. ઘણી વાર ઢગલાબંધ બાઈલ એકતી, ખેરાક તે નજરે દીઠે ગમતે નહિ.
આવું જોયા પછી પણ..
ન, મા-બાપે સાધારણ માંદગી જ માની. ડોક્ટરને બતાવે, દવા લાવે, પણ મૂળ રોગ કોઈ સમજી શકે નહિ.
. ધીરે ધીરે મેં બહાર જવાનું જ બંધ કરી દીધું. બહાર જાઉં તે પ્રલેભન થાય ને? પેલું મેળવું ને? મારા બેડરૂમમાં જ પડી રહેતી. અનહદ બેચેની, ઊલટીએ, થાય કે જીવ નીકળી જશે, થાય કે દોડી જાઉ બહાર ને લઈ લઉં એ ડ્રગ. પણ ફરી મન મજબૂત કરીને નક્કી કરે કે હવે એ નર્કમાં નથી જવું. ત્યાંથી પાછા ફરવામાં જ મુકિત છે.
આનો અર્થ કે વ્યકિત ધારે તો એમાંથી છૂટી શકે છે?
બહુ જ મુશ્કેલીથી. સખત માથાનો દુખાવો રહે, કેપ્સ આવે, પેટમાં એવું થાય કે વેઠી ન શકાય. ખૂબ રડે. આપઘાત કરી નાખવાનું મન થાય અને મારા ઘણા મિત્રોએ આપઘાત કર્યા જ છે અને અંતે ધીરે ધીરે હું એમાંથી છૂટી શકી છું, પરંતુ છૂટી શકી કારણ કે પેલી નીડલ સુધી પહોંચી નહોતી...
એક વાત છેલ્લી કહી દઉં કે જો તમે એમ માનતા હો કે આ બધું પરદેશમાં જ લેવાય છે, ભારતમાં તે નહિ જ, તો “You are in fool's paradise”. ભારતમાં પણ લેવાય છે. યુવાન. છોકરી લે છે, છોકરી ઓ પણ લે છે અને એ પણ ન માનતાં કે માતપિતાને પ્રેમ ન મળે તે જ લે છે. બધું જ મળે છે છતાં આમાં ફસાય છે તે હકીકત છે. અરે, દુ:ખની સાથે કહેવા દો કે So called modern. સોસાયટીમાં, જયાં નૃત્ય, કલબ વગેરે છે તેવા સમાજમાં, ૧૭-૧૮ વર્ષની ઉપરની કુંવારી કન્યા એટલે કે Vergin મળવી મુશ્કેલ બની ગયેલ છે અને આ પતનમાં drugs ને હિસ્સો ઘણો મોટો છે!
આ બધું મેં સાંભળ્યું. તમે અત્યારે વાંચે છે. તમને સૌને મારે એ જ કહેવાનું છે કે આપણે કોઈ ભ્રમણામાં ન રહી છે. આવા દૂષણોએ પૂરબહારમાં ધસારો કર્યો છે. જે આપણે ચેતી શું નહિ, અંધારામાં રહીશું ને સમયસર પગલા નહિ લઈએ તે પછી ફાવે તેટલી સંસ્કારની કે ધર્મની વાત કરીએ કે એ દિશામાં પ્રચાર કરી એ એ બધું નકામું જવાનું છે. ખાળે ડૂચા ને દરવાજા મોકળા તે, હાલત થવાની છે. માટે જ આપણે હજી સમય છે ત્યાં જ ચેતી જઈએ અને આ ભયાનક દૂષણ સામે પૂરો ઊહાપોહ કરીને એને વધવાને દેતાં મૂળમાંથી જ દફનાવી દઈએ. મોડું થશે તો રોગ એટલે વધી જશે કે પછી આપણા હાથની વાત રહેશે જ નહિ. તે રામયસર ચેતી એ. ચેતીશું? એ દિશામાં શું બની રહ્યું છે, કેટલા યુવાનેયુવતીઓ એમાં ફસાઈ ગયાં છે તે જોઈ – જાણીને એ ભયાનક વ્યસનને ઉગતા જ ડામી દઈશું?
કરી શકીશું એ કામ?.
- માથાને આપઘાત કરી અને અને
માલિક: શી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશને સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, '
મુંબઈ - ૪૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪% ૦૧..