SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૮૧ અહીંના શિલાલેખ પ્રમાણે ચામુંડરાયે ઈ. સ. ૯૭૬માં આ પર્વત ઉપર બાહુબલિની પ્રતિમા કરાવવાની યોજના કરી હતી. ઈ. સ. ૯૮૧માં તે કાર્ય પૂરું થયું. ચામુંડરાય દક્ષિણ ભારતમાં તે સમયના ગંગ રાજયના રામલ્લ બીજાના મુખ્ય સેનાપતિ અને મુખ્ય મંત્રી હતા. તેઓ જેમ યુદ્ધકલામાં નિપુણ હતા તેમ સાહિત્યકલામાં અને ધર્મકલામાં પણ પ્રવીણ હતા. એમણે કેટલાક ગ્રંથની રચના કરી હતી એટલા માટે એમને એમના ગુરુએ ‘ગમ્મટ’ અથવા ગુમ્મટ’ એવું બિરુદ આપ્યું હતું. આથી અહીંની બાહુબલિજીની પ્રતિમા ગામ્મટસ્વામી” અથવા “ગમ્મટેશ્વર' તરીકે લોકોમાં ઓળખાઈ. . . શ્રાવણબેલગોલામાં વિધ્યગિરિ ઉપર બાહુબલિની પ્રતિમા પાસે પહોંચવા માટે લગભગ છે. પગથિયાં ચઢવાં પડે છે. ડુંગરને ઢાળ સરળ છે અને તેને પથ્થર નક્કર છે. એટલે ઘણાંખરાં પગથિયાં ડુંગરના પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યાં છે. ડુંગર ઉપર ચઢતાં વચ્ચે આઠ જિનમંદિર આવે છે. એમાં સૌથી મોટો મંદિરમાં ત્રપભદેવ ભગવાનની મનહર પ્રતિમા છે. ચંદ્રગિરિ ઉપરે ચૌદ જિનમંદિર છે. એમાં સમ્રાટ અશોકે પિતાના પિતામહે સમ્રાટ ચન્દ્રગુપ્તની સ્મૃતિમાં બંધાવેલું મંદિર સૌથી પ્રાચીન છે. તદુપરાંત ચામુંડરાયે પોતે બંધાવેલું મંદિર પણ છે. બધાં મંદિરોમાં તે શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ચઢિયાતું છે. આ પર્વત ઉપર એક ગુફા પણ છે. એ ભદ્રબાહુ ગુફા તરીકે ઓળખાય છે, કારણ કે ભદ્રબાહુસ્વામીએ ત્યાં રામાધિપૂર્વક દેહ છોડયો હતો. ત્યાં ભદ્રબાહુચ્છામીનાં પગલાં છે. ચંદ્રગિરિ ઉપર એક મંદિરમાં શિલાલેખ પણ છે, જેમાં '.ભદ્રબાહુસ્વામી અને ચંદ્રગુપ્તની દક્ષિણ યાત્રાને ઉલ્લેખ છે. વિધ્યગિરિ, ચન્દ્રગિરિ અને શ્રવણબેલગોડા ગામમાં દસમી શતાબ્દી સુધીના બધા મળીને ૩૭ જેટલા શિલાલેખ છે. T: કોણબેલગેડામાં બધા મળીને બત્રીસ જિનમંદિરો છે. આ ઉપરાંત અમુંડરાયે આચાર્ય નેમિચંદ્રની સ્મૃતિમાં છે. એક મઠની સ્થાપના કરી હતી તે મઠા હજાર વર્ષથી અવિરત ચાલે છે અને આજે પણ હયાત છે. આ મઠનો વર્તમાન અધિષ્ઠાતા-શી ચારકીર્તિ ભઢારેક સ્વામી છે. : કે .!' ? !: * * * * * : બાહુબલિ જૈનેના પ્રથમ તીર્થંકર આદિનાથઃ એટલે કે વૃષભ દેવના પુત્ર હતા. ભગવાન ત્રિપભદેવને સો પુત્ર હતા. તેમાં રાણી સુમંગલાથી થયેલા સૌથી મોટાનું નામ ભરત હતું અને રાણી સુનંદાથી થયેલા પુત્રનું નામ બાહુબલિ અથવા ભુજબલિ હતું : ક્ષભદેવને બે પુત્રીઓ હતી બ્રાહ્મી : અને સુંદરી. ભદેવગૃહસ્થજીવનને : ત્યાગ કરી. સંયમ સ્વીકારી દીક્ષિત થયા તે વખતે તેમણે પોતાના સામ્રાજ્યમાંથી ભરતને વિનીતાનું અને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય સોંપ્યું ; (દિગંબર પરંપરા પ્રમાણે બાહુબલિને દિપુરનું રાજ્ય સોંપ્યું અને બીજા પુત્રોને નાનાં નાનાં રાજ્યોસોંપ્યાંકૃષભદેવના પુત્રોમાં, ભરત સૌથી મોટા પુત્ર હતા. તેમણે ચક્રવર્તી થવા માટે દિગ્વિજય શરૂ કર્યો. એમના બીજા ૯૮ ભાઈઓએ ક્ષભદેવની સલાહ અનુસાર રાજયત્યાગ કરીને ભારતને બધી સત્તા સાંપી દીધી અને પાર્વે સંસારનો ત્યાગ કરીને "દીકા ગ્રહણ કરી, પરંતુ બાહુબલિએ ભરતની સત્તાને સ્વીકાર ન કર્યો. આથી : બંને ભાઈઓ વચ્ચે કોની સત્તા સર્વોપરી છે. તે નક્કી કરવા માટે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ. બાહુબલિએ અને બંને પક્ષને મંત્રીઓએ દરખાસ્ત મૂકી કે બંને પક્ષની સેનાઓના યુદ્ધમાં અસંખ્યું. સૈનિકો મૃત્યુ પામશે માટે તેવા ઘર નરસંહારના પતે નિંમિત્તાન બનતાં બંને ભાઈઓએ શસ્ત્ર વંગર “એક્ષ્મી સાથે દ્ર યુદ્ધ કરવું. બંનેએ તે વાત કબૂલ રાખી. બંને વચ્ચે દ્વયુદ્ધ થયું. બંનેએ એકબીજા ઉપર મુષ્ટિ પ્રહાર કર્યા બાહુબંલિમાં એમના નામ પ્રમાણે ધણી તાકાત હતી. એમની મુષ્ટિનો પ્રહાર ઝીલવામીતાની અશકિત જણાતાં 1:ભરતે શસ્ત્ર હાથમાં ધારણ કર્યું. એ શરું તે' દેવતા પાસેથી એમને મળેલું ચકું હતું. પરંતુ યુદ્ધની શરત હતી કે કોઈએ શસ્ત્ર ધારણ કરવું અહિં. ભરતે એક શરત ભંગ કર્યો. એથી બાહુબલિને અત્યંત ખેદ થશે." એમણે યુદ્ધભૂમિ ઉપર જ પોતે રાજય ત્યાગ કરે છે એમ ભરતને જણાવી દીધું અને પોતે પોતાનાં વસ્ત્ર, આભૂષણ વગેરે ઉતારી નાખ્યાં. એમણે ભરતને મારવા માટે ઉગામેલી મુષ્ટિ પાછી વાળીને મસ્તક ઉપરનાં કેશને લચ કર્યો અને દીક્ષા ગ્રહણ કરી. બાહુબલિને આમ કરતા જોઈ ભરતને પિતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો, પરંતુ હવે તેને કંઈ ઉપાય ન હતો. તેઓ બાહુબલિના ચરણોમાં નમી પડયા. બાહુબલિએ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પોતાના પિતા પાસે તેઓ ન ગયા કારણ કે તેમના મનમાં એક વાત ખૂંચતી હતી તે એ કે પોતાના અઠ્ઠાણુ નાના ભાઈઓએ પોતાના કરતાં વહેલી દીક્ષા લીધી છે. માટે જો હવે ઋષભદેવના સમુદાયમાં પોતે જાય તો નાના ભાઈને વંદન કરવાં પડે. એથી એમણે વિચાર્યું કે “ઘેર તપશ્ચર્યા કરીને પ્રથમ હું કેવળજ્ઞાન મેળવું, કારણ કે કેવળજ્ઞાન મેળવ્યા પછી કેવળીઓને બીજા કોઈને વંદન કરવાનાં રહેતાં નથી.” આથી તેમણે વનમાં જઈ ઘોર તપશ્ચર્યા આદરી. આમ, બાહુબલિએ દીક્ષા લીધા પછી તરત જ ઘોર તપશ્ચર્યાં ચાલુ કરી. આ તપશ્ચર્યામાં તેઓ એક વર્ષ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં. તેમણે ઊભા ઊભા કાઉસગ્ગ મુદ્રા ધારણ કરી. તેઓ પોતાના ધ્યાનમાં એટલા બધા લીન હતા અને તેમનું શરીર એટલું સ્થિર હતું કે પોતે જયાં ઊભા હતા ત્યાં વેલાઓ ધીમે ધીમે તેમના શરીરને વીંટળાઈ વળ્યા. તેમના પગ પાસે માટીમાં કીડીઓના અને સાપના રાફડા થયા. બાહુબલિની કાયા ઘણી મોટી હતી. એટલે એમના કાનમાં પક્ષીઓએ માળા કર્યા. આમ છતાં બાહુબલિ પિતાની ઘોર તપશ્ચર્યામાંથી બિલકુલ ચલિત થયા નહિ. એક વર્ષની ઘોર તપશ્ચર્યા થઈ છતાં તેમને કેવળજ્ઞાન ન થયું, કારણ કે તેમના મનમાં હજુ થોડો અહંકાર – થોડા માનકપાય રહી ગયું હતું. ભગવાન ઋષભદેવે પિતાના જ્ઞાનથી આ જાણી લીધું. એટલે તેમણે બાહુબલિને સમજાવવા માટે સાધ્વી થયેલી પિતાની બે દીકરીઓને – બ્રાહ્મી અને સુંદરીને બાહુબલિ પાસે મોકલી. એ બહેનોએ બાહુબલિ પાસે આવીને એટલું જ કહ્યું : વીરા મારા, ગય થકી ઊતરો રે, ગજ બેઠાં, કેવળ ન આવે રે. એટલે કે, હે ભાઈ! તમે હાથી ઉપર ચઢયા છો તે તેના ઉપરથી ઊતરી જાવ, કારણ કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી. આ શબ્દો સાંભળીને બાહુબલિને મનમાં પ્રશ્ન થયો કે ‘મારી બહેને આવું ખાટું કેમ બોલે છે? હું કયાં હાથી ઉપર બેઠો ?' પરંતુ પછી, વિચાર કરતાં તરત એમને સમજાઈ ગયું કે આ હાથી તે માનરૂપી – અહંકારરૂપી હાથી છે. એના ઉપરથી હું જ્યાં સુધી ઊતરું નહિ ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય નહિ.' બાહુબલિના ચિત્તમાંથી તરત અહંકાર ગલિત થઈ ગયો. પિતાના નાના ભાઈઓને વંદન કરવાનો તેમણે નિશ્ચય કરી લીધો. નિશ્ચય થતાં તરત જ તેમણે જવા માટે જ્યાં પગ ઉપાડો ત્યાં જ એમને કેવળજ્ઞાન થયું. બાહુબલિના જીવનને માનકષાયને આ પ્રસંગ દિગંબર પરંપરાના કેટલાક ગ્રંથોમાં જોવા મળે છે અને કેટલાકમાં તે મળતો નથી. માનકવાયને પ્રસંગ બીજી રીતે પણ જોવા મળે છે. તપશર્યા દરમિયાન બાબલિને થાય છે કે ભરતની ભૂમિ ઉપર ઊભા રહી. પેાતાને તપશ્ચર્યા કરવી પડે છે. આ વાત તેમને ખૂંચતી હતી. પરંતુ ભરતને ખબર પડી એટલે તેમણે કહેવડાવ્યું કે, “બાહુબલિ જ્યાં તપશ્ચર્યા કરે છે તે ભૂમિ તો તેમની પોતાની છે, મારી નથી.” આ જાણીને બાહુબલિના મનનું શલ્ય નીકળી ગયું અને તેમને “કેવળજ્ઞાન” થયું. 1:43: બાહુબલિ આ રીતે જૈન પરંપરામાં એમની આકરી તપશ્વર્યા માટે જાણીતા છે. એટલા માટે જ દિગમ્બર પરંપરામાં એમને તીર્થકર જેટલું મહત્ત્વ અપાયું છે. કારકલના એક દિગમ્બર શિલાલેખમાં બાહુબલિને જિનપતિ' તરીકે ઓળખાવ્યા છે. -115//શ્રાવણ બેલગેલાના બાહુબલિ આ રીતે અનેક પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે અને રહેશે. એમને આપણાં અનેકશ: વંદન હો!
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy