________________ તા. 16-12-81 11 હજાર રણગાડીઓ છે, ત્યારે રશિયાના દેરે કરારના દરે પારે. 44 હજાર રણગાડીઓ છે. આથી આવડી મોટી દુશમન સેનાના આક્રમણને ખોળવું હોય તે ન્યુટ્રોન બા વડે જ ખાળી શકાય, તાજેતરમાં અમેરિકાના વિદેશપ્રધાન હેગે કહ્યું છે કે શત્રુ સૈન્યની ઉપર આકાશમાં ન્યૂટ્રોન બોમ્બ ડવામાં આવે તે નીચે ની સેના નાશ પામે. પ્રમુખ રેગને કેટલીક બેજવાબદાર વાતો પણ કરી છે. તેમણે કહ્યું છે કે અણુશસ્ત્રો વાપર્યા વિના પ્રણાલિકાગ્રત શસ્ત્રો વડે યુદ્ધ થઈ શકે. વળી જે અયુદ્ધ થાય તો તેને યુરોપ પૂરતું મર્યાદિત રાખી શકાય. તેના જવાબમાં રશિયાના સંરક્ષણપ્રધાને હા છે કે જેણે આપઘાત કરી હોય એવે ગાંડે માણસ જ મર્યાદિત અણુયુદ્ધની વાત કરી શકે. જો અમારા ઉપર એક પણ આણુશસ્ત્ર મોક્લવામાં આવશે તો અમે અમારા તમામ બળ વડે સામનો કરશું પણ તેથી બધાને નાશ થશે. રશિયન નેતાઓના આ પ્રત્યાઘાત બતાવે છે કે દારૂગોળાના ભંડારમાં એક તણખો પણ પડે તો પણ વિશ્વવિગ્રહ ફાટી નીકળવાનો ભય છે. પશ્ચિમ યુરોપી દેશોને એવી ચિંતા છે કે અમેરિકાનાં અણુશસ્ત્રો યુરોપી દેશમાં ગોઠવાયેલાં હોય તે પણ આ શસ્ત્રો પર યુરોપી દેશેને કાબૂ ન હોવાથી અમેરિકને જરૂર વિના પણ તેમનો ઉપયોગ કરી નાખવા લલચાય. બીજા વિશ્વવિગ્રહમાં હારી રહેલા જાપાન ઉપર અણુબોમ્બ નાખવાની જરાય જરૂર ન હતી, છતાં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર એકેક અણુબોમ્બ ઝીંકી દીધે, કારણ કે તેની પાસે અણુબોબ હતા, અને બીજા કોઈ પાસે ન હતા. તે પછી કોરિયાના યુદ્ધમાં અને વિયેટનામના વિગ્રહમાં અમેરિકન નેતાઓએ અણુબોમ્બ વાપરવાનું વિચારી જાયું હતું, પરંતુ રશિયા પાસે અણુબોમ્બ હોવાથી વળતા ફટકાની બીકથી એ વિચાર માંડી વાળ્યો હતો. તેનો અર્થ એ કે અણુશસ્ત્રોનો ઉપયોગ ટાળવો હોય તો બંને પક્ષો વચ્ચે બળની સમતુલા જળવાવી જોઇએ, જેથી કોઇ પણ એક પક્ષ બીજા પક્ષની બીકના લીધે અણુશસ્ત્ર વાપરવાની હિંમત ન કરે. ' ' , , પરંતુ પ્રમુખ રેગનની નીતિ એવી છે કે અમેરિકાએ રશિયા, કરતાં કયાંય વધુ બળવાન થવું જોઈએ જેથી બળના સ્થાનેથી રશિયા સાથે વાત થઈ શકે. પ્રમુખ કાર્ટરે પ્રમુખ બ્રેઝનેવ સાથે વર્ષો સુધી વાટાઘાટો કરીને અણુશસ્ત્રોની મર્યાદા અને તેમના નિયમન વિશે સોલ્ટ-૨ નામના કરાર કર્યા હતા, પણ રશિયા કરતાં સવાયા બળના સ્થાનેથી વાત કરવાના હિમાયતી રેગને આ કરાર મંજૂર કર્યા નથી અને કોંગ્રેસ પાસેથી મંજુર કરાવ્યા નથી. તેના જવાબમાં બ્રેઝને અને તેમના સંરક્ષણપ્રધાન ઉતિને પડકાર ફેંકયો છે કે અમે બળની સમતુલા ખેરવાવા દઈશું નહીં અને અમેરિકાને વધુ બળવાન થવા દઈશું નહીં. * ન્યુટ્રોન બમ્બ તો તૈયાર થતા જાય છે તેમ અમેરિકામાં ખડકાતા જાય છે; પરંતુ નવી પેઢીનાં બે જાતનાં શસ્ત્રો યુરોપમાં ગઠવવા દેવાના અમેરિકાના દબાણને બ્રિટન, પશ્ચિમ જર્મની અને ઈટાલીની સરકારે વશ થઈ ગઈ છે. તેની સામે પ્રજામાં પ્રચંડ વિરોધ ઉઠ છે. આ શસ્ત્રો છે પશિંગ-૨નામનાં રોકેટ અને ક્રુઝ મિસાઇલ નામનાં વિમાન જેવાં રોકેટ, જે બંનેમાં અણુશસ્ત્રો કે હાઈડ્રોજન બોમ્બ હશે. તેમને પશ્ચિમ યુરોપમાં રશિયા સામે તાકીને ગોઠવવામાં આવે તે દેખીતી વાત છે કે યુદ્ધની સંભાવના વખતે રવરક્ષણ માટે રશિયાને તેમને નાશ કરવાની લાલચ થાય. જો યુદ્ધના દારૂખાનામાં તણખા પડે તે પશ્ચિમ યુરોપી પ્રજા જાણે છે. કે રશિયન રોકેટને અમેરિકા પર ત્રાટકતાં ત્રીસ મિનિટ લાગે, પરંતુ તે પહેલાં પશ્ચિમ યુરોપ પર ત્રાટકતાં પાંચ મિનિટ પણ ન લાગે અને પહેલા જ ફટકામાં યુરોપના કરોડો પ્રજાજનો માર્યા જય તથા પશ્ચિમ યુરેપી સમાજ અને સંસ્કૃતિનો નાશ થાય. આથી પશિંગ અને ફુઝ મિસાઈલને વિરોધ કરનારા યુપી લોકો રશિયાને ઉશ્કેરાટ કે લાલચનું કારણ આપવા નથી માગતા. 'ચાચલનું અવિચારી અનુકરણ કરતા બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચર તો આંખો મીંચીને રેગનને અનુસરે છે, પરંતુ પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન સ્મિથ મૂંઝવણમાં છે. તેમના પક્ષમાં પણ આ અમેરિકન શસ્ત્રો સામે વિરોધ છે. બીજી તરફ અમેરિકાની “ના”. છાવણીમાં ભંગાણ પડે તે રિમથને પાલવે તેમ નથી આથી તેમણે બે શરતે અમેરિકન અણુશસ્ત્રો પોતાના દેશમાં ગોઠવવાની રજા આપી છે કે બીજા નાટો દેશ પણ સંમત થાય અને પ્રમુખ રેગન પ્રમુખ બૅઝનેવ સાથે અણુશસ્ત્રોની સંખ્યાની મર્યાદા અને તેમના નિયમન માટે નવેસરથી વાટાઘાટ કરે. રેગન વધુ બળવાન બન્યા પછી જ વાટાઘાટ કરવા માગે છે. આથી તેઓ વાટાઘાટને વિલંબમાં નાખવા માગે છે. . - કુઝ મિસાઈલ એક એવું શસ્ત્ર છે કે જે રશિયાને ચિંતા કરાવે છે. તે 800 કિલોમીટરથી વધુ દૂર, નથી જઈ શકતું, પણ ધરતી કે પાણીની સપાટી નંજીક ઊડનું હોવાથી દુમને પોતાના રેડારમાં તેને આવતું જોઈ શકે નહીં. ફૂાના અમેરિકાના લશ્કરી જૂથનું સભ્ય નથી, તેથી તે પોતાની ભૂમિ પર અમેરિકન શસ્ત્રો નહીં ગોઠવવા દે. પણ તે તાનાં અણુશસ્ત્રો ધરાવે છે અને હવે અમેરિકાએ ન્યુટ્રોન બોમ્બ બનાવ્યો તેથી હવે ફ્રાન્સ પણ બનાવશે અને તેના જવાબમાં રશિયા પણ બનાવશે. ન્યુટ્રોન બોમ્બ પશ્ચિમ જર્મનીમાં ગઠવવા દેવા વડા પ્રધાન સ્મિથ સંમત થવાની વકી છે. તેથી જર્મન પ્રજામાં ઉગ્ર વિરોધ સળગી ઉર્યો છે. હજારે બસ અને સેંકડો ટ્રેન ભરીને લાખ જર્મને વિરાધના પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા. અમેરિકાના સંરક્ષણપ્રધાન વાઈનબર્ગરે કહ્યું છે કે ન્યુટોન બમ્બ હમણાં તો અમેરિકામાં જ એકઠા થવાના છે, તેથી પશ્ચિમી યુરોપી મિત્રોને પૂછવાની જરૂર નથી, પરંતુ અમેરિકન સૈન્યને લગતા મુશ્કેલ નિર્ણયો લેવાનું કામ આપણા સૌથી વધુ ગાઢ મિત્રોને શેંપી શકાય નહીં. આ શબ્દો બતાવે છે કે અમેરિકાનું રેગનતંત્ર પોતાનું ધાર્યું કરવા માગે છે. - રશિયા સામે બળના સ્થાનેથી વાત કરવા રંગને અમેરિકન પ્રજાના નબળા વર્ગ માટેનાં કલ્યાણના કામેના ખર્ચ પર અતિ ભારે કાપ કે ચેકડો મૂકયો છે, અને ૧૯૮૨ના લશ્કરી ખર્ચ માટે 221 અબજ ડોલર તથા 1983 અને ૧૯૮૪ના લશ્કરી ખર્ચ માટે 554 અબજ ડોલર ફાળવ્યા છે! હવે એમ-એકસ મિસાઈલ તથા બી-૧ બોમ્બર વિમાન બનાવવાનું કામ હાથમાં લેતાં લશ્કરી ખર્ચ ક્યાંય વધી જશે. એમ-એકસ મિસાઈલ વિશેનું ગાંડપણ જાણવા જેવું છે. અત્યારે માઈમ્પટમેન નામનાં રોકેટ અણુશઓથી સજજ કરીને “ગુપ્ત” ભયરાં (સિલ)માં છુપાવવામાં આવ્યાં છે. અમેરિકન સરકારની દલીલ એવી છે કે રશિયન જાસૂસી ઉપગ્રહો આ રોકેટે કયાં છે તે જાણે છે. તેથી રશિયાએ પહેલે ફટકો મારવો હોય તો તે પિતાનાં રોકેટ વડે આ બધાં અમેરિકન રોકેટને ભેયરામાં જ ફકી દે! આથી બીજા સેંકડો એમ-એકસ રોકેટ બનાવવાં અને તેમના માટે બીજ હજારો ભંયરાં ખેદવાં. પછી એમ-એસ રોકેટોને આ ભેચરામાં બદલ્યા કરવાં, જેથી અવકાશમાં રશિયન જાસૂસી ઉપગ્રહ થાપ ખાઈ જાય અને કયા ભોંયરામાં એમ-કસ રેકે છે અને કયા ભેચરાં ખાલી છે તે જાણી શકે નહીં. અથવા આ મિસાઈલોને રાક્ષસી કદની ટૂકો ઉપર ગોઠવીને તેમની હેરફેર કર્યા કરવી, જેથી ક્યાં કેટલાં એમ-એકસ મિસાઈલ છે તેની જાણ આક્રમણ સમયે રશિયાને હોય નહીં. તેથી આ મિસાઈલી બચી જાય અને તેમને રશિયા પર ઝૂકી શકાય. આ બધાં શસ્ત્રો દુનિયા માટે કેવાં ભયરૂપ છે એને ખાલી આમાંથી મળે છે. માં કરવી, જો રાસ ની - પશ્ચિમ બુચેષમાં રશિયા પાલિકા આ મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન રથળઃ 385, સરદાર વી. પી. રોડ. I , અંબઈ - 400 004 ટે. નં 350298: પૃદ્રાક્ષસ્થાન: ધી સ્ટેટસ પી૫લ પ્રેસ. કોટ. મુંબઈ - 400 0. '