________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૧
"Think that I have passed in your dream. Forgive me if I have disturbed you.” , “થીંક ઘેટ આય હેવ પાસ્ટ ઈન યોર ડ્રીમ, ફરગીવ મી ઈફ આય હેવ ડિસ્ટર્બડ યુ” પારકાની નિંદ્રાને પણ ખ્યાલ રાખનાર જીવ આ હી-ફી-સ્ટીરિયો - IIi-Fi, Stereoના-ને ટ્રાન્ઝિસ્ટરના ઘાંઘાટમાં હવે કયાં શોધશું?
ગુજરાતના અભિલેખ : ઐતિહાસિક
સામગ્રી તરીકે
સંકલન : કૃષ્ણવીર દીક્ષિત
[ગતાંકથી ચાલુ)
પણ તમે કહે, મૃત્યુની વાટ જોતાં એકાકી વૃદ્ધના હૈયાંને સ્પર્શવાનું મધર ટેરેસાને કોણે શીખવ્યું હશે? એ કેવું સુંદર કહે છે: “દુનિયામાં સૌથી મોટી ભૂખ રોટીની નથી, સૌથી મોટું દુ:ખ પ્રેમની ભૂખનું છે.” પિતાના અંગત જીવનની સુખ-સગવડને મોહ છોડી ઈશુની પાછળ ચાલી અનેક લોકોને પ્રેમ વહેંચવા એમને કોણે સૂઝાડયું હશે? તે વિનોબા જુએ; એ તો કહે, “જ્યારે સ્વપ્નમાં આવ્યાં છે ત્યારે પણ એક જ વિચાર મનમાં આવે છે કે ઈશ્વર મારી પાસેથી સેવા લેશે કે?” ના, આ લોકોને કોઈ શીખવતું નથી. તેઓ જન્મથી જ આ સુવાસ-સમર્પણ લઈને આવ્યાં છે. તેમને “શ્યિલ સર્વિસ”ના કલાસ ભરવા નથી પડતા ને હોટલમાં ભાપણ કરી સેવા આપવી નથી પડતી. આપણા સાંઈ કવિ મકરંદે ગાયું:
કોઈ અનામી ચોપડે તારું થાય છે, જેમાં ખાતું”-પરંતુ સમર્પણ કે ત્યાગનું પુણ્ય જમા થશે, એ લાલચે કે લેભે આ લોકો સુકાર્ય થોડું જ કરે છે?
મકરંદ દવે જ એક બીજા કાવ્યમાં કહે છે: “અમે તો જઈશું અહીંથી પણ અમે ઉડા ગુલાલ રહેશે.”
આપણામાંથી કેટલા વિદાયવેળાએ આવું કહી શકશે? મેટા ભાગના લોકોનું જીવન નાના મોટા વાર્થ પિષવામાં, કલેશમાં ને કંકાશમાં વ્યતિત થાય છે. આપણે જીવનને મુઠ્ઠીમાં બંધ રાખ્યું છે. પ્રેમને છૂટે હાથે વહેંચતા જ નથી. આખરે તે સૌ સુવાસમાં એક જ સુવાસ રમ્યા કરે છે. તે સુવાસ પ્રેમની, તે સુવાસ કરુણાની, તે સુવાસ જાતને ભૂંસી નાખવાની. પરંતુ જેમ બે બકલી, એક કોમેડિયને એક કોકટેલ પાર્ટીમાં કહેલું, “Ladies and Gentlemen, would it embarass you very much if I were to tell you that I love you?” “લેડીઝ એન્ડ જેન્ટલ મેન, વુડ ઈટ એમ્બેરેસ યુ. વેરી મચ, ઈફ આઈ વેર ટુ ટેલ યુ ધેટ આય લવ યુ!” અને બધાં હયા.
ઈતિહાસ અને સંશોધન ક્ષેત્રના પ્રખર વિદ્વાન ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે “ગુજરાતના અભિલેખે: ઐતિહાસિક સામગ્રી તરીકે, એ વિષય પર આપેલાં પાંચ વ્યાખ્યાને પૈકી પ્રથમ ત્રણ વ્યાખ્યાને આ સ્થળેથી ગઈ છે. પહેલી માર્ચે સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. આજે એમનાં બાકીના બે વ્યાખ્યાને - વ્યાખ્યાન ચડ્યું અને પાંચમું - અહીં સંક્ષેપમાં આપવામાં આવ્યો છે.
ચેથા વ્યાખ્યાનો વિષય હતો : “સામાજિક અને આર્થિક ઈતિહાસ” ડૉ. શાસ્ત્રીએ અભિલેખેને અભ્યાસ તે તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી વાકેફ થવામાં કે ઉપકારક નીવડે છે તે દર્શાવ્યું હતું. તેમાં ખાસ ધ્યાનમાં આવતી બાબતે આ પ્રમાણે તારવી શકાય. મૈત્રકકાલીન દાનશાસનના અભ્યાસથી બ્રાહમણાનાં નામ, ગોત્ર, વેદ શાખાઓ અને ઐવિદ્યો તથા ચાતુર્વિદ્યાની વિગત જાણી શકાય છે, પરંતુ બ્રાહ્મણો તથા વણિકોની બાબતમાં કોઈ જ્ઞાતિભેદના નિર્દેશ નથી આવતા, વડનગરના બ્રાહ્મણો પણ તે કાળે બ્રાહ્મણ જ કહેવાતા. બ્રાહ્મણેમાં અધ્વર્યું, જોતિષી, અધ્યાપક વગેરેને વ્યવસાય દષ્ટિએ અલગ તારવી શકાતા. ત્યારે બ્રાહ્મણોનાં નામ દેવે ઉપરથી પડતાં જેમ કે અગ્નિશમ, કુમારસ્વામી, દેવદત્તા, ગુહત્રાત, કેશવમિત્ર. રાજાઓના નામ સેન, આદિત્ય, રાજ વગેરે ઉત્તરપદ પ્રયોજાતા. જેમ કે ધ્રુવસેન, શીલાદિત્ય, ગોવિંદરાજ.
વહીવટી વિભાગમાં વિષય, આહાર, પથક અને ગ્રામ મુખ્ય હતા. સૌરાષ્ટ્રમાં જમીનની માપણી પાદરવર્તથી થતી. પાદાવ એટલે એક પાદ લાંબે અને એક પાદ પહોળ-એટલે કે એક ફૂટ ચારસ. દક્ષિણ ગુજરાતમાં નિવર્તન નામે માપ પ્રચલિત હતું. જમીન મહેસુલના બે મુખ્ય પ્રકાર હતા. (૧) ઉદગ એટલે જમીનદાર પાસેથી લેવાનું સામટું મહેસુલ અને (૨) ઉપરિકટ એટલે બિનમાલિક ખેડૂત ઉપર નાખેલે કર, જમીન મહેસુલ કયાં તે ધાન્યના નિયત ભાગના રૂપમાં લેવાનું અથવા તે સુવર્ણના રૂપમાં.
અનુમૈત્રક કાળ દરમિયાન તળ ગુજરાતમાં મેટી નાની અમુક સંખ્યાઓના ગામ ધરાવતા વહીવટી વિભાગ પ્રચલિત થયા. હોલને સુરત જિલ્લાને ચેર્યાસી તાલુકો અને ખેડા જિલ્લા માટે ચરોતર (ચતુરુત્તર, ચારુતર નહિ) શબ્દ આ પ્રથાના દ્યોતક છે. ખેડા અને ભરૂચ દોઢેક હજાર વર્ષ જેટલા પ્રાચીનકાળથી જિલા રહ્યા છે. સુરત વસ્યું તે પહેલાં કતારગામનું મહત્ત્વ હતું અને ખંભાત વસ્યું તે પહેલાં નગરનું.
બ્રાહ્મણે તથા વણિકોની વિભિન્ન જ્ઞાતિના નિર્દેશ ગુજરાતના અભિલેખમાં પહેલવહેલા સોલંકી કાલમાં અર્થાત ઈસ્વી. દશમી સદીથી દેખા દે છે. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં નાગર, ઉદીચ્ચ, મેંઢ અને રાયકવાલના ઉલ્લેખ થયા છે. નાગરોમાં હજી પેટા વિભાગ પડયા નહોતા. વણિકોમાં હવે પ્રાગ્વાટ (પરવાડ) અને શ્રીમાલી જ્ઞાતિઓના ઉલ્લેખ આવે છે.
સોલંકી રાજયમાં સારસ્વત મંડલ, કચ્છમંડલ, લાટમંડલ, સુરાષ્ટ્ર મંડલ અને દધિપ્રદ મંડલ જેવા મોટા વહીવટી વિભાગ હતા.
કોઈ પણ આ કેવી રીતે માની શકે? આપણને કોઈ નિર્ચાજ પ્રેમ કરે, તે વાત આજે આપણે માની-સ્વીકારી નથી શકતાં અને છતાં આ પારાવારની યાત્રામાં બુદ્ધ અને ઈશુની કરુણાને આ પ્રેમ એ જ આપણી મૂડી છે. એ જ આપણો વૈભવ છે. પારકા માટે જેટલું વેર્યું-વહેંચ્યું તે આપણું પુણ્ય, તે જ આપણી કમાઈ !
વસ ત વ્યાખ્યાનમાળા મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે દર વર્ષની જેમ આ વશે પણ વસંત વ્યાખ્યાનમાળાનું તા. ૬-૭-૮-૯ એપ્રિલ, એમ ચાર દિવસોએ આયોજન કરવામાં આવ્યું છે.
વિષય : પાર્લામેન્ટરી પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ, સ્થળ : તાતા એડિટોરિયમ, હોમી મોદી સ્ટ્રીટ, મુંબઈ–૧. સમય : સાંજના ૬-૧૫ કલાકે.
તા. ૬ઠ્ઠી એપ્રિલે પ્રથમ વ્યાખ્યાન ઉપરના વિષય પર શ્રી નાની પાલખીવાલા આપશે. બીજા વકતાઓના નામ હવે પછી જાહેર કરવામાં આવશે,
મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