________________
તા. ૧૬-૨-૮૧
વગેરેની અસરથી કેટકેટલી વસ્તુઓ જીર્ણપ્રાય કે નષ્ટ થઈ જાય છે. હજાર વર્ષથી ગ્રેનાઈટ પથ્થરની આ પ્રતિમાને ખાસ કંઈ અસર પહોંચી નથી. થોડા સમય પહેલાં એક ઝીણી તડ તેમાં દેખાઈ હતી પણ તે દુરસ્ત કરી લેવામાં આવી છે ) અને બીજા હજાર વર્ષે પણ તે એટલી જ ભવ્ય ગણાતી હશે !
પ્રબુદ્ધ જીવન
ડુંગરની ટોચ ઉપર આ
પ્રતિમા ૨ાવેલી છે. ઠેઠ ઉપર જઈએ અને મંદિરના મંડપમાં દાખલ થઈએ ત્યારે પ્રતિમાનાં પૂર્ણ દર્શન થાય છે. પ્રતિમાની મુખાકૃતિનું દર્શન ચારે બાજુ માઈલ દૂરથી થઈ શકે છે. દૂરથી જોતાં જ અજાણ્યા માણસને ખબર પડી જાય છે કે ડુંગર ઉપર કોઈ માનવ આકૃતિનું સર્જન થયું છે.
બાહુબલિની આ પ્રતિમાને ઐતિહાસિક દષ્ટિએ એટલા બધા પ્રભાવ પડયો છે કે દક્ષિણમાં ત્યાર પછી કારકલ, મુઢિબિંદ્ર વગેરે સ્થળે પણ એવી પ્રતિમાની કારણી ડુંગરમાંથી કરવામાં આવી છે. એમની ઊંચાઈ અલબત્ત ઓછી છે અને એમની ભવ્યતા પણ ગામ્મટેશ્વર જેટલી નથી.
જૈનાની શ્વેતામ્બર અને દિગંબર એવી બે મુખ્ય પરંપરાઓ છે. એમાં બાહુબલિનું જેટલું મહત્ત્વ અને ગૌરવ દિગંબર પરંપરામાં થયું છે તેટલું કદાચ શ્વેતામ્બર પર’પરામાં જોવા નહીં મળે, દિગંબર પરંપરામાં પણ બાહુબલિની આ પ્રતિમાના નિર્માણ પછી જેટલું મહત્ત્વ વધ્યું છે તેટલું કદાચ તેની પૂર્વેના સમયમાં નહિ હોય.
શ્વેતામ્બર પર પરામાં મંદિરમાં ૫ભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી વગેરે ચોવીસ તીર્થંકરોની પ્રતિમા મુખ્યત્વે હાય છે અને તેમની પ્રજા થાય છે. ઉત્તર ભારતમાં દિગંબર મંદિરોમાં પણ તીર્થંકરની પ્રતિમાને મુખ્ય સ્થાન અપાયું છે આમ છતાં દિગંબર પરંપરામાં બાહુબલિની પ્રતિમાની ખાસ તે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલી પ્રતિમાની પૂજા થતી જોવામાં આવે છે. બાહુબલિ તીર્થંકર નહાતા. છતાં બાહુબલિને દિગંબર પરંપરામાં હજારેક વર્ષથી તીર્થંકર જેટલું મહત્ત્વ અપાયું છે. શત્રુંજ્ય, આબુ, કુંભારિયાજી જેસલમેર વગેરે કેટલાંક શ્વેતાંબર તીર્થોમાં બાહુબલિની વયુકત પ્રતિમા છે, પરંતુ તેની વિધિપૂર્વક પૂજા થતી નથી.
શ્રાવણબેલગાડામાં બે નાના પર્વતા આવેલા છે. એ બેમાં મોટો પર્વત તે વિંધ્યગિરિ અથવા ઈન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. એની સામે આવેલા બીજા નાના પર્વત ચન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. ચન્દ્રગિરિ સાથે સમ્રાટ ચંદ્રગુપ્તનું નામ જોડાયેલું છે. પ્રાચીન સમયમાં છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી ઉત્તર ભારતમાં સતત દુકાળ પડવાને લીધે પાતાના બાર હજાર શિષ્યો સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં પધાર્યા હત!. સમ્રાટ ચંદ્રગુપ્ત પણ ભદ્રબાહુસ્વામીના અનુયાયી હતા. ભદ્રબાહુસ્વામીની ધર્મવાણી સાંભળી એમણે એમની પાસે દીક્ષા લીધી હતી. ભદ્રબાહુસ્વામીએ અને ત્યાર પછી ચંદ્રગુપ્તમુનિએ પોતાને દેહ આ નાની ટેકરી ઉપર રામાધિપૂર્વક છેડયા હતા. એટલા માટે આ નાના ડુંગર ચન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં આ ઘટના અહીં બની હોવાનું મનાય છે.
ભદ્રબાહુબસ્વામી દક્ષિણમાં પધાર્યા ત્યારથી દક્ષિણ ભારતમાં જૈન ધર્મના ખૂબ પ્રચાર થયો. એમાં શ્રાવણબેલગોડા પણ એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું. અહીં કોઈને કોઈ મહાન જૈન આચાર્યની ઉપસ્થિતિ હમેશાં રહેતી. અહીં બાહુબલિજીની પ્રતિમા ચામુંડરાયે બનાવડાવી તેને માટે એક દંતકથા પ્રવર્તે છે. ચામુંડરાયની માતાનું નામ કાલલાદેવી હતું. એક વખત કાલલાદેવી આચાર્ય અજિતસેનનું
૧૭૭
વ્યાખ્યાન સાંભળવા ગયા હતાં. વ્યાખ્યાનમાં આચાર્ય મહારાજે ભરતચક્રવર્તીએ પોતનપુર (પાદનપુર) માં બાહુબલની એક ભવ્ય
પ્રતિમા કરાવી હતી તેના ઉલ્લેખ કર્યો. આથી કાલલાદેવીને એ પ્રતિમાજીનાં દર્શન કરવાની તીવ્ર અભિલાષા થઈ. તેમણે પોતાના પુત્ર ચામુંડરાયને એની વાત કરી, એટલે ચામુંડરાય પેાતાની માતાને લઈને પાતનપુર જવા નીકળ્યાં. માર્ગમાં તેઓ શ્રામણબેલગાલા આવ્યાં ત્યાં સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય નેમિચંદ્ર બિરાજમાન હતા. કાલલાદેવીએ અને ચામુંડરાયે તેમને વંદન કર્યાં અને પોતાની ઈચ્છા વ્યકત કરી, પરંતુ આચાર્ય નેમિચંદ્રે કહ્યું કે ‘પાતનપુર પાસે આવેલી બાહુબલિની પ્રતિમાનું દર્શન હવે શકય નથી, કારણ કે ત્યાં જવાના રસ્તા હવે ઘણા વિકટ અને દુર્ગમ બની ગયા છે.’ આથી ચામુંડરાય અને કાલાદેવી નિરાશ થઈ ગયાં. તે દિવસે રાત્રે આ ક્ષેત્રનાં શાસનદેવી કુષ્મણ્ડિની દેવીએ ચામુંડરાયને કાલલાદેવીને અને આચાર્ય નેમિચન્દ્રને - એ ત્રણેયને એક જ સમયે સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું કે, ‘પોતનપુરની બાહુબલિજીની પ્રતિમાનાં દર્શન હવે દુર્ગમ છે, પરંતુ અહીં જ તમને સવારના બાહુબલિજીનાં દર્શન થશે. સવારના રચંદ્રગિરિની તળેટીમાંથી, ઉત્તર દિશામાં મોઢું રાખીને પૂર્વ દિશામાં વિધ્યગિરિ ઉપર બાણ છેડજો. જ્યાં બાણ પડશે ત્યાં બાહુબલિજીની પ્રતિમાજી પ્રગટ થશે.' સ્વપ્ન અનુસાર સવારે ચામુંડરાયે આચાર્ય નેમિચંદ્રને વંદન કરી, તેમના આશીર્વાદ લઈ વિધ્યગિરિ ઉપર બાણ છેડયું. જ્યાં બાણ પડયું ત્યાં જાણે ડુંગરમાંથી કંડારી કાઢ્યાં હોય તેવાં બાહુબલિજીનાં પ્રતિમાજીનાં દર્શન થયાં.
ત્યાર પછી નેમિચંદ્રચાર્યની સૂચના પ્રમાણે આખા ભારતમાં ઉત્તમ ગણાતા. સ્થપતીઓને અને શિલ્પીઓને બાલાવીને તેમની પાસે ચામુંડરાયે બાહુબલિની પ્રતિમા વિધ્યગિરિ ઉપર કડારાવી.
શ્રાવણબેલગોલાની આ પવિત્ર ભૂમિ પ્રાચીન સમયથી સુપ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં એનું નામ કટવપ્ર હતું. કટવપ્ર એટલે જે પર્વત ઉપર યોગીએ સમાધિ લેતા હોય તે પર્વત: - ત્યાર પછી આ સ્થળ શ્રવણબેલગોડાના નામથી સુપ્રસિદ્ધ થયું. બેલગોલા અથવા બેલગુડાનો અર્થ થાય છે ‘શ્વેત કમળાવાળું સરોવર': અહીં બે પર્વતોની વચ્ચે નાનકડું સરોવર અહીં જૈન શ્રામણે। આવતા જતા એટલે આ સ્થળનું નામ ‘શર્મણઆવેલું છે. બેલગોટા અથવા ‘શ્રમણબેલગુડા’એવું પડી ગયું. ત્યારે પછી જ્યારથી - બાહુબલિજીની પ્રતિમાની અહીં પ્રતિષ્ઠા ત્યારથી એનું નામ ‘ગામ્મટેશ્વર’ એવું પણ ચાલુ થયું .
થઈ