________________
૧૨
પ્રબુદ્ધ જીવન
‘પ્રેમળ જયોતિ ' તરફથી કુ. પરિમલા ભટના માનમાં યોજાયેલા સમાર’ભમાં સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ પરિમલા ભટને આશીર્વાદ ને અભિનંદન આપી રહ્યા છે. તસવીરમાં ડાબી બાજુથી શ્રીમતી કમલબહેન પિસપાટી, કુ. પરિમલ ભટ, શ્રી રસિકલાલ ઝવેરી, શ્રીમતી નિર બહેન શાહ, શ્રી કે. પી. શાહ અને શ્રી ચીમનલાલ જે. શાહ છે.
•
પ્રેમળ જ્યેાતિ દ્વારા પરિમલા ભટનુ મહુમાન
‘માણસમાં અનંત શકિત રહેલી છે. જયારે પ્રતિકૂળતાવાળી વ્યકિત હિંમત ને સાહસથી પોતાના જીવનનું ઘડતર કરે ત્યારે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે' એવું જાણીતા તત્ત્વચિંતક, સમાજના અગ્રણી અને સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે સ્વિડિશ ફેડરેશન ઓફ વિઝયુઅલી હેન્ડિકેપ્ડ નામની સંસ્થાએ કુઆલાલાપુર ખાતે યોજેલા અંધજના માટેના તાલીમ સેમિનારમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા દાદરની અંધશાળાના સામાજિક કાર્યકર કુમારી પરિમલા ભટનો સત્કાર કરવા માટે મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પ્રેમળ જાતિએ યોજેલા મિલન સમારંભમાં જણાવ્યું હતું.
શ્રી ચીમનભાઈ શાહે વધુમાં કહ્યું હતું કે હું જયારે અંધ વ્યકિતના વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે ભગવાને એક વસ્તુથી વ્યકિતને વંચિત કરી છે, પરંતુ બીજી બાજુ તેના જીવનને વિકસાવવા માટે શકિતના ધેાધ આપ્યો છે. કુમારી ભટે અંધ હોવા છતાં જે વિકાસ સાધ્યો તે સરસ છે, તેમનું જીવન છે એના કરતાં વધુ ધન્ય બને એવા મારા અંતરના આશીર્વાદ છે.
તા. ૧-૫-૮૧
શ્રી ચીમનભાઈ શાહના અંતરના આશીર્વાદ તથા સત્કાર કરવા માટે પ્રેમળ જ્યોતિ સંસ્થાનો આભાર માનતાં કુમારી ભરે જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહ માટે યોજાયેલા આ સેમિનારમાં ૧૩ દેશોના બબ્બે પ્રતિનિધિઓએ ભાગ લીધા હતા.
ભટના પરિચય આપતાં શ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે તેમણે નિર્મલા નિકેતનમાંથી માસ્ટર ઓફ સેશિયલ વર્કર, રૂપારેલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ તથા વકતૃત્વ, લેખન, હસ્તકલા અને નૃત્યની સ્પર્ધામાં અનેક પારિતોષિક મેળવ્યાં છે. ૧૯૮૧માં બ્લાઈન્ડ વુમન ઈન મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પરિસંવાદમાં કુમારી ભટે ‘કેન અ બ્લાઈન્ડ વુમન બી એ કન્ઝયુમર રાધર ધેન સર્વિસ પ્રોવાઈડર' પર એક પેપર રજૂ કર્યું હતું. હાલમાં તે એલ. એલ. બી.ના અભ્યાસ સાથે દાદરની બ્લાઈન્ડ સ્કૂલમાં સેશિયલ વર્કર તરીકે કામ કરી રહ્યાં છે. શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે અંધ હોવા છતાંયે એમણે અન્યની સેવા લીધા વિના વિદેશમાં જઈને દેશનું નામ રોશન કર્યું છે.
ત્યાર બાદ પ્રેમળ જ્યોતિ સંસ્થા થકી શ્રી રસિકભાઈ ઝવેરીના હસ્તે રૂા. ૫૦૦૧ દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડને એનાયત કરવામાં આવ્યા હતા અને ૩૦ અંધ મહિલાઓના સ્કૂલના વાર્ષિક ખર્ચની જવાબદારી લેવામાં આવી હતી.
આ પ્રસંગે જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ જણાવ્યું હતું કે સભ્યો સેવાથે" તત્પર છે, એ આનંદ વાત છે. અંધજનાની સંસ્થાએ સહાય સ્વીકારી અનુગ્રહ કર્યો છે. પ્રેમળ જયંતિના કન્વીનર શ્રીમતી નીરુબેન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
અંધશ્રીઓ માટેની જાગૃતિ, તેના અધિકાર તેના પ્રત્યેની જવાબદારી વગેરેની ચર્ચા સહિત દુનિયાના રાષ્ટ્રોની અંધ મહિલાના પ્રશ્નો સાથે પોતાના દેશના પ્રશ્નોની સરખામણી કરવાના સુંદર અનુભવ આ સેમિનાર દરમિયાન મળ્યાનું કુમારી ભટે જણાવ્યું હતું.
અંતમાં રત્નચિંતામણી સ્કૂલના ભૂતપૂર્વ આચાર્યા શ્રીમતી કમલબેન પીસપાટી આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે કુમારી ભટે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના માટે હું ગૌરવ અનુભવું છું. સમારંભના આરંભમાં કુલ ૨૩ વર્ષના અંધકુમારી પરિમલા [] સકલન : નૈના ગાંધી માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.