________________
તા. ૧૬-૧૨-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૫e
તાપ, પ્રાયશ્ચિત અને પચખાણ એટલે કે પ્રતિજ્ઞા, આ ત્રણનું મહત્ત્વ દર્શાવીને વકતાએ કહ્યું: જ્ઞાનનું મોટું બળ જીવનને પુણ્યશાળી બનાવે છે. આત્મા અને દેહની ભિન્નતા સમજાવે છે. દુભવ દૂર થતાં આત્મા શુદ્ધ અને મુકત બને છે. જ્ઞાનથી ચિત્તાની રિતા ટકે છે. આત્મા શુદ્ધ થાય છે અને આત્મા શુદ્ધ થતાં પ્રજ્ઞાનું પ્રાક્રય થાય છે. કેવળજ્ઞાન પામતા આત્માને સાક્ષાત્કાર થાય છે.
છે. ગુણવંત શાહે ઉપસંહાર કરતાં યાજ્ઞવલ્કયનું મરણ કર્યું. મૈત્રેયી અને ગાગી ને સંભાર્યા. ગાગ અને યાજ્ઞવલ્કય વચ્ચેના સંવાદની વાત કરી, જ્ઞાન પરત્વે અનુભવને મહિમા કરી . ગુણવંત શાહે જ્ઞાનની કક્ષાઓ વિશે કહ્યું. માહિતી પછી જ્ઞાન અને જ્ઞાનને પરિણામે ડહાપણુ વૈદધ્ય, અજ્ઞાનની સભાનતા આ સર્વ કક્ષાએ વિશે કહ્યા પછી બુદ્ધિથી કંઈક વિશેષ એવી પ્રજ્ઞાની વાત કરી. બુદ્ધિવાન મનુષ્ય અને પ્રાણ પુરુષ વચ્ચેનો ભેદ દર્શાવ્યો. તેમણે ગ્રંથનો મહિમા કર્યો. ગ્રંથનું સ્વજનેના જેવું મહત્ત્વ દર્શાવ્યું. મંદિર કરતાં પણ ગ્રંથાલયનું મહત્ત્વ દઢાવ્યું. પણ તે સાથે કર્યું કે માણસે ગ્રંથકીટ થવાનું નથી. ગ્રંથ વાંચતાં વાંચતાં, અભ્યાસ કરતાં, કરતાં જ્ઞાન મેળવતાં મેળવતાં પ્રોશ થઈ નિગ્રંથ થવાનું છે. પરયું હોય તે જ જ્ઞાન કામનું છે. જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવન વિશેની દષ્ટિ ઊઘડે છે. જીવનના ઉદ્દેશનું ચિંતવન શરૂ થાય છે. જીવનની પ્રાપ્તિ થાય છે. અસ્તિત્વમાંથી મનુષ્યત્વનો વિકાસ થાય છે. “મારા અસ્તિત્વમાંથી મનુષ્યત્વ વહે છે ખરું?” આ પ્રશ્ન દરેકે પોતાની જાતને વારંવાર પૂછવો જોઈએ. જ્ઞાનીનું એ લક્ષણ છે. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીએ આભાર માન્યો હતો.
(ક્રમશ:
સંઘ સમાચાર તા. ૭-૧૧-૮૧ના રોજ મળેલી સંઘની વાર્ષિક સામાન્ય સભાએ નીચે પ્રમાણે નિર્ણય કર્યા છે તેની નોંધ લેવા વિનંતી.
લવાજમમાં ફેરફાર” ” સંઘના આજીવન સભ્ય માટે હાલ લવાજમ રૂ. ૨૫૧ છે, તેને બદલે ૧લી જાન્યુઆરી ૧૯૮૨થી રૂ. ૩૫૧/- લેવામાં આવશે.
સંઘના સભ્ય માટે વાર્ષિક લવાજમ હાલ રૂા. ૨૦૦ છે તેને બદલે ૧લી જાન્યુઆરી, ૧૯૮૨થી રૂા. ૨૫-૦૦ લેવામાં આવશે. ૦ “પ્રબુદ્ધ - જીવન’નું વાર્ષિક લવાજમ હાલ રૂા. ૧૫-૦૦ છે તેને બદલે હવેથી રૂા. ૨૦-૦૦ લેવામાં આવશે. જેમના “પ્રબુદ્ધ જીવનના લવાજમે ભરાઈ ગયા છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. ૦ નવા વર્ષ ૧૯૮૨ના વર્ષના લવાજમો સત્વર મેકલી આપવા સભ્યોને વિનંતી. ૧૯૮૧ના વર્ષના જેમના લવાજમ બાકી છે તે સભ્ય પણ સત્વર મોકલે.
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ અભ્યાસ વર્તુળ .
આગામી કાર્યક્રમ
શ્રી બી. સિંહાને વાર્તાલાપ તા. ૨૪-૧૨-૮૧ ગુરુવાર સાંજે ૬-૦૦ વાગે. વિષય: ઝેન (જાપાન) મેડિટેશન (પ્રયોગ સાથે) વકતા:- શ્રી બી. પી. સિહા. (બાર - એટ–લો.) (પ્રવચનને અતિ ધ્યાનનો પ્રયોગ કરાવશે)
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ, તા. ૨૬-૧૨-૮૧ શનિવારે સાંજે ૬ વાગે.
શ્રી જગદીશભાઈ નાણાવટીને વાર્તાલાપ વકતા:- શ્રી જગદીશભાઈ નાણાવટી (સેક્રેટરી: હિમાલયન ક્લબ) વિષય:- પર્વતારોહણને આનંદ (પશ્ચિમઘાટ અને સિક્કીમ
હિમાલય વિષેની લગભગ ૧૦૦ સ્લાઈડે બતાવવામાં
આવશે.). સ્થળ :– પરમાનંદ કાપડીઆ સભાગૃહ,
વકતા ફેલતભાઈ બી. દેસાઈ શનિવાર તા. ૯ જાન્યુઆરીના રોજ શ્રી દોલતભાઈ દેસાઈને એક વાર્તાલાપ શનિવાર તા. ૯ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સાંજના ૬-૧૫ વાગે ‘ફૂલે કહ્યું: તમે સ્પર્યા અને હું ખીલ્યું.” એ વિષય ઉપર એક રાખવામાં આવ્યો છે. રસરા ભાઈ–બહેનને હાજર રહેવા અમારું પ્રેમ નિમંત્રણ છે. સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ
સુબોધભાઈ એમ. શાહ
કવીનર- અભ્યારા વર્તુળ પ્રેમળ જ્યોતિ * * - શુક્રવાર, તા. ૮-૧-૮૨ના રોજ, પ્રેમળ જ્યોતિના આશ્રયે, સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, બપોરના ૩-૦૦ વાગે ડો. એન. વી. મોદીનું, “હિપ્નોટીઝમ દ્વારા દર્દ-ચિકિત્સા એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે – એ સમયે આ વિષયને લગતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવશે. રસા ભાઈબહેનને સમયસર હાજર રહેવા પ્રેમભર્યું નિમંત્રણ છે. '
" " '' નીરુબહેન શાહ ' કન્વીનર, પ્રેમળ જ્યોતિ.
જૈન ધર્મની દષ્ટિએ શ્રાવકનો
આચારધર્મ અણુવતે ગુણવત-શિક્ષાત્રતે
- વંદિતા સૂત્રના આધાર પર સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહના ત્રણ વ્યાખ્યાને અભ્યાસ વર્તુળના ઉપક્રમે ઉપર દર્શાવેલા વિષય અંગે સંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રાખવામાં આવ્યા હતા. ત્રણ દિવસ જિજ્ઞાસુઓની હાજરીથી સભાગૃહ ભરેલું રહ્યું હતું. આ ત્રણે વ્યાખ્યાનએ શ્રોતાઓમાં મેટું આકર્ષણ ઊભું કર્યું અને શ્રોતાઓને ડે. રમણભાઈની ધર્મ વિશેની સમજણની ઊંડી ભણકારી મળી–તેમના વિશે શ્રોતાઓના દિલમાં ઊંચી છાપ અંકિત થઈ.
આ ત્રણે વ્યાયાની ત્રણ કેસેટો ત્રિશલા ઈલેક્ટ્રોનિક ઉતારી છે. અને જેમને જોઈતી હશે તેમને એક કેસેટના રૂા. ૩૦ ત્રણના રૂા. ૯૦ ના ભાવે મળી શકશે. પોતાની કેસેટમાં કોઈને વ્યાખ્યાને ઉતારવા હશે તો તેના રૂ. ૧૦ આપવાના રહેશે,
સંપર્ક સાધ: ત્રિશલા ઈલેકટ્રોનિકસ, ૪-સી, ત્રિશલા બિલ્ડીંગ, ૪ માળે, (લીફટ છે) ખારા કુવાની સામે, ૧૨૨, ઝવેરી બજાર, મુંબઈ -૨. ફોન નં. : ૨૫૮૮૪૬
મંત્રી મુંબઈ જૈન યુવક સંઘ