________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૧
તેઓ કહેતા કે તમે મારે માટે તૈયાર સુખનું પેટલું લાવી દેશે તે સુખ મને પચશે નહિ. મને કોઈ તૈયાર ભાજને આપે છે તે પચતું નથી અને કોઈએ કરેલી તૈયાર પથારીમાં પણ મને ઊંઘ આવતી નથી. મહેનત થકી ભોજન મળે અને પરસેવો પાડયા પછીની ઊંઘ મળે તે દેવી હોય છે. હું જે ભગવાન પાસે પ્રાર્થના કર કે કોઈની પાસે માગણી કરે તે બસ એટલું જ કે
"Teach me to defer Teach me to put off my happiness."
અર્થાત “હે ઈશ્વર મને, કોઈના મતને સ્વીકારી લેવાની નબળાઈ નહીં, પણ મારે સ્વતંત્ર મત વ્યકત કરીને તેની સાથે મતભેદ વ્યકત કરતાં શીખવ અને હું મારા સુખની છાબડીને અભરાઈએ ચઢાવી દઉ તેવી શકિત આપ.”
સહેજ જેટલો લાભ મળે ત્યાં કોઈના ગમે તેવા મતને સ્વીકારી લેનારા અત્યારના ચહેરા વગરના માનવીઓ માટે એન્દ્ર જીદેએ કે મૂલ્યવાન સંદેશ મૂક્યો છે!
ચિત્તશાંતિ કયાં?
- હરજીવન થાનકી અમારા ગુરુકુલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી શાંતિભાઈ જોષીએ નિવૃત્તાવસ્થામાં અન્નપૂર્ણા ઉપનિષ તરજમા કરીને તેની એક નકલ મને ભેટ આપી છે. તેમાં લગભગ ૧૨૦ શ્લોકોમાં મોટાભાગનાએ ચિત્તશાંતિ ઉપર પ્રકાશ પાથર્યો છે. આમ તે, આખું ઉપનિષદ્ મનન કરવા યોગ્ય છે; પરંતુ, જ્યાં સુધી આમજનતામાં ‘ચિત્તશાંતિ’ ન હોય ત્યાં સુધી શું થાય? આજે આમજનતાને જ્યારે કલાકો સુધી એક યા બીજા પ્રકારની “લાઈન'માં જીવન જરૂરિયાતની ચીજો મેળવવા માટે ઊભું રહેવું પડતું હોય ત્યારે તેની સમક્ષ વેદપનિષદ્રની વાતો કરવી એ પણ “વેદિયા'માં પોતાની જાતને ખપાવવા જેવી છે. તેને વિશે સભાન રહ્યા પછી પણ વર્તમાન મુશ્કેલીનો ઉકેલ પણ વેદમાં જ હોઈ આ ૫૩મો ગ્લૅક તપાસીએ:
सत्त्वरूपपरिप्राप्तचितास्ते ज्ञानपारगा: ।
अचिता इति कथ्यन्ते देहान्ते त्योमरुपिणः ।। જેઓનાં ચિત્ત સત્ત્વ સ્વરૂપને પામ્યાં છે અને જેઓ જ્ઞાનમાં પારંગત થયેલા છે તેવા પુરુપને ‘અચિત્ત” (એટલે કે ચિત્ત વગરના). કહેવામાં આવે છે અને તેઓ શરીર છોડયા પછી આકાશના જેવા રૂપવાળા થાય છે.
સૌથી પહેલાં તે આપણે ચિત્તને ઓળખતાં શીખવું પડશે. ચિત્ત એટલે શું? ધ્યાન? શેમાં? સંપત્તિમાં? જો ચિત્તનું ધ્યાન સંપત્તિમાં પરોવાશે તે શાંતિ નહીં મળે. કેમ? તો કે લક્ષ્મી પિતે ચંચળ છે. અશાંત છે. ચિત્તને ઓળખવા માટે તેની આગળપાછળની પરિસ્થિતિને ઓળખવી પડશે. ચિત્ત પહેલાં, ભૂતકાળમાં સત છે. પછી ભવિષ્યમાં આનંદ છે. આમ સત, ચિત્ત અને આનંદનો ત્રિવેણી સંગમ જીવનમાં રચાવો જોઈએ, તો જ શાંતિ મળે. હવે ચિત્તને ઓળખીને – પારખીને તેને ‘સત્ત્વ સ્વરૂપ'માં જોડવાનું છે. એનો અર્થ એ થશે કે જ્યાં સુધી આપણે સાત્ત્વિક બનીને પોતાના સ્વરૂપને નહીં જાણીએ ત્યાં સુધી અન્યના સ્વરૂપને જાણી શકીશું નહીં.
