________________
તા. ૧-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
[] જસ્ટિસ જે. સી. શાહ
ભારતમાં પ્રમુખશાહી પદ્ધતિ કે સંસદીય પદ્ધતિની સરકાર જોઈએ એ અંગેની ચર્ચા અતિ અયોગ્ય સમયે શરૂ કરવામાં આવી છે. દેશ વિરાટકાય પ્રશ્નોને સામને કરી રહ્યો છે ત્યારે પ્રમુખશાહી પદ્ધતિની સરકારને અખતરો રાષ્ટ્રને ખાડે નાખી શકે. તેમ છતાં, આ ચર્ચાને વેગ આપવા મથતાં બળોને એકમાત્ર ઈરાદો પ્રમુખશાહી સરકાર દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યકિતગત સરમુખત્યારશાહીની સ્થાપનાને હોય એવી સ્પષ્ટ શંકા જાગે છે.
દેશને કયા પ્રકારની સરકાર માફક આવે એમ છે એ અંગે છ મહિના પહેલાં આડકતરી રીતે ચર્ચા શરૂ કરવામાં આવી. નવી દિલહીમાં પોતાને ધારાશાસ્ત્રી કહેવડાવતાઓએ જાહેર પરિષદ યોજી અને જાહેર કર્યું કે દેશને માત્ર પ્રમુખશાહી પદ્ધતિની સરકાર જ માફક આવી શકે એમ છે. આ ચર્ચા એવા સમયે શરૂ થઈ છે કે જયારે દેશનું આર્થિક જીવન હોલકડોલક છે, ફુગાવો વધી રહ્યો છે, ભાવ ચારે દિશાએથી આસમાને પહોંચી રહ્યા છે, વિદેશમાં જોઈએ એવી દેશની પ્રતિષ્ઠા નથી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અતિ તંગદિલીભરી બની રહી છે. આ સંજોગોમાં આ ચર્ચા શરૂ કરનારાઓની સંનિષ્ઠી શંકા ઉપજાવે છે.
આપણા દેશમાં સંસદીય પદ્ધતિ હેઠળ સરકારની ત્રણે શાખાની સિદ્ધિઓ સંતોષકારક નથી એ કમનસીબી છે. ધારાગૃહો ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે. કારોબારી અથવા શાસન શાખા પણ તેમનાથી બહુ પાછળ નથી અને ન્યાયતંત્રમાં સુસ્તી નજરે પડે છે. તેમ છતાં, પ્રમુખશાહી પદ્ધતિ સ્વીકારવામાં આવશે તે દેશ માટે એ વિનાશકારી હશે એ બાબતમાં મારા મનમાં કોઈ શંકા નથી.
દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે સુધારવાના ઉપાયો શો છે? શાસન પદ્ધતિમાં ફેરફાર કરવાથી આ સુધારે થઈ શકશે? શું શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા વર્તમાન પરિસ્થિતિ માટેનાં કારણો દૂર કરી શકાશે ખરાં? મને લાગે છે કે શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા આ દિશામાં કોઈ હેતુ નહીં સરે.
પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરનારાઓ એક દલીલ એવી રજુ કરે છે કે પ્રમુખ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને તેની સરકારમાં સમાવેશ કરી શકશે અને સરકાર વધુ સંતોષકારક રીતે કામ કરી શકશે. આ સંબંધમાં અમેરિકાને દાખલ આપવામાં આવે છે. તેઓ એમ સમજતા લાગે છે કે અમેરિકાની જેમ પ્રમુખશાહી પદ્ધતિનું શાસન અપનાવવાથી, આપણે પણ અમેરિકાના સ્તરે પહોંચી શકશું. વિશ્વમાં કોઈ દેશની સ્થિતિ એ દેશમાં કયા પ્રકારની સરકાર છે તેના આધારે નહીં, પરંતુ બીજાં અનેક તત્ત્વોને આધારે નક્કી થતી હોય છે. એમ તો અમેરિકામાં પણ એક એવો મત છે કે તે દેશ પ્રમુખશાહી પદ્ધતિને લાયક નથી. અમેરિકામાં સરકારની બે શાખાધારાગૃહ અને શાસન શાખા વચ્ચેનું અંતર-ઘર્ષણ જાણીતું છે. - આ ઉપરાંત, આ પદ્ધતિ દ્વારા પ્રમુખને પસંદગીની તક મળશે એ માન્યતા સાવ ખોટી છે. અત્યારની પદ્ધતિમાં વડા પ્રધાનને સારી વ્યકિતઓની પસંદગી કરતાં કોણ રોકે છે? ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં લાયક વ્યકિતને નકારવામાં આવે છે. લાયક વ્યકિતઓને સંસદમાં લાવીને તેમની સરકારમાં પસંદગી કરવામાં શા માટે આવતી નથી? હકીકતમાં, શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા ‘નિષ્ણાતોની પસંદગી થઈ શકે એ ખ્યાલ અત્યારના સત્તાધારીઓના દિમાગમાં નથી.
અત્યારે સરકારમાં વ્યકિતની પસંદગી લાયકાત કે અનુભવને આધારે નહીં, પરંતુ વફાદારીને આધારે કરવામાં આવે છે. સત્તા
અને હોદ્દાઓની વહેંચણી થઈ રહી છે. કયારેક વફાદારી ઉપચંતા પક્ષમાં કહેવાતી એકતા ટકાવી રાખવા લોકોની પસંદગી થતી હોય છે અને એ દ્વારા વહીવટી તંત્ર ખાડે જતું હોય તે તેની કોઈને પરવા નથી. અત્યારની પદ્ધતિમાં પ્રધાનને માટે સમય બિનવહીવટી કાર્યો પાછળ વેડફાય છે એ દલીલને પણ ગળે ઊતારી શકાય એમ નથી.
અત્યારે જે પરિસ્થિતિ છે એ માટે પદ્ધતિને નહીં, પરંતુ જેમના હાથમાં શાસન છે તેમને દોષ છે. ધારાગૃહોમાં ભાગ્યે જ કોઈ દિવસ રાડારાડી વગર પસાર થાય છે. હવે તે મુક્કાબાજી પણ જોવા મળે છે.
પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરતા એક વધુ પડતા બાલકા આગેવાને એક જાહેરાતમાં શાસન પદ્ધતિના ફેરફાર માટે જે કારણો રજુ કર્યા છે તેમાં એક કારણ એવું આપ્યું છે કે વર્તમાન પદ્ધતિમાં સંસદ સર્વોપરી નથી કારણ કે સંસદના નિર્ણયો અદાલતે ઉડાવી દે છે. ન્યાયતંત્ર બંધારણને આધારે નિર્ણય આપે છે એ તેઓ ભૂલી ગયા છે. બંધારણની મર્યાદામાં રહીને નિર્ણય લેતાં સરકારને કોઈ રોકતું નથી). બીજું કારણ એવું આપ્યું છે કે જ્યાં કરોડો ગરીબોને રોજ બે ટંક ભોજન નથી મળતું એવા દેશમાં સંસદીય પદ્ધતિની સરકાર માફક આવે નહીં. (શું શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા કોઈ જાદુ કરવામાં આવનાર છે? પ્રમુખશાહી પદ્ધતિ હેઠળ આ ગરીબોને બે ટંક ભોજન કેમ મળશે એ તેમણે બતાવ્યું નથી). ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું છે કે સંસદીય પદ્ધતિ હેઠળ સરકાર સ્થિર નથી હોતી. તેઓ કદાચ એ ભૂલી ગયા હશે કે પંડિત જવાહરલાલ નહેરુ ૧૭ વર્ષ સુધી વડા પ્રધાન હતા અને તેમના દીકરી ઈદિરા ગાંધીએ પણ એક દાયકા કરતાં વધુ સમય શાસન કર્યું છે. આ દલીલને આ હકીકત જ જવાબ આપે છે. શું કારણ એવું આપવામાં આવ્યું છે કે ધંધાદારી રાજકારણીઓને સત્તા સોંપવાને વિશ્વાસ કરશે નહીં અને એ દલીલ સાથે હું સહમત છું.
જો પ્રમુખશાહી પદ્ધતિની સરકાર અપનાવવા માટેના સૂચનને સ્વીકાર કરવામાં આવશે તે રાજાના રાજ કરવાના દૈવી અધિકારના યુગમાં આપણે ફરી ધકેલાઈ જશે. આ હિમાયતી સત્તાનું એક જ વ્યકિતનું કેન્દ્રીકરણ કરવા માગે છે. એથી દેશ ભલે ખાડે જાય, પરંતુ એ વ્યકિત આ દેશમાં સરમુખત્યારશાહીની અમર્યાદિત સત્તા ભાગવી શકે. બંધારણનું પ્રિએમ્બલ ઘડનારાઓએ એ કલ્પના નહીં કરી હોય કે ૩૦ વર્ષ પછી આ દેશની જનતાને એવા શાસન હેઠળ જીવવું પડશે જયાં કોઈ વ્યકિતસ્વાતંત્રય ન હોય, કોઈ ન્યાય કે સમાનતા ન હોય અને ભાઈચારાની ભાવના ન હોય.
શાસન પદ્ધતિમાં ફેરફારની આ સમગ્ર ચર્ચા બિન વાસ્તવિક ફલક પર થઈ રહી છે. આપણે જો પ્રમુખશાહી પદ્ધતિને સ્વીકાર કરીએ તો પ્રમુખ અને ધારાગૃહ વચ્ચે શો સંબંધ હશે? (જે કોઈ ધારાગૃહ હોય તો). આ પદ્ધતિ સ્વીકારવામાં આવે એ પછી એવો સમય પણ આવે કે સંસદ અને ન્યાયતંત્રને અવરોધરૂપ ગણાવીને તેમને નિમ્ન કરી નાખવામાં આવે અને રાજા જે રીતે સત્તા ભેગવતા હતા એ પરિસ્થિતિનું પુન: નિર્માણ કરવામાં આવે. વર્તમાન પદ્ધતિમાં તમારી પાસે ગૃહને જવાબદાર હોય એવું પ્રધાનમંડળ છે અને ગૃહ તેના પર અંકુશ રાખી શકે છે.
પ્રમુખ અને ન્યાયતંત્ર વરચે શો સંબંધ હશે? ફેરફારના હિમાયતી એવી દલીલ કરી રહ્યા છે કે દેશની પ્રગતિમાં ન્યાયતંત્ર અવરોધ પેદા કરે છે. આ અવરોધ કેવી રીતે પેદા કરવામાં આવે છે એ તમને કહેવાની તેઓ પરવા કરતા નથી. લોકોની અને દેશની સ્થિતિ સુધારવાની આડે જજ કે ન્યાયતંત્ર આડે આવ્યો હોય એવા કેટલા