________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
-
સામાન્ય રીતે ગુજરાતી ભાષાના અભિલેખે ગુજરાતી લિપિમાં, સંસ્કૃત અને મરાઠી ભાષાના અભિલેખે દેવનાગરી લિપિમાં અને અંગ્રેજી ભાષાના અભિલેખે રામન લિપિમાં લખાય છે. હિબ્ર લેખ સ્વરચિને વિનાની પ્રાચીન હિબ્રૂ લિપિમાં લખાતા. શીખોના પંજાબી અભિલેખ ગુરુમુખી લિપિમાં કોતરાય છે.
સોલંકીકાલમાં મેઢેરાને “મોઢેરકમહેસાણાને “મહિપાણક,” ધોળકાને “ધવલકકક” તથા નવસારીને “નવસારિકા” કહેતા.'
સેલંકીકાલના અભિલેખમાં અક્ષરવિન્યાસનાં કેટલાંક પૂર્વકાલીન લક્ષણ ઓછાં થયાં છે તે વિરામચિહમાં અવગ્રહનું લપચિ ન સંકોપચિહન પ્રચલિત થયાં છે.
સલતનતકાળમાં અભિલેખમાં સંસ્કૃતને ઉપયોગ ચાલુ રહ્યો. મુસ્લિમોને લગતા અભિલેખમાં અરબી ભાષા સેલંકીકાલથી પ્રજાતી હતી. રોમનાથ પાટણની કાજી મસ્જિદને લગતે લેખ અરબીમાં તેમ જ સંસ્કૃતમાં લખાયો છે. - સલતનતકાલમાં દિલ્હીને “યોગિનીપુર” કહેતા. સલતનતકાલના મરિજદ અને મકબરા કે કબરોના અભિલેખ પૈકી ઘણા અરબીમાં અને કેટલાક ફારસીમાં લખાયા છે. ગુજરાતમાં આ કાલ દરમિયાન ત્રણસે એક અભિલેખે અરબીફારસીમાં લખાયા છે.
આ કાલનું એક બીજું ભાષાકીય પરિવર્તન એ છે કે હવે કેટલાક અભિલેખમાં આરંભમાં મિતિ વગેરે સંસ્કૃતમાં આપીને પૂર્વનિર્માણ વગેરેની હકીકત ગુજરાતીમાં નોંધવામાં આવી છે. આ પરથી તે તે સમયની ગુજરાતીનું ભાષાસ્વરૂપ જાણવા મળે છે.
મુઘલકાલના અભિલેખમાં ગુજરાતીનું અર્વાચીન ભાષાસ્વરૂપ લગભગ પૂર્ણરૂપે જોવામાં આવે છે.
સલ્તનત, મુઘલ અને મરાઠા-ત્રણે કાલમાં ઘણા અભિલેખ સંસ્કૃતમાં લખાયા છે. મરાઠાકાલમાંથી કોઈ અભિલેખ મરાઠીમાં ભાગ્યે જ લખાયા છે. સાહિત્યની જેમ અભિલેખામાં પણ ભાષાને અનુરૂપ લિપિ પ્રયોજાતી રહી છે.
અશોકના જૂનાગઢ શૈલ લેખ જે લિપિમાં કોતરાયા છે તેને બ્રાહમીલિપિ કહે છે. દેવનાગરી, ગુજરાતી, બંગાળી અને અન્ય વર્તમાન ભારતીય લિપિ બ્રાહ્મી લિપિને પરિવાર છે; પરંતુ રામય જતાં બ્રાહ્મીલિપિના સ્વરૂપમાં આટલા લાંબા ગાળામાં એટલાં બધું પરિવર્તન થયું છે કે વર્તમાન લિપિસ્વરૂપે પરથી ના મૌર્યકાલીન અક્ષરો ઊકલે નહિ.
વે. શાસ્ત્રીએ જાણવા જેવું બીજું એ કહ્યું કે પારસીઓના શિલાલેખ મોટે ભાગે ગુજરાતી ભાષામાં લખેલા હોય છે. એમાંના
જૂના લેખમાં પારસી બેલીનું વિલક્ષણ સ્વરૂપ વિપુલ પ્રમાણમાં નજરે પડે છે.
