SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રશુદ્ધ જીવન ગુજરાતના અભિલેખા : ઐતિહાસિક સામગ્રી તરીકે: ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનાં મુબઇ યુનિવર્સિટી વ્યાખ્યાના સોંકલનઃ કૃષ્ણવીર દીક્ષિત [૧] સુપ્રસિદ્ધ ઈતિહાસજ્ઞ, વિદ્રાન સંશોધક અને અધ્યાપક ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ મંગળવાર તા. ૧૦-૨-૧૯૮૧થી શનિવાર તા. ૧૪-૨-૧૯૮૧ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં પાંચ વ્યાખ્યાન આપ્યાં. તેના વિષય હતા, “ગુજરાતના અભિલેખા; ઐતિહાસિક સામગ્રી તરીકે.” માવજતની દષ્ટિએ વિષયની વિચારણાના વ્યાપમાં સમાતા ઉપવિષયો આ પ્રમાણે હતા: રાજકીય ઈતિહાસ; ધર્મ; વિદ્યા; કલા અને સાહિત્ય; સામાજિક અને આર્થિક ઈતિહાસ, તથા ભાષા લિપિ અને કાલગણના. આ પ્રસંગે પ્રમુખપદે હતા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રમણલાલ સી. શાહ પહેલે દિવસે વકતાનું સ્વાગત કરતાં ડૉ. રમણલાલ શાહે તેમની પ્રતિભાના અને વિદ્રાન તથા ઈતિહાસ સંશોધન ક્ષેત્રે તેમણે કરેલા મહત્ત્વના અને મૂલ્યવાન પ્રદાનનો ખ્યાલ આપ્યો હતો. ડો. શાસ્ત્રીને સંસ્કૃત સાહિત્ય તથા પ્રાકૃત-સંસ્કૃત અભિલેખાને લઈને પ્રાચીન ઈતિહાસમાં રસ જાગ્યો હતો. ૧૯૪૭માં એમણે અભિલેખ વિદ્યા એ સંસ્કૃત વિષય સાથે ભેા. જે. વિદ્યાભવનમાંથી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી હતી. આ વિષયનું માર્ગદર્શન એમણે આપણા મહાવિદ્રાન શ્રી રસિકલાલ છે. પરીખ પાસેથી મેળવેલું. ડો. શાસ્ત્રીને પ્રાચીન લિપિના અભિલેખા ઉકેલવામાં અને એમાંની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી તારવવામાં સારી એવી ફાવટ છે. “હડપ્પા ને મોહે-જો-દડો' એ એમના મૌલિક ઈતિહાસ ગ્રન્થ છે. “મૈત્રકકાલીન ગુજરાત” એ પુસ્તકને ૧૯૫૧-૫૫નો ઈતિહાસ સંશોધનને લગતા નર્મદ સુવર્ણ ચન્દ્રક તથા એમની ઈતિહાસ સંશાધનની સેવાને ખ્યાલમાં લઈ ૧૯૬૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયો છે. પ્રાસ્તાવિક વકતવ્ય વ્યાખ્યાન વિષયના પ્રાસ્તાવિક વકતવ્યમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ અભિલેખ વિદ્યા એ ૧૯૪૦થી પાતાની અભિરુચિ તથા અધ્યયનન વિશિષ્ટ વિષય હોવાનું જણાવીને અભિલેખ એટલે કોઈ.પણ પદાર્થ પર કોતરેલું લખાણ એમ અર્થ સ્પષ્ટ કર્યા પછી અભિલેખામાં શિલાલેખા, તામ્રપત્ર લેખો, ધાતુપ્રતિમા લેખો ઉપરાંત સિક્કાઓ તથા મુદ્રાંકો પર અભિલિખિત બીબાં વડે અંકિત કરેલાં લખાણાનો પણ સમાવેશ થતો હોવાનું જણાવ્યું હતું. ઈતિહાસના એક મહત્ત્વના સાધન લેખે અભિલેખનું મહત્ત્વ દર્શાવી વકતાએ કહ્યું હતું કે, “ભારતના રાજકીય ઈતિહાસના અન્વેષણ, સંશોધન અને નિરૂપણમાં અભિલેખાનું મહત્ત્વનું પ્રદાન છે, કેમકે અભિલેખો સમકાલીન અને હસ્તપ્રતાના પાઠની અપેક્ષાએ ધ્રુવ-અવિકારી પાઠ ધરાવતા સાધન તરીકે સાહિત્યિક સાધન `કરતાં ય વધુ ઉપકારક નીવડે છે. અભિલેખા દ્વારા કઈ કઈ માહિતી ઉપલબ્ધ થતી હોય છે તે જણાવીને વકતાએ રાજકીય ઈતિહાસ માટે તથા સાંસ્કૃતિક ઈતિહાસનાં અનેકવિધ પાસાં માટે અભિલેખની સાધન તરીકેની ઉપયોગિતા તથા સમકાલીન સાધન તરીકેની એની ધ્યેયતા દર્શાવી હતી. ખાસ કરીને વ્યકિતવિશેષો, સ્થલવિશેષો અને ઘટનાવિશેષોની બાબતમાં અભિલેખા મહત્ત્વ દર્શાવીને વકતાએ અભિલેખોનો પતિસર અભ્યાસ કરવાની વિદ્યાને “અભિલેખ વિદ્યા” કહે છે એમ વિષયની વ્યાખ્યા બાંધી તા. ૧-૩-૮૧ હતી. ભારતમાં અભિલેખ વિદ્યાનાં પગરણ ૧૮મી સદીના છેલ્લા ચરણમાં થયાં હોવાનું જણાવતાં એમણે એ પણ કહ્યું કે ગુજરાતની અભિલેખ વિદ્યાને લગતું કોઈ ખાસ પુસ્તક તૈયાર કરાયું નથી. સંશેાધનનાં સામિયકોમાં તથા બુદ્ધિપ્રકાશ, પુરાતત્ત્વ, સ્વાધ્યાય અને પથિક જેવાં ગુજરાતી સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા અભિલેખામાં ગુજરાતના પણ અનેક અભિલેખા હોવાનું જણાવીને વકતાએ તેનું વંશવાર તથા વર્ષવાર વર્ગીકરણ કરીને સંગ્રહરૂપે ગ્રંથસ્થ કરવાનું સૂચવ્યું હતું. ગુજરાતના અભિલેખાના આવા કેટલાક સંગ્રહ પ્રકાશિત થયા છે તે કહીને એક જાણવા જેવી હકીકત તેમણે એ કહી કે ગુજરાતમાં જળવાયેલા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ અભિલેખોની કુલ સંખ્યા આશરે દસ હજારની અંદાજી શકાય. તેમણે તેમાંના ખારા નોંધપાત્ર અભિલેખાના ઉલ્લેખ કર્યા હતા. ઈતિહાસની અર્વાચીન વિભાવનામાં રાજકીય ઈતિહાસ કરતાં ય સાંસ્કૃતિક ઈતિહાસને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતના ઘણા અભિલેખ ધર્મ-દાન તથા મંદિરાદિ નિર્માણને લગતાં હોઈ તે તે સમયના સંપ્રદાયો, દેવાલયો, પ્રતિમા, મહંતા, બ્રાહ્મણા, યજ્ઞો, સ્તૂપો, વિહારો, જલાશયા, મસ્જિદે વગેરેની માહિતી પૂરી પાડે છે. કેટલાક અભિલેખામાં તે તે સમયની કેટલીક સામાજિક અને આર્થિક બાબતોના પણ પ્રાસંગિક ઉલ્લેખ આવે છે. આ સર્વ કહ્યા પછી પ્રાચીન કાલના ઈતિહાસ માટે અભિલેખા સાહિત્યિક સામગ્રી કરતાં વધુ ઉપયોગી હોવાનું જણાવીને ડો. શાસ્ત્રીએ ગુજરાતના અભિલેખોનું અધ્યયન રાજકીય ઈતિહાસ, ધર્મ, વિદ્યા, કલા અને સાહિત્ય, સામાજિક ઈતિહાસ અને આર્થિક ઈતિહાસ તથા ભાષા લિપિ અને કાલગણના ઈત્યાદિના સંશોધનમાં કેવું મહત્ત્વ ધરાવે છે તેની સદષ્ટાન્ત સમીક્ષારૂપે પ્રથમ વ્યાખ્યાન “રાજકીય ઈતિહાસ” આપ્યું હતું. આ વ્યાખ્યાનમાં વકતાએ શિલાલેખા, સિક્કાઓ, તામ્રપત્ર લેખા તથા પાળિયાલેખા, મૌર્યકાલ, ગુપ્તકાલ, શત્રુપકાલ, મૈત્રકકાલ, ગુજરાતના ઈતિહાસના સુવર્ણકાલ સમે સાલંકીકાલ, મુઘલકાલ તથા મરાઠાકાલની જાણવા જેવી કિન્તુ સાહિત્યિક ગ્રંથોમાં અનુપલબ્ધ એવી ઐતિહાસિક માહિતી પ્રકાશિત કરવામાં કેટલા બધા ઉપકારક નીવડયા છે તે વિસ્તારથી કહ્યું હતું. તેમના વકતવ્યમાંના કેટલાક અંશ ઈતિહાસ દષ્ટિએ અત્યંત મહત્ત્વના અને એટલા જ રસપ્રદ પણ છે. જેમ કે તેમણે કહ્યું: ઐતિહાસિક કાલના ગુજરાતના અભિલેખામાં સહુથી પ્રાચીન અભિલેખ મૌર્ય રાજા અશોકના ગિરનાર શૈલ લેખ છે. ગિરનાર-જૂનાગઢ માર્ગ પર દામોદર કુંડ પાસે આવેલા એ શૈલની બીજી બાજુ પર મહાક્ષત્રપ રૂદ્રદામાન લેખ કોતરેલા છે. તે લેખ પરથી સમીપમાં આવેલા સુદર્શન નામે જળાશય વિષે જે માહિતી મળે છે તેને આધારે એ પ્રદેશમાં મૌર્ય વંશના સ્થાપક રાજા ચન્દ્રગુપ્તનું તથા તેના પૌત્ર અશાકનું શાસન પ્રવ† હોવાની પ્રતીતિ થાય છે. આ અભિલેખો ન હોત તો અહીં એ મૌર્ય રાજવીઓની સત્તા પ્રવર્તી હોવાનું જાણવા ન મળ્યું હોત. રૂદ્રદામાના શૈલ લેખ પોતાના સમયના જ નહિ, પોતાની પહેલાંના છેક મૌર્યકાલ જેટલા પ્રાચીન કાલના ય ઈતિહાસ માટે ઘણી ઉપયોગિતા ધરાવે છે. મિનન્દર અને અપલદત્ત રાજાના સિક્કાઓ અનુમૌર્ય કાલના અલ્પજ્ઞાત ઈતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પાડે છે. ક્ષત્રપર્વંશના રાજાઓના શિલા લેખા તથા સિક્કાલેખામાં વર્ષની સંખ્યા સળગ
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy