________________
Regd. No. MH. By/South 54 Licence No.:37+
(EV
પ્રાપ્ત જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક
નકલ ી, ૦-૭૫
સહત ત્રી રમણલાલ ચી. શાહ
JAGJ 19 2 ‘પ્રબુદ્ધ અને નવસંસ્કરણ
વર્ષ ૪૪: અંક : ૨૦
મુંબઈ ૧૬ ફેબ્રુઆરી, ૧૯૮૧ સોમવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
1
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
દેશ અને દુનિયા ચીમનભાઈ ચકુભાઈ શાહ
દિલ્હીમાં અલિપ્ત, રાષ્ટ્રોના વિદેશમંત્રીઓની પરિષદ ચાર દિવસ મળી. ૯૬ દેશોએ તેમાં ભાગ લીધા અને બીજા કેટલાક દેશે નિરીક્ષક તરીકે હાજર હતા. દુનિયાની ૨/૩ વસ્તીના પ્રતિનિધિઓ, વિશ્વની વર્તમાન જટિલ સમસ્યાઓની વિચારણા કરવા મળ્યા હતા. આ દેશ મુખ્યત્વે એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના દેશ-જેને Third world countries' કહેવામાં આવે છે તે હતા. આ દેશ વિકસતા અથવા અવિકસિત ગણાય છે. મોટા ભાગના આ દેશએ બીજા વિવયુદ્ધ પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે અને ગરીબ દેશો છે. નિી વર્તમાન સ્ફોટક પરિસ્થિતિમાં, વિશ્વશાન્તિ અને પેાતાના દેશી સલામતી તથા આર્થિક પ્રગતિ, તેમની સમક્ષ મુખ્ય પ્રશ્નો છે.
- અલિપ્તતાની વિદેશનીતિ દુનિયાને નહેરુની દેણી છે. બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. અમેરિકા, સમૃદ્ધિ અને શકિતને શિખરે હતું. રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં પારાવાર સહન કર્યું હતું. અણુ બામ્બ અમેરિકા પાસે જ હતા. આ બે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ વધતા જતા હતા. અમેરિકામાં આઈઝનહાવર પ્રમુખ હતા, પણ સાચી સત્તા તેમના વિદેશમંત્રી જોહ્ન ફોસ્ટર લેસના હાથમાં હતી. લેસ સામ્યવાદના કટ્ટર વિરોધી હતા અને સામ્યવાદને પ્રસરતા અટકાવવા કટિબદ્ધ હતા, મેકાર્થીના યુગ હતો. અમેરિકામાં સામ્યવાદનું નામ પણ ન લેવાય. અમેરિકા મૂડીવાદી છે અને બીજા દેશામાં પ્રગતિશીલ બળેા સામે, પ્રત્યાઘાતી બળાને ટેકો આપતું રહ્યું છે. નહેરુ સમાજવાદી અને રશિયન કાન્તિ પ્રત્યે સહાનુભૂતિવાળા હતા પણ અમેરિકા સાથે કોઈ દુશ્મનાવટ બાંધવી ન હતી. પરિણામે, અલિપ્તતાની નીતિનો જન્મ થયા. બેમાંથી કોઈ જૂથના વર્ચસ્વમાં ન રહેવું અને દરેક પ્રશ્નનો સ્વતંત્રપણે વિચાર કરી નિર્ણય કરવો. એક નવું બળ પેદા કરવું જે વિશ્વશાંતિ માટે સદા જાગ્રત અને પ્રયત્નશીલ રહે. અમેરિકાને આ નીતિ પસંદ ન હતી. અમેરિકા ઈચ્છતું કે ભારત તેનું તાબેદાર અથવા તેના વર્ચસ્વમાં રહે. નહેરુને આ માન્ય ન હતું. નહેરુને નાસર, સુકર્ણ અને ટીટા, જેવા સમર્થ આગેવાનોનો ટેકો હતા, પરિણામે અલિપ્ત રાષ્ટ્રોની પ્રથમ પરિષદ બાંડુગમાં થઈ અને તેને આકાર અપાયો.
ત્યાર પછી તેમાં દુનિયાના રાજકારણમાં કાંઈક પલટાએ આવ્યા. રશિયાએ અણુબોમ્બ બનાવ્યો, એટલું જ નહિ પણ અમેરિકાનું હરીફ થયું. ચીન અને રશિયા-બે મહાન સામ્યવાદી દેશો વચ્ચે વૈમનસ્ય થયું. ચીને આપણા ઉપર આક્રમણ કર્યું અને નહેરુને મોટો આઘાત થયો. તેમાં અમેરિકાએ આપણને સારી મદદ કરી. નિકસનકિસિન્જર બેલડીએ ચીન સાથે સારા સંબંધેા બાંધ્યા. આ બન્ને આગેવાના ભારતના વિરોધી રહ્યા અને પાકિસ્તાનને મદદ કરી. બંગલા
દેશના યુદ્ધ વખતે અમેરિકા આપણી વિરુદ્ધ રહ્યું. રશિયાએ તે વખતે આપણને ઘણી મદદ કરી અને ત્યાર પછી રશિયા સાથેના આપણા સંબંધો ગાઢ થતા ગયા. દુનિયામાં બીજા ઘણા બનાવો બન્યા અને વિશ્વનું રાજકારણ પલટાઓ લેતું રહ્યું.
માણસ એમ માને છે કે પાતે બધું કરે છે અને તેનું અભિમાન લે છે. હકીકતમાં અણધાર્યા બનાવા બને છે. પરિસ્થિતિ પલટાઈ જાય છે અને માણસે પરિસ્થિતિને અનુકૂળ થવું પડે છે. સત્તા કઈ વ્યકિતના હાથમાં છે તેથી ઘણે ફેર પડે છે પણ તે સાથે, બધા સંજોગા ઉપર તેનો કાબૂ નથી હોતો. ઈરાનમાં શાહનું પતન થયું, ખૌમેનીએ ક્રાન્તિ કરી, અમેરિકન બાન પકડાયા, કાર્ટર હારી ગયા અને રીગન પ્રમુખ થયા, ઈરાકે ઈરાન ઉપર આક્રમણ કર્યું, રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું,, ઈજિપ્તે ઈઝરાયલ સાથે સંધિ કરી અને આરબ દેશો, 'ઈજિપ્ત વિરુદ્ધ થયા, વિયેટનામે કામ્પુચિયા અને કેટલેક દરજજે લાસના કબજો લીધા, પેાલેન્ડમાં મજૂરોના બળવા થયા, હિન્દી મહાસાગરમાં રશિયા અને અમેરિકાની લશ્કરી જમાવત થઈ અને આ પ્રદેશમાં ભય વધ્યો, આપણા દેશમાં ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં; ચીનમાં માનું અવસાન થયું અને તેની નીતિના વિરોધીઓને હાથે સત્તા આવી, દુનિયાના લગભગ બધા દેશની આર્થિક સ્થિતિ બગડી અને સર્વત્ર અશાન્તિ વધી. આ બધા બનાવાથી દુનિયાના રાજકારણમાં મોટો પલટો આવ્યો છે.
આવે સમયે અલિપ્ત રાષ્ટ્રોના દેશોની આ પરિષદ મળી છે. વિદેશ નીતિમાં કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતાં નથી. પલટાતા સંર્વાંગા પ્રમાણે દેશનું હિત લક્ષમાં રાખી દરેક દેશે પેાતાની વિદેશનીતિમાં ફેરફાર કરતાં રહેવું પડે છે. જે અલિપ્ત રાષ્ટ્રો દિલ્હીમાં મળ્યા; તે દરેકને પોતાના દેશનું હિત જોતાં, આ બધી સમસ્યાએ પ્રત્યે; જુદી જુદી દષ્ટિ હોય તે સ્વાભાવિક છે, પણ ત્રણ બાબતેમાં આ બંધા દેશે સંમત છે.
(૧) વિશ્વશાન્તિ જાળવવી અને યુદ્ધ નિવારવું.
(૨) દુનિયાના વિકસિત અને સમૃદ્ધ દેશોએ પછાત દેશોને મદદ કરવી જોઈએ.
(૩) અલિપ્ત દેશાનું સંગઠન ટકી રહે અને તેમની વચ્ચે સહકાર વધે.
પણ એક બાબતમાં સારીપેઠે મતભેદ રહે છે. કેટલાકનું વલણ અમેરિકા પ્રત્યે વધારે હોય છે, કેટલાકનું રશિયા પ્રત્યે, આ બન્ને મહાસત્તા વિશ્વસંઘર્ષના મૂળમાં છે. બન્ને પેાતાના સ્વાથે માટે દુનિયાના બીજા દેશોમાં એક અથવા બીજી રીતે દખલગીરી કરતા હોય છે. આવા બધા સંજોગોમાં અલિપ્ત રાષ્ટ્રો વચ્ચે સર્વસંમતિ લાવવી અઘરી છે, પણ ઘણેા પુરુષાર્થ કરી એક સર્વસંમત નિવેદન બહાર પાડી શકયા છે. આમાં લઘુતમ સંમતિ છે, છતાં મતભેદો ઢાંકી શકાયા નથી, તે પણ દુનિયાની વર્તમાન સ્ફોટક સ્થિતિમાં આ