SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૮૧ ભાગ : - . . . -- કે જીર્ણોદ્ધારની માહિતી આપે છે. મરાઠા અને બ્રિટિશ કાલમાં ગુજરાતમાં બંધાયેલાં નવાં મંદિરો તથા જીર્ણોદ્ધાર પામેલાં મંદિરો વિશે ખ્યાલ આપતાં અભિલેખેની વાત કરીને વકતાએ બીજું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું. - વિદ્યા, કલા અને સાહિત્ય ત્રીજા વ્યાખ્યાનો વિષય હતો “વિદ્યા, કલા અને સાહિત્ય.” આ વ્યાખ્યાનમાં વકતા સંસ્કૃત કાવ્યસાહિત્યના ખરા રસશ અને ઊંડા મર્મજ્ઞ તરીકે પ્રગટ થયા હતા. અભિલેખાના અભ્યાસના આધારે ગુજરાતમાં જુદા જુદા કાલખંડમાં ખેડાતી વિદ્યાઓ તથા કલાઓ વિશે તેમ જ કાવ્યશૈલીમાં થતી કેટલીક સાહિત્યરચનાઓ "વિષે સારે પ્રકાશ પાડયો. તેમણે કહ્યું: મૌર્ય રાજા અશોકના શૈલ લેખ પ્રાકૃત ભાષામાં સરલ ગદ્યમાં લખાયા છે. ક્ષત્રપ રાજાઓના શિલાલેખ પણ સામાન્યત: પ્રાકૃત–સંસ્કૃત મિશ્ર ભાષાના સરલ ગદ્યમાં છે. પરંતુ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં પહેલા જૂનાગઢ શૈલલેખ ઉચ્ચ ગદ્ય શૈલીમાં રચાયેલા સંસ્કૃત અભિલેખના ઉત્તમ પ્રાચીન નમૂના તરીકે ભારત ભરના સંસ્કૃત સાહિત્યમાં ગણનાપાત્ર નીવડે છે. - ગિરિનગરના સુદર્શન તળાવના પુન: દુર્દશા અને સંસ્કરણને, લગતા બીજા અભિલેખમાંના અમુક લોકો લઈ વકતાએ તેમાં અતિવૃષ્ટિથી નદીઓ બંધ તેડી વહી ગઈ તેનું વર્ણન કેવું કાવ્યમય છે તથા તેમાં ઉભેક્ષા અલંકારમાં વ્યકત થયેલી કલ્પના કેવી રુચિર છે તે દર્શાવ્યું હતું. વકતાએ મૈત્રકકાળ દરમિયાનનાં દાનશાસનમાં દાન આપનાર રાજાઓની પ્રશસ્તિ કેવા ઉચ્ચ શૈલીના કાવ્યમય ગદ્યમાં કરવામાં આવી છે, એમાં દીસમાસે, રુચિર કલપનાઓ અને શબ્દાલંકારે તથા અર્થાલંકારો કેવી વિશિષ્ટ ભાત પાડે છે તે પણ દર્શાવ્યું હતું. * અનુમંત્રય કાલના સૈન્થવ રાજાઓને ઉચ્ચ ગદ્ય શૈલી ગમતી તે તે કાળના અજ્ઞાત નામા કવિઓને કેવી સિદ્ધિ હતી તે વકતાએ અભિલેખમાંની કેટલીક કાવ્યપંકિતઓ લઈને દર્શાવ્યું હતું. વકતાએ રાજા ભીમદેવના સમયના સિદ્ધહસ્ત કવિ સંમેશ્વરદેવની ઘણી કાવ્ય પંકિતઓ લઈ તેમાનું કલ્પનાસૈાંદર્ય પ્રગટ કર્યું હતું. વકતાએ તે જ પ્રમાણે કવિ ગણપતિ વ્યાસ તથા સેલંકી કાલના બીજા મહાન કવિ ધરણીધરની પ્રતિભાની ઝાંખી કરાવતા કેટલાક અભિલેખામાંના àકે લઈ તેનું રસદર્શન કરાવ્યું હતું. સેમિનાથ પાટણની એક અજ્ઞાત નામા કવિએ બાર શ્લોકોમાં કરેલી પ્રશસ્તિમાં તરી આવતા કવિત્વની તથા શ/જયના સપ્તમ ઉદ્ધારને લગતી પંડિત લાવણ્યસમયની પ્રશસ્તિમાં જોવા મળતી કાવ્યત્વની ચમત્કૃતિ દર્શાવી હતી. સલ્તનત તથા મુઘલકાલના એવા કેક અભિલેખમાંની પ્રશસ્તિમાં વિલસી રહેલા કાવ્યમય સૌંદર્યની વાત તેમણે કરી હતી. આ આખું વ્યાખ્યાન કાવ્યાસ્વાદથી શ્રોતાઓને આલાદ અર્પ ગયું. વીસમી સદી દરમિયાન ગુજરાતમાં લખાયેલા પ્રાસંગિક અભિલેખો પછી તે સંસ્કૃતમાં હોય કે હિંદીમાં તેમાં વૃત્તાંતની સાદી સીધી રજૂઆત છે. કાવ્યતત્વ લગભગ લુપ્ત થઈ ગયું છે એ હકીકત પ્રત્યે ધ્યાન ખેંચી વકતાએ ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું. (ક્રમશ :) માનવને ખતમ કરે તેવું “વિજ્ઞાન [ * મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તાતા ઓડિટોરિયમમાં તારીખ ૭-૧-૧૯૮૧ના દિવસે ડો. ગુણવંત શાહે આપેલ તૃતીય પ્રવચન.] ડો. ગુણવંત બી. શાહ પ્રિોફેસર અને અધ્યક્ષ શિક્ષણ વિભાગ,-દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી]. સાથે માત્ર અને પ્રફ લ્લના જ નહીં પણ પતે ખતમ થઈ જાય એવી હજાર તરકીબે શોધી આપે છે. કેન્સરનો ઉપાય જડશે ત્યારે જડશે પરંતુ મરવા માટે કેન્સરની ઝાઝી ગરજ ન રહે એવી ઘણી બાબતે વિજ્ઞાન આપણને આપતું રહે છે. આમ વિધાયક અને વિધ્વંસક બંને બાબતોને વિઘનની મદદ મળે છે એ સાચું હોવા છતાં ય વિધ્વંસક બાબતોને વિજ્ઞાનની મદદ વધારે મળતી હોય એવો વહેમ પડે છે. આ વહેમ નથી, પણ હકકીત છે એમ માનવા માટે ઘણા પુરાવા જડે છે જેમાં એકનો નિર્દેશ હું અહીં કરવા ધારું છું. આતરરાષ્ટ્રીય વિકાસની સમસ્યાઓના અભ્યાસ માટે નિમાયેલા એક સ્વત્ર કમિશનના હેવાલ થોડા જ દિવસે પર બહાર પડયો. આ હેવાલનું નામ છે : “North-South': A Programme For Survival. આ કમિશનના અધ્યક્ષ વિલિ બ્રાન્ટ હતા. આ હેવાલની પ્રસ્તાવનામાં વિલિ બ્રાન્ચે લશ્કરી શસ્ત્રસરંજામ પાછળ થતો ખર્ચ માનવવિકાસના માર્ગમાં કેવી રુકાવટો ઊભી કરે છે તેની વાત કરી છે. દુનિયા આજે દર વર્ષે ૪૫૦ અબજ ડોલરનો ખર્ચ લશ્કર પાછળ કરી રહી છે. વિકાસ માટે જે સત્તાવાર મદદ જુદા જુદા દેશને આપ વામાં આવે છે તે મદદનું પ્રમાણ આ જંગી ખર્ચના માંડ પાંચ ટકા જેટલું થવા જાય છે. થોડીક વિગત આ રહી : (૧) માત્ર અડધા દિવસના લશ્કરી ખર્ચમાંથી વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશનને મેલેરિયા- નાબૂદી કાર્યક્રમ ચલાવી શકાય. (૨) એક અદ્યતન ટેન્ક દસ લાખ ડૉલરની થાય છે. આટલા ખર્ચમાંથી એક લાખ ટન ચેખાને સંગ્રહ કરવાની સુવિધા ઊભી થઈ શકે જેને પરિણામે દર વર્ષે ચાર હજાર ટન ચેખા સડતા બચે. એક માણસ એક રતલ ચેખા પર એક દિવસ નભી શકે. આ જ રકમમાંથી ત્રીસ હજાર બાળકો માટે એક હજાર વર્ગખંડ ઊભા કરી શકાય. (૩) એક જેટ ફાઈટરની કિંમત બે કરોડ ડૉલર જેટલી થાય છે. આ રકમમાંથી ૪૦ હજાર ગામમાં દવાખાનાં શરૂ થઈ શકે. ' (૪) એક વર્ષના લશ્કરી ખંના એક ટકા જેટલી રકમના અડધા ભાગમાંથી દુનિયા માટે ખેતીનાં સાધનો વસાવી શકાય જેથી ઓછી આવકવાળાં રાષ્ટ્રોની અનાજની તંગી સન ૧૯૯૦ સુધીમાં નિવારી શકાય. આ જ હેવાલમાં વિલિ બ્રાન્ચે કહેલી એક વાતને એના પિતાના શબ્દોમાં રજૂ કરવાને લેભ હું નથી રોકી શકતો. એ કહે છે: History has taught us that wars produce hunger, but we are less aware that mass poverty can lead to war or end in chaos. While hunger rules peace cannot prevail. He who wants to ban war must also ban mass poverty. Morally it makes no difference whether a human being is killed in war or is condemned to starve to death because of the indifference of others. આ બધી વાતને સાર તે એટલે જ કે દુનિયામાંથી રોગ, ભૂખમરો અને અજ્ઞાન (નિરક્ષરતા) લગભગ દૂર કરી શકાય તેમ છે. ખરી વાત તો એ છે કે આપણી આંખ ખમી શકે એના કરતાં ય વધારે પ્રકાશને કારણે માનવજાતને જાણે ઝળઝળીયાને અનુભવ થઈ રહ્યો છે. ' “વિકાસ” શબ્દને આજે માત્ર અર્થશાસ્ત્રની સીમમાં પૂરી દેવામાં આવ્યો છે. ‘વિકાસ’ શબ્દની આજુબાજુ બે સંકલ્પનાઓ ચકી કરતી રહે છે : (પરકેપિટા ઈન્કમ ) (૧) માથાદીઠ વાર્ષિક આવક આજના વિજ્ઞાન વિકાસની એક વિચિત્રતા જાણી રાખવા જેવી . છે. એ માણસના પ્રફલનને સંકરે તેવી એક ભેટ ધરે તે
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy