________________
૧૪૮
પ્રભુ જીવન
ડે. રમણભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક સંસ્કારવન્ત 'સાહિત્યિક સંસ્થા લેખે મહિમા કર્યા પછી કહ્યું હતું: “વર્ષોસુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક જૈન સાહિત્યવિભાગ રહેતા. કેટલાંક વર્ષથી હવે એ વિભાગ નથી. જૈન સાહિત્યને તેની વિશિષ્ટતા છે. તેની સમૃદ્ધિ અખૂટ છે અને અમૂલ્ય છે. સૂરત, પાટણ તથા રાજસ્થાન અને અન્યત્ર જૈન સાહિત્યની વીસ લાખ કરતાં વધુ હસ્તપ્રતા છે. તેનું સંશોધન હાથ ધરાય તે ૮૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી કામ થઈ શકે. કમનસીબે આ સંશોધનકાર્ય કરનાર વિદ્રાનો અલ્પ સંખ્ય છે. આવા સાહિત્ય સમારોહથી પ્રેરાઈને કોઈને રસ પડે તા 'રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સન્ઝાય વગેરેમાંથી કોઈ પણ એક સાહિત્ય પ્રકાર ઉપર સંશાધન કરી શકે એટલી અઢળક સામગ્રી છે. અલગ સાહિત્ય સમારોહ યોજવા પાછળ સંશોધન અને વિદ્યાવિસ્તારનું જ લક્ષ્ય છે. આ સમારોહ પૂરો થયા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વિક્સે એવી અભિલાષા છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી ની રતીલાલ કોઠારીએ કહ્યું:“મહાવીર જૈન વિદ્યાલય ૬૫ વર્ષ ઉપર કેવળ પંદર વિદ્યાર્થીઓથી શરૂ થયું હતું. આજે તેમાં ૭૫૦ વિદ્યાર્થીઓ છે. આ સંસ્થામાંથી છ હજાર વિદ્યાર્થીઓએ દુનિયામાં અને જીવનમાં યશ પ્રાપ્ત કર્યો છે. આજે સંસ્થાની સાત શાખા છે. સમાજમાં ને દેશમાં તેની સારી પ્રતિષ્ણ છે. વીસ હજાર હસ્તલિખિત પ્રતો અને વીસ હજાર પુસ્તકો ધરાવતું તેનું ગ્રન્થાલય છે. જૈન સમાજના કોઈ પણ ડબલ ગ્રજ્યુએટ ભાઈ-બહેન ઠેઠ સુધીના અભ્યાસ કરવા તૈયાર હાય તો તેની લેન સુદ્ધાં જતી કરવા મહાવીર જૈન વિદ્યાલયની તૈયારી છે. જ્ઞાનાપાસ કોઈને પણ સહકાર અને સહાય આપવા વિદ્યાલય તૈયાર છે.
જૈન ધર્મ અને અહિંસા
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા ડો. ગુ વંતભાઈ શાહે કહ્યું: “જૈન ધર્મ પ્રત્યે મને ખાસ આકર્ષણ એ કારણસર છે કે એ ધમે અહિંસાને કેન્દ્રીય સ્વીકૃતિ આપી છે. અહિંસાને હવે કેવળ આદર્શરૂપે રાખવી પાંસાય એમ નથી. તેને સ્થૂલ કક્ષાએ પણ આચરવી રહેશે. સાઈબીરિયાના ઘાસનાં વિશાળ મેદાનોમાં વિચરતી ખાસ જાતની કીડીઓ હણવા ઉપર મુકાએલા પ્રતિબંધના ઉલ્લેખ કરી મનુષ્ય નામનું પ્રાણી સ્વાર્થથી પ્રેરાઈને “ઈકાલાજી” પર્યાવરણને વિક્ષિપ્ત કરે છે તે આજના વિજ્ઞાનયુગના એક અનિષ્ટ પ્રત્યે ધ્યાન ખેંચીને તેમણે ભગવાન તથાગતનું દ્રષ્ટાંત રજૂ કર્યુ હતું અને જીવનમાં તમામ ક્ષેત્રોમાં “અવેરનેસ”ના મહિમા કર્યો હતો. તેમણે વિશ્વ આજે જ્યારે ફાટક પરિસ્થિતિમાં મૂકાયેલું છે ત્યા૨ે અહિંસાને વ્યવહારુ સ્તર ઉપર લાવવાના પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
Ay
પ્રો. સૂર્યકાન્ત શાહે જૈન સાહિત્યની બે લાક્ષણિકતા – એક, ધ્યેયલક્ષિતા અને બીજી ગાંભીર્ય-પ્રત્યે ધ્યાન ખેંચીને તે સાહિત્યની સ્વરૂપગત અને વિષયગત પરિવર્તનશીલતાના નિર્દોષ કર્યા હતા. અઢી હજાર વર્ષ પૂર્વે ના સેક્રેટિસ અને તેના શિષ્ય સાથેના સંવાદોની સાથે ભગવાન મહાવીર અને ગૌતમ (બ્રાહ્મણ હતા) વચ્ચેના સંવાદોને તુલનાવતાં પ્રો. શાહે સાક્રેટિસના સંવાદોને સામાજિક જ્યારે મહાવીરના સંવાદાને ઐશ્ચર્યપૂર્ણ લેખવ્યા હતા. તેમણે જૈન સાહિત્યની સ્વયં શિસ્તને પ્રશંસી હતી. જૈન સાહિત્ય લાકભાગ્ય બનતું નથી તથા સમાજથી દૂર જતું હાવાના સૂર કાઢી તેમણે જૈન સાહિત્ય સમગ્ર સમાજને ઉપકારક બની રહે એવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી. પરિષદનું ઉદઘાટન
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ. શાસ્ત્રીએ પરિષદનું ઉદઘાટન કરતાં કહ્યું હતું: “વિદ્યાર્થી અવસ્થાથી જૈન સાહિત્ય અને જૈન સમાજના અનુભવ થતો રહ્યો છે. પર્યટન ઠવ્યું હોય અને જૈન તીર્થસ્થાનોમાં જવાનું હોય તો મુશ્કેલી
તા. ૧-૧-૮૧
ન નડે. સગવડ જે જૈન સમાજના શાણપણનું અંગ છે તેના લાભ મળે જ મળે કયારેક વિચાર આવે છે કે તપ જે સ્થળે કેન્દ્રસ્થાને હોય ત્યાં સગવડ પણ હોય તે વિરોધાત્મક પરિસ્થિતિ ન લેખાય ?” તપને અગવડ, મુશ્કેલી કે હાડમારીના સંદર્ભમાં પણ સમજવામાં આવે છે. ભાજન હોય અને તંદુરસ્તી પણ હોય છતાં ભાજન ન કરવું તે તપ છે. તપ અને આધ્યાત્મિક વિકાસ એ વ્યકિતના પ્રશ્ન છે. જાન સમાજમાં વ્યક્તિ અને સમાજ બંનેના સમન્વયના ખ્યાલ રહ્યો છે, કારણ તેમાં કેન્દ્રસ્થાને માનવ છે. વ્યકિતવાદ ઉપર ભાર મૂકાય ત્યારે ઉદભવતાં વલણો ધર્મના પાયામાં રહેલી સમન્વયદષ્ટિની સાથે સુસંગત થાય નહિ, વ્યકિતગત તપ અને સામાજિક સગવડો આ તીર્થસ્થાનોની વ્યવસ્થા પરત્વેને એક અનુભવ છે. બીજો અનુભવ તે વ્યકિતગત અનુભવ છે. એમ.એ.માં હતો ત્યારેં પ્રાકૃત અર્ધમાગધીના પાઠ્યપુસ્તકો મળે નહિ, વિદ્યાર્થીઓએ પુસ્તકોની હાથે જ નકલ ઉતારી લેવાની. તેમાં તપનો ખ્યાલ હશે, મને પણ તપની તાલીમ મળી પરંતુ વ્યક્તિને સામાજિક સગવડને અભાવે તપ કરવું પડે એવી પરિસ્થિતિ તેને માટે અથવા વિદ્યાર્થી માટે ના હાવી જોઈએ.
