________________
તા. ૧-૩-૮૧
સમભાવ અથવા વિભાવનાં તત્ત્વમાં છે. સ્વભાવથી પરિણમીત આચરણ સદાચાર છે અને વિભાવ અથવા પરભાવનું પરિણમીત આચરણ દુરાચાર છે.
પ્રબુદ્ધ જીવન
અહીંયા આપણે સમતાનાં સ્વરૂપ ઉપર પણ વિચાર કરી લેવા પડશે. સામાન્ય રીતે સમતાનો અર્થ પરભાવથી પાછા ફરી સ્વભાવ દશામાં સ્થિર થવું તે છે, પરંતુ આપણી વિવિધ વિચારશ્રેણીઓની દષ્ટિએ જુદી જુદી સ્થિતિઓમાં એને જુદા જુદા નામેાથી બેલવામાં આવે છે. આધ્યાત્મિક દષ્ટિએ સમતા અથવા સમભાવના અર્થ રાગપથી પર થઈને વીતરાગતા અથવા અનાસકતભાવની પ્રાપ્તિ થવી તે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી માનસિક સમતાનો અર્થ બધી ઈચ્છાઓ, અપેક્ષાઓ વગરનાં મનની શાંતિ અને વિક્ષોભરહિત અવસ્થા. આ સમત્વ જયારે આપણા સામુદાયિક અથવા સામાજિક જીવનમાં પરિણમે છે ત્યારે આપણે તેને અહિંસાનાં નામથી રજૂ કરીએ છીએ. વૈચારિક દષ્ટિએ આને આપણે આગ્રહ વગરનું અથવા અનેકાંત દષ્ટિ કહીએ છીએ. જયારે આપણે આજ સમત્વનો વિચાર આર્થિક દષ્ટિએ કરીએ ત્યારે તેને અપરિગ્રહનાં નામથી જાણીએ છીએ. સામ્યવાદના સિદ્ધાંત આ જ અપરિગૃહવૃત્તિને આધુનિક શબ્દ છે. આ સમત્વ જ માનસિક ક્ષેત્રમાં અનાસકિત અથવા વિતરાગતાનાં રૂપમાં, સામાજિક ક્ષેત્રમાં અહિંસાનાં રૂપમાં, વૈચારિકતાનાં ક્ષેત્રમાં અનાગ્રહ કે અનેકાન્તનાં રૂપમાં અને આર્થિક ક્ષેત્રમાં અપરિગ્રહનાં રૂપમાં રજૂ કરવામાં આવે છે. તેથી સમત્વ નિર્વિવાદ રૂપે સદાચારના સાચા માપદંડ છે તેમ સ્વીકારી શકાય. પરંતુ “સમત્વ”ને સદાચારનાં માપદંડ તરીકેના સ્વીકાર કરતાં પણ આપણે તેનાં વિવિધ પાસાંઓ ઉપર પણ વિચાર કરવા પડશે. કારણ કે સદાચારના સંબંધ આપણાં સાધ્યની સાથે સાથે એ સાધનાની સાથે પણ છે કે જેના દ્વારા આપણે તેને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ અને જે રૂપમાં તે આપણા વ્યવહારમાં અને સામુદાયિક જીવનમાં પ્રગટ થાય છે.
જયાં વ્યકિતનાં ચિંતન અથવા આંતરિક સમત્વના પ્રશ્ન છે ત્યાં આપણે તેને વીતરાગ મનોદશા અથવા અનાસકત મનની વૃત્તિની સાધના માની શકીએ છીએ. તે પણ સમત્વની સાધનાનું આ સ્વરૂપ વ્યકિતગત તથા આંતરિક જીવન સાથે વધુ સંબંધીત છે. આ વ્યકિતની મનોદશાનો પરિચય કરાવે છે. એ બરાબર છે કે વ્યકિતની મને દશાને પ્રભાવ તેનાં આચરણ ઉપર પણ પડે છે અને આપણે વ્યકિત કે આચરણનું મૂલ્યાંકન કરતી વખતે તેના એ આંતરિક પક્ષ પર પણ વિચાર કરીએ છીએ; પરંતુ આપણા આ સદાચાર અને દુરાચારને પ્રશ્ન આપણા વ્યવહારનાં બાહ્યપક્ષ અથવા સામુહિકની સાથે વધારે જોડાયેલા છે. જ્યારે પણ આપણે સદાચાર કે દુરાચારનાં માપદંડની વાત કરીએ છીએ ત્યારે આપણી દષ્ટિ તે વ્યકિતનાં આચરણનાં બાહ્ય પક્ષ ઉપર અથવા તે આચરણથી બીજા ઉપર શું પ્રભાવ અથવા પરિણામ આવે છે તેનાં ઉપર હોય છે. સદાચાર અથવા દુરાચારનો પ્રશ્ન ફકત કર્તાનાં આંતરિક મનનાં ભાવા અથવા વ્યકિતગત જીવન સાથે સંબંધિત નથી, પરંતુ તે આચરણનું બાહ્ય સ્વરૂપ તથા આપણા સામાજિક જીવનમાં તે આચરણનાં પરિણામા ઉપર પણ વિચાર કરે છે. અહીંયા આપણે સદાચાર અને દુરાચારની વ્યાખ્યા માટે એવું સંશોધન કરવું પડશે કે જે આચારનાં બાહ્યપક્ષ અથવા આપણા વ્યવહારનાં સામાજિક પક્ષને પણ તેમાં સમાવી શકે. સામાન્ય રીતે ભારતીય ચિંતનમાં આ માટે સર્વ સામાન્ય દષ્ટિકોણ એ છે કે પરોપકાર જ પુણ્ય છે અને પરપીડા તે પાપ છે. તુલસીદાસે તેના માટે નીચે દર્શાવેલા શબ્દો પ્રગટ કર્યા છે.
પરિહત સરિસ ધરમ નહિ ભાઈ, પર-પીડા સમ નહિ અધમાઈ. અર્થાત જે આચરણ બીજા માટે કલ્યાણકારી અથવા હિતકારી
له
૧૮૯
છે તે સદાચાર છે, પુણ્ય છે અને જે બીજા માટે અકલ્યાણકારી છે, અહિતકારી છે તે દુરાચાર છે. જૈન ધર્મમાં સદાચારનાં એક એવા જ કાયમી માનદંડની ચર્ચા આચારાંગ સૂત્રમાંથી મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “ભૂતકાળમાં જેટલાં અર્જુન થઈ ગયા. વર્તમાનકાળમાં જેટલા અર્જુન છે અને ભવિષ્યકાળમાં જેટલા અર્જુન થશે એ બધાં જ આ ઉપદેશ આપે છે કે બધા જ પ્રાણીઓ, બધા જીવો અને બધા સત્ત્વોને કોઈ પણ પ્રકારનું પરિતાપ, ઉર્દૂ ગ કે દુ:ખ ન દેવું જોઈએ, ન કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ. આ જ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે.” પણ ફકત બીજાની હિંસા નહીં કરવાના અહિંસાનાં નિષેધાત્મક. પક્ષનું અથવા બીજાનાં હિત – સાધનને જ સદાચારની પરીક્ષા ન માની શકાય, એવી અવસ્થા શક્ય છે કે મારા અસત્ય Av$ ભાષણ અને અનૈતિક આચરણથી બીજાનું હિત સાધી શકાય અથવા આછામાં ઓછું કોઈનું અહિત ન થતું હોય, પણ આવા આચરણને શું આપણે સદાચાર કહેવાનું સાહસ કે હિંમત કરી શકીશું ? શું વેશ્યાવૃત્તિનાં માધ્યમથી ખૂબ જ ધન એકત્રિત કરી તેને લોકોનાં હિત માટે ખર્ચ કરવા માત્રથી કોઈ સ્રી સદાચારીની કક્ષામાં આવી શકશે ? કામવાસનાની સંતુષ્ટિનું એ રૂપ કે જેમાં બીજા કોઈ પ્રાણીની હિંસા નથી થતી તે દુરાચારની કોટિમાં નહીં આવે? સૂત્ર-કૃતાંગમાં સદાચારીના આવા દાવા અન્ય મતાવલંબી દ્રારા રજૂ પણ કરવામાં આવેલ હતો જેને મહાવીરે અમાન્ય કરી દીધા હતા. શું આપણે એ વ્યકિત કે જે લૂંટ કરીને તે સંપત્તિને ગરીબામાં વહેંચણી કરતા હોય તેને સદાચારી માની શકીશું? એક ચાર અને એક સંત બંને વ્યકિતને સંપત્તિના પાશમાંથી મુકત કરે છે તે પણ તે બન્ને સમાન કક્ષાનાં નહીં માની શકાય. ખરેખર સદાચાર અને દુરાચારના નિર્ણય ફકત એક જ આધાર ઉપર નથી થઈ શકતા. તેમાં આચરણનાં પ્રેરક એનાં આંતરિક મન એટલે કે તેની મનેાદશા અને આચરણનાં બાહ્ય પરિણામ અર્થાત્ સામાજિક જીવન ઉપર તેની અસર બંને વિચારવા યોગ્ય છે. આચારની શુભાશુભતા વિચાર ઉપર અને વિચાર અથવા મનોભાવોની શુભાશુભતા ખુદ વ્યવહાર ઉપર આધાર રાખે છે. સદાચાર અને દુરાચારનું માનદંડ તો એવું હોવું જોઈએ જે આ
બંનેનો સમાવેશ કરી શકે.
સામાન્ય રીતે જૈનધર્મ સદાચારનાં કાયમી માનદંડ તરીકે અહિસાના સ્વીકાર કરે છે પણ અહીંયાં આપણે એ વિચારવું પડશે કે કોઈને દુ: ખ કે પીડા ન દેવી, કોઈની હત્યા ન કરવી, આ જ માત્ર અહિંસા છે? જે અહિંસાની માત્ર આટલી જ વ્યાખ્યા હોય તે પછી તે સદાચાર અને દુરાચારનું માનદંડ નથી બની શકતું. જયારે જૈન આચાર્યોએ હમેશાં તેને સદાચારના એક માત્ર આધાર છે એમ રજૂ કરેલ છે. આચાર્ય શ્રી અમૃતચંદજીએ કહ્યું છે કે જૂઠ્ઠું બાલવું, ચારી કરવી, અબ્રહ્મચર્ય સેવવું, પરિગ્રહ વગેરે પાપાનાં જે અલગઅલગ નામેા આપવામાં આવ્યાં છે તે ફકત શિષ્યબાધ માટે છે. મૂળમાં તે એ બધી જ હિંસા જ છે. જૈન આચાર્યએ અહિંસાને વિસ્તૃત રૂપમાં વિચારેલ છે. તે આંતરિક પણ છે અને બાહ્ય પણ છે. તેના સંબંધ વ્યકિત સાથે છે અને સમાજ સાથે પણ છે. તેને જૈન પરપરામાં સ્વ-ની હિંસા અને પર-ની હિંસા એવા બેવિભાગેામાં વહેંચવામાં આવેલ છે. જયારે આપણા સ્વ-સ્વરૂપ અથવા સ્વરૂપન ઘાત થાય તે તે સ્વ-હિંસા છે અને જયારે તે બીજાનાં સુખને ઠેસ પહોંચાડે છે ત્યાં તે પરની હિંસા બને છે. સ્વ-ની હિંસાનાં રૂપમાં તે આંતરિક પાપ છે જ્યારે બીજી બાજુ પરની હિંસાનાં રૂપમાં તે સામાજિક પાપ છે, પરંતુ તેનાં આ બન્ને સ્વરૂપે દુરાચારની કક્ષામાં આવે છે. આપણા આ વિસ્તૃત અર્થમાં હિંસાને દુરાચારની અને અહિંસાને સદાચારની કસેાટી માની શકાય છે.
[અન્તુ : શ્રી સુનીલકુમાર સોમાણી ]