________________
તા. ૧-૨૮૧
પ્રભુ મન
માનવને ઊગવા દે તેવુ શિક્ષણ
ડો. : ગુણવંત બી. શાહે
સંઘના ઉપક્રમે યોજાયેલા સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં ‘માનવને ઉગવા દઈએ’ એ વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપ્યા હતાં. એમાંનું પહેલું વ્યાખ્યાન ‘માનવને ઉગવા દે તેવું શિક્ષણ’ અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. ] [] ૐૉ. ગુણવંત ખી. શાહ
પ્રોફેસર અને અધ્યક્ષ, શિક્ષાણ વિભાગ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
ભૂમિકા :
જે અર્થમાં નવું બંધાતું મકાન મોટું થતું જાય છે તે અર્થમાં કોઈ વૃક્ષ મેટુ નથી થતું. મકાનના અસ્તિત્વનું કદી અંકુરણ નથી થતું. આ અર્થમાં મકાન કદી ઊગતું નથી હોતું, વૃક્ષનું ઊગવું એ એના અસ્તિત્વના પ્રફુલ્લનની પ્રક્રિયા છે, એની અંદર પડેલી ચેતનાના વિસ્તાર છે. કંઈક આવા ભાવથી પ્રેરાઈને મે મારાં ત્રણે વ્યાખ્યાનોનો વિષય માનવને ઊગવા દઈએ ' એવા રાખ્યો છે. આજના જાગતિક સંદર્ભમાં મારી દષ્ટિએ ત્રણ બાબતો માનવના પ્રફુલ્લનમાં નિર્ણાયક સાબિત થાય તેમ છે :
(૧) માનવને ઊગવા દે તેવું શિક્ષણ
(૨) માનવને ઊગવા દે તવા ધર્મ (૩) માનવને ખતમ ન કરે તેવું વિજ્ઞાન
આ સભામાં બેઠેલા મહાનુભાવ સમક્ષ ઝાઝી વાતો કરવાનો મારો અધિકાર ખૂબ મર્યાદિત છે, એ હું જાણું છું. શિક્ષણ અને સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે અને દુનિયાના અવનવા રંગે જેનારા એક જનસામાન્ય તરીકે આ ત્રણ દિવસ દરમિયાન થોડીક વાતો કરવાનો છું .
નિરદ ચૌધરીએ પોતાની માતાના ગામ મહાર અંગે લખેલી વાત મને યાદ આવે છે. એ ગામમાં કાલિમાતાનું મંદિર હતું અને એ મંદિરનાં માતા ખૂબ જીવંત ગણાતાં, એવી લાકવાયકા હતી કે જ્યારે વધ માટે ઘેટાંને લાવવામાં આવતાં ત્યારે એક કૌતુક જોવા મળતું. જેવું મંદિરનું બારણું ખૂલે કે તરત વાડાને નાકે હારમાં પહેલું ઊભેલું ઘેટું, મૂર્તિને જોઈને આગળ ધસી જવું અને ભાગ ધરાવવા માટેના ચાકઠામાં પોતાનું કુ ગઠવી દેવું, આ જ પ્રમાણે પછી બધાં ઘેટાં વારાફરતી કાલિમાતાને શરણે જતાં.
લગભગ પેલાં દોટાંની માફક કયારેક માણસા પણ માન્યતાઆના, વિચારોના, રુઢિઓના અને સદીઓથી જામી ગયેલી ધાર્મિક અને સામાજિક પરંપરાના ચોકઠામાં સામે ચાલીને પોતાની જાતને ધરી દેતા હોય છે. મારે આજના વિષય પર આવી જતાં પહેલાં એટલું જ કહેવું છે કે માનવીય પ્રફુલ્લનમાં શિક્ષાણ, ધર્મ અને વિજ્ઞાન મેાટો ફાળો આપે છે એ સાચું હોવા છતાં આજે ત્રણે બાબતો બંધિયાર મનના માનવીના પ્રફુલ્લન પર પાટુ મારનારી સાબિત થાય એવા પણ પૂરા સંભવ છે. આટલી સ્પષ્ટતા કર્યા પછી માનવને ઊગવામાં ટેકો કરી આપે એવા શિક્ષણ અંગે બે વાતો કરવા ધારું છું..
(w
માનવને ઊંઝા દે તેવું શિક્ષણ
માણસ હમેશાં સ્મારકપ્રેમી રહ્યો છે. અમુડ ઘટનાનું સ્મરણ કરાવવાનું કામ સ્મારક કરે છે. ધર્મ નામની ઘટનાનું સ્મારક એટલે મંદિર. ન્યાય નામની ઘટનાનું સ્મારક ન્યાયાલય છે. આ જ ત પ્રમાણે ગુનાનું સ્મારક કેદખાનું ગણાય. નશાનું સ્મારક શરાબખાનું ગણાય. કામાસકિતનું સ્મારક વેશ્યાગૃહ ગણાય અને જ્ઞાનનું સ્મારક પુસ્તકાલય ગણાય. આ અર્થમાં હું નિશાળને ‘શિક્ષણ ’નામની એક અત્યંત વ્યાપક ઘટનાનું સ્મારક ગણુ છુ.
