SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૮૧ " જોગ, જયાં પ્રમુખશાહી પદ્ધતિ છે એવા દર દસ દેશમાંથી નવ દેશમાં બિનલોકશાહી અને આપખુદશાહી પ્રમુખશાહી છે). ૧૯૮૦ના મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મિનરવા મિલ્સના કેસમાં ફરીથી એવો મત વ્યકત કર્યો હતો કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા મર્યાદિત છે અને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવા અથવા તેનો નાશ કરવાની હદ સુધીની સત્તા સંવાદ ધરાવતી નથી. એ કેસમાં કોર્ટે કાયદા રામા દરેકની સમાનતા, વિચાર અને ભાવ વ્યકત કરવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાના, મંડળે અથવા યુનિયને રચવાના, ભારતની હદમાં મુકતપણે હરવાફવાના,'ભારતના કોઈ પણ ભાગમાં રહેવાના અને સ્થિર થવાના તથા કોઈ પણ વ્યવસાય અપનાવવાના તેમ જ વ્યાપાર અને ધંધો કરવાના અધિકારો જેવા અમૂલ્ય મૂળભૂત અધિકારોને લગભગ રદ કરતાં ૪૨મો બંધારણીય સુધારા ધારે (આ ધારો ૧૯૭૬માં કટેકટી દરમિયાન મંજૂર કરવામાં આવ્યો હતો) રદબાતલ કર્યો હતો કારણ કે કોર્ટના મત મુજબ આ મુકત લેકશાહીને આપખુદ રાજયમાં પલટવાની સંસદને સત્તા નથી. સત્તાના ઘમંડના આઘાતજનક પ્રદર્શનરૂપે સરકારે તુરત જ જાહેરાત કરી હતી કે તે આ ચુકાદો સ્વીકારવા તૈયાર નથી અને મિનરવા મિલ્સ કેસમાં ચુકાદાની પુન: સમીક્ષા કરવાનું જણાવતી અરજી કોર્ટ સમક્ષ કરી. (આ અપીલ હજી પણ કોર્ટ સમક્ષ છે). આ બાબત. એવી જોરદાર શંકા વ્યકત કરે છે કે પ્રમુખશાહી પદ્ધતિના હિમાયતીએ સુપ્રીમ કોર્ટ તેના અગાઉના ચુકાદામાં ફેરફાર કરીને બંધારણમાં સુધારો કરવાની સંરાદને અમર્યાદિત સત્તા છે એવું જણાવે એમ પસંદ કરે છે કે જેથી કરીને તેઓ પછી બંધારણીય સુધારા દ્વારા આપખુદશાહી પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરી શકે. આખરે, ખરેખરી લોકશાહી પ્રકારની પદ્ધતિ આ રાજકારણીઓ દાખલ કરવા માગતા હોય તે બંધારણના સુધારા દ્વારા મૂળભૂત અધિકાર રદ કરી શકાય નહીં, એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પુન: સમીક્ષા કરવાની માગણી કરવાની તેમના માટે કોઈ જરૂર નથી. કરાવે છે એથી અત્યારના તબક્ક વિશાળ અને ઉદારમતવાદી દષ્ટિકોણ ધરાવતા તથા વ્યકિત સ્વાતંત્ર્યને ચાહતી વ્યકિતઓને આ દેશ માટે પ્રમુખશાહી પદ્ધતિ ઘડવાનું કહેવામાં આવે એવી કોઈ આશા નથી. - પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરવા માટે આ યોગ્ય સમય નથી એનું ત્રીજું કારણ એ છે કે આપણા રાજકીય, આર્થિક અને સામાજિક પ્રશ્નો અતિ વિશાળ અને એવા પ્રકારના છે કે માત્ર શાસન પદ્ધતિ બદલવાથી તે ઉકેલી શકાય એમ નથી. પ્રમુખશાહી પદ્ધતિ હોવા છતાં ગરીબી, અશિસ્ત અને ભારત જે બીજી આફતેથી ઘેરાયેલું છે એવી પરિસ્થિતિમાં જીવતા રાષ્ટ્રોના ડઝનબંધ દાખલા આપી શકાય એમ છે. માત્ર શાસન પદ્ધતિ બદલી નાખવાથી આ આફતો નાબૂદ થઈ જશે એમ માનવા માટે એક પણ કારણ નથી. - ત્રીજું કારણ એ છે કે દરેકે અગ્રતા જોવી જોઈએ. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, આપણા રાજકીય જીવનની વધતી જતી નાશી માટે વળતાં પગલાં લેવાં તથા પ્રધાનમંડળમાં સૂઝ, સાહસ, બૌદ્ધિકતા અને નીતિમત્તા ધરાવતી વ્યકિતઓને સમાવેશ કરી શકાય એ માટે આપણા બંધારણીય કાયદાઓમાં કેટલાક સુધારાઓ કરવાની તાકીદની જરૂરિયાત છે. આ પ્રમુખશાહી પદ્ધતિ કરતાં આ સુધારાઓ અંગે રાષ્ટ્રીય મતૈકય મેળવવાનું વધુ રહેલું હશે અને એ ઉપરાંત, આ બાબતે વધુ અગ્રતા ધરાવે છે. વધુ તાકીદના સુધારાએ પ્રથમ સ્વીકારવામાં આવે ત્યાં સુધી પ્રમુખશાહી પદ્ધતિના લાભ અંગેની સક્રિય વિચારણા મુલતવી રહેવી જોઈએ. આ તાકીદના સુધારાઓમાં સૌ પ્રથમ દરેક રાજકીય પકો એડિટ કરેલા હિસાબે પ્રગટ કરવા પડે એવો કાયદો કરવો જોઈએ. અત્યારે પાનવાળા અને ખાટકીઓએ પણ હિસાબ રાખવાના હોય છે; પરંતુ રાજકીય પક્ષોએ નહીં. બીજા સુધારામાં પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંતના આધારે ધારાગૃહોની અડધી બેઠકો ભરવી જોઈએ. આ સુધારાઓ માટે બંધારણમાં નહીં, પરંતુ માત્ર લોકપ્રતિનિધિ ધારામાં જ સુધારા કરવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય પ્રધાનમંડળમાં લઘુમતી સંખ્યામાં પ્રધાન તરીકે ગૃહની બહારની વ્યકિતની પસંદગી થઈ શકે અને તેમને કોઈ પણ રામયે ચૂંટણી લડવાની જરૂર ન રહે, એ પ્રકારને બંધારણના આર્ટિકલ ૭પમાં સુધારે કરવો જોઈએ. દાખલા તરીકે જાપાનમાં આપણા જેવી સંસદીય પદ્ધતિની સરકાર છે અને ત્યાં વડા પ્રધાન લઘુમતી સંખ્યામાં પ્રધાનની પસંદગી ગૃહની બહારથી કરી શકે છે. આ સુધારા દ્વારા સૂઝ-ધરાવતી બુદ્ધિશાળી વ્યકિતને ચૂંટણી લડવાની જરૂર નહીં પડે અને તે છતાં એ ગૃહને જવાબદાર રહેશે. આ આર્ટિક્લ ૭૫માં જ એક બીજો એવો સુધારો કરવો જોઈએ કે ગૃહના જે સભ્યની પ્રધાન તરીકે પસંદગી થાય એ સભ્યએ ગૃહના સભ્યપદેથી રાજીનામું આપી દેવું પડે કે જેથી કરીને જો પ્રધાનોને તેમના મતવિસ્તાર પાછળ સમય આપવો ન પડે. સૂઝ ધરાવતી બુદ્ધિશાળી વ્યકિતઓને પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકાય એ માટે જ પ્રમુખશાહી પદ્ધતિ લાવવી હોય તે એ હેતુ આ સુધારાઓ દ્રારા સર કરી શકાય છે. તેમ છતાં, તેઓ એમ કરશે નહીં. અત્યારની તાતી જરૂરિયાત સંસદીય પદ્ધતિને સ્થાને પ્રમુખશાહી પદ્ધતિ લાવવાની નથી જ. અત્યારે તાતી જરૂરિયાત છે બંધારણીય નીતિમત્તા વિશે રાષ્ટ્રીય મતૈકય તૈયાર કરવાની અને સંપૂર્ણ બંધારણીય પરંપરાની સક્રિયપણે રચના કરવાની છે. બંધારણીય નીતિમત્તા ઊભી કરવામાં નહીં આવે તે કોઈ પણ શાસન પદ્ધતિ તમે અપનાવે એ નિષ્ફળ જ જશે. જનતાની યાદદાસ્ત ટૂંકી હોય છે. મોટા ભાગના લોકો એ ભૂલી ગયા છે કે કટોકટી દરમિયાન ઈન્દિરા કોંગ્રેસના રાજકારણીઓએ પ્રમુખશાહી પદ્ધતિથી દાખલ કરવાનું વિચાર્યું હતું ત્યારે તેમને ભારતમાં રસરમુખત્યારશાહી પ્રમુખ બેસાડવાની પેજના તૈયાર કરી હતી તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને “ગૃહપ્રધાનની ખુરશી નીચે ચિચિયારી કરતા ઉંદરો”ની પરિસ્થિતિમાં મૂકી દેવાનું વિચાર્યું હતું એ હકીકત છે. તેમની એ વખતની યોજના હેઠળ કોઈ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાને કોઈ જજને અધિકાર નહોતે. માત્ર પંદર-વીસ રાજકારણીઓની બનેલી સુપ્રીમ કાઉન્સિલને એ અધિકાર આપવાના હતા. સંસદને ઠરાવ જેને બંધારણીય કહે એ જ બંધારણીય એવી રૂપરેખા એ જનામાં હતી. આજે પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરનારા આ જનાના ઘડવૈયા હતા અને આ બાબત મને ચિંતીત કરે છે. હાઈકોર્ટમાં બધા વધારાના જો તથા હવે પછી નિમણૂક પામનારા જજોને કોઈ પણ રાજયની હાઈકોર્ટમાં જજ તરીકે તેમની નિમણૂક માટે સહમતી આપવાનું જણાવતા કાયદાપ્રધાનને તાજેતરને આદેશ આ દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા વ્યવસ્થિત ધોવાણને છેલ્લે દાખલ છે. કાયદાપ્રધાનના આ અાદેશના પરિણામે ન્યાયતંત્રની સ્વાતંત્રતા જોખમાશે. કામદારોને નોકરીએ રહેતી વખતે કોઈ બાંયધરી આપવી પડે એ સાંભળ્યું છે, પરંતુ જજો માટે એવું સાંભળ્યું નથી. દેશના વડા ન્યાયમૂતિને આ હુકમની જાણ પણ કરવામાં આવી નહોતી. આ બધી બાબતે જનતાના ભયને વાજબી
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy