________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૭
ગુજરાતનું આંદોલન પાછું ખેંચવા એક પત્ર
અગ્રણી નાગરિકની અપીલ
અનામત બેઠક
ગુજરાતમાં ચાલતા અનામત વિરોધી આંદોલન અંગે ભૂતપૂર્વ વા પ્રધાન મેરારજી દેસાઈ, જાણીતા તબીબ ડે. શાંતિલાલ જે. - મહેતા, નામાંકિત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા અને આગેવાન તત્ત્વચિંતક ચીમનલાલ ચકુભાઈ શાહ સહિતના મુંબઈ શહેરના
અગ્રણી નાગરિકોએ ચિંતા વ્યકત કરી છે અને આ મડાગાંઠ ઉકેલવા તત્કાળ વાટાઘાટો હાથ ધરવા ગુજરાત સરકારને અપીલ કરી છે.
એક અખબારી યાદીમાં આ અગ્રણીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં અનામત બેઠક વિરોધી આંદેલને હિંસક વળાંક લીધો છે અને અત્યાર સુધીમાં ૩૦ માણસને ભાગ લેવાય છે. એથીયે વધુ ચિંતાજનક બાબત એ છે કે આંદોલન આખાયે રાજ્યમાં પ્રસર્યું છે અને સમાધાનના પ્રયત્ન નિષ્ફળ ગયા છે. બંને પક્ષના જહાલ પહો કેટલાક વિસ્તારમાં ઝનૂની સામને કરી પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે. આંદોલનની અસર અન્ય રાજ્યોમાં તથા જુદાં જુદાં ક્ષેત્રમાં પણ જણાવા માંડી છે. આ ફકત ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના નાગરિકો માટે ચિંતાની બાબત છે.
ગાંડપણના મેજાએ સાર્વજનિક હિંસાનું વાતાવરણ સર્યું છે. હિંસાને આશરો લઈને કોઈ સમસ્યા ઉકેલી શકાય નહીં. હિંસા તે માત્ર ધિક્કાર ફેલાવે છે અને રાષ્ટ્રીય એકતાને કથળાવી નાંખે છે. નિવેદન વધુમાં જણાવે છે કે આ સમસ્યા એવી નથી કે તે સતત આંદોલનથી કે હિંસક દેખાવાથી કે પોલીસ અને કાયદો તથા વ્યવસ્થાનાં બીજા સાધનના વ્યાપક ઉપયોગથી ઉકેલી શકાય. વળી આંદોલન માટે આ કે તે જૂથ ઉપર દોષ ઢાળીને સમાજમાં વધુ ભેદભાવ ઊભા કરવાનું પણ ટાળવું જોઈએ. પ્રશ્ન એ જટિલ છે કે તે શાંતિપૂર્ણ સમાધાનના વાતાવરણમાં જ ઉકેલી શકાય. જો વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરો આંદોલન પાછું ખેંચી લે અને સરકાર આ અનામત બેઠકો સામે આંદોલન કરવા માટે પકડાયેલા બધાને છોડી મૂકે તો જ આ બની શકે. જ્યારે આ સમાજ વિભાજિત હોય ત્યારે સતત આંદોલન કે સરકાર દ્વારા બળને ઉપયોગ પરિસ્થિતિને વધુ વણસાવવાનું જ કામ કરે.
, મુ. ચીમનભાઈ,
“પ્રબુદ્ધ જીવન મળ્યું. આપના તટસ્થ અને સ્પષ્ટ મંતવ્ય વાંચવાને હંમેશાં આનંદ આવ્યો છે. માર ૧લીના અંકમાં અનામત બેઠકો અંગે લેખ વાંચ્યો. અનામત બેઠકો અંગેના આપના વિચારો હવે પછી લખશે તેમ જણાવ્યું છે. એમાં આપનું તટસ્થ
અને સ્પષ્ટ અવલોકન હશે જ પણ આ લેખમાં અમદાવાદના ડો. મિત્રે જે દલીલ કરી છે તે અંગે થોડું કહેવાનું મન થાય છે. આપને માટે આ વિગતે કંઈ ખાસ નવી નહીં હોય માત્ર હું કેટલુંક કહેવાની ઈચ્છા રોકી શકતી નથી તેટલા પૂરતું લખું છું.
તેમની એક દલીલ છે. “આ સમાનતાનો યુગ છે. કબૂલ છે. સમાનતા તે અર્વાચીન યુગનું લક્ષણ જરૂર છે. પણ સમાજમાં આ સમાનતા છે ખરી? આજે વીસ વર્ષથી હું ગામડામાં કામ કરું છું અને જે અનુભવ્યું છે તે જણાવું છું. ગામડામાં આજે ય હરિજનાની સ્થિતિમાં ખાસ કંઈ ફરક પડયો જોતા નથી. સમાજની આ ખાઈ પૂરવા માટે જ અમે કોસ્મોપેલીટીન છાત્રાલય ચલાવીએ છીએ. અમારે ત્યાં સારી રીતે તૈયાર થયેલા સંસ્કારી હરિજનોને પણ ગામમાં કે શહેરમાં હરિજનવાસ સિવાય ઘર મળતું નથી. ગામડામાં તે મધ્યયુગની બધી જ વાડે હરિજનેએ પાળવાની જ હોય છે. કોઈ રોગચાળે કે કુદરતી પ્રકોપ વખતે આજે પણ હરિજન પર આળ ચડાવી તેમને ર માર મારવામાં આવે છે. તાલુકા શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે મેં કામ કરેલું ત્યારે એટલે કડવે અનુભવ થયું છે કે જે કદી ભૂલાતો નથી. સારામાં સારા હરિજન શિક્ષકને ગામમાં કોઈ સવર્ણ મકાન આપે જ નહીં. ગામમાં હરિજનવાસના તદન કંગાળ મકાનમાં તેને રહેવું પડે. એટલું જ નહીં, તે મકાન તૂટી જાય તો તે શિક્ષક ગામ બદલે પણ સવર્ણ સમાજ તેને પોતાના મકાનમાં થોડા સમય માટે પણ આશરે ન જ આપે. જે શિક્ષકની બદલી વખતે ગામ, “સારા શિક્ષક છે, ન બદલશે.” તેમ કહેવા ' આવે તે જ ગામ તેને મકાન ન આપે. તેટલું જ નહીં તે શિક્ષક ગામમાં કોઈ સવર્ણને ઉબરો પણ ન ચડી શકે - પાણીના પ્યાલાની તે વાત જ શી ? - મકાનના આ ત્રાસે શિક્ષક મેટું ગામ માગે. શું કામ? કહે કે ત્યાં મુસ્લિમ અને ખેજા ભાઈઓ મકાન આપશે. આ વાત સંભારતા આજે પણ શરમથી ઊંચું જોવાનું નથી. હિંદુને હિંદુ નહીં મુસલમાને, ખેર, ખ્રિસ્તીઓ મકાન આપે. આ છે આપણી સમાનતા !! સમાનતાની વાત આપણને ત્યારે જ શોભે જ્યારે આપણે સામાજિક સ્તરે બધી સમાનતા આપવા તૈયાર હોઈએ. આર્થિક સ્તરે સમાનતા તે આવડી મોટી વસતિને કયારે આપી શકીશું તે તે ઈશ્વર જાણે, પણ સામાજિક સ્તરે સમાનતા આપવામાં તે માત્ર આપણા અંતરની આડશે તેડવાને - આપણા અંતરમાં કરુણા જગાડવાને જ પ્રશ્ન છે. જે આજે દેઢસો વર્ષથી સામાજિક સુધારાની હીલચાલ છતાં થયું નથી. તેને દોષ આપણા સિવાય કોઈને શિરે નાખવાને અર્થ નથી. દારૂ કે માંસાહાર કે અસંસ્કારી રીતભાતના, બહાના નીચે છટકબારી શોધવાને પણ અર્થ નથી. સવર્ણ સમાજમાં આમાનું કશું નથી, તેમ કોઈ કહી શકે તેમ છે? અસંસ્કારીને તિરસ્કારીને તે સંસ્કારી બનાવાતા નથી. અન્યાયનું કંઈ પણ દુ:ખ હોય તે પહેલાં આ અન્યાય દૂર કરવા શકિત ખરચવી જોઈએ. એ અન્યાયની સરખામણીમાં અનામતમાં થોડે પણ અતિરેક કે દેરાવા ગેરલાભ કંઈ જ હિસાબમાં નથી.
એ સંતૂષની વાત છે કે વિદ્યાર્થીઓએ અસ્પૃશ્યતા સામેની રાષ્ટ્રની ઐતિહાસિક લડત પ્રત્યે કે હરિજને કે આદિવાસીઓને સામાજિક અને આર્થિક દરજજો ઊંચે ચડાવવાના પ્રયત્ન પ્રત્યે બેપરવાઈ નથી બતાવી. આ પરિસ્થિતિમાં આખરીનામાને બદલે રામાન ભૂમિકા શોધવા પ્રયત્ન જરૂરી છે અને આવી ભૂમિકા આજે ઝઘડી રહેલાં વિવિધ જૂથે વચ્ચે હજી સદ્ ભાગ્ય અસ્તિત્વમાં છે.
અંતમાં તેઓએ ગુજરાતના તબીબી અને અન્ય વિદ્યાર્થીઓને આંદોલન મોકૂફ રાખવાની અને સરકારને એવી મેકૂફી માટે યોગ્ય વાતાવરણ સર્જવાની અને આ મડાગાંઠમાંથી રસ્તો કાઢવા માટે તાત્કાલિક વાટાઘાટ શરૂ કરવાની હાર્દિક અપીલ કરી છે.
આ નિવેદનમાં સહી કરનારાઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ડો. શાંતિલાલ જે. મહેતા તેમજ સર્વશ્રી એન. એ. પાલખીવાલા, ચીમનલાલ ચકુભાઈ શાહ, ડે. આલુ દસ્તુર, ગોવિદજી શ્રેફ, વાડીલાલ ડગલી, જે.વી. પટેલ, નરેન્દ્ર પી. નથવાણી છે. ઉપા મહેતા, યશવંત દોશી, હરીન્દ્ર દવે, જેહાન દારૂવાલા, રામુ પંડિત, ડો. ઓ. ટી. સામાણી વગેરેનો સમાવેશ થાય છે.