________________
તા. ૧૬-૪-૮૧
પશુદ્ધ જીવન
કંઈક નક્કર કરવાનો સમય
હવે પાકી ગયો છે
| [] સુબોધભાઈ એમ. શાહ ભૂમિપુત્રના તા. ૧-૧૨-'૮૦ના અંકમાં “હું, દેશ માટે શું કરી શકું?” એ મથાળા નીચે છપાયેલ એક લેખ (જે આ સાથે પ્રગટ કર્યો છે ) વાંચે ત્યારે કેટલાક મિત્રોનું ધ્યાન ખેંચાયું હતુંપરંતુ પ્રસ્તુત લેખના પ્રેષક પાસેથી તાજેતરમાં જાણવા મળ્યું કે તે લેખની હજારો નકલો ગુજરાતી ઉપરાંત હિંદીમાં છપાવવામાં આવી છે તે લોકોમાં વહેંચવામાં આવી રહી છે. શ્રી વિમલા ઠકાર જેઓ અત્યારે પોતાની મંડળી સાથે આસામને પ્રવાસ કરી રહ્યાં છે તેઓએ પણ ત્યાંની પ્રજામાં વહેંચવા માટે હિંદી ભાષાંતરની નકલો મગાવી છે.
ઉપરના સંદર્ભમાં “પ્રબુદ્ધજીવન'ના વાચકો સાથે કેટલાક વિચારે Share કરવાનું ગ્ય લાગ્યું છે.
દેશમાં સર્વત્ર અને અને સર્વ ક્ષેત્રે જયારે પરિસ્થિતિ કથળતી રહી છે ત્યારે જાગરુક દેશવાસીઓ માત્ર ચિતા સેવીને બેસી રહેશે તેથી હવે ચાલવાનું નથી. કશુંક નક્કર કાર્ય કરવાનો સમય હવે પાકી ગયું છે. આપણા આગેવાન નેતાઓ ભલે એમ કહ્યા કરે કે “અમે આશાવાદી છીએ અને ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે” વગેરે પરંતુ મને એવા પાયા વિનાના પોકળ આશાવાદમાં શ્રદ્ધા નથી. એ વાત પણ સાચી છે કે અનેક લોકોને શું કરવું જોઈએ એ સમજાતું નથી. પણ આપણી પાસે બીજો વિકલ્પ પણ નથી અને સમય પણ નથી. જેને જે સૂઝે તે કરે અને બીજાને સમજવે-બેંતાલીસની કાન્તિ વખતે જેમ બાપુએ કદ હતું કે હવે તમે સૌ નેતા છે તેમ, એ વખતે સ્વતંત્રતા એ જેમ સૌ કોઈને માટે એક ધ્યેય હતું તેમ આજે પણ મૂલ્યની પુન: સ્થાપનાનું સમાન દયેય આપણા સૌની સમક્ષ હોવું જરૂરી છે અને તેને મોટા લક પર વિસ્તારવું જોઈએ.
હું, દેશને માટે શું કરી શકું?
આ વિચાર આવતાં જ, નીચેના બે બનાવો આંખ સમક્ષ 'કાભા રહી જાય છે:
એક -
જાપાનના એક ઘરમાં એક ભારતીય દંપતી પેઈ"ગગેસ્ટ તરીકે રહેતાં હોય છે. તેઓ ત્યાં ફરવા ગયા હોય છે. રસોઈઘરમાં બહેન રસોઈ બનાવતાં હોય છે, તેને માટેની જરૂરી વસ્તુઓ મગાવવા જાપાનીઝ બહેન મદદ કરતાં હોય છે. બધાની વચ્ચે સારો મેળ હોય છે. ત્રણ ચાર દિવસ આમ ચાલ્યું ત્યારે એકવાર રાત્રે જમ્યા પછી ત્રણે જણા આરામથી વાત કરતાં હોય છે ત્યારે જાપાનીઝ બહેને બહુ જ નમ્રતાથી અને હસતાં હસતાં ભાઈને કહ્યું કે તમારા પત્નીને રાંધતાં આવડતું નથી? જ્યારે ભાઈ નવાઈ પામી ગયા કે આમ કેમ ! તેમને પૂછયું, “તમે આમ કેવી રીતે કહો છો?” તે જાપાનીઝ બહેન કહે કે “તેઓ રાંધે છે અને તમે બંને જમે છે. જમી રહ્યા પછી વાસણમાં મુઠ્ઠીભર, આશરે બે કોળિયા રાંધેલો ખેરાક વધે છે જે બગાડ છે, આટલું એક ઘરમાં બગડે તે કોને શહેરમાં છ હજાર કુટુંબ રહે છે; તે કોબેમાં કુલ કેટલું અનાજ બગડે અને આખા જાપાનમાં ગણીએ તો કેટલું બધું નુકસાન થાય? રાંધવું તે એવું જોઈએ કે ખાધા પછી વધવું ન જોઈએ, તમે કહે તે કાલથી હું રાંધુ. બે-ત્રણ દિવસ તમારી ભૂખને મને અંદાજ આવી જાય. પછી ત્રીજા દિવસથી તમે જોશે કે સહેજ પણ જમ્યા પછી રાંધેલી રસોઈ વધશે નહીં ” અને બીજે દિવસથી તેમણે રાંધવા માંડયું અને ત્રણ દિવસ પછી તેઓએ કહ્યું કે “ચાલ, હવે હું તૈયાર છું.” તે પછી અઠવાડિયા સુધી અને ભારતીય દંપતી રહ્યાં ત્યાં સુધી જોયું તો જમી રહ્યા પછી રાંધેલું અનાજ એક ચમચી પણ વધતું નાનું
જાપાનીઝ ગૃહિણીની દેશની વસ્તુઓના બગાડ પ્રત્યેની સજાગતા જ દેશાભિમાન તરફ તેમને દોરી જાય છે.
