________________
તા. ૧૫-૮૧
પ્રબુદ્ધ જીવન
[]
સૌંસદીય પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ
[] નાની પાલખીવાલા
વસન્ત
વ્યાખ્યાનમાળા
[દર વષઁની જેમ આ વર્ષે પણ સુખ જૈન યુવક સ ંઘે વસન્ત વ્યાખ્યાનમાળાનું આયેાજન કર્યું હતું. વ્યાખ્યાન માળામાં આ વખતે એ વ્યાખ્યાને સંસદીય પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ વિશે રાખવામાં આવ્યાં હતાં. આ એ વ્યાખ્યાના શ્રી નાની પાલખીવાલા અને જસ્ટિસ જે. સી. શાહે આપ્યાં હતાં. ખીન્ત' એ વ્યાખ્યાના અનામત બેઠકા વિશે હતાં. આ વ્યાખ્યાને ડે. આલુબેન દસ્તુર અને શ્રી. એચ. એમ. સિરવાઇએ આપ્યાં હતાં. આ ચારે વ્યાખ્યાનાને સાર અહીં પ્રસ્તુત કરવામાં આવ્યે છે.
સંકલન :
રતમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ હોવી જોઈએ?
ભા · સંસદીય કે પ્રમુખશાહી ? આ વિષય અત્યારે ભારે વેગથી ચર્ચાઈ રહ્યો છે. આ વિષય ભારે મહત્ત્વનો છે કારણ કે તે બધાને જ અને કદાચ આવતી પેઢીને પણ સ્પર્શ કરે છે. આ ચર્ચા સાથે ત્રણ મહત્ત્વના પ્રશ્ન સંકળાયેલા છે.
પ્રથમ, પ્રમુખશાહી પદ્ધતિમાં એવા કોઈ લાભા છે જે સંસદીય પદ્ધતિમાં ન હોય ? મારો જવાબ છે હા. બીજું, ભારતમાં અત્યારે જે ખાસ પરિસ્થિતિ પ્રર્વતી રહી છે એ સંજોગામાં સંસદીય પતિ કરતાં પ્રમુખશાહી પદ્ધતિ વધુ માફક આવે એમ છે કે નહીં? આ પ્રશ્નના સંબંધમાં મારે એટલું જ કહેવાનું કે આ બાબતના દરેક પાસાંના કોઈ ઊંડાણથી અભ્યાસ કરે અથવા તેની વિગતવાર તપાસ કરે ત્યાં સુધી કોઈ નિર્ણાયક મત વ્યકત કરી શકાય નહીં અને મેં કોઈ એવા મત વ્યકત કર્યા નથી. ત્રીજો અને મહત્ત્વના પ્રશ્ન એ છે કે પ્રમુખશાહી પદ્ધતિની બાબત ઊભી કરવા માટે આ સમય યોગ્ય છે કે નહીં? અને મારા જવાબ છે ના.
સંસદીય પદ્ધતિમાં ન હોય એવા કયા લાભા પ્રમુખશાહી પદ્ધતિમાં છે એ પ્રશ્ન અંગે ચર્ચા કરતી વખતે એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તમે કયા પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ પસંદ કરો છે ? વિશ્વમાં ડઝનેક પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ છે. અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ ફ઼ાંસ કરતાં જુદી છે અને ફ઼્રાંસની સ્વિટ્ઝરલેન્ડ કરતાં જુદી છે. કેટલીક પ્રમુખશાહી અતિ આપખુદ અને સરમુખત્યારશાહી છે તે! બીજી બાજુ કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિ સંસદીય લાકશાહી કરતાં પણ વધુ ઉદાર હોય એવા દાખલા છે. અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ બ્રિટનની સંસદીય લોકશાહી પદ્ધતિ કરતાં ઘણી વધુ સ્વતંત્રતા ભાગવે છે.
હું માનવ અધિકારો, નાગરિક સ્વાતંત્ર્યો અને મૂળભૂત અધિકારોના સિદ્ધાંતોને આધારિત ઉદારમતવાદી અને લોકશાહીના ઢાંચા પર રચાયેલી પ્રમુખશાહી પદ્ધતિની વાત કરવા માગું છું અને આ પ્રકારની પ્રમુખશાહીની પદ્ધતિ હેઠળ ચાર એવા લાભા છે કે જે સંસદીય પદ્ધતિમાં નથી.
K
સૌ પ્રથમ, આ પ્રકારની પદ્ધતિમાં ગૃહના સભ્ય ન હોય એવા લાયકાત અને શકિત ધરાવતા રાભ્યનો તેના પ્રધાનમંડળમાં સમાવેશ કરવાની પ્રમુખને તક મળે છે. અત્યારે ગુંજાશ ધરાવતી વ્યકિત માટે ચૂંટણીમાં જીતવાનું મુશ્કેલ છે અને તેઓ રાજકારણમાં આવવાનું પસંદ પણ નથી કરતા. આ સાથે મૂર્ખ પ્રમુખ પ્રથમ કક્ષાની વ્યકિતને બદલે ત્રીજી કક્ષાની વ્યકિતઓનો તેના પ્રધાનમંડળમાં સમાવેશ કરે, એ સંભવિત છે અને એવા દાખલા પણ છે. ખરેખર તો વ્યકિતમાં રહેલી “ટેલન્ટ” પારખવા માટે પણ “ટેલન્ટ”ની જરૂર હોય છે.
કાન્તિ કુલ્લા
આપણા બંધારણમાં અત્યારે એવી જોગવાઈ છે કે જેથી ક્ષમતાધારી અને ગુંજાશવાળી વ્યકિત ગૃહના સભ્ય ન હોવા છતાં તેના પ્રધાન
મંડળમાં સમાવેશ કરી શકાય છે. એવી વ્યકિતના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા પછી છ મહિનામાં તેને ગૃહમાં ચૂંટાઈ આવવાનું હોય છે. આ જોગવાઈ છતાં, આપણા દેશમાં; કેન્દ્રમાં કે રાજયમાં આ જોગવાઈનો ઉપયોગ કોઈ ક્ષમતા, ડહાપણ કે ગુંજાશ ધરાવતી વ્યકિતના સમાવેશ માટે કરવામાં આવ્યો હોય એવા એક પણ દાખલો જડતો નથી. પંડિત નહેરુએ શ્રી જહેાન મથાઈ અને શ્રી સી. ડી. દેશમુખને તક આપી હતી; પરંતુ એ સાથે પંડિત નહેરુમાં ‘ટૅલન્ટ’ પારખવાની શકિત હતી એ પણ હકીકત છે. પ્રથમ કક્ષાની વ્યકિતની પસંદગી પ્રથમ કક્ષાની વ્યકિત જ કરી શકે.
બીજો લાભ એ છે કે ભારતમાં ગરીબી કાયમ કરવામાં મદદ કરે એવાં પ્રકારનાં સસ્તી લાકપ્રિયતા મેળવવા માટેનાં પગલાં લેવાની પ્રધાનમંડળના સભ્યોને કોઈ લાલચ નહીં રહે કારણ કે તેઓ લાકપ્રતિનિધિ નહીં હોય. આ પ્રકારના પગલાંથી ભારતીય અર્થતંત્રને અત્યાર સુધીમાં કેટલું નુકસાન કરવામાં આવ્યું છે તેનો કોઈ અંદાજ નથી. ત્રીજો લાભ એ છે કે પ્રધાનોને મતવિસ્તારોનું ધ્યાન રાખવા માટે કોઈ સમય આપવો પડતો નથી હોતા કારણ કે તેઓ લેકપ્રતિનિધિ નથી હોતા. અત્યારના અમર્યાદિત રાજકીય પ્રચારમાં સમય અને શકિત વેડફવાને બદલે તેઓ દેશનું શાસન કરવાના કાર્યમાં સંપૂર્ણપણે ધ્યાન પરોવી શકે. ચોથા લાભ એ છે કે પ્રમુખની મુદત ચાર, પાંચ કે છ વર્ષ માટે નિશ્ચિત હોવાથી અને અવિશ્વાસની દરખાસ્ત જેવા માધ્યમે દ્રારા તેમને હોદ્દા પરથી હઠાવવાનું શકય નહાવાથી સત્તાની તરા અને હાદાની ભૂખને કારણે પક્ષપલટા જેવી ભ્રષ્ટાચારી બાબતામાં ધારાસભ્યો સંડોવાતા નથી હોતા. બેલ્જિયમમાં સંસદીય પદ્ધતિ છે અને ત્યાં ગયા વર્ષે નવ મહિનામાં ત્રણ સરકાર બદલાઈ હતી, એવી અસ્થિરતા પ્રમુખશાહી પદ્ધતિમાં હોતી નથી.
આ ચાર લાભાની ચર્ચા કર્યા પછી મુખ્ય સવાલ એ છે કે પ્રમુખશાહી પદ્ધતિની બાબત ઊભી કરવાનો આ યોગ્ય સમય છે? આ સમય યોગ્ય નથી, એવા મત પર હું ગયા મે મહિનાથી ત્રણ પ્રબળ કારણસર આવ્યો છું.
A
પ્રથમ, દેશભરમાં સમજી શકાય એવી વ્યાપક માન્યતા છે કે વર્તમાન શાસક પક્ષ પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરવા બંધારણમાં ફેરફાર કરશે ! એ પદ્ધતિ કદાચ આપખુદશાહી પ્રકારની હશે. લોકોના આ ભયને સાવ નકારી શકાય એમ પણ નથી.
હું માનું છું કે અમેરિકા, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ અને થ્રીલંકામાં છે એવી ખરા અર્થમાં લાકશાહી પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ આપણે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કર્યા વગર આર્ટિકલ ૩૬૮ હેઠળ બંધારણમાં સંસદીય સુધારાઓ કરીને દાખલ કરી શકીએ છીએ. તેમ છતાં, બંધારણમાં સુધારો કરવાની સંસદની મર્યાદિત સત્તાને ધ્યાનમાં લેતાં આપખુદશાહી પદ્ધતિની પ્રમુખશાહી પદ્ધતિ બંધારણમાં ફેરફાર કરીને દાખલ કરી શકાય એમ નથી કારણ કે એમ કરવા જતાં તેના મૂળભૂત માળખામાં ભાંગફોડ કરવી પડે. જોગાનુ