SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૧ પ્રબુદ્ધ જીવન એ ઉત્તર ધ્રુવને રસિક ઈતિહાસ U ચંદ્રવદન ચી. મહેતા વુિં Sતર ધ્રુવની શોધસફર” એ ‘એવરેસ્ટનું આરોહણ'ના લેખક ડા, રમણલાલ ચી. શાહનું આ ક્ષેત્રમાં બીજું પુસ્તક છે. ધર્મ, તત્ત્વજ્ઞાન ઉપરાંત સંપાદને, જીવનચરિત્રો, એકાંકીના કોત્રમાંનાં પુસ્તકો ઉપરાંત આ પુસ્તક એક અનન્ય અને અદભુત સાહસિક અને મરણિયા સંશોધકોના જીવસટોસટના ખેલ કરનારાઓની અથાક પરિશ્રમને અંજલિરૂપ પણ છે. પ્રત્યેક લગ્નપ્રસંગે વરવહુ ધ્રુવને તારો તે માહયરામાંથી ઊંચે નજર કરી મનમાં કલ્પી લઈ અથવા કપ્યા વિના જુએ જ છે. બ્રાહ્મણ જોવાને-ધુવના તારાના દર્શન કરાવવાને- ચાલે તે કરાવે જ છે, પણ એ તારાને ઈલાકો, ઉત્તર ધવને પ્રદેશ જોવાને કોઈ ગુજરાતીને મહેચ્છા થતી નથી, થઈ નથી. દશબાર રડયાખડયા એવા વટેમાર્ગુઓ હશે – તે એ પ્રદેશમાં અરોરા બેરાલિયા (Aurora Borealis) ની, સૂર્યોદયની અદ્ભુત સુરખિની ઝાંખી કરનાર દશપાંચ-ઉત્તર ધ્રુવના બિન્દુ ઉપર પગ માંડનારા કોઈ ગુજરાતી નહીં મળે; પણ પૃથ્વી પર ઈટાલીથી માંડી નેવેં-સ્વિડન, ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા કંઈક રખડુ શોખીને આ ઉત્તર ધ્રુવને પ્રદેશ શું છે, કે છે, જમીન છે ખરી કે માત્ર હિમભૂમિ જ છે, ત્યાં માંકડ, મચ્છર, ઉંદર, બિલાડી, કૂતરા, સિંહ, માછલાં વગેરે વિવિધ પ્રકારનાં પ્રાણીઓ જન્મે છે, જીવે છે અને જન્મે છે તો જીવે છે શી રીતે એ જાણવા દોડયા દોડયા ગયા છે; જય લઈને ગયા છે. ત્યાં હરાયફાય, રહેવાય, જીવાય એ જાણવા કંઈક સાહસવીરો ઊમટયા છે. એ બધાંને આ પુસ્તક્માં રસિક ઈતિહાસ આલેખવામાં આવ્યું છે. - અમેરિકામાં સાનફ્રાંસિસ્કો જેવા શહેરમાં કિલ્લો બાંધી, બીજા પ્રવાસીએને માર્ગ ચીંધી આપ્યો. અલાસ્કા જેવો પ્રદેશ રશિયાને ખાતે નોંધાવી શક, નસીબ નહીં તે આ પ્રદેશ પાણીને મૂલે અમેરિકાને વેર કે તરત સરોવરને કાંઠડે સોનાની પાટો ચળકતી જોવા-લેવા મળી. આવું આવું, અનેક નવલકથાઓમાં પણ ન મળે એવું રસપૂર્ણ બયાન-સાહિત્ય જાણવા આવા પુસ્તકને આપણે વધાવી લેવું જોઈએ. એટલું જ નહીં પણ પ્રત્યેક શાળામાં, હવે જયાં અંગ્રેજી ભાષા શીખવવી એ પાપ ગણાવા માંડયું છે તેવી શાળાઓમાં, વિદ્યાર્થીએ, હસે હાંસે આ પુસ્તક વાંચતા થાય એવી જના ઘડાવી જોઈએ. લગભગ પોણાચારસો પાનાંના આ પુસ્તકમાં ઘટિત ફોટાઓ પણ છે. કયાંક નકશાઓ પણ છે. વાંચતા શ્રીલ” થાય તે જુવાનિયાઓને ઉત્તર ધ્રુવ પગથાર ખૂંદવા જવા આજે પૂરતી સગવડો પણ મળી રહે છે. રાઉન્ડ ધ વર્લ્ડ પંદરેક હજારમાં ટ્રીપ કરનારા એક જ જાતની હોટેલે, એક જ જાતનાં ચા-પીણાં, સુપ, બટાટા વગેરે ખેરાક લઈ ઝપાટાબંધ જોઈ પાછા આવે છે. એટલા જ ખર્ચમાં ઉત્તર ધ્રુવને પગથાર મધ્યબિન્દુથી બસે સવાબસો માઈલ દૂર હિમ પગથાર પર ચાલી રહી, બરાબર ટાંકણું સાધી ઉપડો તે પાંચસાત મિનિટનું અરૂં પરૂં પ્રભાત નહીં, પણ છસાત દિવસ લંબાનું ચાલે એવું ડન (Dawn) પરોઢ જેવાને કહાવે મળે. કુમળે સૂરજ જે રીતે એ ઉષાકમળમાં ખીલે છે, રંગબેરંગી લીલા ખીલવે છે, એ જોવાને પ્રસંગ સાધો તે જિંદગીમાં કદી નહીં ભુલાય એવો અનુભવ મેળવી શકશે. લેખકને અભિનંદન. અનેક રીતે અભિનંદન. અનેકગણા અભિનંદન. કોઈ સામાન્ય માણસને આ વાંચવામાં રસ નહીં પડે. વેપારી, નોકરિયાત, ધંધાદારી આવાં પુસ્તકો હાથમાં જ નહીં લે પણ સાચે જિજ્ઞાસુ વિદ્યાર્થી આવા પુસ્તક પ્રત્યે નજર દોડાવશે, દોડાવવી જોઈએ. વિભૂતિયોગ (ગીતા અ. ૧૦) | હેમાંગિની જાઈ વાઈકિંગ, લાપ, એસ્કિમ પ્રજા વિશે આજે આપણે કંઈનું કંઈ સાંભળતા થયા છીએ. ઈ. સ. પૂર્વે બસે વર્ષ પહેલાં પાઈશિયસથી માંડી ગઈ કાલ સુધી દિશામાં હિન્દુસ્તાન, ચીન, જાપાન, એરબસ્તાન, આફ્રિકા સિવાયના પ્રજાજનોએ પૈસા ખરચી, બુદ્ધિ લડાવી આ ઉત્તર ધ્રુવને પ્રદેશ જાણવા વર્ષોનાં વર્ષો જાતમહેનત કરી મથામણ કરી છે. ડૉ. રમણભાઈ શાહે પ્રવાસ ખેડી જાણે છે. એનું મહત્ત્વ પ્રમાયું છે. એને પરિણામે આ પુસ્તકમાં એક નહીં પણ અનેક પુસ્તકોને આધાર લઈ, નક્ક હકીકતે તારવી, ત્યાંની પ્રજાના રીતરિવાજોથી માંડી ઉત્તર દિશામાં શરૂઆતમાં પહોંચેલા પ્રવાસીઓ, ત્યાંની હિમસપાટીમાં ખૂંપી ગયેલા સાહસિકો, હોડી, મનવાર, બલૂન, વગેરે સાધન મારફત નિશ્ચિત કરેલા માર્ગે અક્ષાંશરેખાંશ, જળથળ, હિમગિરિમાળા અને એ ભૂ તથા ભેમના ગર્ભમાં રહેલી સામગ્રી, એને અંદાજ કાઢનારા વૈજ્ઞાનિકો સંબંધી અનેક માહિતીથી ભરપૂર એવો રોચક શૈલીમાં આ ગ્રંથ લખ્યો છે. અલબત્ત, મોટા ભાગને ઉત્તર ધ્રુવ પ્રદેશ આજે માનવીએ પ્રમાણે છે, પરંતુ એનાં હવામાન તથા તુસંધાન સિવાય ભૂગર્ભની સંપત્તિ હજુ ઘણી જાણવી બાકી છે. સ્વતંત્ર ભારતના નાવિકો જાવા જતા હતા. પરિયાંના પરિયાં ખાય એટલું ધન લાવતા હતા. પણ ડેનમાર્કથી મસ્કો જઈ, ત્યાં રહી, ત્યાંને નિવાસી બની બેરિંગ, બેરિંગની સામુદ્રધુનિ શોધવા પડશે, ત્યાં દટાયે. ત્યાર બાદ આજે “ક હતા ના છોકરે. નામ તેનું શ્યામ. એના હાથમાં ચારી હતા, જેમાં તેનું પ્રતિબિંબ પડતું હતું. તેને એ અનિમેષ નયને નિહાળતા હતા. ત્યાં તે .... એના હાથમાંથી અરીસે પડી ગયો. એની માતાને ચિંતા થઈ કે મારા લાલને વાગ્યું તે નથી ને? એના પિતાને દીકરાને વાગ્યું કે કેમ તેના કરતાં અરીસા તૂટયાની નુક્સાનીને ગુસ્સો હતા. જ્યારે બાળકના પ્રતિભાવ કેવા હતા? ન તે એને માતાની ચિતાની ખેવના હતી, ને તે પિતાના ક્રોધની.. એ તે પહેલાં કરતાં વધુ ખુશખુશાલ હતો. એને પ્રતિભાવ એકાએક સમજાય તેવું ન હતું. ત્યાં તે શ્યામ આનંદથી પેકરી ઊઠશે, જુઓને, જરા જુઓ તો ખરા, એકને બદલે અનેક શ્યામ !” અરીસે અખંડ હતો ત્યારે શ્યામનું એક જ પ્રતિબિબ તેમાં પડતું હતું. તે જ અરીસાના ખંડ ખંડ થઈ ગયા છે તેના પ્રત્યેક ખંડમાં પણ શ્યામને પિતાનું પ્રતિબિંબ દેખાતું હતું એટલે એને તે જોવાની ગમ્મત પડી ગઈ. આ પ્રક્રિયા નિહાળતાં ‘એકોહં બહુશ્યામ” કે “એક સત વિપ્રા બહુધા વદન્તિ’ એ વેદ-વેદાંતમાંનું સત્ય સેદાહરણ સમજાઈ ગયું. ‘અવિભકતં ચ ભૂતેષ વિભક્તમિવ ચ સ્થિતમ(ગીતા ૧૩, ૧૬) ઈશ્વર અવિભકત હોવા છતાં ભૂતમાત્રમાં વિભકત બનીને કેવી રીતે રહે છે તે આ નાનકડા પ્રસંગથી સમજાઈ ગયું. અખિલ , બ્રહ્માંડના ખિલખિલમાં ઈશ્વરની વિભૂતિઓની અનુભૂતિ છે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy