________________
પ્રબુદ્ધ ન
સયુક્ત રાષ્ટ્રસંઘની બીજી બાજુ
[] કાન્તિ ભટ્ટ
સમી ડિસેમ્બરે માનવહક્ક દિવસ ઉજવાયેલા તે ભારતમાં ટેલિવિઝન ઉપર ત્રણ મિનિટની ફિલ્મ બતાવાઇ ત્યારે જ ઘણાએ જાણ્યું પણ ૨૪મી નવેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્રસંઘ દિવસ ઉજવાયો ત્યારે ભાગ્યે જ કોઇને તેની જાણ હતી. સંયુકત રાષ્ટ્રસંઘને અમેરિકાના રાષ્ટ્રસંઘ ખાતેના એક વખતના પ્રતિનિધિ ડેનિયલ પેટ્રીક માયનિહાને બહુ રારસ ઉપમા આપી હતી. “સંયુકત રાષ્ટ્રસંઘ એ એક એબ્સર્ડ થિયેટર છે અને તેના સ્ટેજ મેનેજર તરીકે મહાસચિવ કામ કરે છે.” આ છપાશે ત્યારે આ સ્ટેજ મેનેજર કે સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવની વરણી થઈ ગઈ હશે. એ પદ જીતનારને વચ્ચે કરવેરા વગરને રૂા. ૯૦ લાખના પગાર મળે છે અને દર વર્ષે રૂા. રા લાખનો મનોરંજનના ખર્ચ મળે છે. ઉપરાંત ન્યુયર્કમાં એક ફ્લેટ મફત રહેવા મળે છે. ન્યુયોર્કના ફેશનેબલ મેનહટ્ટન વિસ્તારના બ્લુમિગડેલ નામના સ્ટારમાંથી તેઓ ઇચ્છે તે ચીજ મફત ખરીદી શકે છે.
આ પ્રકારના ધીંગા પગારવાળા મહાસચિવ પહેલાં ચૂંટાવા માટે પ્રચાર કરતા નહિ, પણ ચાલુ મહાસચિવ શ્રી કુ વાલ્ડહેમે પોતાની ઉમેદવારીના પ્રચાર કરવા જગતના ઘણા દેશના પ્રવાસ કર્યો હતો. પાંચ વર્ષ પહેલ સંયુકત રાષ્ટ્રસંઘનું વાર્ષિક બજેટ રૂા. ૫૪૦ કરોડનું હતું તે અત્યારે લગભગ બમણું થઇ ગયું છે. ઘણી વખત સંયુકત રાષ્ટ્રસંઘને નાણાંની ભીડ પણ પડી જાય છે. ૧૫૬ જેટલા સભ્ય દેશો પૈકી ઘણા દેશે પોતાની સભ્ય-ફી પણ આપી શકતા નથી. ઉપરાંત રાષ્ટ્રસંઘે ભૂતકાળમાં શાંતિ માટે અમુક દેશોમાં લશ્કર મેલ્યું હોય તેના ખર્ચની ફાળવણી પણ કરતા નથી. ચીન પાસે રૂા. ૬૦ કરોડની રકમ લેણી હતી તે ચીન આપતું જ નહાતું. હવે હપ્તાવાર દર વર્ષે A. ૫ રોડ આપવા તૈયાર થયું છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને રશિયા સહિત ૨૨ દેશોએ પોતાને ભાગે પડતા ખર્ચની ફાળવણી કરી નથી.
સંયુકત રાષ્ટ્રસંઘની ક્વેરીને કારણે ન્યુયોર્કમાં હમેશાં હૉટલની નંગી રહેતી હતી. હાટલાની એક લાખ રૂમા હમેશાં ભરેલી રહેતી એટલે સંયુકત રાષ્ટ્રસંઘે હયાટ ઇન્ટરનેશનલ નામની કંપનીના સહવેાગમાં યુ. એન. હોટલ ઊભી કરાવી હતી. તે હોટલનું નામ યુનાઈટેડ નેશન્સ પ્લાઝા હોટલ રખાયું છે. ચાલીસ માળની આ હોટલમાં પ્રથમ ૨૬ માળમાં સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોની ઓફ્સિા છે. આ હોટલના ૨૭મે માળે સ્વિમિંગ પૂલ છે. બાર માળમાં સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય દેશના પ્રતિનિધિઓને કટુંબ સહિત ફ્લેટ ન મળે તે હોટલમાં રહેવાની સગવડ છે.
આ હોટલમાં દસ ભાષા જાણનારો સ્ટાફ રખાયા છે. હોટલનું ચત્રીનું ખાણું જ્ઞ. ૨૦૦ થી રૂ. ૪૫૦ સુધીમાં વ્યકિત દીઠ મળે છે. રૂમાનું ભાડું ૨૪ ક્લાકનું જ્ઞ. ૧૧૫૦ થી ગૃ. ૬૦૦૦ સુધીનું છે. હોટલમાં સાના-બાથ, ડ્રેસીંગ રૂમ અને કસરત કરવાન આખા અખાડો છે. ચાલીસમે માળે રાષ્ટ્રસંઘના મહેમાનો અને સભ્યો માટે ટેનિસ રમવાની કોર્ટ છે. ગરીબ દેશના પ્રતિનિધિઓને કોકટેલની પાર્ટી આપીને કામ કઢાવવા માટે આ હોટલના ઘણા રૂમે વપરાય છે.
સંયુક્ત રાષ્ટ્રÉઘના સ્ટાફમાં નિમાવા માટે જબરા દબાણુ અને હવે લાંચરુશ્વતના પણ ઉપયોગ થાય છે. ખાસ કરીને રાંયુકત રાષ્ટ્રસંઘના આર્થિક સંશોધન ખાતામાં દર વર્ષે રૂા. ૩૦૦ કરોડનું બજેટ હોય છે તેમાં નિમણૂક મેળવવી તે માભેા ગણાય છે. આ
તા. ૧૬-૧૨-૮૧
ખાતામાં ૩૦૦૦ જેટલા અર્થશાસ્ત્રીઓ કામ કરે છે. સંયુકત રાષ્ટ્રસંઘ ગરીબ દેશા માટે શું શું ક્યું છે તેના સમાચારો પ્રગટ કરાવવા રાષ્ટ્રસંઘ આતુર હોય છે છતાં એવા સમાચાર છપાતા નથી એટલે ગયે વર્ષે રાષ્ટ્રસંઘે ગ઼. ૪૩ લાખ ખર્ચીને ૧૦ દેશના વર્તમાનપત્રોમાં જાહેરાત રૂપે ન દેખાય તેવી મૂર્તિઓ પ્રગટ કરાવીને પોતાના પ્રચાર
હતા. ભારતના એક અંગ્રેજી છાપાને પણ આવી કિંમત ચુકવાયેલી પૂતિના લાભ મળ્યો હતો.
ગરીબ દેશની ગરીબી દૂર કરવાની વાર્તા કરનારા સમૃદ્ધ દેશા અને ખુદ ગરીબ દેશેાના પ્રતિનિધિઓની લાઈફસ્ટાઈલ જેવા જેવી હોય છે. આ લોકો કૅડીલેકમાં પાર્ટેબલ ફોન સાથે એરકન્ડશન્ડ ઓફિસમાં આવે છે. ઘણાની ઓફિસમાં દારૂના બાર પણ હાય છે. સૌથી મોટા વિરોધાભાસ ઓકટોબર મહિનામાં મેક્સીકોના હિલ સ્ટેશન
જેવા ગણાતા મોજશોખના ગામ કાનકૂન ખાતે મળેલી ગરીબ અને તવંગર દેશોની શિખર પરિષદમાં દેખાતા હતા.
ગરીબોના ઉદ્ધાર કરવા ાનકૂન ખાતે ૨૨ સરકારોના વડાઓ આવ્યા હતા. તેમની સાથે ૧૫૯૪ જેટલા ડેલીગેટો હતા. ૩૪૨૨ જેટલા પત્રકારો કાનકૂન પરિષદનો અહેવાલ લેવા આવ્યાં હતાં. તે બધાના રક્ષણ માટે છ ગનબાટ ઊભી રખાઇ હતી. કાનકૂન ઉપર ૨૨ જેટલા હેલિકોપ્ટરો સતત ઘુમતા હતા અને ૫૦૦૦ જેટલા છૂપાવેશના જાસૂસે. આસપાસ ફરતા હતા. રોનાલ્ડ રેગન અને બ્રિટનના માગરિંટ થેચર પોતપોતાના શાહી વિમાામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાન કાઉન પ્રિન્સ ફાદ તેનું ભભકેઘર .જંબા જેટ વિમાન લઇને આવ્યા હતા, અલ્જિરિયા જેવા દેશના પ્રમુખ બેન જેડીડ પણ પાતાનું વિમાન લઇને આવ્યા હતા. ફિલિપાઇન્સના પ્રમુખ માર્કોસે પોતાની હોટલના રૂમમાં વાપરવા માટે મનીલાથી પોતાની પસંદગીનું ફર્નિચર અગાઉથી વિમાન વાટે મેલ્યું હતું. માર્ગરેટ થેચર પોતાના હેર સ્ટાઇલિસ્ટને સાથે લાવ્યાં હતાં. કાકૂનની કોઈ પણ હોટલમાં રૂા. ૭૨૦ની નીચેની દારૂની બોટલ મળતી નથી. હૉટલનું ભાડુ ૯૦૦થી નીચું હોતું નથી.
ગરીબ દેશે વિષેની સતત વાતો કરીને વિખરાઈ ગયેલા પ્રતિનિધિઓ કંઈ પણ ઉકાળ્યા વગર સ્વદેશ પાછા ફર્યા હતા, પણ સંયુકત રાષ્ટ્રસંઘની વિવિધ શાખાંઓમાં વરસભર સતત ગરીબી દૂર કરવાની વાતો થતી રહે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (“ફાઓ”) નામની સંસ્થા પણ ગરીબ દેશની ભૂખ ભાંગવાની વાતો કર્યા કરે છે. તેનું વાર્ષિક બજેટ રૂા. ૩૬૦ કરોડનું છે. દર વર્ષે આ સંસ્થા જગતનું અન્ન ઉત્પાદન વધારવાની ઝુંબેશ કરે છે, પણ ઉત્પાદન વધવાને બદલે ‘ફાઓ’ના ખર્ચ વધતો જાય છે. રૂા. ૩૬૦ કરોડના બજેટમાંથી શ. ૨૪૦ કરોડની રકમ તા ‘ફાઓ'ના સ્ટાફ અને નિષ્ણાતોના પગારમાં ચાલી જાય છે. “ફાઓ”ની દેશ-પરદેશની પરિષદો એટલી મળતી હતી કે તેના ડાયરેકટર જનરલ શ્રી સાઓમા જે એક ગરીબ દેશમાંથી આવતા હતા તેમણે ૧૫૫ જેટલી આંતરરાષ્ટ્રીય પરિષદા કેન્સલ કરાવીને પૈસા બચાવ્યા હતા. તેમણે ત્યારે કહેલું કે ગરીબ દેશને ચર્ચાની નહીં, પણ ચોખાની જરૂર છે. જો કે પછી આ ડાયરેકટર જનરલ જૂના થયા એટલે તે પણ મોજમાં પડી ગયા અને તેમણે ફર્નિચર, ઓફ્સિ સજાવટ, મોટર વાહનો અને ફેશનેબલ ટેલિફોન ઉપર ૨૫ ટકા ખર્ચ વધારી મૂકયો હતો. આ ડાયરેકટર જનરલને પોતાના આ હોદ્દો એટલા આકર્ષક લાગ્યો કે પછી ફરીથી ચૂંટાવા માટે તેમણે
8