________________
તા. ૧-૪૮૧
છેડશે. ભલભલાએ એની ચૂડમાંથી છૂટવા પ્રયત્ન કર્યા છે; પરંતુ ભાગ્યે જ કોઈ છૂટી શકયું છે.
મેં એને છેડવા ઘણી જાતના અખતરા કર્યા, નક્કી કર્યું કે કલાકે એક જ પીશું ને શું ધારો છે. બબ્બે મિનિટે ઘડિયાળ જોઉ કલાક કેમે કરતા પૂરો થાય જ નહિ ને ડાયરી રાખી, એમાં હિસાબ રાખ્યો કે દા'ડાની કેટલી પીધી, તેનું પરિણામ પણ કંઈ જ આવ્યું નહિ અને શાનું આવે પેલા જાહેરાત કરનારા નવા નવા માલ કાઢે છે ને એ આપણી સાઈકોલાજીના જાણકાર છે અને આપણે એ છોડીએ તે એના ધંધાને પોસાય એમ નથી અને એ જાણે છે કે, જાહેરાતથી આપણા મન અમુક રીતના કન્ડિશન કરી દીધા છે.
પુન ૨૦૧ન
આજે આ લખતી વખતે પણ હું એની સંપૂર્ણ ચૂડમાંથી તે છૂટી શક્યા નથી, છતાં છૂટવા માગું છું જ. કારણ કે હમણાં જ મેં ગભરાવી શકે તેવી વાત વાંચી છે. એર—પેાલ્યુશન વિષે તે! તમે બધા જાણો છે જ, પરંતુ એ નહિ જાણતા હે કે એર-પોલ્યુશનથી સિગારેટ પીનારને ખૂબ જ વધુ નુકસાન થાય છે. હવાનું પલ્યુશન ફેફસામાં જાય ને સિગરેટનો, એટલે કે તમાકુના ધુમાડો ફેફસાંમાં જાય, તેથી હવામાં જનાર ગંદવાડ તમાકુવાળા ફેફસા જલદી બહાર ફેંકી શકાતા નથી. એ ધુમાડો શ્વાસમાં જ રહે છે. બ્રાન્કયલ ટયૂબની અંદર ધકેલે છે. જેમાં મ્યુકસ પણ હોય છે જે ગળાને નુકસાન કરે છે અને અંદર ઈશ્વરે જે સાફ કરનાર મશીન મુકયાં છે તેને એ બગાડી નાખે છે, ભગવાને સિગારેટના ધુમાડાની જોગવાઈ રાખી નથી જ તે સમજી લેવાની જરૂર છે જ. ધીરેધીરે ફેફસાંને રસ્તો એકલૉગ કરી નાખે છે અને તેથી ઈન્ફેકશન થવાની પણ શકયતા વધે છે. કેન્સર થવા માટે પણ એ એક મજબૂત કારણ છે. ઉપરાંત તે હદે પહોંચતા પહેલા પણ એ શરીરને બીજું ઘણું નુકસાન કરે છે. તન મન અને નર્વસ સીસ્ટમને હચમચાવી નાખે છે. ફરી મારા અનુભવે કહું છું કે એકવાર ફેશન ખાતર ટોળામાંના એક બનવા ખાતર કે બીજા પીવે છે તે તમે કેમ નહિ એ વિચારે એને જો એકવાર માંએ લગાડશેા તા એ બલા તમને અનેક રીતે હેરાન પરેશાન કરીને જ છેડશે,
આ લેખ લખાઈ ગયો, કવરમાં મુકાઈ ગયા ત્યાં જ મારા હાથમાં યોગક્ષેમ નામનું એલ. આઈ. સી. નું મેગેઝિન આવ્યું. તેમાં અક ડોક્ટર એમ. પી. શાહના લેખ છે તે પણ આને માટે જ છે. અનું મથાળું છે: ‘એ ડિસીઝ ઓફ થ્રી સ્ટેઈજ' આ ડોકટરની ઉંમર ૭૦ વર્ષની છે. એમણે પુસ્તકો લખ્યાં છે. ઘણી મેડિકલ એસેસીએશનના સભ્ય છે અને એમણે પણ સિગારેટની દુષ્ટ અસર સામે એક યુદ્ધ માંડયું છે. કારણ કે એની ખતરનાક અસર વિષે એ જાણે છે.
એમના લેખનો ટૂંકો સાર આ પ્રમાણે છે:
અ લખે છે કે “તમાકુ અનેક રીતે લેવાય છે. પાનમાં લેવાય છે, એમને એમ લેવાય છે, સિગારેટમાં પીવાય છે, આ ટેવ ક્રોનિક ડિસીઝ બની ગઈ છે. આ નર્વસ સીસ્ટમને ખલાસ કરી નાખે છે. આ રોગને હું રકતપીત, ક્ષય ને કેન્સર કરતાં યે ખતરનાક ગાણું છું.” ...‘આ દેખાવે તદ્ન સાદી વાત લાગે છે અને પરિણામ ભયાનક આવી શકે તેવા ખ્યાલ પણ નથી હોતો અને કહો કે ફેશન ગણાય છે માટે જ તો એના કશ ખેંચે છે. નાના, મોટા, ભણેલા વિદ્વાન, વૈજ્ઞાનિક, રિસર્ચ સ્કોલર્સ, ફિલોસેફર્સ, પ્રીસ્ટ, પ્રેસીડન્ટ ને પ્રાઈમ મિનિસ્ટર અર્થાત એકથી શરૂ કરીને એની ચૂંગાલમાં બધા જ ફસાઈ જનાર જોયા છે.”