માણસ માત્ર કે જે સત્ત્વ, રજ અને ત૫ જેવા ત્રિગુણને આધીન છે તેણે દિવસે દિવસે ક્રમશ : તમ અને રજને જીતી, તેના ઉપર અંકુશ મેળવી, સત્ય તરફ ગતિશીલ થવાનું છે. સત્વસાત્ત્વિકતા એ ચિત્તશાંતિનું પાયાનું લક્ષણ છે. તમારી પાસે ભલે ગમે તેટલું ધન હશે; પરંતુ જ્યાં સુધી સાત્ત્વિકતા નહીં હોય ત્યાં સુધી તમારી પાસે ચિત્તશાંતિ ફરકશે નહિ. બીજું, સ્વસ્વરૂપ એળખવા માટે આત્મવિષયક જ્ઞાનમાં પારંગત થવું પડશે. આત્મવિષયક જ્ઞાન એટલે શું? હું કોણ? તે કે ચૈતન્યને એક અંશ સૂર્યનું એક
કિરણ. વિશ્વચેતનાની સમગ્ર સાંકળની એક કડી, આ અર્થમાં આપણું ચિત્ત એ સમગ્ર વિશ્વચૈતન્યના જ એક અંશ - વંશ છે, જે દેહ આપણે જન્મ સમયે ધારણ કર્યો તે પહેલાં પણ આપણે હતા. મૃત્યુ સમયે તેને ત્યાગ કર્યા પછી પણ આપણે રહીશું. શી રીતે. તે કે ત્યોમfજન: આકાશમાં, સૃષ્ટિમાં જે કંઈ ચિત્ત ચૈતન્ય છે, તેમાં આપણે છીએ. આપણે હિસ્સો છે. આ અર્થમાં, આકાશ, અવકાશ એટલે કે ખાલી જગ્યા પણ ખાલી નથી. તેમાં ચિત્તો, રૌત ભરેલાં છે. તેના અંશો કીડીમાંથી કુંજર સુધીમાં પુષ્પપરાગથી માંડી ફળફળાદિમાં અવતરણ પામતાં રહે છે. ખાલી જગ્યામાં પણ જીવન છે - સૂમરૂપે, વડના ટેટામાં અસંખ્ય વટવૃક્ષો છુપાયેલાં છે. સ્થળ કાળના અવરોધને કારણે આપણે જોઈ શકતાં નથી એટલું જ. બાકી, જે છે તે છે. સ્ત્રી-પુરુષના રજવીર્યના બિંદુમાં જેમાં લાખ કરોડે મનુષ્ય ઉત્પન્ન કરવાની શકિત રહેલી છે કેમ કે તેમાં ચિત્ત છે, ચૈતન્ય છે, શકિત છે.
કોઇ મને પૂછે કે તમે કોને વધુ શકિતશાળી કહો? કીડી-મંકોડીને કે રેલવે એન્જિનને? અલબત્ત, રેલવે એન્જિનમાં સ્થૂળશકિત છે. પહેલવાન ગામ કે કિંગકોંગ - દારાસિંગ જેવી. જ્યારે કીડી-મંકોડીમાં સૂક્ષ્મ શકિત છે. ગાંધી - વિનોબા જેવી. વિચાર-ચૈતન્ય શકિત.
આપણે સૌ સ્થળશકિતમાં એવાં તે અટવાઈ ગયાં છીએ, ગૂંચવાઈ ગયાં છીએ કે સૂક્ષ્મ શકિત વિશે વિચારવાનો સમય જ મેળવી શકતાં નથી. ભૌતિક અને સ્થૂળ પદાર્થના આકર્ષણમાં, દિવસે દિવરો આપણે, આપણી અમૂલ્ય વારસાગત ચિત્તશકિત અને ચિત્ત શાંતિ ગુમાવી રહ્યાં હોઈએ, એમ નથી લાગતું? વસ્તુઓ, સાધન મટીને સાધ્ય બનીને આપણી ઉપર ચડી બેસવાની કોશિશ કરી રહી છે ત્યારે આપણે ચેતીએ, જાગીએ. નહીં તો પછી આ શકિતને ઘોડો માણસ ઉપર સવાર થઈ જશે. આજે સર્વત્ર ઘડા ઉપર માણા નહીં, પણ માણસ ઉપર ઘોડો બેઠેલે જોવામાં આવે છે ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રબોધેલા સિદ્ધાંત તરફ આપણે પાછા વળીએ, વિચારીએ. ખોવાઈ રહેલી, આપણી ચિત્તશાંતિને પાછી મેળવીએ.
- સાભાર સ્વીકાર ૧. શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
લેખક: શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧.
કિંમત : રૂપિયા ત્રીસ ૨. માર જીવનવૃત્ત
લેખક: સ્વ. પંડિત સુખલાલજી સંપાદક : શ્રી દલસુખભાઈ માલવણિયા પ્રકાશક : પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રેડ, મુંબઈ–૨. કિંમત : રૂપિયા પચીસ ૩. ...તો બ્રહ્મચર્ય સરળ છે.
લેખક : શ્રી મલુકચંદ ૨. શાહ પ્રકાશક: રસિલા મજૂચંદ શાહ ૧૫, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ, નારણપુરા, અમદાવાદ–૧૩. કિંમત: રૂપિયા નવ. પ્રાપ્તિસ્થાન : રસિક એન. દોશી ૨૩, લીલા નિવાસ, લખમશી નપૂ રોડ, માટુંગા, મુંબઈ–૧૯.