SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૮૧ educational institution maintained by state or receiving aid out of state Funds on ground only of religion, race, caste, language or any of them. શિક્ષણ સંસ્થાઓમાં અને રારકારી નોકરીમાં, આ થયે સમાનતાને સિદ્ધાંત. હવે અપવાદો: કલમ ૧૫(૩)(૪) : (3) Nothing in this article shall prevent the state from making any special provision for women and children. (4) Nothing in this article or in clause (2) of article 29 shall prevent the state from making any special provision for the advancement of any socially or educationally backward classes of citizens or for scheduled castes and the scheduled tribes. કલમ ૧૬(૪) : Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments or posts in favour of any backward class of citizens which, in the opinion of the state, is not adequately represented in the services under the state. કલમ ૪૬ : The state shall promote with special care the educational and economic interests of the weaker Sections of the people and in particular, of the scheduled castes and scheduled Tribes and shall protect then from social injustice and all forms of exploita- tion. ક્લમ ૩૩૫ : The Claims of the members of the scheduled તે castes and the scheduled Tribes shall be taken into consideration, consistently with the maintenance of efficiency of administration in the making of appointments of services and posts in connection with the affairs of the union or of a state. બંધારણની આ જોગવાઈઓ અનેક મહત્ત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરે છે : (૧) અનુસુચિત જાતિ અને જનજાતિ કોને કહેવા? (૨) પછાત વર્ગ કોને કહેવો? પછાત એટલે શું? વર્ગ એટલે શું? (૩) આ બધાને રક્ષણ થવા વિશેષાધિકાર, કેવી રીતે આપ, કેવા પ્રકારને, કેટલી હદ સુધી, કેટલા સમય સુધી? (૪) બીજા વર્ગોને અન્યાય ન થાય, ગુણવત્તા અથવા કાયક્ષમતાને આંચ ન આવે, છતાં પછાત વર્ગોને રક્ષણ મળે તેનો સુમેળ કેમ થાય? અનુસૂચિત જાતિ અને જનજાતિએને નિર્ણય બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ કરવાનું છે. બંધારણની શરૂઆત થઈ પછી તુરત રાષ્ટ્રપતિએ આ નિર્ણય જાહેર કર્યો છે. તેમાં પાર્લામેન્ટ સુધારાવધારો કરી શકે પણ અન્યથા તે અંતિમ છે. આમાં મુખ્યત્વે અતિ પછાત જાતિઓ અને આદિવાસીઓને સમાવેશ થાય છે. પછાત વર્ગની કોઈ વ્યાખ્યા કે તે નક્કી કરવાનું ધોરણ બંધારણમાં આપ્યું નથી. દરેક રાજશે પિતાના રાજપની પ્રજાની સ્થિતિ અનુસાર નક્કી કરવાનું છે. કોઈ રાજયમાં વધારે હોય તે કોઈમાં | ઓછા, કોઈમાં એક વર્ગ પછcત હોય કઈમાં બીજો. આ નક્કી કરવાનું કામ અતિ વિકટ રહ્યું છે. તેમાં રાજકીય હેતુ સારી પેઠે દાખલ થયું છે. - રક્ષણ કેટલું આપવું.