SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૮૧ - પ્રબુદ્ધ જીવન ૧૯૧ રીતે વધતી જાય છે તે પરથી આ વર્ષ કોઈ સળંગ સંવતનાં હોવાનું 'નિશ્ચિત છે. આ સંવત શક સંવત છે, એવું પણ લગભગ નિશ્ચિત છે. રાજકીય ઈતિહાસના સાધન તરીકે પશ્ચિમી ક્ષત્રના નાના ચાંદીના સિક્કા ગુપ્ત સમ્રાટોના મેટા સોનાના સિક્કાઓ કરતાં ય વધુ ઉપયોગી નીવડયા છે. સિબ્બલેખે ન હોત તે ક્ષત્રપવંશને. ઈતિહાસ ઈતર સાધન પરથી ઘણા અલ્પ પ્રમાણમાં જાણી શકાત. દ્રદામા પહેલાના જૂનાગઢ શૈલ લેખ પરથી એના રાજ્ય પ્રદેશો એના આનર્ત સુરાષ્ટ્રના રાજયપાલ, એ પ્રાંતનું વડું મથક, ગિરિનગર, ત્યાંનું સુદર્શન જળાશય, તેના નિર્માણને ઈતિહાસ તેના સેતુ (બંધ)ને પૂરથી નાશ ને એનું પુન:નિર્માણ ઈત્યાદિ અનેક બાબતે જાણવા મળે છે. મૈત્રકંકાલીન રાજાનાં એકથી વધુ તામ્રશાસન મળ્યાં છે જેમાં તે તે રાજાએ કરેલાં ભૂમિદાનને લગતાં રાજશાસન તામ્રપત્ર પર કોતરેલાં છે અને તે પરથી મૈત્રક વંશના રાજાઓની વંશાવળી તથા સાલવારી ગોઠવી શકાય છે. તામ્રપત્રલેખે રાજકીય ઈતિહાસ અને રાજયતંત્ર માટે કેટલાં ઉપયોગી નીવડી શકે તેનું ઉત્તમ દષ્ટાન્ત મૈત્રકોનાં તામ્રપત્રો પૂરું પાડે છે. અભિલેખો ઉપરથી એ જાણવા મળે છે કે મૈત્રક રાજયના અંત પછી તળ-ગુજરાતમાં દખ્ખણના રાષ્ટ્રકૂટોની લાટ શાખાનું રાજય પ્રવર્તે જયારે સૌરાષ્ટ્રમાં સૈન્ય, ચાલુકા અને ચાપનાં સ્થાનિક રાજય હતાં ને તેના પર ઉત્તરના પ્રતીહારોનું આધિપત્ય રહેલું. સોલંકીકાલના સમકાલીન સાહિત્યમાં ખૂટતા અંકોડા પૂરવા માટે તથા અનુકાલીન સાહિત્યમાં આપેલા વૃત્તાંતેને ચકાસવા માટે તેઓના સમકાલીન અભિલેખ જ ઉપકારક નીવડે છે. સિદ્ધરાજ જયસિંહનો સમય તથા કાલાનુક્રમ અભિલેખના આધારે જ નક્કી કરી શકાય છે. પ્રબંધોમાં આવેલાં વર્ષ સમકાલીન અભિલેખના આધારે સુધારવાનું બની શક્યું છે. તે ડૉ. શાસ્ત્રીએ કુમારપાલના રાજયકાલ સંદર્ભે જણાવ્યું હતું. વસ્તુપાલ તેજપાલની નિયુકિત ળકાના રાણા વીરધવલના મહામાત્યપદે કયારે થઈ તે વિષે પ્રબંધે મૌન છે જયારે વસ્તુપાલ-તેજપાલના ગિરનારના શિલાલેખમાં જણાવાયું છે કે તેજપાલ સં. ૧૨૭૬થી ગુર્જર મંડલમાં મુદ્રાવ્યાપાર ચલાવતે હતો. - સોમનાથ મંદિર ઉપર મુસ્લિમ ફોજને હુમલો કયારે થયેલ તે સોમનાથ પાટણમાં મળી આવેલા સં. ૧૩૫૫ના શિલાલેખ પરથી જાણી શકાય છે. હળવદની વાવને શિલાલેખ ત્યાંના ઝાલા રાજાઓની દરેકની માતાના નામનિર્દેશ સાથે વંશાવળી આપે છે. ગુજરાતના જુદા જુદા ભાગના સ્થાનિક ઈતિહાસ માટે અભિલેખામાંથી સારા પ્રમાણમાં સામગ્રી મળે છે. જે “મિરાતે અહમદી” જેવા ગ્રંથમાં પણ અપ્રાપ્ય છે. મુઘલ બાદશાહના ગુજરાતના અનેક સ્થળોના અમલદારો તથા જાગીરદારોનાં નામ તથા તેઓનાં સમયની માહિતીનું એકમાત્ર સાધન આ અભિલેખ છે. સંસ્કૃત ગુજરાતી અભિલેખે ખાસ કરીને સૌરાષ્ટ્રના મુઘલકાલના સ્થાનિક હિંદુ રાજયના ઈતિહાસ માટે સવિશેષ ઉપયોગી નીવડે છે. આમ અતીત કાલને લગતા અભિલેખે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પૂર્વકાલ માટે કેટલા બધા ઉપકારક નીવડે છે તે ડો. શાસ્ત્રીએ અનેક દષ્ટાન્તો આપીને વિસ્તારથી જણાવતાં ઈતિહાસજ્ઞાનની નવી કેડી નિર્માણ થતી હોવાનું અનુભવાયું. ધર્મ બીજા વ્યાખ્યાનો વિષય હતો ધર્મ. પ્રાચીન પ્રજાજીવનના પ્રધાન પરિબળ સમા અને સાંસ્કૃતિક જીવનના વિશાળ ક્ષેત્ર માં ધર્મ વિશેના જુદી જુદી લિપિમાં કોતરવામાં આવેલા શિલાલેખે, તામ્રપત્ર લેખો, પ્રશસ્તિ લેખો, પ્રશસ્તિ શ્લોકો તથા ધાતુપ્રતિમા લેખે, મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, અનુમૈત્રક, સોલંકી, સલતનત, મુઘલ, મરાઠા તથા બ્રિટિશ આ ભિન્ન ભિન્ન કાળખંડોમાં કોણે કોણે મંદિરો ચણાવ્યાં, કોણે રૌ અને જિનાલય બંધાવ્યાં, કોણે શા નિમિત્તે વાવ, કૂવા અને તળાવ ખોદાવ્યાં, કોણે ભૂમિદાન કર્યા તથા ભિન્ન ભિન્ન કાળમાં પ્રજાની ધર્મભાવનાઓ કેવે કેવૈ સ્વરૂપે સાકાર થતી, આ તમામ હકીકતે ઉપર જે પ્રકાશ પાડે છે તેને ડૅ. શાસ્ત્રીએ ખરી ઝણવટથી ને વિસ્તારથી ખ્યાલ આપ્યો. તેમણે કહ્યું: “ઐતિહાસિક કાલના અભિલેખમાં સહુથી પ્રાચીન અભિલેખ અશોકના ગિરનાર શૈલ લેખ છે. આ સ્પષ્ટત : ધર્મવિષયક લેખે છે. એમાં રાજા અશોકે પોતાની ઉદાત્ત ધર્મભાવનાનું તથા તેના વ્યાપક પ્રસાર માટે પોતે લીધેલાં વિવિધ પગલાંનું નિરૂપણ કર્યું છે. ગુજરાતમાં પૂર્વકાર્ય (વાવ, કૂવા, તળાવ વગેરે બંધાવવાનાં લોકોપયોગી કાર્યોને પૂર્વકાર્ય કહે છે)ને લગતા સહુથી પ્રાચીન અભિલેખ ક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ પહેલાના રાજયકાલ (ઈ. સ. ૧૮૧)ને ગુંદા શિલાલેખ છે. સર્વ દાનમાં શ્રેષ્ઠ લેખાતા ભૂમિદાનને લગતું પ્રાચીન તામ્રપત્ર રાલા (તા. છોટાઉદેપુર જિ. વડોદરા)માંથી મળેલું ખંડિત તામ્રપત્ર છે. ભૂમિદાનને જેમને મન ઘણે મહિમા હતો તે વલભીના મૈત્રક રાજાએ (કુલ ૧૯)નાં સાથી વધુ તામ્રપત્ર મળ્યાં છે. તેમાં દાતા તરીકે રાજાની તથા એના પુરોગામીઓની આપેલી પ્રશસ્તિઓમાંથી એ કાલની ધર્મભાવના પ્રતિબિંબિત થાય છે. અનુમૈત્રક કાલ દરમિયાન પણ રાજાઓની ભૂમિદાનની પ્રવૃત્તિ ચાલુ રહી તેવું તેઓનાં દાનશાસને પરથી માલૂમ પડે છે. સેલંકીકાલનાં તામ્રપત્રો તથા શિલાલેખ પરથી એ કાલની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી મળે છે. શ્રીસ્થલ (સિદ્ધપુર)માં રુદ્રમહાલય મૂલરાજ પહેલાના સમયમાં પણ અસ્તિત્વ ધરાવતું હોવાનું એના સં. ૧૦૪૩ના તામ્રપત્ર પરથી માલૂમ પડે છે. વળી જાણવા મળે છે કે સેલંકી રાજાઓને કુલ ધર્મ માહેશ્વર હતે. ભાવિક રાજાઓ પોતાનાં માતાપિતાને નામે નવાં દેવાલય ખાસ કરીને શિવાલય બંધાવતા. સોલંકી રાજાએ સોમનાથના પરમભકત હતા. શિલાલેખ પરથી બ્રાહ્મણો, ગોત્ર, ધર્મ સંપ્રદાય, જૈન સૂરિ ગચ્છા અને ધાર્મિક માન્યતાઓ તથા ક્રિયા વિશે પણ રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. કેટલાક શિલાલેખમાં વિષ્ણુપૂજાના ઉલ્લેખો આવે છે. ભાવ બૃહસ્પતિએ વિષ્ણુપૂજન વૃત્તિઓને ઉદ્ધાર કર્યો. સેલંકી કાલમાં સૂર્ય પૂજા પણ પ્રચલિત હતી. વસ્તુપાલે ખંભાત પાસેના નગરમાં જમાદિત્ય નામે સૂર્યની મૂર્તિ પાસે તેમની બે પત્ની રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓ પધરાવી હતી. સોલંકી કાલમાં અહીં બૌદ્ધ ધર્મ લુપ્ત થઈ ચૂકેલો હતો. જયારે જૈન ધર્મના * ઘણે અભ્યદય થયો હતો. સેલંકી કાલની મસ્જિદને લગતા સહુથી રસપ્રદ અભિલેખ વેરાવળ પાટણમાં જળવાયા છે. આવી આવી ઘણી માહિતીથી વકતાએ પોતાના વ્યાખ્યાનને સમૃદ્ધ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સલ્તનત કાલના સંસ્કૃત અને ગુજરાતી અભિલેખે પૈકીના શિલાલેખમાં દેવાલ, વાવ, કૂવા વગેરે પૂર્તકાર્યોના નિર્માણ કે જીર્ણોદ્ધારની હકીકત આપેલી છે. સલતનત કાળના અરબી-ફારસી અભિલેખમાંથી ગુજરાતની અનેક મસ્જિદોના નિર્માણની હકીકત જાણવા મળે છે. મુઘલકાળના અભિલેખોમાં સંસ્કૃત ગુજરાતી અભિલેખે મુખ્યત્વે દેવાલયો તથા જિનાલના નિર્માણ
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy