________________
તા. ૧-૫-૮૧
પ્રમુધ્ધ જીવન
પસદ કરવા જેવી ચીજો: પીડા અને પ્રેમ
[] કાન્તિ ભટ્ટ
ડાને જ પરમેશ્વર માનીને પેાતાના સર્જન કાર્યમાં પીડા આગળ વધ્યા હોય તેવા બે મહાન લેખકોને આજે યાદ કરવા જોઈએ. રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીની જન્મશતાબ્દી હજી હમણાં જ ઉજવાઈ અને ફ્રેન્ચ લેખક એન્ડ્રુ જીદે જે કહેતા કે પીડા એ પસંદ કરવા જેવી ચીજ છે, તેને તે દુ:ખને જ સુખ માનનારા માણસો હંમેશાં યાદ કરે છે.
એ જીદે હંમેશાં સંઘર્ષમય જીવન વિતાવ્યું હતું અને એ સંઘર્ષમાંથી જ તેઓ સંતાપ મેળવતા હતા. આપણે સંઘર્ષને ટાળીને દુ:ખથી ભાગીએ છીએ ત્યારે એ જીદે સંઘર્ષને ઘણી વખત નોતરતા. એન્દ્ર દે કહેતા કે નૈતિકતા કેળવીને નૈતિકતાને ફાંકો રાખવા હોય તે પીડા ભોગવવી, પણ પછી જ્યારે નૈતિક આચરણ એક ટેવ બની જાય છે ત્યારે તેને બદલો મળે જ છે. તેમણે પોતાના શુદ્ધ આચરણમાંથી મળતી પીડાને “મારલ પેઈન” એવું નામ આપેલું. એક પુસ્તક લખ્યા પછી પ્રસ્તાવનામાં એન્દ્ર જીદ્દેએ કહેલું :
“જે લોકો માત્ર સુખ જ શોધતા હોય તેઓ મારા પુસ્તકને સમજી શકશે નહિ કારણ કે આત્મા સુખથી જ સંતાષાતા નથી.. સગવડતાઓ અને સુખના ફુવારાઓ માનવીના આત્માને પોઢાડી દે છે. સુખથી માણસ સ્થગીત થઈ જાય છે. જાગરૂકતા રહેતી નથી અને આત્માને સરાણે ચઢાવવા જ જોઈએ. માનવીએ હંમેશાં જાગરૂક રહેવું જોઈએ. એ રીતે સુખ કરતાં પીડાને હું વધુ પસંદ કર છું કારણ કે તે મારા આત્માને જીવંત રાખે છે. જીવનને ઉત્કટતાથી જીવાય એ જ મોટી વાત છે. હું મારા સંઘર્ષમય જીવનનો સાદો કોઈ સુખમય જીવન સાથે નહિ કર
કવિ બાયરન અને એન્ડ્રુ જીદેનું જીવન એક રીતે સમાન હતું. એ બન્ને કહેતા કે જીવનમાં આપણને એક બાજુ દૈવી બળા ખેંચે છે અને બીજી બાજુ શેતાનનું બળ ખેંચે છે, પરંતુ આખરે દૈવી બળને જીતાડવું જ રહ્યું. આધુનિક જમાનામાં સેકરોાલોજિસ્ટો, માનસશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ પણ વ્યવહાર સલાહ આપે છે કે શરીર જે માગે . તે આપવું જોઈએ. મનને બહુ દાબવું ન જોઈએ. વાસના થાય તે સંતોષવી જોઈએ. સમાજ જે માગે તે આપવું જોઈએ. એન્દ્ર જીદે આવી રાલાહને બહુ સજ્જડ જવાબ આપે છે કે શરીર એક વખત તેની જરૂરની ચીજ યેનકેન રીતે મેળવીને ભ્રષ્ટ થાય છે પછી તે આત્માને ભ્રષ્ટ કરે છે: “જગતના આ તખ્તા ઉપર બે મોટા નાટકના ખેલાડીઓ છે; એક છે શેતાન અને બીજો છે દેવ. એક છે શરીર અને બીજો છે આત્મા... પરંતુ લાગે છે ભૌતિકવાદ કે આદર્શવાદનું કોઈ અસ્તિત્વ નથી. જો કોઈ અસ્તિત્વ હોય તો તે આ બે બળા વચ્ચે સતત સંઘર્ષ હોય છે,
રૂસા, સ્ટેન્ડાલ અને એન્દ્ર દે સહિત ઘણાં પશ્ચિમના લેખકોને સ્ત્રીમિત્ર હતી; પરંતુ આ બધા સાહિત્યકારો અંદરખાનેથી સંયમી હતા. એ જીદે જે સ્ત્રીને ચાહતા તેની સાથે ભાગ્યે જ તેણે વાસનાને સંતેષી હતી. તેઓ કહેતા કે વધુ પડતા મેહ અને વારાના આત્માને ક્ષીણ કરે છે. એન્દ્ર જીદે પ્રેમને જ મહત્ત્વ આપતા હતા.
“પ્રેમ જોખમી ચીજ છે પણ એ કારણસર જ હું પ્રેમને સ્વીકાર' છું, જો પ્રેમ માટે મારે સુખને ભોગ આપવા પડે તો પણ હું પ્રેમને જ પસંદ કરીશ કારણ કે સુખ માણસને ઓછ રાખે છે, તે ઊણા રહે છે. તમારે જો આકાશના તારલાઓની
ભવ્યતા જેવી હોય તો ખૂબ ઊંડા ખાડામાં ઊતરી જાઓ. સુખ અને સંતોષમાં રચ્યાપચ્યા રહેવાથી મેક્ષ મળતો નથી. સુખ અને સંતા બાંધે છે. પ્રેમ મુકત રાખે છે.” જૉન ક્લેઈક પણ આવા વિચારના જ હતા. જાણીતા અમેરિકન સાહિત્યકાર અને ઈતિહાસકાર વીલ ડુરૉ એક કૉલેજમાં પ્રોફેસર હતા. તેની એક વિદ્યાર્થિની સાથે તેમને પ્રેમ થયો. તેમણે જોઈ લીધું કે આ માત્ર શારીરિક આકર્ષણ નથી. વીલ યુરૉએ તેમની પ્રતિષ્ઠા, નોકરી અને સલામતીને જતી કરીને પ્રેમ સ્વીકાર્યો અને પછી એરિયલ સાથે લગ્ન કરી લીધાં. એરિયલે પછી તેને પુસ્તક લખવામાં ઘણી મદદ કરી હતી.
એન્દ્ર દે કહે છે કે દુ:ખ માણસને ઊંચે ચઢાવે છે, પણ સુખ માનવીને શિથિલ અને આળસુ બનાવે છે. દુ:ખના ગુણગાન ગાવાનું મને ગમે છે કારણ કે સુખનું શાસ્ત્ર મારે માટે નકામું છે. સુખ માણસને છાકટા બનાવે છે અગર નપુંરાક કરી દે છે. જીદેએ તેની પ્રેયસીને એક પત્ર લખેલા તેને જીદેએ જણાવેલું :
“મારી વહાલી એદા, મારી પ્રિય મિત્ર, હું ભગવાનને પ્રાર્થના કરં છું કે તારા સુખમાં શેપ્ડ રેનિંગ લાગુ કરે.”
સુખથી માણસ છકી જાય છે એટલે આપણે કોઈને માટે પ્રાર્થના કરીએ તે પણ ભગવાન સુખનું રેશનિંગ કરી જ નાખતો હોય છે. ભગવાનને સુખનો કટોરો છલકવા ન દેવાનું કહેવું પડતું નથી. વળી કાળાબજારમાં સુખ મળતું નથી. ખુલ્લી બજારમાં જઈને દુ:ખને ખરીદી લઈએ અને તે દુ:ખ રેશન કાર્ડ વગર જોઈએ તેટલું મળે છે અને એ અઢળક દુ:ખમાંથી જ સુખ લાગે છે.
દોસ્તોવસ્કી પણ દુ:ખમાં ચલીત થતા નહીં. માણસ બાહ્ય સંયોગો થકી ગમે તેટલા હારે કે થાકે છતાં માનવીની અંદર એવી આંતરિક તાકાત છે કે તે સ્વમાન સહિત ઊભા રહી શકે. સફળતા અને નિષ્ફળતાને સરખી રીતે સ્વીકારવાનું દાસ્તાવસ્કી કહેતા, કોઈ પણ જીત કાયમ માટેની જીત નથી અને તે રીતે કોઈ ચીજન ડર રાખવાની જરૂર નથી, કારણ કે ડરામણી વસ્તુ પણ શાશ્વત નથી. દાસ્તાવસ્કી કહેતા કે “ગરીબી, માંદગી કે પ્રતિકૂળ સંયોગાને પૂર્ણપણે જીતી શકાય નહિ, પરંતુ કોઈ પણ સંયોગની સામે મુકાબલા કરવાના જુસ્સા ટકી રહેવા જોઈએ.”
ટોલ્સ્ટોય કહેતા કે વિદ્રાન માનવીઓ કહે છે કે માણસની ઈચ્છાઓને કારણે દુ:ખ પેદા થાય છે; પર ંતુ હું કહુ છુ કે ચીજવસ્તુઓની ઈચ્છા કરવાથી દુ:ખ પેદા થતું નથી, પણ જ્યારે આ બધું વિપુલ પ્રમાણમાં મળે છે અને સમૃદ્ધિ આવે છે ત્યારે દુ:ખ આવી પડે છે.” ટોલ્સ્ટોય પાતે દસ્તાવસ્કીની સરખામણીમાં ઘણા સમૃદ્ધ અને સાધનસંપન્ન હતા. દાસ્તાવસ્કી ગરીબીમાં રહેતા હતા. ટોલ્સ્ટોય કહેતા કે દોસ્તોવસ્કી ચાટદાર લખી શકે છે કારણ કે તેને સમૃદ્ધિના સાપ ડસ્યો નથી, દોસ્તોવસ્કીએ હાલના રાજકીય વાતાવરણને જોઈને કહ્યું હોત કે જીવનમાં દુ:ખ એ જ વાતનું હોવું જોઈએ કે પૂર્ણતા માટેની માનવીની પોતાની શોધ આડે વિવિધ ગુર ઓ, મહર્ષિઓ અને પંથના વડાઓ અવરોધી નાખે છે. પાતાની પૂર્ણતાની શોધ આડે કોઈ પથ્થર મૂકી દે તેના જેવું કોઈ દુ:ખ નથી. ઘણાં બૌદ્ધિકોને આવા અવરોધની ઘણી પીડા છે.
એન્ડ્રે દેને આવા અવરોધો તોડવામાં મઝા પડતી તે કહેતા કે “હું તો ઈશ્વરને બધી જગ્યાએ શોધું છું. નર્કમાં પણ...”