SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૮૧ - - અને હવે નિકારાગુઆમાં રશિયન લાગવગ ઘણી વધી છે. સાલ્વેડોરમાં ભીષણ આંતરવિગ્રહ ચાલે છે. સરમુખત્યાર સત્તા છે તેની સામે ડાબેરી વાળ લડી રહ્યાં છે, તેને કયુબા વગેરેને ટેકો છે. રીગન, જમણેરી સરમુખત્યાર સરકારને ટેકો આપે છે. આ સરકારે ભયંકર અત્યાચાર કર્યા છે અને કલેઆમ થઈ છે. પણ તેની ઉપેક્ષા કરી, અમેરિકા, રશિયાની લાગવગ વધતી અટકાવવા, આ સરકારને ટેકો આપે છે. જ્યાં રશિયાની સહાયથી ડાબેરી બળીનું જોર છે. ત્યાં પણ લોકશાહી નથી. કદાચ એમાં પસંદગી કરવાનું મુશ્કેલ બને. ભડકો ન થાય તેનું કહેવાય નહીં. હવે પછીનું યુદ્ધ આયુદ્ધ જ હશે, અતિવિનાશકારી થશે. ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને વધતું છે. પરિસ્થિતિ ખરેખર ચિતાજનક છે ત્યારે આપણે માટે શુદ્ર સ્વાર્થોમાં ડૂબી જવું ઘાતક છે. પણ અત્યારે તે જ થઈ રહ્યું છે. લાંબો વિચાર કરવાની કોઈને પડી નથી. આમજનતા લાચાર છે. ૧૨-૩-૧૯૮૧ દેશ અને દુનિયા પ્રિય મુ. ચીમનભાઈ, ખરી કટોકટી પશ્ચિમ યુરોપના દેશોની છે, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, બેલ્જિયમ વગેરે દેશ અમેરિકાના સાથી છે. રશિયાના આક્રમણ સામે અમેરિકા ઉપર આધાર રાખે છે. પણ બ્રિટન સિવાય, બીજા દેશોને રશિયા સાથે રાંધર્ષ નોતરો નથી. બ્રિટનની મિસિસ થેચરને રીગનને પૂરો ટેકો છે. પશ્ચિમ યુરોપના બીજા દેશોને રશિયા સાથે વ્યાપાર ઘણો વધ્યો છે અને તે જોખમાવવો નથી. અમેરિકા પાછળ ઘસડાવું નથી છતાં છૂટકો નથી. આ સંજોગોમાં બ્રેઝનેવે ચાણકયનીતિ વાપરી. રામ્યવાદી કોંગ્રેસમાં સમાધાનકારી વલણ અપનાવ્યું. રીગનની પેઠે સખત ભાષા વાપરવાને બદલે, મૈત્રી માટે હાથ લંબાવ્યો. એક કાંકરે ઘણાં પક્ષી માર્યા. રશિયાનું અર્થતંત્ર, બીજા બધા દેશે પેઠે, કથળેલું છે. બ્રેઝનેવ વૃદ્ધ થયા છે અને માંદા છે છતાં બીજા પાંચ વર્ષ માટે તેઓ પ્રમુખ ચૂંટાયા છે. શસ્ત્ર દોટમાં ઉતરવું રશિયાને પોસાય તેમ નથી. રીંગને કદાચ એમ માનતા હશે કે તેમના કડક વલણથી બ્રેઝનેવ ગભરાયા છે. બ્રેઝનેવને ઈશદો અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો વચ્ચે ફાટફાટ પડાવવાનું હોય. છેવટ; દુનિયામાં એમ બતાવવું કે તેઓ શાતિચાહક છે અને રીગન યુદ્ધર છે, જે કાર્ટર આક્ષેપ હતે. પોલેન્ડને મામલે હજી ગંભીર છે અને કદાચ રશિયાને દરમિયાનગીરી કરવી પડે તે મોટી જવાબદારી આવે. બ્રેઝનેવે શિખર પરિષદની દરખાસ્ત મૂકી છે અને અણુશસ્ત્રોની મર્યાદા બાંધવા વિચારણા કરવા તૈયારી બતાવી છે. રીગન વિચારમાં પડયા છે. અલિપ્ત રાષ્ટ્રોના વિદેશમંત્રીઓની દિલહીમાં મળેલી પરિષદનું નિમિત્ત લઈને દેશ અને દુનિયાના શીર્ષક નીચે વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રબુદ્ધ જીવનમાં તમે જે વેદના ઠાલવી છે તે યથાર્થ છે. પૃથ:કરણ પણ અસરકારક છે. એક નાને હકીકતદોષ થયો છે તે તરફ ધ્યાન ખેંચું છું. અલિપ્ત દેશની પ્રથમ પરિષદ ‘બાંગમાં થઈ અને તેને આકાર અપાયો’ એમ તમે જણાવ્યું છે તેમાં સરતચૂક થયેલી છે. ઈન્ડોનેશિયાના બાંડુગમાં જે પરિષદ થયેલી તે ‘અલિપ્ત રાષ્ટ્રની નહોતી એ પરિષદ ૧૯૫૫ના એપ્રિલમાં થયેલી અને તે ‘આક્રો-એશિયાઈ પરિષદ’ હતી. ભારતના પ્રયત્નોથી ચીને કદાચ પહેલી જ વાર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા તૈયાર થયું હતું. આ પરિષદમાં સંયુકત રાષ્ટ્ર સંસ્થાની માનવ હક્કો અંગેની ઘોષણાનું સમર્થન કરવામાં આવ્યું હતું. ચીનના વિરોધ છતાં આ ઠરાવ થયો હતે. સ્વ. જવાહરલાલજીના પ્રયત્નનું આ ફળ હતું. ‘અલિપ્ત રાયે” આ શબ્દપ્રયોગ બરાબર નથી. ખરેખર તેને બિનજોડાણવાદી કહી શકાય. નેહરૂ-નાસર-ટી કોઈ અલિપ્ત રહેવા માગતા નહોતા. દુનિયાના બધા પ્રશ્નોમાં રસ લેતા હતા અને અભિપ્રાયો પણ ઉચારતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાના વડપણ નીચે જે સત્તા જૂથો રચાયાં તેનાથી દૂર રહી ઠંડા યુદ્ધથી જગતને બચાવવા માટેનું જે સંગઠન થયું તે બિનજોડાણવાદી દેશનું હતું. અને વ્યવસ્થિત આકાર અપાયો ૧૯૬૧માં. અને તે યુગોસ્લાવિયાના પાટનગર બેલગ્રેડમાં. એ વખતે છેલ્લામાં છેલ્લું નિમિત્ત એ હતું કે રશિયાએ અણુ બોમ્બના કરવા માંડેલા પ્રયોગનું બેલગ્રેડની પહેલી જ પરિષદમાં અણુમ્બના પ્રયોગે અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. દિલ્હીમાં હમણાં બિનજોડાણવાદી દેશના વિદેશપ્રધાનની જે પરિષદ થઈ એમાં આવી પ્રવૃત્તિને વીસ વર્ષ પૂરાં થયાં હોવાની જે જાહેરાત થતી હતી તે તેની સ્થાપના ૧૯૬૧માં થઈ હતી તે કારણે. આ પહેલી પરિષદમાં બે સામ્યવાદી દેશ-રશિયા અને યુગોસ્લાવિયા વિધિસર રીતે જુદા પડયા એમ કહી શકાય. બીજો એક મદો સ્પષ્ટ કરવા જેવું એ છે કે બિનજોડાણને વિચાર વહેતો મૂકી તેને દ્દઢ કરનાર સ્વ. જવાહરલાલ નહેરુ હતા અને આજે શ્રીમતી ઈન્દિરા ગાંધી વધુ પડતાં આગળ દેખાય છે છતાં તે બંનેએ અનેકવેળા જાહેર કર્યું છે કે તેઓ આ પ્રવૃત્તિના અગ્રણી નથી, નેતા નથી. આ બાબતની પ્રથમથી જ કાળજી રાખવામાં આવેલી છે. રીંગનની મૂંઝવણ પણ ઓછી નથી. અમેરિકાનું અર્થતંત્ર ઘણું કથળેલું છે. ફુગાવો વધતો જાય છે. રીંગને જાહેર કર્યું છે કે સીધા કરવેરામાં મોટો કાપ મૂકશે. ત્રણ વર્ષમાં ૨૭ ટકા ઓછા કરશે, છતાં લશ્કરી ખર્ચ વધારવું છે. એટલે સમાજ કલ્યાણ પાછળ થતું ખર્ચ ઘટાડવું પડે અને વિકસતા અને અણવિકસિત દેશોને અપાતી સહાયમાં મોટો કાપ મૂકવું પડે. આ સહાયમાં હવે લાયકાત કે જરૂરીઆતના ધારણ કરતાં, રાજકીય હેતુ વધારે હશે. દુનિયાની આ પરિસ્થિતિની ઘેરી અસર આપણા દેશ ઉપર પડયા વિના રહે નહિ. આ બધું લખવાનો મારો ઈરાદો આ બાબત લા દોરવાનો છે. આપણા દેશની આંતરિક, રાજકીય અને આર્થિક રિથતિ વણસી છે અને સુધરવાના કોઈ ચિહને નથી. અમેરિકાની આપણા પ્રત્યે કરડી નજર રહેવાથી પાકિસ્તાન અને કેટલેક દરજજે ચીનને ભય ઉપેક્ષા કરવા જેવો નથી. એકલા રશિયા ઉપર આધાર રાખવાનો રહે. આપણે પણ લશ્કરી ખર્ચમાં આ વર્ષે ૮૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવો પડયો છે. આવો આર્થિક બેજો આપણે માટે અરાહ્ય છે. દુર્ભાગ્યે સાળ અને પ્રજને વિશ્વાસ પડે એવી નેતાગીરી રહી નથી. વિઘાતક બળ વધતા જાય છે. દેશ અને દુનિયા” લેખ માટે અભિનંદન. અમેરિકા અથવા રશિયા કોઈને યુદ્ધ જેવું નથી, પોસાય તેમ નથી. પણ શસ્ત્ર ખડકયે જાય અને ઘુરકયા કરે તે કયારે અચાનક તમાર, મોહનલાલ મહેતા
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy