________________
તા. ૧-૪-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૭
ના શિક્ષકોને પ્રશ્ન
જયમાં કાશમીરી પંડિતેની
ન કરવું
ના
તેથી કમિટીએ હાલતમાં શિક્ષણનું ધોરણ
માટે અને ૬૦ ટકા ગુણવત્તાના ધોરણે, પણ અનામત ઉપરાંત ગુણવત્તાના ધોરણમાં હરીફાઈ કરવાની છૂટ આપી. વળી પછાત વર્ગો, જ્ઞાતિ-Caste-નાં ધોરણે નક્કી કર્યા હતાં. આ હુકમ પણ હાઈકોર્ટે રદ કર્યો.
કમિટીને છેવટને રિપોર્ટ આવ્યો તે મુજબ જૂન ૧૯૬૧માં ચોથો હુકમ બહાર પડાયો. છેવટના રિપોર્ટમાં પણ પછાત વર્ગો જ્ઞાતિના ધોરણે નક્કી કર્યા અને ૪૮ ટકા અનામત બેઠકો આપી. શિક્ષણમાં પછાતપણું નક્કી કરવા એમ ઠરાવ્યું કે રાજ્યમાં શિક્ષણનું સામાન્ય ધોરણ દર એક હજારે ૬.૯ છે તે તેથી ઓછું શિક્ષણ જે કોમમાં હોય તેને પછાત ગણવી. ૬.૮ હોય તે પછાત, ૭ હોય તે નહિ. દરેક કોમમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે. લિંગાયતમાં શિક્ષણનું ધોરણ ૭.૧ ટકા હતું. તેથી કમિટીએ લિંગાયતને પછાત ન ગણ્યા, પણ રાજ્ય સરકારને આ ફાવ્યું નહિ એટલે નવી ફોર્મ્યુલા કરી લિંગાયતને પછાત ગણ્યા. અનામત બેઠકો ૪૮ ટફ રાખી. વળી એક નવી રીત કાઢી. પછાત અને વધુ પછાત એવા બે વર્ગો કર્યા. તે પ્રમાણે ૮૧ વર્ગ પછાત ગણ્યા અને ૧૩૧ વધારે પછાત.
આ બધા હુકમમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજોમાં દાખલ કરવાને પ્રશ્ન હતો. આ ચારે હુકમમાં અને પછી પાંચમ કાઢયો તેમાં પણ, અનુસૂચિત જાતિ માટે ૧૫ અને જનજાતિઓ માટે ૩ ટકા કાયમ રહ્યા છે તેમ જ અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને ગણવી તે વિશે પણ તકરાર ન હતી. બધામાં તકરાર હતી, પછાત વર્ગ કોને ગણવે અને તેમને કેટલા ટકા અનામત બેઠકો આપવી .
જુલાઈ ૧૯૬રમાં પાંચમે હુકમ બહાર પાડયું. તેને પણ પડકારવામાં આવ્યું. મામલે છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયે. સુપ્રીમ કોર્ટે આ પાંચમાં હુકમને પણ રદ કર્યો. સુપ્રીમ કોર્ટને આ ચુકાદો આધારભૂત ગણાય છે, જેમાં પછાત કોને કહેવા, વર્ગ કોને કહે, કેટલા ટકા અનામત આપવા વગેરે મુદ્દાઓની વિગતથી છણાવટ કરી છે. તે લખું તે પહેલાં પાંચમે હુકમ શું છે તે જણાવું. પછાત અને વધારે પછાત એવા વર્ગો કાયમ રાખ્યા. અનામત બેઠક ૬૮ ટકા રાખી, જેમાં ૧૮ ટકા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે રહી. સીરવાઈ લખે છે.
The questions thus raised were of extreme importance for they involved the two fundamental rights - under Articles 15 (1) and 29 (2) on the one hand and the promotion of the educational and economic interests of the weaker sections of the people. There was also the national interest which must suffer if qualified and competent students were unreasonably excluded from higher university education.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું: (૧) પછાત વર્ગોનું પછાતપણું અનુસૂચિત જાતિ અને જનજાતિઓ જેટલું હોવું જોઈએ. (૨) પછાતપણાના વગે પાડી ન શકાય; તે ઘણા સ્તર થઈ જાય. (૩) પછાતપણું સામાજિક અને શિક્ષણનું બન્ને પ્રકારનું હોવું જોઈએ. (૪) પછાત વર્ગ જ્ઞાતિના ધોરણે નક્કી ન થાય- Class is not caste. જ્ઞાતિ ધ્યાનમાં લેવાય પણ તે જ ઘેરણ ન હોય. (૫) પછાતપણા માટે એ વર્ગને વ્યવસાય પણ લક્ષમાં લેવાય. ઢેઢ, ચમાર, ભંગી, ઘાંચી, માચી, વગેરે. (૬) શિયાણના પછાતપણા માટે ૬.૯નું ધોરણ વાજબી નથી. પાંચ ટકાથી ઓછું રણ લેવું. (૭) ૬૮ ટકા અનામત ઘણી વધારે છે. ૫૦ ટકાથી વધારે ન જોઈએ.. આ બધાં કારણે પાંચમે ઓર્ડર પણ રદ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પછાત વર્ગની પ્રગતિ થાય તે
રાષ્ટ્રના હિતમાં છે, પણ બીજા વર્ગોના હિતની અવગણનાથી રાષ્ટ્રનાં હિતે જોખમાય છે. વળી શિક્ષણનું રણ નીચે ઉતરવા દેવું ન જોઈએ. આ બધાં દષ્ટિબિંદુને સમન્વય સહેલું નથી. આ કેવી રીતે કરવું તે કોર્ટે બતાવ્યું નથી. કોર્ટે કહ્યું, તે મારું કામ નથી, રાજ્યનું કામ છે.
આમ ૧૯૫૮થી ૧૯૬૩ સુધી વાત અદ્ધર રહી. પછી શું થયું તે મને ખબર નથી.
આવા અનેક કેસ દરેક રાજ્યમાંથી થયા છે. હવે બીજો દાખલ કરીને લઈએ. જમ્મુ - કાશ્મીર રાજ્યના શિક્ષકોને પ્રશ્ન હતા. આ રાજ્યમાં કાશમીરી પંડિતની વસતિ બે ટકા છે, પણ તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધારે હોવાથી શિક્ષકો તરીકે અને અન્ય સરકારી નોકરીઓમાં તેમનું પ્રમાણ ઘણું વધારે હતું. ૧૯૫૬માં રાજયે નેકરીના નિયમે ઘડયા. નિયમમાં ગુણવત્તાનું ધોરણ હતું પણ તેના અમલમાં ૫૦ ટકા મુસલમાને, ૪૦ ટકા પછાત હિન્દુઓ અને ૧૦ ટકામાં શીખ, કાશ્મીર પંડિત વગેરે સુપ્રીમ કોર્ટમાં કેસ થયે. ૧૯૬૮માં ચુકાદો આવ્યા. નિયમ રદ કર્યો, ૮૧ શિક્ષકો જેને પ્રેમેશન આપ્યું હતું તેને પાછા ધકેલ્યા. પણ તેમ કરતાં, રાજ્ય છટકબારી શોધી અને યથાવત, સ્થિતિ રાખી એટલે બીજો કેસ થયો, તેમાં ૨૪૯ શિક્ષકોને પ્રશ્ન હતું. તેમને બઢતી. આપી હતી તે બિનબંધારણીય અને ગેરકાયદેસર ઠરી. આ ચુકાદો ૧૯૭૧માં આવ્યો. પછી શિક્ષકોની ગુણવત્તાના જોરણે પસંદગી કરવા રાજ્ય ૧૧૦૦ શિક્ષકોના ઈન્ટરવ્યું ગઠવ્યા. આવી કહેવાતી. પસંદગી સામે કેસ થયે. ૨૪૫ શિક્ષકોને પ્રશ્ન હતે. ૪૦૦ શિક્ષા વતી કેસ થયે હતે. અરજદારોએ પુરવાર કર્યું કે આ ઈન્ટરવ્યું અને પસંદગી ફારસ હતાં. કોર્ટે કહાં:
The whole process of selection is wrong and unsatis factory and needs to be set aside. 48914 qof કેવી રીતે નક્કી કરવા તેની કોર્ટે ચર્ચા કરી છે. પરંપરાગત વ્યવસાયનાં ધોરણે નક્કી કરવાનો પ્રયત્ન કેટલે બેહુદો હતા તે બતાવ્યું. પરંપરાગત વ્યવસાય કોને કહેવો? કમિટીએ આપેલ કેટલાક દાખલા આ પ્રમાણે છે :
(1) Bearer, Boy, waiter (2) Book-binders (3) grass seller, (4) old garment sellers (5) Tonga driver, વગેરે. કોર્ટે કહયું, બરાબર નથી. તેમાં કાંઈ પરંપરાગત નથી.
We think there must be a proper revision of traditional occupations, આ ચુકાદો ૧૯૭૩માં આવ્યો. આમ ૮ વર્ષ મામલે કોર્ટે રહ્યો. પરિણામે કોર્ટે કહ્યું છે:
The net result of it has been to deprive schools of their Headmasters - considerable damage must have been done to overall discipline in the schools.
શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરતાં ય સરકારી નોકરી અંગે વધારે કેસ થયા છે. પ્રોબેશન, સિનિયોરિટી, સિલેકશન, અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. રાજ એ આડેધડ નિયમ કર્યે રાખ્યા છે. કયાંક કોર્ટે મંજૂર રાખ્યા છે અથવા રાખવા પડયા છે. કેટલાક રદ કર્યા છે. પરિણામે બઢતી આપી હોય તેવાને નીચે ઉતાર્યા છે, કોઈને. ઊંચે ચડાવ્યા છે.
આ બે દાખલા સમગ્ર પ્રશ્નની જટિલતા અને બંધારણીય જોગવાઈના અમલની મુશ્કેલીઓ બતાવે છે. સમગ્ર પ્રશ્ન તલસ્પર્શી પુનર્વિચારણા માગે છે. એક વખત પછાત એટલે સદા પછાત એમ નથી, હોવું ન જોઈએ. આ પ્રશ્ન ઘણે અભ્યાસ માગે છે. મેં તે શરૂઆત જ કરી છે. પણ હવે આંખમિચામણાં થાય તેમ નથી.
.
એનું ધારણ કરી, મોચી,
- ૫૦ ટકાથી કારણ લેવું.