________________
5
૧૭૬
નિવેદન અને દુનિયાના આટલા બધા રાષ્ટ્રોના અભિપ્રાય અગત્યને ભાગ ભજવશે તેમાં શંકા નથી.
રીગન, અમેરિકાના પ્રમુખ થયા પછી, વાતાવરણ વધુ તંગ થયું છે. અમેરિકાની શકિતના હુંકાર તેમના મંતવ્યો અને પગલાંમાં દેખાઈ આવે છે. શસ્ત્રદાટ અનહદ વધી છે અને ઠંડું યુદ્ધ વધતું જાય છે. રશિયા માટે, અફઘાનિસ્તાન ઉપરનું આક્રમણ અને પેાલેન્ડમાં મજૂરોના બળવા શિરોવેદના છે. આપણા દેશનું વલણ રશિયા તરફી વધારે છે, તેવી છાપ પાયા વિનાની નથી પણ અમેરિકાએ આપણા વિશ્વાસ મેળવવા ખાસ પ્રયત્નો કર્યો નથી એટલું જ નહિ પણ રીગન પેાતે નિકસન-કિસિન્જર નીતિ અપનાવે છે એવી છાપ ખોટી નથી. આપણે રશિયાના અફઘાનિસ્તાન પરના આક્રમણને વખોડયું નથી, કામ્પુચિયાને સ્વીકૃતિ આપી છે, રશિયા પાસેથી મેાટા પ્રમાણમાં શસ્ત્રો ખરીદીએ છીએ તે બધું અમેરિકાને ખટકે તેવું છે. અમેરિકા ફરી દુનિયાના પ્રત્યાઘાતી બળાને ટેકો આપે છે તેમ દેખાય છે. સાલ્વેડોર, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાનમાં આ બધું દેખાઈ આવે છે. આરબ રાષ્ટ્રોનું વલણ અમેરિકા તરફી છે. આફ્રિકાના દેશનું વલણ મોટેભાગે રશિયા તરફી છે. દક્ષિણ અમેરિકાના દેશામાં ડાબેરી બળા લશ્કરી સરમુખત્યારીનો સામનો કરી રહ્યાં છે. મધ્યપૂર્વની અત્યંત સ્ફોટક સ્થિતિ છે. ઈરાનની અસ્થિરતા ભયજનક છે. દૂરપૂર્વમાં, વિયેટનામને રશિયાના પૂરો ટેકો છે. જયારે ચીનમાં અસ્થિરતા છે અને અમેરિકા સાથેના સંબંધો નજીકના થતાં જાય છે. ઈંગ્લાંડમાં મિસીસ થેચર અને અમેરિકામાં રીંગનની નીતિમાં એકસૂત્રતા છે. બન્ને ultra-Conservative છે. રશિયા એટલું જ સાકાંક્ષી અને સામ્રાજ્યવાદી છે.
અત્યારે દુનિયાને સૌથી મોટો ભય, અમેરિકા અને રશિયા વચ્ચે વધતા જતા સંઘર્ષના છે. તેવા સંજોગામાં આટલા બધા અલિપ્ત રાષ્ટ્રોના વિશ્વશાન્તિ માટેના અવાજ ફળદાયી થાય અને સળગતા પ્રશ્નોનું શાન્તિપૂર્વક સમાધાન થાય એવી પ્રાર્થના કરવી રહી. આ પરિષદ આપણા દેશમાં મળી છે તે આ સમયે સૂચક છે. અલિપ્ત રાષ્ટ્રોની આગેવાની ફરી ભારત લે છે. બધા અલિપ્ત રાષ્ટ્રોમાં આપણા દેશ” આવી. આગેવાની માટે યોગ્ય છે. ...
૧૧-૨-૧૯૮૧
શ્રી મુ`બઇ જૈન યુવક સધ આયાજિત વિહારલેઈક પટન
પ્રબુદ્ધ જીવન
ઘણા લાંબા સમયથી સભ્યોની માંગણી હતી તેને લક્ષ્યમાં રાખોને આ પર્યટન યોજાય છે, એટલે તેમાં સભ્યોને સારો સહકાર સાંપડશે એવી આશા રાખવામાં આવે છે.
બાર કલાક માટે મુંબઈના ધમાલિયા જીવનથી અલિપ્ત રહેવાય અને છતય સંપૂર્ણ આનંદ માણી શકાય એવા સૃષ્ટિસૌંદર્યથી સભર “વિહાર લેઈક” જવા માટેના પર્યટનનું આય।જન સંઘ દ્વારા કરવામાં આવેલ છે. તેમાં સંઘના સભ્યો તેમજ તેમના કુટુંબીજનો જોડાઈ શકશે.
ત્યાં જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છેબસ, સંઘના કાર્યાલયેથી બરાબર ૭-૩૦ વાગે ઉપડશે. જેમની આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ પહેલી માર્ચ સુધીમાં કાર્યાલયમાં પૈસા ભરીને નામ નોંધાવી જાય. હાલ સુરત એક જ બસ કરી હાઈ, વહેલા તે પહેલાના ધારણે નામે નોંધવામાં આવશે.
સમય: રવિવાર તા. ૮ માર્ચ, સવારના ૭-૩૦. ચાર્જ: વ્યકિત દીઠ રૂા. ૩૦ પોતાનાં વાહનમાં આવનાર માટે રૂ. ૨૫, સ્થળ: સંઘનું કાર્યાલય : પ્રાર્થના સમાજ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.
તા. ૧૬-૨૮૧
શ્રવણબેલગોલામાં મહુબલિને
'ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ. -મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
મહામસ્તકાભિષેક
ડૉ. રમણલાલ ચી. શાહ
ભારતનાં સુપ્રસિદ્ધ જૈન તીર્થમાં શત્રુંજ્ય, સમેતશિખર, દેલવાડા અને રાણકપુર જેમ છે, તેમ શ્રવણબેલગોલા (શ્રમણબાલગાલા - બેલગાડા) પણ છે. શ્રવણબેલગોલા દિગંબર પરંપરાનું ભવ્ય તીર્થ છે. ઐતિહાસિક દષ્ટિએ તે અત્યંત મહત્ત્વનું તીર્થ છે. દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રચાર એની ચરમકોટિએ કેટલા પહોંચ્યો હતો. તેની પ્રતીતિરૂપ આ તીર્થ છે.
શ્રવણબેલગોલા, ‘ગામ્મટેશ્વર’ અથવા ‘બાહુબલિજી’ન! નામથી પણ પ્રખ્યાત છે.
શિલ્પ અને સ્થાપત્યની દષ્ટિએ આ તીર્થ જગતનાં આ પ્રકારનાં તીર્થોમાં અદ્રિતીય છે. ત્યાં બાહુબલિજીની સત્તાવન ફૂટ ઊંચી ઊભી પ્રતિમા છે. આ પ્રતિમા બહારથી ઘડીને લાવવામાં આવી નથી, પરંતુ પર્વતની ટોચ ઉપરના પથ્થરને કોતરીને તેમાંથી કારવામાં આવી છે. આ રીતે પર્વતમાંથી કોતરવામાં આવેલાં શિલ્પસ્થાપત્ય Rock-Carvings ભારતમાં જૈન, બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં જુદે જુદે સ્થળે જોવા મળે છે. Rock-Carvingsના પ્રકારનાં શિલ્પ - સ્થાપત્ય દુનિયામાં બીજે સ્થળે પણ છે, પરંતુ એ બધામાં સાવન ફૂટ જેટલી ઊંચી માનવ–પ્રતિમા બીજે કર્યાંય નથી.
કર્ણાટક રાજ્યમાં માયસાર અને બેંગ્લાર પાસે આવેલા આ તીર્થની પ્રતિષ્ઠા થયાંને આ વર્ષે એક હજાર વર્ષ પૂરું થાય છે. દર બાર વર્ષે ત્યાં કેસર, ચંદન, સુવર્ણ, રજત વગેરે યુક્ત દૂધ વડે મસ્તકાભિષેક થાય છે. હજાર વર્ષ પૂરાં થયાં એટલે આ મહિનામાં પરમ પૂજ્ય એલાચાર્યશ્રી વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં તેના મહામસ્તકાભિષેકના સમારોહ યોજાયો છે. એક હજાર વર્ષ સુધી આ ભવ્ય અને પ્રશાંત પ્રતિમાએ પ્રતિવર્ષ લાખો માણસોને શ્રદ્ધાસહિત ધર્મબોધ કરાવ્યો છે અને પ્રેરણા ને શાંતિ આપ્યાં છે. દિગંબર પર પરાની આ પ્રતિમા છે, એટલે તે નગ્ન પ્રતિમા છે. શિલ્પીઓએ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા બાહુબલિજીની આ પ્રતિમાના ચહેરા ઉપર અદ્ભુત અને અપૂર્વ એવા ઉપશમના, શાંતિ અને કરુણાના, ત્યાગના અને વિરકિતના ભાવ મૂકયો છે. એટલે જ પુરુષની આવી નગ્ન પણ ભવ્ય પ્રતિમા જોનારના મનમ ક્ષોભ કે વિહ્વળતા નથી જન્મતાં પણ ભકિત અને શાંતિ જન્મે છે. આ પ્રતિમાનાં પ્રત્યક્ષ દર્શનથી પ્રભાવિત થયા વિના ભાગ્યે જ કોઈ રહી શકે. શિલ્પની દષ્ટિએ આ પ્રતિમાનાં આંખ, નાક, કાન, હાથ, પગ વગેરે અંગાંગા એટલાં બધાં સપ્રમાણ
અને લાવણ્યયુકત છે કે શિલ્પાકૃતિના એક ઉત્તમ નમૂના તરીકે પણ તેને ગણાવી શકાય. આવી અદ્રિતીય પ્રતિમાંનું નિર્માણ કરનાર એ શિલ્પીઓને અને એનું આયોજન કરનાર - કરાવનાર મહાનુભાવાને ધન્ય છે! કેવા કેવા ભકિત અને ઉલ્લાસના શુદ્ધ ભાવા તેઓના મનમાં ત્યારે રમતા હશે તે કલ્પી શકાય છે. તે વિના આવી બેનમૂન શિલ્પાકૃતિનું સર્જન થઈ જ ન શકે.
એ સમયના શિલ્પી અને બીજી વિદ્યાના જાણકારોની પથ્થરની પરીક્ષા પણ કેટલી ચોક્કસાઈવાળી હશે કે હજાર વર્ષે પણ આ પ્રતિમાનાં દર્શન આજે આપણને સુલભ છે. સૂર્યના તડકો, ઠંડી, પવન, વરસાદ, વાવાઝોડું, વીજળી, ધરતીક’પ