SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખ જીવન ૧૭૦ અને દોઢ મીટર ઊંચી તારની વાડ સહેલાઈથી ઉલ્લંઘી ન શકે તે સમાજ માટે તે શી ધાડ મારવાના! રવિશંકર મહારાજ તો કહે છે કે, ‘કૂદકા મારીને હિંડે તે કુમાર.’ 6 ઘણાં વર્ષો પહેલાં બાધગયા સર્વેદિય સંમેલન (૧૯૫૪) માં વિનાબાએ પંડિત નહેરુની હાજરીમાં એક વાત કરેલી. યુરોપના કોઈ પણ યુવાન વિશે નિરાંતે કહી શકાય કે એને તરતાં આવડતું હશે, હોડી ચલાવતાં આવડતું હશે, બરફની રમતો આવડતી હશે, ટાઈપિંગ અને ડ્રાઈવિંગ આડતું હશે, ભારતના યુવાન માટે વિશ્વાસપૂર્વક કહી શકાય એવું કાઈ એક કૌશલ્ય ખરું? આજે દેશમાં ૧૨૫ જેટલી યુનિવર્સિટીઓમાં,૪૫૦૦ જેટલી સંલગ્ન કોલેજોમાં, ૪૦ હજાર જેટલી માધ્યમિક શાળાઓમાં, ૬ લાખ જેટલો પ્રાથમિક શાળાઓમાં કુલ ૩૫ લાખ જેટલા શિક્ષકો દસ કરોડ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને આ માટેના ખર્ચ વાર્ષિક રૂા. ૨૮૦૦ કરોડ જેટલે થવા જાય છે. આટલા ખર્ચ પછી પણ ૧૫ થી ૩૫ વર્ષના વયગાળામાં દસ કરોડ વિદ્યાર્થીએ તે અભણ રહી જાય છે. આમ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ એક બિનવિદ્યાર્થી Non — Student આપણા દેશમાં છે. આ સ્થિતિ માત્ર આપણા દેશની જ છે, એવુંય નથી. હમણાં / વર્લ્ડ બેંક તરફથી શિક્ષણ માટેનો ‘સેકટર પેૉલિસી પેપર’ (એપ્રિલ ૧૯૮૦) બહાર પડયા છે. બધી પ્રગતિ થઈ હોવા છતાં હજી તે દુનિયાનાં ૨૫ કરોડ બાળકા અને ૬૦ કરોડ પ્રૌઢા સુધી ‘નિશાળ ’જેવું કંઈ પહેોંચ્યું નથી ! છેલ્લાં દોઢ દાયકાથી ‘વિકાસ’ની વ્યાખ્યાને આર્થિક ઉત્પાદનની સાંકડી સીમમાંથી બહાર કાઢીને સારા ય માનવ જીવનના વિશાળ સંદર્ભમાં મૂલવવાના પ્રયત્નો થયાં છે. માનવની વ્યકિતતા પાંગરે, માનવનું માનવ્ય ઢીંગરાઈ ન જાય અને એનું પ્રફુલ્લન થતું રહે તે માટે ‘વિકાસ” ની વિભાવનાને પણ નવા ઘાટ આપવો પડે એ વાત હવે સ્વીકારાતી થઈ છે. આ માટે વર્લ્ડ બેકના અહેવાલમાં ‘વિકાસ ’ની પ્રક્રિયામાં શિક્ષણનું મૂલ્ય નીચેના ત્રણ મુદ્દાઓમાં રજૂ થયું છે. : (૧) મૂળભૂત માનવીય જરૂરિયાત તરીકે (૨) બીજી જરૂરિયાતો સંતોષવાના સાધન તરીકે ( ૩ ) વિકાસની પ્રક્રિયાને વેગળન બનાવનાર પ્રવૃત્તિ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી ગુન્નાર મિરકાલે પણ “ Asian Drama' માં આવે જ સૂર કાઢીને શિયાણને ‘માનવમાં થતાં મૂડીરોકાણ' તરીકે ગણાવેલું. સન ૧૮૭૧માં થયેલા ટ્રાન્સ અને જર્મની વચ્ચેના યુદ્ધમાં ટ્રૅન્ચે હાર્યા પછી હારનાં કારણે શોધાર્યા ત્યારે જણાયેલું કે જર્મનીને મળતી (વ્યવસાયલક્ષી) કેળવણી એમના વિજય માટે જવાબદાર હતી! એક વિચારકે તો ત્યાં સુધી કહેલું કે જે દેશનું શિક્ષણ ખર્ચ ઘટે છે તેનું સંરક્ષણ ખર્ચ વધે છે. એચ. જી. વેલ્સે તો માનવ ઇતિહાસને શિક્ષણ અને સર્વનાશ વચ્ચેની હરીફાઈ' તરીકે જ ગણાવેલા. સારુ શિક્ષણ માનવા ઊગાડે એ ખરું પણ શિક્ષણપાત્ર એ કામ કરે જ એમ માનવાની ભૂલ ટાળવા જેવું છે, જેને આપણે * School ' કહીએ છીએ તેની જૅડણી જૂના અંગ્રેજીમાં Schole * હતી અને એનું પગેરું લેટિનમાં ‘Schola ' (જેને અર્થ છે ‘નવરાશ ’)માંથી મળે છે. એક જમાનામાં નિશાળે જવા માટેની પૂર્વશરત હતી: ‘નવરાશ’! હજી આજેય કદાચ આ વાત ઘણા લોકો માટે સાચી છે. આજેય હજી કામગરા લોકોને નિશાળમાં જવાનું પાલવતું નથી. આપણા આજના વિદ્યાર્થીઓએ કદાચ ‘નિશાળ ” ના આ મૂળ અર્થ આજેય પકડી રાખ્યો છે. માનવને ઊગાડે એવું શિક્ષણ ઠવવું હોય તે એમાં રહેલી અનેક અસમતાઓ (Inbalances) દૂર કરવાં પડશે. આજે નીચેની અસમતાઓ – વિષમતાઓથી શિક્ષણ પીડાય છે: તા. ૧-૨૮૧ – આપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેની અસમતા –સ્રી અને પુરુષોના શિક્ષણ વચ્ચેની વિષમતા –શહેરો અને ગામડાંઓમાં શિક્ષણના ફેલાવાની વિષમતા “પુસ્તકિયા જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ચ્ચેની વિષમતા આ યાદી હ. લાંબાવવા ઇચ્છતા નથી. માહિતીના ધારામાંથી જ્ઞાનનું દૂધ નીપજે અને વળી એમાંથી ડહાપણ ( વૈદું ધ્યે ) નું નવનીત નીપજે તે જ આપણા શુક્રવાર વળે. ગુજરાતના એક નિષ્ઠાવાન શિક્ષાક કરુર્ણાશંકર માસ્તરે ‘બોધ ’ અને પ્રબોધ વચ્ચેના તફાવત સમજાવેલા. શિક્ષણ માત્ર ‘બધ’ આપે તે નહીં પ્રબોધ' પ્રેરે એ જરૂરી છે. લિયોનાર્દ દ'. વિન્સીની એક મર્માળી ટકારનો ઉલ્લેખ કરીને હું મારું વકતવ્ય પૂર કરીશ. તેણે કહેલું લોકોના ત્રણ વર્ગો હાય છે : -એક વર્ગના લોકો કશું જોતાં નથી, બીજા વર્ગના લોકો જયારે દેખાડવામાં આવે ત્યારે જુએ છે, અને – ત્રીજા વર્ગના લોકો પેાતાની જાતે જુએ છે. શિક્ષણનું કાર્ય ત્રીજા વર્ગના લાકોની સંખ્યા વધારતાં રહેવાનું છે. માણસને પેાતાના ગંતવ્યનું ભાન કરાવે એટલી અપેક્ષા તા શિક્ષણ પાસે રહે જ. આપણી આ વીસમી સદીમાં વિજ્ઞાને વસ્તુતા (Somethingness)નું મૂલ્ય ખૂબ જ વધારી દીધું છે. સદીઓ સુધી ધર્મએ વસ્તુશૂન્યતા (Nothingness)ને મહિમા ખૂબ ગાયા હતા. આ બે મૂળભૂત બાબત આ સદીમાં ટકરાતી જોવા મળે છે. ઈશાપનિષદની વિદ્યા અને અવિઘા વચ્ચે એટલે કે બ્રહ્મવિદ્યા અને વિજ્ઞાન વચ્ચે કોઈ તકરાર નથી. ઉલટું, ઉપનિષદ્કાર તા બેમાંથી એકની જ ઉપાસના કરનારને માટે ગાઢ અંધકાર જ પ્રાપ્ત થાય છે એવી ખુલ્લી ચેતવણી સામે ધરે છે. માર્સેલના ‘કન્સેપ્ટ ઓફ હેવિંગ એન્ડ બીઈંગ’માં અને એરિક ટ્રામના ‘ટુ બી આર ટુ હેવ ?' પુસ્તકમાં આ જ બે મુખ્ય પ્રવાહે આપણી સામે વારંવાર એક ખડું કરતા રહે છે. ભૌતિક વિકાસ અને નૈતિક વિકાસ વચ્ચે જાણે ખેચતાણ હાય એવી છાપ પણ પડે છે. કઠોપનિષદના ‘શ્રેયસ’ અને ‘પ્રેયસ' વચ્ચે પણ મૂળભૂત વિરોધ હોય તેવા ભ્રમ નમાંથી જલદી નીકળતા નથી. પરિણામે ગંગા અને જમના જેવા બે મહાનદ વચ્ચે પ્રયાગ રચાતું નથી. બે પ્રવાહા વચ્ચે જાણે મૂળભૂત આંતર- વિરોધ હોય એવી છાપ છે. પરિણામ એ આવે છેકે સમન્વય દૂર ને દૂર રહી જાય છે, વસ્તુતા (Somethingness) ની ઉપેક્ષાને લઇને પૂર્વ બરોબ રહ્યું અને નરી વસ્તુનિષ્ઠાને કારણે પશ્ચિમ સમુદ્ધિના અભિશાપોથી પીડાતું રહ્યું. અમર્યાદ ઉપભોગવાદનાં દૂષણ ઓછાં નથી હોતાં તે સાથે અછતની અતિશયતા કંઇ ધાર્મિકતા માટે ઉપકારક નથી હાની. બધી સમૃદ્ધિ વચ્ચે વૈરાગના અનુભવ, ગતિની વચ્ચે અગતિનું એક કેન્દ્ર, ઘોંઘાટના લાકારણ્યમાં શાંતિની એક ગુફા અને બધા સંબંધનાં ઓશિજાળા વચ્ચે અસંગના એક કોશેટો રચવાની કળાશિક્ષણ જો આ સદીમાં માણસને ન શીખવાડે તો એ જીવતા રહેશે અને ખતમ થશે, ઉમાશંકરની પંકિતઓ અહીં યાદ આવે છે: માઈલોના માઈલા મારી અંદરદોડતી ગાડીમાં હું સ્થિર અચલ. શરદબાબુએ ક્યાંક પેલા વાંસની વાત કરી છેને ( એ અંદરથી આખા ને આખા સળગ્યા. હોય તે! ય ટટ્ટાર ઊભા તો હાય જ) અંદરથી ખખડી ગયેલા માણસ પણ જીવ્યે રાખતા હાય છે. એ જીવે છે. એના દાર્શનિક પુરાવા એટલે જ છે કે, એનું હ્રદય ધબકે છે! ગન્તવ્યના ભાન વગર દોડતા માણસને દિશા બતાવી ન શકે તે શિક્ષણ માણસને ઉગાર્ડે એવું ન જ બને. કઠિયારો પણ વૃક્ષના પરિચયમાં તે આવે છે પરંતુ વૃક્ષના મૂળગામી પરિચય તો માત્ર માળીને જ હોય છે. માણસાને ઊગાડવા માટેબાળકો સાથે શિક્ષકે આવે મૂળગામી પરિચય કેળવવા પડશે અને એમને જીવનના અંતવ્યનું પ્રાપ્તવ્યનું, દષ્ટયનું શ્રેાતત્યનું અને કર્તવ્યનું ભાન કરાવવું પડશે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy