SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૮૧ સંગીત-કલાનાં પાંડિત્યપૂર્ણ વિવેચન થાય છે. કાવ્યનું રસદર્શન વિદ્યા- થને ગેખવું પડે છે! કવિ માંદો પડે તો માંદગી પર પણ કવિતા લખે છે. માંદગી માણી શકતો નથી...! આરસની મૂતિને સોના-રૂપાનાં ઘરેણાં પહેરાવવા જેવી વાત છે. હૃદયનું કામ બુદ્ધિએ ઉપાડી લેવું પડે છે. શબ્દની જાળમાં સંવેદનો અટવાઈ જાય છે. જ્ઞાન-અને ગુમાનના બેજથી બેવડ વળી ગયેલો માનવી પોતાનાં સ્વજનો સાથે પણ ખુલ્લા દિલે વાત નથી કરી શકતે. પિતાની પ્રતિષ્ઠા આડે આવે છે). અરે મેકળા મને હસી પણ નથી શકતે. ડાચું ચડાવી ગંભીર વદને બેસી રહે છે. રડી પણ નથી શકતા. જે સાચું હસી ન શકે તે સારું રડી પણ ન શકે... રડવું એ કાયરતાની નિશાની લેખાય છે. રડવાના પ્રસંગે પણ દાંતભીડી મક્કમપણે આ વૃત્તિ પર કાબૂ મેળવી લે છે ! એક એવું રમકડું નીકળ્યું છે, પશ્ચિમમાં, કે દેરી ખેંચતાં હસવા માંડે અને માણસને હરાવે. હવે એવાં રમકડાંની શોધ થવી જોઈએ કે જે દોરી ખેંચતાં રડવા માંડે અને માનવીને રડાવે... સેફ્ટી વાવથી હૃદય હળવું થઈ શકે, હૃદયરોગ અને ચાંદાની બીમારી પણ નિવારી શકાય! માણસને રડવું હોય તે એકાંત મળતું નથી. ઘરનો-મનજીવનને કોઈ ખૂણે ખાલી હોતા નથી. એક એ ખાલી ખૂણે હોવો જોઈએ કે જયાં એકાંતે એકાંકીપણામાં માણસ બે ઘડી બેસી શકે, મોંફાટ રડી શકે. પોતાનાં અને અન્યનાં દુ:ખમાં પ્રામાણિક પણે રડી શકે. નિષ્ઠાથી Without apology or Regrets. પ્રામાણિકપણે દુ:ખી થઈ શકે. પોતાની સાથે ઝઘડી શકે, ઠપકો આપી શકે, પિતાની સાથે બે વાત કાલીઘેલી ભાષામાં કરી શકે. ઉમે ક્રમે અસીમ નીરવતામાં શૂન્ય પળમાં શૂન્ય થઈ જાય... વિચારવિહીન અવસ્થાની કોઈ અદભુત કાણમાં સ્થિર થઈ જાય અને મુકિતને ઉપલબ્ધ થઈ જાય. બીજી ચોપડીમાં દલપતરામની કવિતામાં પિપૂડી વગાડનારને એક માણસ મેણું મારતાં કહે છે કે પેલું હોય તે વાગે, સાંબેલું વગાડી દે તો કહું..! આપણે સાંબેલું વગાડવાની કોશિશમાં વ્યસ્ત છીએ... પણ નક્કરતામાંથી કોઈ સૂર નથી નીકળતા.. સૂર માટે પણ પોલાણ જોઈએ, અવકાશ જોઈએ...હવાને હરવા ફરવા માટે જગા જોઈએ હવા ફરે છે અને વાંસળીનાં છેદમાંથી સૂર નીકળે છે. ZLOURS &] 39. "Leave some gaps in life, and set let sweet music flow" ખાલી જગ્યા પૂરો'ની વલણને બદલે ખાલી જગા છેડતા જાએ... જીવનમાં--જીવનયાત્રામાં માનસિક અભિગમમાં-દિનચર્ચામાં પરિશ્રમ અને ખોરાકમાં... સ્પંદની લહેરો વાયરાને મુકતપણે ઘૂમવાની જગા કરી દો... મેરેથોન દોટ અટકાવી દો. ભી જાઓ.... શા માટે, કયારે અને કયાં પહોંચવું છે તેને માઈલસ્ટોન પર બેસી વિચાર કરો. અરે, વિચાર પણ ન કરો. નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર થઈ જાએ... પિંજરામાં તે પાંખો જ ફફડી શકે, ઉશ્યન માટે તો અવકાશ જ જોઈએ... પાંખોને ફડાટ સંભળાય, પણ ઉશ્યન તે નિ:સ્વન જ હોય છે. ધિર્મ – મંગલ [] મુનિ શીલચન્દ્રવિજય મંગલ અને શુકન – બન્ને પર્યાય શબ્દો છે. એ હિસાબે, પહેલાંના કાળમાં, મંગલ એ આમજનતાના જીવનમાં ઓતપ્રોત બની ગયેલું–રોજિંદુ તત્વ બની ગયું હતું. ભગવાન મહાવીર, પોતાના છદ્મસ્થકાળમાં વિચરતા હતા ત્યારે તેમને જોઈને, કામે જવા નીકળેલા લુહારને અપશુકનની બુદ્ધિ થઈ અને તે તેમને ઘણ મારવા દોડે, એ ઘટના પણ આ બાબતનું જ સૂચન કરે છે. મંગલ કે શુકન લોકોને એટલા માટે જોઈએ છે કે એ થવાથી પિતાનું ધાર્યું કામ વિનાવિદને સફળ બને, ને સફળ બને તે જ પોતાનું