________________
ત્ય. ૧૬-૪-૮૧
૨૧૮
પ્રબુદ્ધ જીવન
પ્રમાદ : પરમ પી પ્રમાદ: પરમે રિપુ : પ્રમાદ : મુકિતપુર દસ્ય: પ્રમાદો નરકાયનનમ 1
અલંકાર યોજના: કવિએ આ કાવ્યને સુંદર અલંકારથી મંડિત કર્યું છે. તેમાં યમક, રૂપક, ઉપમા, સ્વભાવોકિત જેવા કેટલાક અલંકારોને કવિએ સુંદર રીતે વ્યકત કર્યા છે.
અધ્યાત્મિક વિકાસને ક્રમ: આ કાવ્યમાં ફરવા ની અર્થાત આધ્યાત્મિક વિકાસના માર્ગની છણાવટ સુંદર રીતે કરવામાં આવી છે. ગાથા ૧૭૭ થી ૧૮૨ માં કર્મક્ષયને ક્રમ પ્રદર્શિત થયું છે, તેમાં કષાય, મિથ્યાત્વ, સંજવલન ક્રોધ, બે ગતિ, બે આનુપૂર્વી વગેરેને ઉલ્લેખ થયો છે.
શૈલી તથા ભાષા : ધાર્મિક પ્રચાર કરતા આ કાવ્યની શૈલી આડંબર વગરની છે. તેમાં ભાવશુદ્ધિ, માનવજીવનની દુર્લભતા, દયાનું મહત્ત્વ, કર્મક્ષય પ્રમાદત્યાગ, આધ્યાત્મિક વિકાસને ક્રમ વગેરે વિષયો ચર્ચાયા છે. કવિએ રોચક શૈલીને પુટ આપેલ હોવાથી એના કે વાચક કથાપ્રવાહમાં તણાતા જાય છે અને કયાંય કંટાળો આવતે નથી.
આ કાવ્યની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. રામપાણિવાદ કૃત “કંસવ” પણ મહારાણી પ્રાકૃતમાં છે પણ તેના જેવી દુર્બોધતા અહીં જોવા મળતી નથી. કયાંક કયાંક સંસ્કૃત સુભાષિતો પણ કથાને વધારે મનોહર બનાવે છે. શૈલીની સરળતાને લીધે ઉપદેશાત્મક 'કથાસાહિત્યને સુંદર નમૂનો આ કાવ્ય પૂરું પાડે છે.
વિના મુકિત મેળવી શકાતી નથી. સ્વર્ગ કરતાં પણ માનવજન્મની મહત્તા આ કારણે અંકાઈ છે.
જીવનોપયોગી દૃષ્ટાંતે : આ કાવ્યમાં જીવનમાં ઉપયોગી થઈ પડે એવાં સુંદર દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. તેમાં કલાકુશળ વણિકનું દષ્ટાંત ખૂબ જ જાણીતું છે. એક કલાકુશળ વણિક રત્નપરીક્ષા ગ્રંથને અભ્યાસ ગુરુ પાસે કરતો હતો. જલકંત, સૂરકત,
ગંધિય આદિ રત્નોની પરીક્ષા કરવામાં તે પાવરધો બન્યો. પછી તેને ચિતામણિ પ્રાપ્ત કરવાની ધૂન લાગી, તે મણિ કયાંયથી મળ્યો નહિ એટલે ગુરની સૂચનાથી તેણે બેટમાં આવેલ આશાપુરીની આરાધના કરી. દેવીએ ના પાડી પણ ત્રાગું કરીને તેણે તે મણિ મેળવ્યો જ પણ પાછાં ફરતાં પ્રમાદથી તે મણિ સરકીને સમુદ્રમાં પડયો અને કોઈ રીતે પાછો મળ્યો નહિ. આ સ્થા કહીને કેવલી જણાવે છે કે અનેક રીતે ભવમાં ભ્રમણ કર્યા બાદ, મુશ્કેલીથી મેળવેલે આ માનવ જન્મ ખૂબ પ્રમાદને લીધે જીવ, ગવારમાં ગુમાવી બેસે છે.
બીજા દષ્ટાંતમાં વિનીતા નગરીના રાજા ભરતની વાત કહેવામાં આવી છે. અરીસાભવનમાં માત્ર વીંટી પડી જવાથી તે ચક્રવર્તી રાજાને પોતાની જાત કુરૂપ લાગી અને સંસારની અસારતા સમજાતાં કેવળજ્ઞાન થયું.
ત્રીજા દષ્ટાંતમાં પ્રસિદ્ધ ઈલાપુત્રની વાતનો ઉલ્લેખ છે. ઈલાપુત્રની પસંદગી પામેલી કન્યા ઢોલ વગાડતી હતી અને ઈલાપુત્ર વાંસ ઉપર નૃત્ય કરતો હતો. પ્રેક્ષક તરીકે રહેલો રાજા ઈલાપુત્ર મૃત્યુ પામે એમ ઈચ્છતો હતો કારણ કે ઢોલ વગાડતી કન્યા પ્રત્યે તેને આકર્ષણ થયેલું. એ વખતે ઈલાપુત્રને વાંસ ઉપરથી મુનિએનું દર્શન થયું અને ક્ષણવારમાં વૈરાગ્ય જન્મ્યો.
ચેથા દષ્ટાંતમાં ભરતેશ્વરનું નાટક ભજવતા અષાઢભૂતિની . ખૂબ જ જાણીતી કથા આલેખીને કવિએ પોતાની રચનાને ખૂબ જ શિચક બનાવી છે. " સંસ્કૃત સુભાષિતોને શોખ: આ કાવ્યના કર્તા મૂળ તો પ્રાકૃતભાષાનું કાવ્ય આલેખી રહ્યા છે, પણ પોતાનાં કાવ્યમાં સંસ્કૃત સુભાષિતો સામેલ કરીને સંસ્કૃતિ પ્રત્યેના શોખને પણ તેમણે અભિવ્યકિત કર્યો છે. એ સુભાષિતે જીવનપયોગી ઉપદેશ બહુ જ અસરકારક રીતે આપે છે. આયુષ્ય ઘટે પછી તેને સાધવાનો કોઈ ઉપાય નથી એમ અભિવ્યકત કરતા એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે
ને વિદ્યા ન ચ ભેષજે ન ચ પિતા ને બાંધવા ને સુતા. નાભિ કુલદેવતા ન જનની સ્નેહાનુબન્યાન્વિતા નાર્યો ન સ્વજને નવા પરિજિન: શારીરિકં ને બલ : ને શકતા: સતતં સુરાવરવર: સંઘાતુમાયુ : ક્ષમા |
દયા વગર બધું જ નિષ્ફળ છે એમ પ્રતિપાદિત કરતાં બે સુભાષિતો પણ અતિ સરળતાથી અર્થ સ્પષ્ટ કરે છે:
દદાતુ દાન વિદધાતુ મૌનું વેદાદિક ચાપિ વિદાંકરો, દેવા દિકં ધ્યાયતુ નિન્ય મેવ
ન ચે દયા નિષ્ફળ મેવ સર્વમું : - સા દીક્ષા ન સા ભિક્ષા ન તદ્દાને ન તત્તપ: ન તદ્ ધ્યાન ન તન્વને દયા યત્ર ન વિદ્યતે પ્રમાદની ભયંકરતા વર્ણવવા એક સુભાષિતમાં કહ્યું છે કે
- કર્તા: આ કાવ્યની કર્તા કોણ? એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડેલ છે. ભાષાની ખૂબીને કારણે કેટલાક વિદ્વાને આ કાવ્યના કર્તા જિનમાણિકય છે એમ જણાવે છે. કેટલીક હસ્તપ્રત પ્રમાણે કર્તા તરીકે અનંતહંસનું નામ જાણવા મળે છે. કૃતિને આધારે વિદ્વાનોએ તારવ્યું છે કે આ કાવ્ય ૧૬મી સદીનું છે. કવિએ પિતાના વતનનો કયાંય ઉલ્લેખ કર્યો નથી. પરંતુ બધી હસ્તપ્રત ઉત્તર ગુજરાતમાંથી મળી છે તેથી અનુમાન થઈ શકે કર્તા ઉત્તર ગુજરાતના વતની હશે.
ઉપસંહાર : જેના પ્રવચનના ચરણ કરણાનુગ, ધર્મકથાનુયોગ, ગણિતાનગ દ્રવ્યાનુગ એવા ચાર વિભાગે છે. તેમાં ધમકથા યોગ સિવાયના વિભાગો મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચાસભર હોવાને કારણે સરળતાની દષ્ટિએ ધર્મકથાનું યોગ વિશે પ્રાધાન્ય ધરાવે છે. તેમાં રેચક સ્થાનકને કારણે જનસાધારણને પણ આકર્ષણ થાય છે તેથી કાવ્ય ધારી અસર ઉપજાવી શકે છે. આ પ્રવચનને મુખ્ય ઉદ્દેશ ધર્મની આવશ્યકતા સ્થાપવાનું હોય છે.
અસરકારક રીતે આપે છે. આમ ક૬ "
કહેવામાં
સિવાયના વિભાગ ૧
પ્રવચનની સરળતાને કારણે કવિ અસરકારક રીતે આ કાવ્યમાં ભાવશુદ્ધિની મહત્તા પ્રદર્શિત કરી શકયા છે. મુકિત માટે દીક્ષા અનિવાર્ય નથી. બાહ્ય ઉપકરણે કરતાં ચિત્તની શુદ્ધિ વધારે જરૂરી છે એ હકીકત પ્રત્યે કવિએ વાચકોનું ધ્યાન સુંદર રીતે આકર્ખ છે. કુમ્માપુરાના વામનપણાનું કારણ આપી કર્મનો સિદ્ધાંત તે વ્યકત થય જ છે અને સાથે સાથે ભાવનું મહત્ત્વ પણ વ્યકત થયું છે.
[સુરત ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૧૯, ૨૦ અને ૨૧ મી ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ જયેલ નૃતીય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ નિબંધ ].