યુનિવર્સિટીમાં ‘ચેર’’
શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્યની સમૃદ્ધિ સૂરતમાં અખૂટ છે એમ કહીને તેના ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઈતિહાસના મહત્ત્વના અંગ લેખે મહિમા કર્યો હતો અને કહ્યું હતું: જૈન સમાજ સમૃદ્ધ છે. અનેક અર્થમાં સમૃદ્ધ છે. તે બધા અર્થને સમન્વય કરીને એક વ્યવસ્થા એવી વિચારવી જોઈએ જે સાહિત્ય, જૈન સમાજ અને બૃહદ સમાજની દષ્ટિએ ઉપકારક નીવડે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અંગે આયોજન કરવું હોય તો સંગ્રહસ્થાન જોઈએ. યુનિવર્સિટીમાં સાહિત્યની ‘ચેર’ની ચેોજના પણ વિચારી શકાય. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે ‘ચેર’ (સંશોધન વિભાગ) સ્થાપવાનું વિચારાય તો યુનિવર્સિટી તે અંગે ભૌતિક સાધનોની સગવડ આપવા તૈયાર છે.
પરિષદની ફલશ્રુતિ
અહીં એ નોંધવું જોઈએ કે શ્રી શાસ્રીની આ ઉત્સાહપ્રેરક તત્પરતાનો પૂર્ણપણે અનુકૂલ એવા પ્રતિભાવ, વિદ્રાનાના સન્માન, શ્રી ચંદ્રકાંત ગાંધી અને શ્રી રાજેશ ગાંધીએ (જેલા ભાજન સમારંભમાં, સૂરત મહાવીર જૈન હાસ્પિટલના સર્જન ડો. આનંદીલાલ કોઠારીએ સૂરત અને પાલનપુરના જૈન સમાજના સહકારથી ઓછામાં ઓછા રૂા. પાંચ લાખ જૈન સાહિત્યના સંશોધન વિભાગ 'શેર' અર્થે એકત્ર કરી આપવાની જવાબદારી સ્વીકારતા હોવાની જાહેરાત કરીને દાખવ્યા હતા. પરિષદની આ એક મહત્ત્વની ફલશ્રુતિ લેખાય. પરિષદના પ્રમુખનું વ્યાખ્યાને
પ્રમુખપદેથી ડો. ભાગીલાલ સાંડેસરાએ વ્યાખ્યાનરંભે સદગત આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહામાનવ મુનિશ્રી જને વિજ્યજી તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, જેવી વિભૂતિનું સાદર સ્મરણ કરીને કહ્યું હતું: “સુરત કેવળ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું એક અદ ભુત શહેર છે. આ શહેરે જોયા છે એવા વારાફેરા બહુ ઓછાં શહેરોએ જોયા હશે.” સૂરતને નર્મદનગરી તરીકે ઓળખાવીને ડો, સાંડેસરાએ
તાપી દક્ષિણ તટે સૂરત મુજ ઘાયલ ભુમિ ભોંય તારી જે ચૂમી.
એ કવિ નર્મદની કાવ્યપંકિત ઉદ ગારી એ વીર નરને સંભાર્યા હતા. નંદશંકર જીવનચરિત્ર સંદર્ભે શ્રી નંદશંકર મહેતાને યાદ કર્યા હના અને કહ્યું હતું કે જમીન એ પ્રદેશ પ્રદેશ વચ્ચે ભેદ પાડે છે ત્યારે પાણી દેશ પરદેશને જોડે છે. જગતભરમાં મહાસાગર વાહનવ્યવહાર માટે જબરદસ્ત અવકાશ નિર્માણ કરે છે. સૂરત એ પશ્ચિમ ભારતનું અરબસ્તાન અને યુરોપ સાથે જોડનારું શહેર છે. સૂરત એ દક્ષિણ ગુજરાતનું શી છે, સૂરત અને તેની આસપાસનાં નગરીમાંના પારસી વિદ્વાનોએ પારસી ધર્મગ્રંથોના જૂની ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. સાંજાણ બંદરે પારસીઓ ઉતર્યા. તેમણે ઈરાન સુધી સંસ્કૃત વિદ્યાને પ્રચાર કર્યાં. સુરત અને રાંદેરમાં સંસ્કૃત, પાકૃત તથા જૂની ગુજરાતીમાં ગ્રંથે રચાયા છે. અર્વાચીન કાળમાં જૈત આગમાની વાચના થઈ છે. તેમાં સૂરતનું ઘણું મેટ્ પ્રદાન છે. મૂળ કપડવંજના વતની સાગરાનન્દજીએ સૂરતને પેાતાની