ભલું થાય. સૌને પોતાનું ભલું ગમે છે. ભલું થાય એ માટે પોતાનું ધાર્યું કામ સફળ થવાની સૌને કાંક્ષા હોય છે અને એ કાંક્ષા પૂરી કરવા માટે જ, પેતાની પ્રત્યેક પ્રવૃત્તિને પ્રારંભે લોકો, મંગલ કે શુકનની અપેક્ષા રાખે છે. આ આખી યે વાત જનસાધારણની માગ યા અપેક્ષાને લક્ષ્યમાં રાખીને જ ભગવાન મહાવીરે કહયું કે “ ઘwો કંસ્ટ મુઢ "- ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એ સ્વાધીન મંગલ છે. ધર્મનું પોતે સ્મરણ કર્યું કે મંગલ થયું. ધર્મનું આચરણ કર્યું કે મંગલ-શુકન થઈ જ ગયું. વળી, એ શુકને પ્રાપ્ત કરવામાં માણસને બીજી કોઈ વસ્તુની અપેક્ષારૂપ પરાધીનતા નથી સહેવી પડતી; જ્યારે બીજાં શુકનમાં તો શુકનરૂપ મનાતી જે તે વ્યકિત અને વસ્તુઓની અધીનતા વેઠવી પડે છે. વળી, એક જ વસ્તુ, અમુક પરિસ્થિતિમાં, એકને માટે શુકન હોય છે તે બીજા માટે કે બીજી પરિસ્થિતિમાં, એ જ અપશુકન બની શકે છે. ધર્મ-મંગલનું આવું નથી. પેલાં દુન્યવી શુકનો કાયમ થાય જ, એ નિયમ નથી. ઘણી વખત ન પણ થાય યા અપશુકન પણ થાય. જ્યારે ધર્મ તો સદા પાસે જ વસતે હોઈ, હાથવગા હોઈ, પળે પળે એનાં શુકન-મંગલ થતાં જ રહેવાનાં. અને ધર્મ પણ કે? મંદિર – ઉપાશ્રયમાં જાય એને જ ધર્મ નથી કહ્યો. ત્યાં તેને કહ્યું કે “ યfહંસા સંગમો તવો.” હિસાથી તમે જેટલે અંશે ને ઉપાય બચે, જેટલો વધુ પરમાર્થ કરો, વધુ જીવદયા આચરે, તે અંશે ધર્મ. જો તમે તમારી ઈન્દ્રિયોને, તમારી જાતને સંયમિત કરી શકો, તે તે અંગે તમે ધર્મ કર્યો છે અને તમે તમારા રાગ-દ્રુપ વગેરે ક્યાય-દેપને જેટલા વધુ તપાવશો ને બાળશે તેટલા તમે વધુ તપસ્વી-ધ ગણાશે. આવા ધર્મને જ મંગલ કહ્યો છે અને આ મંગલ ધર્મ જેને હંમેશાં પ્રાપ્ત થાય છે, તેને તે દેવે પણ નમસ્કાર કરે છે! જીવન એક અમૂલ્ય અવસર | [] નીરૂબેન શાહ જીવન એ પ્રત્યેક માનવીને બોલી અમૂલ્ય ભેટ - અમૂલ્ય 9 અવસર છે. સૃષ્ટિના પ્રત્યેક સર્જનમાં આનંદની વૃષ્ટિ છે. પક્ષીઓના ગીત, ફ્રાનું ખીલવું, ઝરણાંને કલકલતા અવાજ, સાગરનાં મોજાં, પોતાને મળેલા અવસર ચૂકતાં નથી. આનંદને બહાર ફેંકે છે. ઝાડને, પક્ષીને, ફૂલોને, ઝરણાને આપણે કયારેય દુ:ખી થતાં જોયાં છે ! કુદરતમાં જીવન છલકાતું જોવા મળે છે. માનવીને જીવનમાં છલકાવવાને જે અવસર મળ્યો છે તેમાં ચુકતો જાય છે. જન્મથી તે મૃત્યુ સુધીનો સમય તે જીવનની જોડ છે. એ જોઇને દુ:ખથી, ક્રોધથી લોભ, મોહ, ભયથી મજબૂત કરે છે. પોતાનામાં રહેલી વૃત્તિઓને સમયના બંધનમાં બાંધીને પોતે જ એ વૃત્તિ બની જાય છે. જીવનમાં વૃત્તિઓ આવે છે, પણ વૃત્તિએ એ જીવન નથી. વૃત્તિઓ અને ઈચ્છાઓ એ માનવીના બંધને છે. આ બંધનમાં બંધાયેલો માનવી દુ:ખ અનુભવે છે. જીવેનને દુ:ખ માને છે. પાતામાં રહેલી અનેક વૃત્તિઓ બહાર ફેંકતા રહે છે. દુ:ખ દુ:ખી વહાવે છે. લાભો લાભ કરે છે, કોધી ક્રોધ કરે છે, મોહિત આદમી મહિને વશ થઈને પોતાના બંધનમાં વસ્તુઓને જકડી રાખવા પ્રયત્ન કરે છે. સરવાળે એક અમૂલ્ય અવસર દુ:ખમાં – અભાવમાં પરિણમે છે. જીવનને અમુલ્ય અવસર ગુમાવે છે. અમૂલ્ય અવસર અંતમાં મૃત્યુના મહોત્સવમાં પલટા જોઈએ અને તેને બદલે મૃત્યુના કારાગૃહમાં પિતાને જુએ છે. ચુકેલા અવસરનું આ પરિણામ છે. આ જ જીવનનો ધર્મ છે, જીવનને મર્મ છે. ધર્મ એટલે જીવન. જીવનથી પર કોઈ ધર્મ નથી. જીવનના બન્ને કિનારાઓને (જન્મ અને મૃત્યુને) આનંદથી જોડે, સુઅવસરમાં પલાવે છે તે જ ધર્મ.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy