________________
૨૧૩
પ્રશુદ્ધ જીવન
એના જ કારણે થાય છે. અવાજ જાડો થતા જાય છે. મોંમાં શેના ય સ્વાદ આવતો નથી, કોઈ વસ્તુની સુગંધ લેવાની શકિતી નાક ગુમાવી બેસે છે. આ બધું થવાનું કારણ પેલી સિગારેટમાંથી ધીમે ધીમે શરીરમાં પ્રવેશી રહેલું ઝેર છે.
ડોકટરો પાસે દોડે છે ઉપાય શોધવા, મેડિકલ ચેક-અપ કરાવે છે. રોગ વધતા જાય છે, ડાયેબીટીસ હાઈપરટેન્શન, કાર્ડિયાક વીકનેસ, અલ્સર, ક્રોનિક કોલાઈટીસ એનીમીયા, વગેરે રોગોનું મૂળ આનિકોટીન રૂપી બલામાં છે. રોગ વધતા વધતા ખર્ચ વધે છે. જાત જાતની દવા પેટમાં નખાય છે. એની બીજી સાઈડ ઈફેકટ થાય છે. તબિયતને કારણે કામ બરાબર થતું નથી. તેથી પ્રોગ્રેસ ઘટી જાય છે. ટૂંકમાં આસિગારેટ કે જે શરૂઆતમાં તમે માંએ માજ ખાતર લગાડો છે તે અંતે તમને અનેક રોગના પંજામાં સપડાવીને ખલાસ કરી નાખવાની શકિત ધરાવે છે.
લેખ અહીં પૂરો થાય છે. મે તો સારાંશ જ આપ્યો છે. આ ત્રણ લેખો વાંચ્યા પછી પણ તમે સિાગરેટ શરૂ કરશેા? પીવાનું ચાલુ રાખશો કે એ નિકોટીન બલા કે જે જેની જેમ તમને વળગી છે તેને હિમ્મતપૂર્વક ખસેડી દેશે, દૂર કરી દેશે?
ગાદાવરી : દક્ષિણની ગંગા
[] વિજયગુપ્ત મૌ
ગયા
જલાઈમાં ગાદાવરી નદીમાં પાણીના ઝઘડા વિશે છેવટના ચુકાદો આવી ગયો. આપણી લેાકમાતાઓ માટે તેના પુત્ર(રાજ્યા) લડતા આવ્યા છે. હિંદુઓ માટે ટાંગા નદી જેટલી પવિત્ર છે તેટલી ગોદાવરી પણ છે. મધ્ય અને દક્ષિણ ભારતની તે એક ગંગા છે. પ્રાકૃતિક સૌન્દર્ય અને આર્થિક વિકાસની દષ્ટિએ ગંગા પછી તેના બીજો નંબર આવે. મુંબઈથી તે માત્ર ૮૦ માઈલ દૂર થલઘાટમાંથી તેની સરવાણીઓ શરૂ થાય છે. ત્રંબક પાસે આ સરવાણીએ ગેાદાવરી રૂપે વહેતી થાય છે અને નાસિકને તીર્થધામ બનાવી જરા દક્ષિણ તરફ ઢળતાં ઢળતાં તે પૂર્વમાં વહે છેઅને દખ્ખણના દ્વીપકલ્પ સોંસરવી બંગાળના અખાતમાં સમાઈ જાય છે. તે ૧૪૬૫ કિ. મી. લાંબી છે અને આશરે 'સવા ત્રણ લાખ ચોરસ કિલોમીટરના ઢાળપ્રદેશનું પાણી સીધું કે ઉપનદીઓ દ્રારા ગાદાવરીમાં વહે છે. તેનું મૂળ પશ્ચિમે અરબી સમુદ્રથી માત્ર ૮૦ કિ. મી. દૂર છે. ત્ર્યંબકમાં એક હેાજ બાંધીને તેની સરવાણીઓ સમાવી લેવામાં આવી છે. ૬૯૦ પગથિયાં ચઢીને આ હોજ ઉપર પહોંચી શકાય છે. હમાલયની નદીઓના મૂળ સુધી પહોંચવું સહેલું નથી. પણ ગાદાવરીનું મૂળ પ્રત્યક્ષ જોઈ શકાય છે અને તે પણ બહુ પરિશ્રામ વિના, એ તેની વિશિષ્ટતા છે.
નાસિકમાં ગાદાવરીનું મહાત્મ્ય ઘણું છે, પ્રયાગ અને કાશીમાં છે એટલું જ. નાસિક અને ત્રંબક વચ્ચે તેના પટ છીછરો અને પથરાળ છે. નાસિક છાડયા પછી તેના કાંઠા ઊંચકાતા જ્યું છે. નાસિક છોડયા પછી હેઠવાસમાં માત્ર ૨૪ કિ. મી. દૂર ઈગતપુરીના ડુંગરામાંથી દરણા નદી ગોદાવરીની ઉપનદી બનીને તેમાં ભળી જાય છે અને બીજા ૨૭ કિ. મી. કાપ્યા પછી ડિન્ડોરી ડુંગરમાંથી કડવા નદી ભળે છે. તે પછી નાંદેડમાં પહેલી વખત ગાદાવરીના પાણીના ખેતી માટે ઉપયોગ થાય છે. તે માટે એક નાના બંધ બાંધવામાં આવેલ છે,
ગોદાવરી મધ્ય અને દક્ષિણ ભારતની મહા નદી છે. તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાને આંધ્રપ્રદેશથી જુદો પાડે છે. નેવાસા
તા. ૧-૪-૮૧
પાસે વિદર્ભના ડુંગરોનું પાણી પ્રવર અને મુલા નદીમાં ભેગું થઈને ગેાદાવરીમાં ભળી જાય છે. હવે તેનું કદ વધતું જાય છે.
આપણા દેશના સૌથી પ્રાચીન ઘાટ વિંધ્યાચળથી કન્યાકુમારી સુધીના છે. ઉત્તરમાં અરવલ્લી, મેઘાલય અને બીજ ટા છૂટાછવાયા ખડકો. આ પ્રાચીન ભૂમિ ગોંડવાણા મહાખંડના ભા હતી. તે પછીના ઉત્પાતમાં આ દખ્ખણનો પ્રદેશ ઠેકઠેકાણે ચીરાઈ ગયા હતા અને તેમાંથી લાવારસના પ્રવાહ સમયે સમયે નીકળતે રહ્યો હતો. વિશાળ પગથિયાં રૂપે આ પ્રવાહ એક્બીજાની ઉપર ફેલાતો ગયો અને ચઢતા ગયા તેથી આ અગ્નિકૃત ખડકો દષ્ણની સોપાન શિલા તરીકે ઓળખાય છે. સમગ્ર રીતે જોઈએ તે તેમને ઢાળ પશ્ચિમ ઘાટથી પૂર્વ તરફ છે. આથી પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગાદાવરી આ કઠોર અગ્નિકૃત ખડકોને સતી ઘસતી પૂર્વમાં અને દક્ષિણ - પૂર્વમાં વહે છે.
ગોદાવરીના સૌથી વધુ લાભ આંધ્ર પ્રદેશને મળે છે. ડાબે કાંઠે પૈઠણ નગરને તૃપ્ત કરીને ગોદાવરી આંધ્રપ્રદેશમાં લિમાબાદ પાસે પ્રવેશે છે. તે પહેલાં જમણે કાંઠે મંજરા નદી મહારાષ્ટ્રમાંથી આંધ્રમાં ભૂલી પડીને પાછી મહારાષ્ટ્રમાં પ્રવેશે છે અને માથી છૂટી પડી ગયેલી દીકરી પાછી આવીને માતાને ભેટી પડે છે, એવી રીતે ગાદાવરીને ભેટી પડે છે. ડાબે કાંઠે તેને પૂર્ણા નદી મળે છે, જે પરભણી જિલ્લામાંથી આવે છે. ડાબે કાંઠે મહારાષ્ટ્રમાંથી પ્રાણહિતા અને ઓરિસામાંથી મધ્ય પ્રદેશ સેાંસરવી આવતી ઈંદ્રાણી નદી ગદાવરીમાં ભળી જય છે. દક્ષિણે કર્ણાટકમાંથી પણ મંજરા નદી પસાર થતી હોવાથી કર્ણાટકે પણ ગેઞદાવરી પર પેાતાને દાવા કર્યો હતો. આમ ગોદાવરી ખરેખર મહારાષ્ટ્રની અને આંધ્રપ્રદેશની નદી હોવા છતાં તેમાં પડતી ઉપનદીઓના આધારે ગાદાવરીના પાણી પર મધ્ય પ્રદેશ, ઓરિસા અને કર્ણાટકના પણ દાવા હતા અને ગોદાવરીના ન્યાયપંચે તેમને પણ થોડો થોડો હિસ્સો આપ્યો છે. પ્રાણહિતા વર્ધા નદીનું અને વેણુગંગાનું પાણી પણ લાવે છે. તે ત્રણેય નદીઓ મહારાષ્ટ્રની છે.
ગોદાવરી થોડાક માઈલ સુધી ડાબે કાંઠે મધ્ય પ્રદેશને સ્પર્શે છે. તે મહારાષ્ટ્રના ચંદા જિલ્લાને મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાથી જુદા પાડે છે. અહીંથી ગોદાવરી પૂર્વ કરતાં દક્ષિણમાં વધુ વળાંક લે છે. ૮૦મા પૂર્વ રેખાંશ પાસે ગેાદાવરીને મળતી પ્રાણહિતા નદી મધ્ય પ્રદેશની મહાદેવ ડુંગરમાળાનું પાણી લાવે છે. અહીં ગાદાવરીના પટ દખ્ખણના પઠાર પ્રદેશના પ્રવાસ પૂરો કરીને કઠોર અગ્નિકૃત ખડકોમાંથી પોચા રેતાળ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તેને પટ બેથી ત્રણ કિ. મી. પહોળા થઈ ગયો છે. વચ્ચે માઈલ લાંબા કેટલાક ખડકો છે. ઈ. સ. ૧૮૫૪માં આ ખડકો ફૂંકી દઈને વ તથા નાગપુર સુધી જલમાર્ગ રચવાની એક યોજના હતી. તેના હેતુ એવા હતા કે સમુદ્રમાંથી જહાજો અહીં સુધી આવે અને નાગ-વિદર્ભના રૂની ગાંસડીઓ ભરી જાય. વર્ષા સુધી આ પ્રયાસે કર્યા પછી અને પુષ્કળ નાણુ યા પછી ૧૮૭૧માં અંગ્રેજોએ આ યોજનાને વ્યવહારુ ગણી પડતી મૂકી. પઢતાં મૂકાયેલ બાંધકામ હજી પણ ઊભાં છે.
વરાડ છેાઢયા પછી ડાબે કાંઠે શબરી નામની એક મોટી નદી ગાદાવરીમાં ભળી જાય છે. તે પછી ગાદાવરી સપાટ મેદાનમાં વહે છે અને આખરે પૂર્વ ઘાટની પર્વતમાળાને ભેદે છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વઘાટની પર્વત માળા વચ્ચે ઘણા તફાવત છે. પશ્ચિમઘાટની પર્વતમાળા તાપીની દક્ષિણે શરૂ થઈ લગભગ છેક કન્યાકુમારી સુધી, સમુદ્રને સમાંતર અને સમુદ્રની લગભગ નજીક છે. ત્યારે