૨૧૧
આને પણ ત્રણ સ્ટેઈજમાં વહેંચી શકાય છે. ટી, બી.ની જેમ જ પહેલું સ્ટેઈજ છે, પીનારને નિકોટીન છે માટે મજા આવે છે. કારણ કે, નિકોટીન એ પીનાર પર મેજીક`લ કરી નાખે છે; પરંતુ પહેલા સ્ટેઈજમાં આ ટેવ છોડી દેવી સહેલી છે. છૂટી શકે છે. પહેલા સ્ટેઈજનું યુરેશન લગભગ બે થી પાંચ વર્ષનું છે. એનું ડાયગનાસીસ કર્યું છે તેમાં પીનાર કહે છે કે (૧) રિલેકસ થવાય છે, (૨) ખૂબ મજા આવે છે, (૩) બસ મજા ખાતર પીવુ છું અને મજા આવે છે, (૪) મને સિગારેટ પીવી ગમે છે અને પીધા પછી બહુ જ સારું લાગે છે. બીજા શેમાં ય આના જેવી મજા આવતી નથી. પીવાથી મગજને ખૂબ આરામ મળે છે. જ્યારે મારી સામે કઈક પ્રોબ્લેમ હોય ત્યારે તો ખાસ પીવાની જરૂર પડે છે જ, ખરાબ સંજોગામાં એ જ તે ખરી કમ્પેનિયન છે. અરે એ તો મિત્રો બનાવવામાં કે વેપાર વાતમાં ફળીભૂત થવામાં મદદ કરનાર છે. તમે સિગારેટ સામેનાને ઓફર કરો ને પરિણામ સુંદર આવે જ. પાનાં રમવામાં પણ સિગારેટ પીધા પછી જ બ્રેઈન ક્લીઅર થાય ને મુદ્દલ ભૂલ ન થાય. આવા કંઈક કારણો લોકોએ સિગારેટ પીવા માટે આપ્યાં છે, ન પીવા માટે કોઈ જ કારણ આપ્યાં નથી.
હવે બીજા સ્ટેઈજની વાત કરીએ. એ સ્ટેઈજમાં પીનારને ન પીવી હોય તોયે એની અર્જ એટલી થાય છે કે પીવી જ પડે, અર્થાત્ અહીં એ માસ્ટર મટીને એનો ગુલામ બનવા લાગે છે. આ ઈજમાં પીનારને લાગે છે કે જાણે કંઈ જ યાદ નથી; પરંતુ સિગારેટ પીવે કે બધું યાદ આવે,
આ પીનારના બ્રેઈનની કારની બેટરી ઘડી ઘડી ખરાબ થાય તે ચાર્જ કરાવવી પડે એની સાથે સરખાવી શકાય. ઘડી ઘડી બ્રેઈનને સિગારેટ થી ચાર્જ કર્યા જ કરવું પડે અને એ કરે તે જ કામ કરી શકે.
આ સ્ટેઈજમાં પીનારને જ્યારે ત્યારે શરદી થવા લાગે છે. માથું દુખે છે. ગળામાં ઈંટીરેશન થાય છે. થાકી ગયાની ફીલિંગ થાય છે. ઊંઘ પણ જોઈએ એવી આવતી નથી. આટલું થાય છે છતાં બુદ્ધિશાળી પણ વિચાર કરતા નથી કે આનું કારણ પેલી નિકોટીન નામની બલા પેઢી છે તે જ છે. પીનારને આ બધું થાય છે તો યે રોગના મૂળ તરફ ધ્યાન જતું નથી. ઉપાય બહાર શોધે છે. ઉધરસના સીરપમાં, ગાળીઓમાં, વીટામીનમાં, કોઈ વાર કદાચ આ બધી તકલીફને કારણે સિગારેટ ઓછી કરે છે. પરન્તુ જરા ઠીક થાય કે પાછા પીતા હોય તેટલી જ પીવા લાગે છે. અને ફરી પાછા એ જ રોગ હાજર થઈ જાય છે, આ સ્ટેઈજમાં પણ પહેલાં સ્ટેઈજ જેવાં જ કારણેા બતાવે છે, વધારે ખાતરીપૂર્વક એમ માને છે કે 0 પીધા વિના કંઈ પણ કામ કરવું જ છે, અર્થાત્ નિકોટીન નામની બલાએ એને ગળેથી જ પકડી લીધા છે. (પરદેશમાં તે લીધી છે તેમ પણ કહેવાય છે. પરન્તુ પ્રમાણમાં ઓછી) હવે ત્રીજા સ્ટેજની વાત કરીએ, આ સ્ટેજમાં તે એની ચૂંડમાં એ પૂરેપૂરો ફસાઈ ગયા હોય છે, ધારે તો યે એને છેડી શકતો નથી. આ સ્ટેજમાં શરીરની હાલત ખરાબ થઈ જાય છે. જાતજાતના રોગ શરીરમાં ઘર કરી બેસી જાય છે. શ્વાસ લેવા અઘો પડવા લાગે છે. ઘણીવાર ચક્કર આવે છે. વધે છે. ખૂબ પરસેવા થાય છે. અનહદ વીકનેસ લાગે છે, ને કોઈ વાર તો માથુ ફાટી જાય એટલું માથું દુ:ખે છે. છાતીમાં દુ:ખાવો થાય છે, ને ચાલુ ઉધરસ રહ્યા જ કરે છે. અરે કોઈ વાર તો આંખે આછું દેખાય કે કાને ઓછું સંભળાય તે પણ
પેલ્પીટેશન