________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ા. ૧૬-૫-૮૧.
એકતા (unity) એટલે એકવિધતા (uniformity) નહિ. એકતાને ઝોક આંતરિક એકત્વ પરત્વે છે. એકવિધતાને ઝેક બાહ્ય એકરૂપતા પરત્વે છે. પેશાક, ભાષા ઈત્યાદિની બાહ્ય એકરૂપતા હોય અને છતાં સરખો પશાક પહેરનાર અને સમાન ભાષા બેલનાર જૂથ વચ્ચે કડવો સંઘર્ષ હોઈ શકે. બીજી બાજુએ, બાહ્ય રૂપ, રીતરિવાજ, ભાષા ઈત્યાદિની વિભિન્નતાઓ વચ્ચે આંતરિક એકતા પ્રગટ થઈ શકે છે. જગતમાં જે કાંઈ જીવન છે તે આ બધું ઈશ્વરે વસાવેલું છે એટલે આપણે આદર્શ આત્મિક એકતાને સર્વત્ર નીરખવાને, એવી ભાવાત્મક એકતાથી સભાન થવાને અને પિંડે તે બ્રહ્માંડે તેમજ બ્રહ્માંડે તે પિંડેના ઐકયભાવને મૂર્તિમંત કરવાને છે.
શાંતિને ખંડિત કરતા અને હિંસાની વૃદ્ધિ કરતાં કયાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજકીય, આર્થિક તથા સામાજિક પરિબળે છે તેનું પહેલાં તો અધ્યયન કરવું ઘટે. દેશમાં કયાં પરિબળો શાંતિને પોષક છે અને કયાં ઘાતક છે તેનું કેઈસ સ્ટડી’ને આધારે તટસ્થ તારણ કાઢવું જોઈએ. એવા તારણને આધારે શાંતિપુષ્ટિના માર્ગો અને ઉપાયો વ્યાપક સમાજ સમક્ષ રજૂ કરી શકાય. શાંતિ અંગેનું અધ્યયન યુનિવર્સિટી શિક્ષણને એક ભાગ બની શકે. એ અધ્યયનને વ્યવહારમાં મૂર્તિમંત કરવાની ખેજ અને પ્રક્રિયા સાતત્યભર્યા ધોરણે હાથ ધરાય તે ઈષ્ટ પરિણામ આવી શકે. પરિવર્તનની પ્રક્રિયાનું ઘાતક પરિબળ
] પન્નાલાલ રસિકલાલ શાહ આ માજિક વિકાસ અને પરિવર્તનને અભ્યાસ કરીએ ત્યારે
ccએક બાબત સ્પષ્ટ સમજાય છે. માન્યતાઓથી બદ્ધ, પરંપરાપરાયણ અને ગતાનુગતિક વ્યવહારબદ્ધ જીવનમાં પરિવર્તન લાવવું આજના જમાનામાં પણ મુશ્કેલ તે છે જ. લોકશાહી, વિચાર સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતના યુગની પૂર્વે એ તીવ્ર સંઘર્ષ નોતરનારું અને દઢ મનોબળ ધરાવતાં લોખંડી પુરુષ માટે પણ અશકયવત હતું અને પરિણામે “રે સત્ય ! તારે ખાતર ” આવી મહાન અને ઉમદા વ્યક્તિઓએ કેટકેટલું સહન કરવું પડયું છે તેને ઇતિહાસ સાક્ષી છે, આવું કેમ બને છે?
માનવી વર્તમાનમાં જીવન સંઘર્ષ - અસ્તિત્ત્વના સંઘર્ષમાં (Struggle for Existence) અટવાય છે. ગઈ કાલની વાતને
- ગઈ કાલની મધુર સ્મૃતિને ય મમળાવવાને એની પાસે સમય નથી. આજના પ્રશ્નોને ઉકેલ શોધવામાં એને સમય ભરપાઈ જાય છે. ગઈ કાલના પ્રશ્નને સમજીને, એને સાર ગ્રહણ કરીને ભાવિને રસ્તો સાફ કરવાનું એનાથી બનતું નથી. રોજ - બ-રોજની ઘટમાળમાં અટવાયેલાં જીવને ભૂતકાળ જ ભવિષ્યરૂપે ફળે છે, એ બાબતને એને ખ્યાલ નથી, અગર એ બાબત તે ભૂલી જાય છે અથવા એવો ખ્યાલ હોય તો પણ એ અંગે વિચારવાને અવકાશ નથી. કર્મ અને ફળના સંબંધો આસફાલ્ટના ધોરીમાર્ગની માફક સીધા અને સપાટ નથી. વિવિધ માનસિક વૃત્તિઓનું પરિણામ અટપટું અને ધાર્યા કરતાં જુદું જ આવે છે અને પરિણામે વ્યકિતગત અને સમાજ જીવન ગતિશીલ, પરિવર્તનશીલ કે વિકાસશીલ રહેતું નથી. આ આજના યુગની નક્કર હકીકત ( bare fact ) અગર વાસ્તવીકતા છે અને એટલે જ પરંપરાગત જીવનમાંથી બહાર આવી શકાતું નથી એટલે અંશે પરિવર્તનની પ્રક્રિયા મુશ્કેલ બને છે.
લોકશાહી, વૈચારિક સ્વાતંત્ર અને વિચારોની સ્વતંત્ર અભિવ્યકિતના આ યુગમાં પરિવર્તન પામતાં સમયની સાથે તાલ મિલાવવાની દષ્ટિએ વિચાર - પ્રેરક ભૂમિકા સાથે યોગ્ય માધ્યમ દ્વારા થતાં
વિચાર - પ્રચારથી પરિવર્તન મુશ્કેલ નથી એવું લાગે ખરું, (એવું બનવું જોઈએ), પરંતુ એ નિતાંત હકીકત છે એવું માની લેવાની જરૂર નથી. આજે વીસમી સદીમાં પણ નૈતિક હિમતને અભાવ, ચારિત્રયની કટોકટી અને સ્વાઈની ટૂંકી દષ્ટિના કારણે ધાર્યું પરિવર્તન થઈ શકતું નથી. આવું શા માટે?
સંવેદન, અનુભૂતિ અને અભિવ્યકિતને સુયોગ સાધી શકે એવી કલ્પનાશીલ વ્યકિતની દષ્ટિ વધુ દૂર સુધી પહોંચે છે. યુગને વીંધીને આરપાર જોઈ શકતી વ્યકિતની વાતને સમાજ પહેલાં તો સ્વીકારી શકતા નથી. આવી વ્યકિતને આથી દુ:ખ થાય છે. આવી વ્યકિતની સંવેદનાના અનુસંધાનમાં આવો પ્રશ્ન આપણા કાને વારં વાર પડે છે: “ચોક્કસ વ્યક્તિ અસાધારણ કેમ થઈ?” નજીકની વ્યકિત હોય - અંગત લાગણીના સંબંધ હોય તે આવો પ્રતિભાવ પણ હોય છે: “બધાની જેમ સામાન્ય હોત તો વધુ સુખી ન થાત?” અથવા તે “ રાજા રામથી માંડીને રાજા રામમોહનરાય સુધી કેટલીય વ્યકિતઓએ જગતનું નેતૃત્વ કર્યું છે, છતાં ય સમાજ એનો એ જ છે એટલે સમાજને સુધારવાને અભરખે રાખવા જેવો નથી,” વગેરે.
પ્રશ્ન પાયાને છે અસામાન્ય વ્યકિતની સમજ અને દષ્ટિ લાંબી હોય છે. સૌ પ્રથમ તે સમાજ એની વાત માની શકે જ નહિ. આકાશને આંબવાની વાત કરવાને બદલે વાસ્તવિકતાની ધરતી પર પગ ઠેકવવાની વાત ઉપહાસથી કરવામાં આવે. એને વિરોધ થાય અને એમાંથી વ્યકિતગત ધિક્કાર સુધી પણ વાત પહોંચે. સ્થાપિત હિત ધરાવનાર શામ, દામ દંડ અને ભેદની નીતિ પણ અપનાવે. આવા કૂર ઉપહાસ, વિચારશીલ વ્યક્તિના અંગત હિતને નુકસાન પહોંચાડવાની ગેગમ વૃત્તિથી એવી વ્યકિત બહુધા ભાંગી પડે છે અને દુ:ખી થાય છે અગર કાચી - પેચી પણ અસામાન્ય વ્યકિત સુખી થવા માટે સામાન્ય વ્યકિત થવામાં સંતોષ અને સુખ શોધે છે. આજના જમાનાની આ તાસીર છે. એટલે ઉપર જણાવ્યા તેવા પ્રતિભાવે સમાજમાં વ્યાપક છે અને એ જ તે પરિવર્તનની પ્રક્રિયાનું ઘાતક પરિબળ છે. ,
અસામાન્ય વ્યકિતની દીદદપિટભરી વાતને પ્રથમ તે તીવ્રતાથી આઘાતજનક વિરોધ થાય પણ વ્યકિત એના નિર્ણયમાં અડગ રહે તે વળી સમાજસહેજ સહાનુભૂતિ ધરાવતો થાય. એ સહાનુભૂતિને સ્વીકૃતિની ભૂમિકા સુધી લઈ જવામાં તે નાકે દમ આવે અને ત્યાં સુધીમાં તો નવી વાત શરૂ કરનારને સમાજે પીંખી નાખે હોય. દુનિયાની પ્રગતિની આ પ્રણાલિકા છે અને એટલે જ અસામાન્ય વ્યકિત એકધારી રિબાય છે કારણ, ચારે બાજુ સામાન્ય વ્યકિતઓની . સતત બહુમતી વચ્ચે એ વ્યકિત ઘેરાયેલી રહે છે. વર્ગ શિક્ષકમાં સૌથી મંદબુદ્ધિના બાળકની ગ્રહણશકિતને લક્ષમાં રાખીને વિદ્યાર્થીએને કેળવણી આપવાની-તાલીમ આપવાની જેમ ધીરજ હોવી ઘટે તેમ અસામાન્ય વ્યકિતએ પણ એવી જ ધીરજ રાખીને સતત સહન કરવું પડે- માનસિક યાતના વેઠવી પડે. કોઈ પણ કાળે, કોઈ પણ દેશમાં કે સમાજમાં વત્તોએછે અંશે આવી પરિસ્થિતિ જ નજરે પડશે. સત્યને રસ્તો દુકર હોવાથી એ રસ્તે ચાલવું કોઈને ગમતું નથી.
ઉપર અવલોકન કર્યું એ મુજબ અસામાન્ય વ્યકિતને દુ:ખ તો પડે છે, પણ એમાં વાંક કેને? એવી અનન્ય વ્યકિતની દીર્ધદષ્ટિને કે સમાજની વૈચારિક ભૂમિકા વિનાની પરંપરાગત અને ગતાનુગતિક જડ માન્યતાઓને ? એને ન્યાય કોણ કાળ જ કરે ને? અને એવું છે એટલે થાય છે: ‘સમાજ કેવી કેવી અનન્ય વ્યકિતઓના સંવેદન અને દુ:ખના ખભે ચડીને વિકાસ સાધે છે! નવે વિચાર કેટકેટલો સંઘર્ષ અને વેદનાને પચાવીને આગળ ધપે છે!!” સામાજિક તવારીખને કાળાંડિબાંગ વાદળાં જેવા પૃષ્ઠોની સેનેરી કિનાર જેવાં આવી વ્યકિતઓનાં જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ માંડ બે-ચાર ડગલાં આગળ વધે ત્યાં જ એવી વ્યકિતના વિલયથી Ellis in wonder land 'ની એલિસના પાત્રની માફક એક-બે ડગલાં પીછેહઠ કરે છે. આને આપણે શું કહીશું? આપણી પોતાની