મૌર્યકાલ, પછી ક્ષત્રપાલ, પછી ગુપ્તકાલ તથા તે પછી મૈત્રકકાલમાં લિપિના સ્વરૂપમાં આવતાં જતાં પરિવર્તને નોંધ્યા બાદ ડૉ. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સોલંકીકાળ દરમિયાન નાગરી લિપિને ઘણા વિકાસ થયો. કેટલાક વર્ણ સોલંકીકાલમાં તો બીજા કેટલાક વર્ણ રાલ્તનતકાલમાં અર્વાચીન સ્વરૂપ પામ્યા.
અરબી-ફારસી લિપિમાં શિલાલેખોનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે એ લેખમાં અકારોને પ્રાય: ઊંડા કોતરવાને બદલે એની આસપાસની કોરી જગ્યાને ઊંડી કોતરી કાઢીને અક્ષરોને ઊપસેલા દર્શાવવામાં આવે છે. - ડૉ. શાસ્ત્રીએ જાણવા જેવી આમ તે ઘણી વાત કરી, પરંતુ તેમાં એક ખાસ જાણવા જેવી વાત એ કરી કે નાગરી લિપિને રારળતાથી અને ઝડપથી લખવા માટે એની લેખનશૈલીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યો. એમાંથી ગુજરાતી લિપિ ઘડાઈ. સોળમી સદીના “વિમલ પ્રબંધ”માં ગુર્જરલિપિને ઉલ્લેખ છે. ગુજરાતી લિપિને સહુથી જૂને શત નમૂને “આદિપર્વ” નામે ગુજરાતી ગ્રંથની વિ.સ. ૧૬૪૮ની હસ્તપ્રતમાં મળ્યો છે. આ લિપિ શરૂઆતમાં હિસાબ-કિતાબમાં અને સામાન્ય વ્યવહારમાં વપરાતી. ૧૬મી સદીથી એ ધીમે ધીમે ગુજરાતી ગ્રંથે લખવામાંય વપરાવા લાગી. અભિલેખમાં એને ઉપયોગ એથી મેડો શરૂ થશે. બ્રિટિશકાલ દરમિયાન નાગરી તથા ગુજરાતીલિપિ વર્તમાન સ્વરૂપ પામી.
વ્યાખ્યાનના તૃતીય અંગ કાલગણનાનું ઈતિહાસની કરોડરજજુ તરીકે મહત્ત્વ દર્શાવતાં ડૉ. શાસ્ત્રીએ ધાર્મિક દષ્ટિની અપેક્ષાએ ઐતિહાસિક દષ્ટિએ વર્ષ મહત્ત્વનું હોવાનું જણાવીને કહ્યું હતું કે આરંભિક ઐતિહાસિક કાલમાં કોઈ સળંગ સંવત પ્રચલિત થયા નહતા ત્યારે તે તે રાજાના રાજ્યકાલનું વર્ષ આપવામાં આવતું. ગુજરાતમાં સળંગ સંવતને પહેલવહેલે ઉપયોગ ક્ષત્રપ રાજાઓ અભિલેખમાં થયું હોવાનું જણાવીને તે સંવત તે શકસંવત હોવાનું તેમણે કહ્યું હતું. શકસંવતનાં વર્ષ પહેલેથી આખા દેશમાં ચૈત્રાદિ ગણાય છે. આ સંવત ગુજરાતમાં લુપ્ત થયો ને મહારાષ્ટ્રમાં પ્રચલિત થશે. ઉત્તર ભારતમાં શકસવંતની જેમ ઘણાં સવંત વિક્રમ સંવતના પણ વર્ષ ચૈત્રથી શરૂ થતાં ગણાય છે. ત્યારે ગુજરાતમાં કાતિકાદિ વર્ષ ગણવાની હાલની પદ્ધતિ પ્રાચીનતાની દષ્ટિએ એક આભીર કલચુરા સંવત સુધી વિસ્તરે છે. ગુજરાતમાં માસ આરંભ સુદ પડવાથી ગણાય છે. તે પદ્ધતિ મોડામાં મેડી, પાંચમી સદી જેટલી પ્રાચીન છે. ઉત્તર ભારતમાં માસ વદ પડવાથી શરૂ થાય છે જે પૂનમે પૂરા થાય છે. તેને પૂણિમાન્તમાસ કહે છે. મૈત્રકકાળ દરમિયાન ગુપ્તસંવતના રૂપાન્તર તરીકે વલભી સંવતનું પ્રવર્તન હોવાનું જણાવીને ડૉ. શાસ્ત્રીએ વિક્રમ સંવત વિશે જણાવ્યું કે આ સંવત ઈ. પૂ. ૫૭માં શરૂ થયો છે. તે વિક્રમાદિત્યના રાજયકાલથી શરૂ થયું મનાય છે. પરંતુ એ રાજાની ઐતિહાસિકતા, સમય અને અભિજ્ઞાન સુનિશ્ચિત નથી. ગુજરાતમાં વિક્રમ સંવતને વ્યાપક ઉપયોગ સોલંકીકાળ દરમિયાન થયે. સોલંકીકાલ દરમિયાન સેરઠના અભિલેખમાં સિંહ સંવત નામે એક સંવત વપરાયો હોવાનું જણાવ્યા બાદ ડૉ. શાસ્ત્રીએ બીજી પણ કેટલીક જાણવા જેવી માહિતી કાલગણના સંદર્ભે આપી હતી. જેમ કે સોલંકીકાલથી અહીં અરબી-ફારસી શિલાલેખમાં અને કવચિત સંસ્કૃત-ગુજરાતી અભિલેખમાં હિજરી સન વપરાય છે. મુઘલકાલ દરમિયાન ઈ. સ. ૧૫૮૪માં હિજરી સનને બદલે “ઈલાહી” રસન પ્રચલિત થયો. કયારેક જૈન અભિલેખમાં વીરનિર્માણ સંવત પ્રાય છે. એ મહાવીર સ્વામીના નિર્વાણ વર્ષથી શરૂ થયો મનાય છે. પારસીઓના શિલાલેખમાં યઝદગર્દી અને વપરાય છે, એ સંવત ઈરાનના છેલ્લા આરતી બાદશાહ યઝદગર્દના ઈ. સ. ૬૩૨માં થયેલા રાજયારોહણના વર્ષથી શરૂ થાય છે. એનું વર્ષ ૧૨ સૌર માસનું હોય છે ને એમાં અંતે પાંચ દિવસ ઉમેરવામાં આવે છે જેને “ગાથાના દિવસ” કહે છે. એમાં દર ૧૨૦ વર્ષે એક કબીસે (અધિકમાસ) ઉમેરવામાં આવે છે. યહૂદીઓના અભિલેખામાં યહૂદીઓના જે સંવત પ્રયોજાય છે તેને તેઓ “સૃષ્ટિ સંવત” તરીકે ઓળખે છે તે એ સંવતને આરંભ સૃષ્ટિસર્જનનું વર્ષ જેને તેઓ ઈ. પૂ. ૩૭૬૦ ગણે છે તેમાં થયો હોવાનું માને છે.
આમ ડૉ. શાસ્ત્રીએ અભિલેખાના અધ્યયનના આધારે ગુજરાતના રાજકીય, ધાર્મિક, વિદ્યાકીય, સાહિત્યિક, સામાજિક તથા આર્થિક ઈતિહાસ વિશે તેમ જ તે તે કાલની ભાષા, લિપિ અને કાલગણના વિશે પુષ્કળ માહિતી આપી. ગુજરાતના ઈતિહાસના સાધન લેખે અભિલેખનું કેટલું બધું મહત્વ છે તે તેમનાં વ્યાખ્યાનેથી પ્રતીત થયું. વ્યાખ્યાને અભ્યાસપૂર્ણ તે હતાં જ. વકતાની અભિવ્યકિતની શૈલી પણ રસ જન્મે એવી હતી. ડૉ. રમણલાલ શાહના ગ્ય ઉપસંહારથી આ વ્યાખ્યાને સમાપ્ત થયાં હતાં.