________________
૧૮૬
અને પછાત વર્ગ આ પડકાર સામે એટલું જ ઉગ્ર આંદોલન જગાવે તે – અને તે શરૂ થયું છે ખતરનાક પરિણામા આવે. સરકારે જે ફેરફારો સ્વીકાર્યા છે તે અત્યાર પૂરતા આછા નથી. તબીબી ક્ષેત્રે અનુસ્નાતક અભ્યાસ અને નોકરી માટે અનામત બેઠકોમાં તેજસ્વી વિદ્યાર્થી અને ડૅાકટરને અન્યાય છે અને લાહિત જોખમાય છે તે દલીલમાં વજુદ છે. પણ તેથી બધા ક્ષેત્રે અનામત બેઠકો રદ કરવાની માગણી કરી અને “અનામતવાદ ”સામે જેહાદ જગાવવી એ યા નથી.
પ્રબુદ્ધ અન
-ડાકટરો અને તબીબી વિદ્યાર્થીઆને નામે આ આંદોલન ચાલે છે. ૩૦ માણસાના ભાગ લીધો છે. આ પ્રશ્ન એવા ની કે તેના તાત્કાલિક ઉકેલ ન થાય તો કોઈ મહા અનર્થ થઈ જવાનો છે. અનામત બેઠકોની જરૂરિયાત વિષે ઘણું કહી શકાય તેમ છે. અનુસ્નાતક તબીબી ક્ષેત્રે અનામત બેઠકો રાખવી કે નહિ તે વિષે મતભેદને અવકાશ છે. પણ બીજા ક્ષેત્રે પણ તેની જરૂરિયાત છે, તે એટલું જ સ્પષ્ટ છે. આ આંદોલન ચાલુ રહે તે ડૉક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓના નામને કલંક લાગશે. તેથી મારા સ્પષ્ટ મત છે કે અત્યારના સંજોગામાં આ આંદોલન તત્કાલ બંધ કરવું જોઈએ અને સમગ્ર પ્રશ્નના રાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે વિચાર થવો જોઈએ, અનામત બેઠકો વિષેના મારા વિચારો હવે પછી લખીશ.
૨૨-૨-૧૯૮૧
સદાચારના પાચા
[] ચીમનલાલ ચકુભાઇ
આ વિષય ઉપર ડૉ. સાગરમલ જૈનના એક મનનીય લેખ આ અંકમાં પ્રકટ થાય છે. આ લેખમાં, જૈન ધર્મની દષ્ટિએ સદાચારના શાશ્વત માપદંડ શું લેખાય. તેની વિશદ્ સમીક્ષા કરી છે. સદાચાર એટલે શું અને સદાચાર શા માટે આ બે પાયાના પ્રશ્નો છે. સામાન્યપણે વ્યવહારમાં જેને સદાચાર માનવામાં આવે છે તેને આપણે સદાચાર ગણીએ છીએ. વ્યવહારનીતિ અથવા સામાજિક વર્તનના નીતિ નિયમે અને વિધિ નિષેધા દેશકાળ પ્રમાણે પલટાતાં રહે છે. એક પ્રકારના વર્તનને એક દેશમાં સદાચાર માનવામાં આવે અને બીજા દેશમાં તેને દુરાચાર અથવા અનાચાર માનવામાં આવે. એક જ દેશમાં એક નિયમ એક સમયે સદાચાર લેખાય. બીજા સમયે દુરાચાર અથવા આચારણ લાયક ન લેખાય. સ્ત્રી-પુરુષના સંબંધા, જીવનના વિવિધ ક્ષેત્રે થતા માનવવ્યવહારો વગેરે વિષયોના વિચાર કરીએ તો એમ લાગે કે શાશ્વત નીતિ એવું કાંઈ નથી, બંધને હોય તો માત્ર કાયદાનું અથવા સામાજિક પ્રતિષ્ઠાનું. આના પાયામાં ભય છે, સ્વૈચ્છિક સદાચાર નથી. વાસ્તવમાં, સામાજિક નીતિ નિયમો સદાચાર નથી પણ સદાચારનું બાહ્ય સ્વરૂપ અથવા દેહ છે. આ દેહ કાળકમે જડ અથવા ભારરૂપ બને છે અને નવા દેહ અથવા સ્વરૂપ ધારણ કરવું પડે છે. આપણે સદાચારના સનાતન સિદ્ધાંત વિચારવા છે. એવા સિદ્ધાંત ધર્મના પાયા લેખાય છે અથવા એવા સદાચાર એ જ ધર્મ છે. તે! એ સદાચાર શું અને શેને માટે એ પ્રશ્નો સદા પૂછાતા રહ્યા છે.
9-3-64
કહા, ચેતના કહેા, જે આ બધા વિચાર કરે છે અને અંતિમ નિર્ણય લે છે અથવા લેવાની શકિત ધરાવે છે. તેની શકિત અનંત છે.
બીજી રીતે કહીએ તો What is the fundamental principle of ethical conduct ? નૈતિક જીવનના પાયાના સિદ્ધાંત શું છે? નૈતિક જીવન એ જ મનુષ્યને માનવતા અર્પે છે, તેમાં જ તેનું શ્રેય છે એમ આપણે માનીએ છીએ, આપણે પોતે શુદ્ધ નૈતિક જીવન જીવી શકતા ન હોઈએ ત્યારે પણ નૈતિક જીવનની પ્રશંસા કરીએ છીએ અને તે જ સાચું જીવન છે એમ કહીયે છીએ. મોટા ભાગના માણસા નથી સંત કે નથી દુષ્ટ, સામાન્ય માનવી પ્રવાહપતિત જીવન જીવે છે. તે નથી સદાચારી, નથી દુરાચારી.
મનુષ્યમાં એક એવું તત્ત્વ છે જે તેને ભૌતિક અથવા દૈહિક જીવનથી ઉપર લઈ જવા સતત પ્રેરણા આપે છે. આહાર, નિદ્રા, ભગ, મૈથુન આ સંશા મનુષ્ય અને મનુષ્યેત્તર પ્રાણીસૃષ્ટિને સામાન્ય છે પણ ધર્મ કે નીતિને વિચાર મનુષ્યની વિશેષતા છે. મનુષ્યજાર પ્રાણીસૃષ્ટિનું જીવન પરંપરાગત પ્રણાલિકા Iistincts મુજબ વહ્યા કરે છે. માણસ વિચારવંત પ્રાણી છે- આત્મનિરીક્ષણ · કરી શકે છે. તેને સ્મૃતિ છે, ભૂતકાળની, બુદ્ધિ છે, વર્તમાન માટે, કલ્પના છે, ભવિષ્ય માટે. એ બધાથી પર એક તત્ત્વ છે, તેને આત્મા
¿
ધન, સી, કીતિ માટે માણસ જીવનભર વલખાં મારે છે. પણ તે સાથે જાણે છે અને અનુભવે છે કે તેમાં સાચું સુખ કે શાન્તિ નથી. કેટલાંક મૂલ્યો એવાં છે જેને માટે માણસ પોતાના સર્વસ્વનું, પેાતાના પ્રાણનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે અને તેમાં પેાતાનું શ્નોય માને છે, ધન્યતા અનુભવે છે. સત્યને ખાતર, ધર્મને ખાતર, દેશને ખાતર, કુટુમ્બ માટે કે બીજા એવા મહાન આદર્શ માટે માણસ ત્યાગ કરવા તૈયાર થાય છે. એક રીતે જોઈએ તો નાનામાં નાના અને ગરીબ માણસ પણ પ્રતિક્ષણ કાંઈને કાંઈ ત્યાગ કરતો હોય છે. ગરીબ માતા પોતે ભૂખી રહી બાળકને ખવડાવશે. સામાન્ય માણસ પણ પોતાના સગાસંબંધીની કે પડોશીની થોડી ઘણી સેવા કરતો હશે, તેને માટે કાંઈક ત્યાગ કરતો હશે.
તો પ્રશ્ન થાય કે જીવનનું ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન શું છે. સદાચાર, જીવનનું અંતિમ લક્ષ્ય પણ બને અને સાધન પણ બને, અહિંયા સાધ્ય સાધનની એકતા થાય છે.
ભારતીય દર્શના—ધર્મ માને છે કે જીવનનું અંતિમ લક્ષ્ય, મોક્ષ છે. મેક્ષના સિદ્ધાંતમાં, પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત અંત ર્ગત છે. મેાક્ષ એટલે શું એમ પૂછી એ તો જવાબ મળશે કે પુનર્જન્મના ફેરામાંથી મુકિત, પછી શું ? બીજો જવાબ મળશે, સ્વસ્વરૂપનું ભાન અને જ્ઞાન એટલે મેક્ષ અથવા આત્મશાન, તેની સાધના, અહિંસા, સંયમ, તપ અથવા રત્નત્રયી, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર. સમ્યક્ એટલે જે છે તે અથવા સત-સત્ય. મિથ્યાત્વ નહિ.
પણ બીજા ધર્મ છે, દર્શના છે જે માા અથવા પુનર્જન્મમાં માનત નથી. છતાં સદાચારને, નૈતિક જીવનને, સાચા સુખ અને શાશ્વત શાન્તિના એકમાત્ર માર્ગ માને છે; સ્વીકારે છે. આ અનુભવની ભૂમિકા છે, સંતપુરુષોના અનુભવ છે.
આ નૈતિક જીવન એટલે શું ? મહાવીરે અહિંસાને પાયાગ સિદ્ધાંત બનાવ્યો, બુદ્ધ કર્ણાને, શ્રીકૃષ્ણે અનાસકિતને, ક્રાઈસ્ટે પ્રેમને, ગાંધીજીએ સત્યને, પ્લેટોએ શાનને (Wisdom) કોઈએ ન્યાયને, કોઈએ સમાનતાને આવા એક સિદ્ધાંતમાંથી બીજા ઘણાં સદ્ગુણી-સદાચારના સ્વરૂપે આપેઆપ ફલિત થાય છે.
ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝરે આ સવાલ પાતાની જાતને પૂછ્યો હતો. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, ડૉ. સ્વાઈત્ઝર કોંગામાં હતા. કોંગા ફ્રેન્ચ સંસ્થાન હતું અને સ્વાઈત્ઝર, આલ્બેકના. જે તે વખતે જર્મનીમાં હતું. તેથી સ્વાઈત્ઝરને કેદ કર્યા અને કોંગાના હબ્ની ચોકીદારો તેમના પર મૂકયા. આ હબ્નીઓ ડૉ. સ્વાઈત્ઝરને પૂછતા કે તમે અમને ઈસુ ખ્રિસ્તના પ્રેમનો સંદેશ આપેા છે. તમે જીવન સમર્પણ કરી અમારી સેવા કરવા આવ્યા છે અને તમારા જ જાતભાઈ જે પોતાની જાતને ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓ કહેવડાવે છે તે અંદરઅંદર કપાઈ મરે છે અને તમારા જેવા સંતને જેલમાં ધકેલે છે. સ્વાઈત્ઝર વિચારવમળમાં ચડી ગયા. માનવી સંસ્કૃતિનું આટલું બધું અધ:પતન કેમ થયું? તેમણે લખ્યું I am borne in an age of spiritual decadence. à su બન્યું ? છેવટ એ નિર્ણય ઉપર આવ્યા કે We have lost Reverence for life which is fundamental principle of - ethical conduct. ડૉ. સ્વાઈત્ઝરે Reverence for life. | સિદ્ધાંત સમજાવતાં કહ્યું કે હિંસા અધપતનનું મૂળ છે. જીવ માટે આદર; એટલે કે અહિંસા, નૈતિક જીવનના પાયા છે અને ડૉ. સ્વાઈત્ઝરની અહિંસા એટલે જૈન ધર્મની અહિંસા, બેકટેરિયાથી