પણ સ્મારકની એક મર્યાદા છે. સ્મારક વ્યાપક ઘટનાને
૧૬૯
સીમાના ચાઠામાં બંદી બનાવી દે છે. ઘટનાને અંશ એ સાચવી તે રાખે છે પણ કયારેક વ્યાપકતા અને સૂક્ષ્મતા બેઉ ખતમ થાય છે. ન્યાયલયની બહાર ન્યાય(અને અન્યાય) હાઈ શકે છે. મંદિરમાં પુરાઈ રહેલા ધર્મ ગંધાઈ ઊઠે એમ બને. ગુના કેદની ઊંચી દીવાલેા અતિક્રમીને સમાજમાં હરતો ફરતો રહે છે. પુસ્તકાલયમાં જ્ઞાનના ભાંડાર જરૂર હશે પણ સ્લિમિંગ પુલને સાગર માનવાની સ્કૂલ ટાળવા જેવી છે. પ્રતિક્ષણ ચાલતી રહેતી શિક્ષણની વ્યાપક અને સૂક્ષ્મ ક્રિયાનો એક ઘણા જ નાના અંશ નિશાળ નામની એક સામાજિક સંસ્થામાં સાચવી રાખવામાં આવ્યો છે. પિરામિડોમાં મમી જળવાઈ રહે તે જ રીતે એ અંશને જાળવી રાખવામાં થોડુ જોખમ છે. સ્વિમિંગ પુલમાં પણ હવે તે સતત વહેતા પાણીનો આગ્રહ રાખવામાં આવે છે.
આ વાત હું ‘નિશાળ ’ને નાબૂદ કરવાની હિમાયત કરવા માટે નથી કરી રહ્યો, ‘નિશાળ’ ગમે તેટલી સારી હાય તોય એ અંતે તે —‘ શિક્ષણ ’નો પર્યાય ન બની શકે,
‘સ્મોલ ઇઝ બ્યૂટિફૂલ ' નામના સુંદરે પુસ્તકના જાણીતા લેખક સ્વ. ઇ. એફ. શુમારે ‘એ ગાઈડ ફોર ધી પરપ્લેક્સ્ડ નામનું બીજુ પુસ્તક પણ પ્રગટ કર્યું છે. પુસ્તકની શરૂઆત સેંકડો છે. લેખક પેાતાની લેનિનગ્રેડની મુલાકાતને યાદ કરે છે, ત્યાં ફરતી વખતે સાથે રાખેલા નકશા પર ચર્ચ નહાતાં બતાવ્યાં પણ રસ્તા પર ઘણાં સૂર્ય જોવા મળ્યાં. આ વાત ન સમજાવાથી એમણે દુભાષિયાને પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો: “અમે નકશામાં ચર્ચ બતાવતા નથી.” શુમાકર કહે છે: નિશાળા અને કોલેજોમાં મને હમેશાં જીવનના અને શાનના નકશે। આપવામાં આવેલા. આ નકશા પર જેની મને ખૂબ જ દરકાર હાય એવી ચીજે ભાગ્યે જ જોવા મળતી.”
નિશાળની મર્યાદાઓ હશે પણ આપણને તેની ગરજ તા રહેવાનો, એ નિશાળ સમાજપરિવર્તનનું ઉપકરણ બની શકે !
દૂધમાં પરિવર્તન આણવા માટે આપણે તેમાં મેળવણ નાખીએ છીએ, મેળવણમાંથી વછૂટનું પ્રત્યેક બેકટેરિયમ દૂધના બુંદમાં શાંત અને વિધાયક પરિવર્તન આણે છે. સમાજપરિવર્તનનું મેળવણ છે શિક્ષણ. સમાજની સમસ્યાઓ સાથે ઓતપ્રોત (સમાજોભિમુખ ) શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે. વિશાળ સમાજ અને શિક્ષણની સંસ્થાએ વચ્ચેનું મરજાદીપણ દુનિયાના માલદાર દેશને પણ પાયાનું નથી, વિકાસગામો દેશને માટે તો આવા વૈભવ બાજારૂપ જ નીવડે.
રાજ્યમાં દુકાળ હોય અને નિશાળ એમ જ ચાલ્યા કરે તે હવે નહીં ચાલે. ગામમાં નેત્રદંતયજ્ઞ હોય અને નિશાળનું સમયપત્રક જરા પણ નહીં ખોરવાય તે કેમ ચાલે! આંધ્ર વાવાઝોડાનો તારાજી ભાગવે ત્યારે ત્યાંની જ નિશાળ કોઈ સામાજિક કાર્ય ન ઉપાડે એ એક અવિવેક ગણાવા જેઈએ. નિશાળ છોડતાં બાળકોને કાંઈ નહીં. તેમાં કેટલાંક લઘુતમ કૌશલ્યો તે મળી રહેવાં જોઈએ. જે યુવાન એકી વખતે દસ ક્લિામીટર ચાલી ન શકે, ત્રણ ચાર મીટર ઊંચેથી કૂદી ન શકે, બે મીટર ખાડા ઠેકી ન શકે, ઝાડ પર ચઢી ન શકે