બીજે આવો જ બનાવ -
જાપાનની એક લીક્લ ટ્રેનમાં એક ભારતીય ભાઈ મુસાફરી કરતા હતા. સૌથી પહેલા ડબ્બામાં હતા અને ટ્રેનના ડ્રાઈવરની બાજુમાં ઊભા હતા. ડ્રાઈવરની આજુબાજુ કોઈ જાળી ન હતી. જુદી જગ્યા અલગ રાખી ન હતી. દરેક સ્ટેશને ગાડી ઊભી રહેતી. પેલા ડ્રાઈવર બાજુના થાંભલા ઉપર પડેલી કાગળની એક સ્લીપ કાઢીને ઉપર કંઈ લખતા હતા અને પાછી ગાડી આગળ ચલાવતા હતા.
ભારતીય ભાઈને જાપાનીઝ ભાષા આવડતી ન હતી અને ડ્રાઈવરને ભારતીય ભાષા આવડતી ન હતી. છેવટે દુભાષિયા મારફતે ભાઈએ ડ્રાઈવરને પૂછ્યું, “આ તમે શું કરી રહ્યા છો?” પેલા ભાઈએ જવાબ આપ્યો કે “ન કેટલા વાગે કયા સ્ટેશને પહોંચાડી તે લખી રહ્યો છું.” ભારતીય ભાઈએ પૂછ્યું કે આ કામ તે સ્ટેશન માસ્તર કે સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કે રેલવેના બીજા કર્મચારીઓએ કરવાનું હોય છે અને તેઓએ ચકાસણી કરવાની હોય છે અને ગાડી મેડી પહોંચે તે તેઓએ તમને સવાલ કરવાનો રહે છે.” પેલા ભાઈએ જવાબ આપ્યો. “અહીં એવું નથી. મારી જ જવાબદારી ટ્રેનને સમયસર પહોંચાડવાની હોય છે.” તો ભારતીય ભાઈએ કહ્યું કે જો ઉપર કોઈ જોનાર ના હોય તો માણસ પોતાની ફુરસદે જ કામ ના કરે! તે ડ્રાઈવર કહે, “શું કહો છો? હું એવું કેમ કરું? મારી ગાડીમાં સામાન્ય રીતે ત્રણ હજાર માણસ છે. ગમે તે એક સ્ટેશને હું એક મિનિટ ગાડી મોડી પહોંચાડું તો જાપાનની ૩૦૦૦ મિનિટનો હું બગાડ કરી રહ્યો છું. તે હું એ દેશદ્રોહી હોઈ શકું! કે આવું કામ હું કરું?”
આપણા દેશના પ્રશ્ન ઘણા છે અને વિકટ છે. રાજકીય પક્ષો કશું કરી શકવાના નથી. સરકારની સામે જોઈને બેસી રહેવાને કોઈ અર્થ નથી. જૂની પેઢી હવે જવા બેઠી છે. નવી પેઢીએ આ પડકાર ઝીલવાને છે. જે પ્રશ્ન વિકટ છે તે વધારે ને વધારે મુશ્કેલ બનતા જાય છે. વસતિને બેફામ વધારે દેશે કરેલી પ્રતિને ખાઈ જાય છે. સરકારી સ્તરે ઘણું બધું કામ થઈ શકે તેમ છે અને થવું જોઈએ; પરંતુ વેરવિખેર વિરોધ પક્ષો અને બિનજવાબદાર સરકાર કશું કરી શકે એમ લાગતું નથી. જાપાની પ્રજાની કાર્યદક્ષતા અને દેશદાઝના જે નમૂના બતાવવામાં આવ્યા છે એવા દાંત આપણે ત્યાં પણ બનતાં રહે છે, પરંતુ સમગ્રપણે લોકોમાં પોતપોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા અને દેશ પ્રત્યેનાં કર્તવ્યનું ભાન વધવું જોઈએ.
જે પ્રતિજ્ઞાપત્રની વાત પ્રસ્તુત લેખમાં કરી છે એ આ દિશામાં એક નાનકડી પણ શુભ શરૂઆત છે એમ ચોક્કસ કહી શકાય. દરેક વ્યકિત જો એવું પ્રતિજ્ઞાપત્ર સહી કરીને પોતાના ઘરમાં, પોતાની દુકાનમાં અથવા વ્યવસાયના સ્થળે અને એક નકલ પોતાની સાથે રાખે તો એને સતત એ વાતનું ભાન રહ્યા કરે કે પોતે જે કાંઈ કરે છે તે શિસ્તની વિરુદ્ધ, દેશહિતની વિરુદ્ધ તો જે નથી ને? અમેરિકાની જેમ આપણા દેશને રાષ્ટ્રધ્વજ પણ દરેક એફ્રિમાં, ઘરોમાં કાયદેસર રીતે રાખવા દેવાની છૂટ હોવી જોઈએ જેથી સતત આપણી નજર આપણા રાષ્ટ્રધ્વજ પર પડયા કરે ને સતત આપણને આપણી જવાબદારીનું ભાન રહ્યા કરે.
પરંતુ દુ:ખનું જયાં આભ ફાટયું છે ત્યાં આટલાથી કાંઈ વળશે ખરું?