________________
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
શાંતિ અને એકતા [] હૈં. દિલાવરસિંહ જાડેજા
જગતની અંદર એકતાનું સૂત્ર રહેલું છે. જગત આવી એકતાથી, જો કે, સભાન નથી તેથી જગતને અની આંતરિક એકતાથી સભાન કરવાનું છે, એ એકતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાની શુભ ઘડી હવે આવી પહોંચી છે. એક નવા ચૈતન્યનાપ્રકાશનો—જગતમાં આવિર્ભાવ થયા છે. પોતાની એકતાથી જગત સભાન બને એવી શકિત હવે એની પાસે છે.
શ્રી માતાજીએ ઉપરના મતલબનું એક કથન કર્યું છે. વિજ્ઞાન અને યંત્ર-વિજ્ઞાનની સહાયથી દુનિયાના દેશ વચ્ચેનું ભૌતિક અંતર ઘટેલું છે. બીજી બાજુએથી, એ જ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન એક દેશ અને બીજા દેશ વચ્ચે સંઘર્ષનું નિમિત્ત બની રહેલ છે. દેશ અને દુનિયામાં પ્રસંગોપાત અથડામણા થયા કરે છે. કુદરતી પર્યાવરણમાં માનવની દખલગીરીની માત્રા વધી રહી છે. દેશના વ્યવહારમાં સંકુચિત અને સ્વાર્થલક્ષી અભિગમ વખતે વખત જણાઈ આવે છે. આપણે જે જીવી રહ્યા છીએ જેટયુગમાં, પરંતુ આપણા વ્યવહાર પથ્થરયુગના માણસને અનુરૂપ જણાય એવા વિસંવાદી છે. શ્રી માતાજીએ નિર્દેશેલા નવા ચૈતન્ય-નવશકિતના આવિર્ભાવના પ્રસારમાં માનવજાતિ ઈષ્ટ સહકાર આપી રહી હેાય તેવું જણાતું નથી. માણસે વિકાસના હાલના તબક્કે અહંકેન્દ્રિતતા અને સ્વાર્થલક્ષિતાના વર્તુળમાંથી બહાર નીકળવું જ રહ્યું.
માનવસંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા તેથી જ આત્મવિસ્તૃતીકરણ અને સ્વાર્થશીલતાની પર જવા પરત્વે સતત ભાર મૂકી રહેલ છે. આપણી પ્રવૃત્તિનું, લાગણીનું તેમ જ દૃષ્ટિબિંદુનું લૂક આપણે વિસ્તૃત કરતા રહેવાનું છે. ‘સ્વ'માંથી ‘સર્વ’ તરફ આપણે જવાનું છે. વિરાટ વિશ્વ સાથે એકતાની અનુભૂતિ આપણે કેળવવાની છે. વૈશ્ર્વિક જીવનના એક ભાગરૂપે વ્યક્તિ—જીવનને જોતાં શીખવાનુંછે. બિંદુ પણ સિંધુનો જ ભાગ છે. વૈશ્વિક દિવ્યતાનો મનુષ્ય એક અંશ છે. આવી અનુભૂતિ, આવા વૈશ્વિક સંદર્ભ, હાલના માનવજીવનમાં દેખાતી વિસંવાદિતાને દૂર કરી શકે.
મનુષ્યની સામાજિક, આર્થિક, રાજકીય ધાર્મિક ઈત્યાદિ સમસ્યાઓનું સ્વરૂપ આજે જાગતિક બની ગયું છે. આ જાગતિક સમસ્યાઓના ઉકેલ જાગતિક દષ્ટિબિંદુની અપેક્ષા રાખે છે, વ્યકિતલક્ષિતાને સ્થાને વિચાર, લાગણી અને વ્યવહારને વૈશ્વિકતા તરફ દોરી જવાની આજની જરૂરિયાત છે. સમૂહમાધ્યમા સમગ્ર માનવજાતિની અંદર સૂત્રની જેમ પરોવાયેલી એકતાને વારંવાર ઉપસાવતાં રહે તે જરૂરી બની ગયું છે. આવા જાગતિક અભિગમનો આરંભ વ્યકિતથી થાય તે સ્વાભાવિક ગણાવું જોઈએ. આવા જાગતિક અભિગમવાળી વ્યકિતઓના નાના સમૂહો રચાય અનેએવા સમૂહો સમષ્ટિપરિવર્તનની દિશામાં કામ કરતા થાય તો ઈષ્ટ પરિવર્તન થઈ શકે.
આવું પરિવર્તન સિદ્ધ કરવા માટે એકી સાથે જુદી જુદી ક્ષાએ પુર પાર્થ કરવાના રહેશે. આમાંનું પહેલું અને સૌથી અગત્યનું ક્ષત્ર શિક્ષણનું છે. સાચા શિક્ષણનો પ્રારંભ કુટુંબમાં થતા હોય છે. વડીલાએ પાતાના વર્તનથી વિશાળ દષ્ટિબિંદુ, ઉદાર જીવનસરણી, સહિષ્ણુતા અને નિ:સ્વાર્થ વ્યવહારના માર્ગ દેખાડતા રહેવું જોઈએ. વિશેષમાં, બાળકને વાર્તાઓ, દશ્યસાધના ઈ.ના માધ્યમ દ્વારા નિર્ભયતા, નિ:સ્વાર્થતા અને ખાનદાનીના પાઠ વડીલ, શિક્ષક શીખવી શકે. વળી શાળાના પાઠ્યક્રમમાં ચારિત્ર્ય-ઘડતરના તત્ત્વને વણી લેવામાં આવ્યું હોય. વૈશ્વિવતાનું સ્પંદન બચપણથી જ વિદ્યાર્થી ઝીલતા
૧૭
થાય એવું શિક્ષણ-સંસ્થાનું વાતાવરણ હોવું ઘટે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન મહત્ત્વનું છે. સ્ત્રીઓના દૃષ્ટિબિંદુમાં વિશાળતા આવે અને સ્ત્રીનું અનુભવક્ષેત્ર વિસ્તૃત બનતું રહે તે બાળકમાં એવા સંસ્કારનું સિંચન કરવા માટે જરૂરી છે.
રોજી રળવા માટે મનુષ્ય કાર્ય કરે છે એ વાતમાં આંશિક સત્ય છે ખરું પણ આખરે તો મનુષ્ય કાર્યને દિવ્યના ચરણે ધરેલા નૈવેદ્ય તરીકે તેમ જ માનવજાતિના સમગ્ર કલ્યાણના ભાગરૂપે જ જોવું રહ્યું. આવા દષ્ટિબિંદુથી કાર્ય કરવાથી એની ગુણવત્તા સુધરે છે અને મનુષ્યનું ગજું ઊચું તેમ જ વ્યાપક બને છે. આની સાથે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનને શાંતિ અને વિકાસનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે જોતરવાં રહ્યાં.
કોઈ અહીં કહેશે કે વિશ્વ એકતાના વિચાર ભારતીય સંસ્કૃતિ માટે કાંઈ નવા નથી. હા, આ વિચાર આપણા માટે નવા નથી, પરંતુ એ વિચારને-શાંતિ અને એકતાના દર્શને આપણા વિચારતંત્રમાં વણી લેવાની અને એને વ્યવહારમાં મૂર્તિમંત કરવાની ઘડી હવે આવી પહોંચી છે. વ્યકિત- માનવમાંથી વિશ્વ- માનવમાં રૂપાંતરિત થવાનું આજના કાળમાં અનિવાર્ય બની ગયું છે. આપણું અત્યારનું પ્રથમ લક્ષ્ય તો એકતા અને શાંતિના આદર્શના પ્રસાર કરવાનું છે. સમાજના વિવિધ અગ્રણીઓમાં આવી આદર્શાભિમુખતા કેળવવાનું છે. એમ નહિ થાય તે સ્વાર્થના ફુગાવાથી સમાજનું માળખું તૂટી જશે, કોરી વ્યકિતલક્ષિતાને સ્થાને તેથી સમષ્ટિની હિતચિતાના દષ્ટિબિંદુને સ્થાન આપવું રહ્યું.
આવું દષ્ટિબિંદુ કેળવાય એ પહેલાં માનવજાતિને વિભકત કરી રહેલા રોગનું સ્વરૂપ સમજવાનું જરૂરી ગણાય. પ્રેમ, નમ્રતા, સંવાદિતા, એકતા, પવિત્રતા અને જ્ઞાનના પરિબળા જીવનમાં જેટલા પ્રમાણમાં પુષ્ટ થાય તેટલા પ્રમાણમાં પૃથ્વી ઉપર પ્રગટેલા એકતાના નવા ચૈતન્યની વ્યાપકતા સિદ્ધ થશે. પહેલાંની તે નમ્રતા મેળવવી પડશે. ‘હુ' જે જાણું છું અને માનું છું તે આખરે સત્ય નથી . બીજા પણ સત્યશોધકો છે. હું જાણું છું તે સત્યનું એક સ્વરૂપ છે.’ બીજું, પ્રેમ, સત્ય, સંવાદિતા, એકતા જેવાં જીવન મૂલ્યોને જીવનની પાઠશાળામાં આપણા વ્યવહાર જીવનમાં અધિક અને અધિક ઘૂંટતાં રહેવાં પડશે. આધ્યાત્મ જીવન અને વ્યવહાર જીવન પરસ્પર પૂર્તિ કરીને માનવ અસ્તિત્વને ઉર્ધ્વ અને વિશાળ બનાવે તે જ જીવન હેતુપૂર્ણ, વિકાસશીલ અને વ્યાપક થઈ શકે. આપણા અભિગમ વૈષમ્યો વચ્ચે સામ્યની ઉપાસના કરવાના છે. ‘અવિભકત’વિભકતેષુ’ની જીવનદષ્ટિ કેળવવાનો છે.
સૃષ્ટિમાં નામરૂપ જૂજવાં છે, પણ અંતે તે બધું હેમનું હેમ છેએકમ સત વિપ્રા :બહુધા વદન્તિ-ની પ્રતીતિ, ‘સબ સૂરત મેરે સાહેબકી’ની ભગવત્કૃત્તિ, વૈશ્વિક ભાવ કેળવવા માટે જરૂરી છે. સૃષ્ટિનાં વિવિધ ઘટકો વચ્ચે પરસ્પરાવલંબન રહેલું છે. ચૈતન્યનું વૈશ્વિક સ્વરૂપ પ્રગટ કરવા માટે મારે મારી જાતથી જ પ્રાર ંભ કરવા રહ્યા, સમષ્ટિ પરિવર્તનની વાટ જોવાની હું રાહ જોઈ શક નહિ,
અહીં શાંતિ અને એકતાના ખ્યાલ વિશે સ્પષ્ટતા કરી લઈએ. શાંતિ એટલે યુદ્ધનો અભાવ નહિ. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે જે કાંઈ હતું તેને યુદ્ધનો અભાવ કહી શકાય. પરંતુ એને શાંતિ તરીકે ઓળખાવી શકાય નહિ. શાંતિને ખ્યાલ ભાવાત્મક છે. યુદ્ધના ભયમાંથી એ ખ્યાલ જન્મતો નથી. શાંતિ એક સ્વયં ઈષ્ટ એવું ભાવાત્મક મૂલ્ય છે.