કેટલી હદે, કેટલા સમય માટે, તેને નિર્દેશ કાંધારણમાં નથી. પછાતપણું એટલે માત્ર ગરીબાઈ કે આર્થિક પછાતપણું નહિ, સામાજિક અને શિક્ષણના પછાતપણા ઉપર ભાર છે. Socially and Educationally Backward. BLHOV Blat શિક્ષણમાં પછાત હોય તે મોટે ભાગે ગરીબ હોય છે. પણ એ અસંભવ નથી કે સામાજિક રીતે અને શિક્ષણમાં પછાત હોય છતાં ગરીબ ન હોય. અન્યથા, ગરીબ હોય છતાં સામાજિક અને શિક્ષણમાં પછાત ન હોય. સામાજિક રીતે પછાત એટલે શું? સમાજમાં તેની પ્રતિષ્ઠા ન હોય, નીચા ગણાતા હોય, તેના વ્યવસાયને કારણે, રહેઠાણને કારણે અથવા અન્યથા. ગરીબાઈને જ પછાતપણાનું ધોરણ સ્વીકારીએ તે મેટી બહુમતી પ્રજા ગરીબ છે. ધ્યેય છે, Equality J status and opportunity. ને, Economic Equality.ને નહિ. અલબત્ત, સામાજિક અને શિક્ષણનું પછાતપણું જાય તે આર્થિક સ્થિતિ સુધરે પણ સામાજિક અને શિક્ષણમાં સામાન્ય રીતે પછીત ન હોય એવા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ આપે આપ સુધરતી નથી. આવું રક્ષણ આપ્યા પછી તે કાયમનું થઈ જાય તેવો સંભવ છે. Backwardness has a tendency to perpetuate itself and it becomes a vested interest. એક વર્ગને પછાત ગણીએ તો તેના બધા માણસે ગરીબ હાય તેમ નથી. પાંચ ટકા સુખી પણ હોય. રક્ષણને લાભ આ પાંચ ટકા લઈ જાય. બીજા એમ જ રહી જાય. આવું રક્ષણ ધીમે ધીમે ઓછું થવું જોઈએ. ઓછું કરવા જતો વિરોધ અને સંઘર્ષ થાય. માન્યતા એમ હતી કે ૨૦૩૦ વર્ષના ગાળા પછી આવા રક્ષાણની જરૂર નહિ રહે. આ માન્યતા ખોટી પડી છે. triculare લેકસભા અને ધારાસભાની અનામત બેઠકો ૧૦ વર્ષ આપી હતી. તેના ૨૦, ૩૦ અને હવે ૪૦ થયાં. તેને રદ કરવી મુશ્કેલ છે, પણ તેને લાભ તે વર્ગોના ૫ - ૧૦ ટકાને જ મળે છે. જગજીવનરામ, પહાડિયા, જેયાહ, મકવાણા, તેમને અને તેમનાં સંતાનોને પછાત શા માટે ગણવાં? છતાં તેમના વર્ગના ૯૦૯૫ ટકા પછાત છે જ, આ પ્રશ્ન કેટલે જટિલ છે તે બતાવવા પૂરતું આટલું લખ્યું છે. તેનાં ઘણાં પાસાં છે, આંટીઘૂંટી છે. પરિણામે ઘણા કેસ થયા છે. સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ છે અને તે બધા સુસંગત જ છે તેમ નથી. અહીં બે દાખલા આપીશ: એક શિક્ષણને અને બીજો સરકારી નોકરીને. જુલાઈ ૧૯૫૮માં માયર સરકારે હુકમ બહાર પાડયે કે બ્રાહ્મણ સિવાય બધી કોમેને પછાત ગણવામાં આવશે અને તેમને માટે શિક્ષણ સંસ્થાઓમાં ૭૫ ટકા બેઠકો અનામત રાખી. તેમાં અનુસૂચિત જાતિઓ માટે ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિ માટે ૩ ટકા અને ૫૭ ટકા બીજાઓ માટે. આ હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું. હાઈકોર્ટે તેને બિનબંધારણીય ગણી રદ કર્યો. મે-જૂન ૧૯૫૯માં બીજો ઓર્ડર બહાર પાડયા. તેમાં બ્રાહ્મણ, વાણિયા અને કાયસ્થ સિવાયના બધા હિન્દુઓ, બધ ખ્રિસ્તીઓ અને જૈનને પછાત વર્ગ ગણ્યા અને ૬૫ ટકા અનામત બેઠક રાખી. આ હુકમ પણ હાઈકેટે રદ કર્યો. પછી પછાત વર્ગ કોને ગણવા તેની ભલામણ કરવા કમિટી નીમી. કમિટીએ એક કામચલાઉ રિપોર્ટ આપ્યું. આ ભલામણ મુજબ ૧૯૬૦માં ત્રીજો હુકમ કર્યો, જેમાં ૪૦ ટકા પછાત વર્ગો
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy