________________
તા. ૧૬-૧૨-૮૧
પ્રબુદ્ધ જીવન
અગાઉથી શ્રી અંતુલેની માફ્ક એક ભંડોળ પેદા કર્યું. તેનું નામ તેમણે “ટેકનિકલ કો-ઓપરેશન પ્રોગ્રામ ” રાખ્યું. તે કાર્યક્રમ માટે રૂા. ૪૫ કરોડની રકમ મંજૂર કરાવી, એ પછી પોતાની ચૂંટણી માટે તેમાંથી અઢળક રકમ ખર્ચી, એ ખર્ચના હિસાબ રજૂ કર્યો તેમાં તેમણે “બકામા ટાપુમાં જે ઘેટાઓ પુરાયા હોય તેના ખારાક” અને વેનેઝૂબેલા જેવા પૈસાપાત્ર દેશમાં અન્નના કાર્યક્રમના ખર્ચ ઉધાર્યો હતા !
એવા આક્ષેપ થાય છે કે સયુકત રાષ્ટ્રસંઘના આર્થિક સંશોધન ખાતામાં ગરીબ દેશની આર્થિક સ્થિતિના આંકડા બનાવી હોય છે. યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયાના અર્થશાસ્ત્રી ઈરવીંગ બી. ફાવીસ કહે છે કે ઘણા ગરીબ દેશ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને બીજી સહાય કરનારી સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મેળવવા પેાતાના સ્ટેટીસ્ટીકસ નીચા બતાવે છે: ‘કટાડ' નામની રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસની સંસ્થાના ઉત્પાદન ખાતાના ડિરેકટરોએઅમુક ગરીબ દેશોની પેાલાદ પેદા કરવાની શકિતના એક લેખમાં વખાણ કર્યા હતા, તે લેખને પ્રગટ જ થવા દેવાયો નહિ, નોબેલ પારિતોષિક વિજૈતા વાસીલી ડબલ્યુ લીઓનીફે “ ફ્યુચર ઓફ ધી વર્લ્ડ ઈકોનોમી” નામના જગતના ભાવિ અર્થતંત્રના સરસ અહેવાલ તૈયાર કર્યો, પણ રાષ્ટ્રસંધના રશિયન પ્રતિનિધિએ તેને ફગાવી દીધા હતા. રૂા. ૩૦૦ કરોડને ખર્ચે આમ રાષ્ટ્રસંઘનું સંશોધન ખાતું ચલાવાય છે પણ તેને કોઈ ગણકારતું નથી. સંયુકત રાષ્ટ્રસંઘના અર્ધશાસ્ત્રી તરીકે કામ કરી ગયેલાને યુરોપની સંસ્થાઓ રાખતી નથી. ઓ,ઈ.સી.ડી. નામની યુરોપના સમૃદ્ધ દેશની આર્થિક સંસ્થા છે તે ગરીબ દેશોના અર્થશાસ્ત્રીને નોકરીમાં જ રાખતી નથી!
સંયુકત રાષ્ટ્રસંઘની કોઇ ઉપયોગીતા નથી તેવી ટીકા કરનારને કુર્ટ વાલ્ડહેમ જો કે સારો જવાબ આપતા હતા. તેમણે કહેલું “શષ્ટ્રસંઘે છેલ્લા ૧૦ વર્ષમાં ત્રણેક ક્ષેત્રે સારો ફાળો આપ્યો છે. સૌ પ્રથમ તે બે મહાન સત્તાઓ વચ્ચેની લશ્કરી અથડામણને ટાળી છે. બીજું આફ્રિકામાં ગુલામ દેશને જલદીથી સ્વતંત્રતા મળે તે માટેની પ્રક્રિયાને રાષ્ટ્રસંઘે ઝડપી બનાવી છે અને ગરીબ તેમ જ સમૃદ્ધ દેશે વચ્ચેની ખાઈને રાષ્ટ્રસંઘે પ્રગટ કરી બતાવી છે. કૂર્ટ વાડહેમે કહ્યું હતું કે મધ્ય પૂર્વના રાષ્ટ્રસંઘના શાંતિદળને મોકલીને ખૂનખાર જંગને ટાળ્યું છે.
આ દાવાના સન્ડે ઓબ્ઝરવરના ભૂતપૂર્વ મંત્રી શ્રી કોનેર ક્રુઈઝ ઓબ્રીયાન સરસ જવાબ આપે છે. તેઓ કહે છે કે રાષ્ટ્રસંઘ સાવ શકિતહીન છે. ઈશન અને ઈરાક જેવા નાના દેશે મુદ્દો ચઢે
ત્યાં શષ્ટ્રસંઘ કંઈ કરી શકતું નથી. ઈરાનમાં અમેરિકન બાના પકડાયા ત્યારે તેમાં મધ્યસ્થી થવા ગયેલા કૂર્ટ વાલ્ડહેમના ભયંકર ઠઠ્ઠો ઉડાવાયો હતા અને જગતભરના લોકોએ ટી.વી. ઉપર વાલ્ડહેમ સામે ઈરાનના વિદ્યાર્થીઓ દાંતિયા કરતા હતા તે જોયું હતું. શ્રી ઓબ્રિયાન કહે છે કે સુએઝમાં ઈજિપ્ત અને બ્રિટન વચ્ચે યુદ્ધ થયેલું તેમાં રાષ્ટ્રસંઘે જે કંઈ કર્યું હોય તો બ્રિટનની આબરૂ બચાવવા માટે જ કર્યું હતું. ઈજિપ્ત ઉપર હુમલે કર્યા પછી બ્રિટનને તે ભારે પડી ગયો. આબરૂ રાખવા રાષ્ટ્રસં૰ દ્રારા શાંતિની અપીલ કરાવી હતી. આ પ્રકારે ક્યુબામાં મિસાઈલ લઈ જનારા રશિયાના વડા પ્રધાન કુશ્ચેવની આબરૂ બચાવવાનું કામ રાષ્ટ્રસંઘના તે સમયના મહાસચિવ ઉ થાને કર્યું હતું.
સંયુકત રાષ્ટ્રસંઘની ઉપયોગીત વિષે ચર્ચા થાય ત્યારે ખુદ પ્રતિનિધિઓ જ રાષ્ટ્રસંઘની નિરર્થકતાની ચર્ચા કરે છે. એક ઈરાકી ડેલિગેટે કહ્યું, “અમારે ત્યાં અરબીમાં કહેવત છે કે જે માણસ ગધેડાને ઊંચા અને સાંકડા મિનારામાં ચઢાવીને લઈ જાય તેણે ગધેડાને પછી નીચે ઉતારતા પણ શીખવું જોઈએ.” ત્યારે એક યુરોપિયન પ્રતિનિધિએ કહ્યું, “વાંધો નહિ, આપણે ત્યાં કોઈ ગધેડાને ઊંચે મિનારે લઈ જાય પછી તે નીચે ઉતારી ન શકે ત્યારે રાષ્ટ્રસં ઘ તેની વહારે ચઢે છે.
‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' જેવા તાલ
1
૬૧
[] વિજયગુપ્ત મૌ
દસ
પ્રમુખ રેંગને પ્રમુખપદ સંભાળ્યા પછી પહેલા મહિનામાં વધુ વિનાશક શસ્રો બનાવવાના ત્રણ નિર્ણય લીધા છે: યુદ્ધના ધોરણે ન્યુટ્રોન બેમ્બ બનાવવાના, અમેરિકા જેવા ધનવાન દેશ માટે પૂત્ર અતિ મોંઘાં બી – ૧ નામનાં વિમાના બનાવવાના અને એમએકસ મિસાઇલ નામના અતિ મોંઘા લડાયક રોકેટ બનાવવાના. આ ત્રણ શસ્ત્રોમાંથી ન્યુટ્રોન બામ્બ બનાવવાના નિર્ણય અણુવિગ્રહની શકયતાને નજીક લાવે છે, જો કે પ્રમુખ ટ્રેનની વિતંડાવાદી દલીલ એવી છેકે અમેરિકા પાસે ન્યુટ્રોન બામ્બ હાથવગા હશે તો રશિયા પશ્ચિમ યુગપ પર આક્રમણ કરતાં ડરશે. આ દલીલમાં એમ માની લેવામાં આવ્યું છે કે રશિયાના નેતાઓ એવા પાગલ છે કે તેઓ પશ્ચિમ યુરોપ પર આક્રમણ કરીને અણુવિગ્રહ, વિશ્વવિગ્રહ, પેાતાને! નાશ અને આખી દુનિયાના નાશ વહોરી લેવા ઉત્સુક છે.
ન્યુટ્રોન બામ્બ બનાવવાનો નિર્ણય જિમી કાર્ટર પ્રમુખ થયાં તે પહેલાં લેવાઇ ગયા હતા. કાર્ટરે ન્યુટ્રોન બામ્બ પશ્ચિમ યુરોપમાં ગાઠવવા દેવા પશ્ચિમ યુરોપના મિત્ર દેશને સમજાવવાના પ્રયાસ ર્યાં હતા; પરંતુ પશ્ચિમ યુરોપમાં ન્યુટ્રોન બોમ્બ ગાઠવાય તે તેની ઉપર પશ્ચિમી યુરોપી દેશાના કાબૂ ન રહે અને તેને પ્રણાલિકાગત શસ્ત્ર તરીકે વાપરવાની લાલચને અમેરિકન સેનાપતિઓ અને પ્રમુખ વશ થઇ જાય તે તેમાંથી અણુશસ્ત્રોવાળા વિશ્વવિગ્રહ ફાટી નીકળે, જેમાં બંને બાજુથી હજારો અણુશસ્ત્રો ફેંકવામાં આવે. આવા યુદ્ધમાં યુરોપના પહેલા સર્વનાશ થઈ જાય; આથી બ્રિટન, પશ્ચિમ જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ વગેરે દેશમાં અમેરિકાના અણુશસ્ત્રો ગાઠવવા દેવા સામે પ્રજાના ગણનાપાત્ર વર્ગના વિરોધ છે. નવેમ્બરના પહેલા પખવાડિયામાં આ દેશમાં તથા બ્રિટનમાં લાખો પ્રજાજનાએ અમેરિકન અણુશસ્રો ગોઠવવાની યાજના સામે વિરોધમાં પ્રચંડ દેખાવા કર્યા હતા.
પ્રમુખ કાર્યરને જ્યારે પશ્ચિમ યુરોપી મિત્ર દેશાની સંમતિ ન મળી ત્યારે ગુસ્સે થઇને તેમને સમજાવવાનું છેડી દીધું હતું અને ન્યુટ્રોન બામ્બ વાપરવા માટે તૈયાર કરવાને બદલે તેના છૂટા ભાગ બનાવી રાખવાનો હુકમ કર્યો હતો. હવે ગેંગને કાર્ટરથી આગળ વધીને વાપરવાલાયક ન્યુટ્રોન બેામ્બનાં શસ્ત્રો તૈયાર કરવાનો હુકમ આપી દીધા છે. ન્યુટ્રોન શસ્ત્રો બે પ્રકારનાં છે: એક હોવિત્ઝર નામની કદાવર તેાપા વડે ફેંકવાના તેપગેળાને પ્રકાર અને બીજો લાન્સ નામનાં આશહે ૨૦ ફૂટ લાંબા રોકેટા વડે ફેંકવાના. તાપગાળા તરીકે ન્યુટ્રોન બામ્બગાળા ૧૬ ક્લિામીટર દૂર ફેંકી શકાય અને લાન્સ રોકેટ વડે ૧૧૦ કિલોમીટરથી જરા વધારે, અમેરિકા તેને અણુશસ્ત્ર નહીં પણ પ્રણાલિકાગત સાદું શસ્ત્ર ગણવા માગે છે! તેની દલીલ એવી છે કે ન્યુટ્રોન શસ્ત્ર યુદ્ધમાં શત્રુના સૈન્ય ઉપર જ ફેંક્વાનાં હોવાથી તેમાં નાગરિક ખુવારી ઘણી ઓછી થશે અને શત્રુ સૈન્યના મેાટી સંખ્યામાં નાશ થઇ શકશે. વળી ન્યુટ્રોન શસ્ત્રની સ્ફોટક શકિત ઘણી ઓછી હોવાથી તેના વડે મિલકતના નાશ બહુ ઓછે થશે. એક મૂડીવાદી દેશ તરીકે અમેરિકાને માણસ કરતાં મિલકતનું મહત્ત્વ વધારે છે. ન્યુટ્રોન બામ્બ કરતાં હાઇડ્રોજન બામ્બુ કંઈ નહીં તા દસ ગણા મોટા હોય, તેમ છતાં હાઇડ્રોજન બામ્બ કરતાં ન્યુટ્રોન બામ્બ દસમા ભાગની મિલકતના જ નાશ કરે,
અમેરિકાની દલીલ એવી છે કે “નાટો” સૈન્ય પાસે માત્ર