________________
તા. ૧-૨-૮૧
રારકરાની અપેક્ષા એવી હશે કે માટી રકમનું કાળું નાણું જેની પાસે છે તે જ તેમાં રોકશે.
પ્રભુ જીવન
કાળા નાણાંને કાયદેસર સફેદ કરવાના માર્ગનું મોટામાં મોટું આકર્ષણ કે લાલચ, ભય છે. જેલ જવું પડશે, મોટો દંડ થશે. સમાજમાં પ્રતિષ્ઠિા જશે, એ ભયે માણસ કાળા નાણાંમાંથી છૂટવાના માર્ગ મળે તે ગમે તે ભાગે છૂટી જવા વિચારે, એવા ભય છે? વર્તમાનમાં અથવા ભવિષ્યમાં ? વર્તમાનમાં તે નથી જ. તે હેાત તો કાળું નાણું આટલું વ્યાપક ન હેાત અને સરકાર આટલી લાચાર ન હોત. ભવિષ્યમાં એવા ભય છે? સરકાર સખતમાં સખત પગલાં લેવાની છે? હવે પછી કોઈ સંજોગામાં કાળું નાણું કોઈ જ પાસે રહે નહિ, નવું ઉત્પન્ન થાય નહિ, એવા પગલાં સરકાર લેવાની છે? લઈ શકે તેમ છે? અત્યાર સુધીને ઈતિહાસ કહે છે આવું કાંઈ બનવાનું નથી. આ અથવા આવા પ્રકારની સરકાર છે ત્યાં સુધી તો નહિ જ. કૉંગ્રેસ (ઈ) હોય કે જનતા કે ભાજપ. કોઈ જબરજસ્ત ક્રાન્તિ થાય તે જુદી વાત છે. એવી ક્રાંન્તિના નજીકના ભવિષ્યમાં સાંભવ નથી.
બીજું, રાજદ્વારી વ્યકિતઓને કરોડો રૂપિયાનું કાળું નાણું જોઈએ છીએ, છેવટ ચૂંટણીઓ માટે. આવું કાળું નાણું મળી રહે તેના માર્ગ ખુલ્લા રાખવા જ જોઈ. લાંચરુશ્વતની વાત બાજુ પર રાખું. આ બેન્ડ આપવા બંધ કર્યા પછી સરકાર અતિ સખત પગલાં લેવાની છે એવી ખાતરી હોય તે સંભવ છે, સારા પ્રમાણમાં કાળું નાણુ... આવા બેન્ડમાં ખેં'ચાય. તે માણસને મન થાય કે આ પાપમાંથી છૂટી જઈએ અથવા છાતી પર આ પથરા છે તેને ભાર હળવા કરીએ. સરકાર તરફથી આવા કોઈ ભય જણાતા નથી અને કાળા નાણાંનો ઉપયોગ કરનાર આવા ભયથી પર થઈ ગયા છે. It has become a way of Life કેટલાક એવા હશે જે છૂટવા ઇચ્છે અથવા બહુ વધારેપડતું હોય તો થોડો બાજો ઓછા કરે.
પણ આ બેન્ડનું એક આકર્ષણ છે, જે સરકારે ઈચ્છયું નહિ હોય. આ બેન્ડ અનામી છે, છતાં સરકારી છે એટલે દરેક બોન્ડ દસ હજારની કાયદેસરની નોટ છે. એક હજારની નોટનું ચલણ ખેંચી લીધું. હવે સરકાર કાળા નાણાથી ખરીદેલ દરા હજારની નોટનું ચલણ, સમાન્તર અને કાયદેસર આપે છે. જેને કાળા નાણાંનો ચાલુ વ્યવહાર કરવા છે તેને માટે આ કાયદેસરના માર્ગ છે જેમાં કોઈ ભય રહેતો નથી. લાંચરુશ્વત આપવી હોય તો પણ તે કાયદેસર ચલણમાં આપી શકાય એવી સુવિધા થઈ. અલબત્ત, માટી લાંચરુશ્વત આપવી હોય ત્યાં,
અત્યારે મિલકતના સાદા થાય છે. વ્યાપારમાં કાળા નાણાંનો ઉપયાગ છે ત્યાં દસ હજારની નોટનું કાયદેસર ચલણ મળી રહે છે. છઉંચાક તેની લેવડદેવડ થઈ શકે છે. બોન્ડની વર્તમાન કિંમત ઓછી ગણાય. પણ જેને આપસમાં ચાલુ લેવડદેવડ કરવી છે તેને માટે બૉન્ડની વર્તમાન કિંમત ગૌણ છે. ૨૫ લાખની મિલકત વેચે, પાંચ લાખના દસ્તાવેજ કરે, ૨૦ લાખના બાન્ડ લે, કદાચ શરૂઆતમાં ૨૦ને બદલે ૨૫ લાખના માંગે. લાંચ લેવી હાય તે। આવી ગણતરીની જરૂર નથી. કબાટમાં ૨૫ લાખના બાન્ડ પડયા હોય તા પણ કોઈ પૂછી શકે તેમ નથી, અલબત્ત, જેની પાસે બોન્ડ છે તે કાળા નાણાંના છે તે તો ઉઘાડી વાત છે, પણ કાયદા પ્રમાણે તેનો ભય નથી. સામાજિક શરમ તો છે જ નહિ. આ બોન્ડની રકમ ચોપડે જમે ન થાય, પણ બાન્ડની લેતી દેતી કરી તેની નોંધ કરવી ગેરકાયદેસર કદાચ ન ગણાય, કારણ કે તેને બક્ષિસ આપી શકાય છે. કોઈ કરવેરો નથી, કોઈ નામનિશાન નથી. સરકારી નેટ પેઠે ચલણ છે અને માત્ર કરમુકત છે. એટલું જ નહિ, પણ ભયમુકત છે જે-માટી વાત છે.
(3)
૧૬૭
વખત જતાં આ બેન્ડની કિંમત વધતી જવા સંભવ છે. જો પ્રાથમિક રોકાણ ઓછું થશે. ૧૦૦ - ૨૦૦ કરોડનું – તે। કિંમત વધતી જશે. પ્રાથમિક રોકાણ વધારે થશે તે એટલી બધી કિંમત નહીં વધે; પણ ૧૯૯૧ જેમ નજીક આવશે તેમ વધશે – સિવાય કે કાળા નાણાંનું ઉત્પાદન સરકારે સદંતર બંધ કર્યું હાય, જે સંભવ નથી.
એમ કહેવાય છે કે કાળું નાણું મોટા પ્રમાણમાં રાજદૂારી વ્યકિતઓ અને અમલદારો પાસે છે. એમ લાગે કે તેને સફેદ કરી સરકારી કાયદેસરનું ચલણ બનશે તેને લાભ લેવા આ મુકિત શોધી કાઢી હોય.
આ બેન્ડથી, અત્યારે મેાટા પ્રમાણમાં ચલણમાં ફરતા કાળાનાણાંને પાછું ખેંચવાનો ઈરાદો હાય ! હકીકતમાં દસ હજારની નોટનું કાયદેસર ચલણ કાળા નાણાંને સ્થાને મળે છે.
બાકી રહી જાય તે કાળા નાણાંને જપ્ત કરવા અને નવું કાળું નાણું ઉત્પન્ન ન થાય તે જોવા, સરકાર કોઈ પગલાં લે છે કે નહિ તેના ઉપર આ યોજનાની સફળતા કે સાર્થકતાના આધાર છે.
દાખલા તરીકે, સુવિદિત હકીકત છે કે મિલકતના સાદામાં મોટા પ્રમાણમાં કાળું નાણું વપરાય છે. અત્યારના કાયદામાં જૅગવાઈ છે કે કોઈ મિલકતના દસ્તાવેજ રજીસ્ટર થવા આવે અને સરકારને લાગે કે દર્શાવેલ કિંમત બહુ ઓછી છે. તા દર્શાવેલ કીંમત કરતા ૧૫ ટકા વધારે આપી સરકાર આ મિલકત પ્રાપ્ત કરી શકે છે. આ કાયદાનો ઉપયોગ સરકારે હજી સુધી કર્યો નથી અથવા નહિવત કર્યો છે. એવા દસ્તાવેજો થાય છે કે જેમાં ૮૦ અથવા ૯૦ ટકા ઉપરના અપાયા હોય. સરકાર, આ બધું બરાબર જાણે છે. થોડા દાખલામાં પણ પગલાં લે તે ઘણા ફેર પડે. કેટલાક વ્યાપારમાં મોટા પ્રમાણમાં કાળા નાણાંના ઉપયોગ થાય છે તે પણ સરકાર જાણે છે. તે અટકાવી શકાય તેટલી સત્તા સરકાર પાસે છે. નેશનલ સિકયુરિટી એકટ આ માટે કર્યો છે, પણ તંત્ર પોતે જ સડેલું હોય ત્યાં સડો કયાંથી દૂર થાય? છેવટ તો સફેદ હોય છે તે નાણું કાળું થાય છે. ફુગાવા વધે છે. સરકાર વધારે નોટો છાપે છે. નાણાં પુરવઠાં ઉપર સખત અંકુશ મુકાય તા કાળા નાણાંને ઉપયોગ ઓછા થાય,
કાળા નાણાં ઉત્પન્ન થાય છે તેના ઘણાં કારણા છે. કેટલાક અંશત: દૂર કહી શકાય તેવાં છે. એક કારણ ઊંચા કરવેરા આપવામાં આવે છે તેથી કરવેરા ઓછા કરવાની ભારપૂર્વક ભલામણ થાય છે. લાઈસન્સ, પરમીટ, કવાટા અંકુશા વગેરે કારણો પણ અપાય છે તેમાં ફેરફાર થઈ શકે, પણ કરવેરા ઓછા કરવાથી કાળા નાણાંની વપરાશ ઘટશે એમ માનવાને ખાસ કારણ નથી. આ એક આદત થઈ ગઈ છે અને માણસના લાભને અંત નથી,
કાળા નાણાંના સંદતર ઉપયોગ બંધ થાય એવી પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં કલ્પી શકાતી નથી. કોઈ પણ ભાગે પૈસા મેળવવા એ વૃત્તિ પ્રબળ છે ત્યાં સુધી કેટલેક દરજજે કરચારી, અને કાળું નાણું રહેશે. નાના માણસા, નાકરિયાત, મોંઘવારીને કારણે, આવક ઓછી હોવાથી લાંચરૂશ્વત લે તે રહેવાનું. ખાટા ખરચાના મેહમાં પડેલા કાળા નાણાંનો ઉપયોગ કરવાના, આ બધું અટકાવવા માનસપરિવર્તન જોઈએ તે વર્તમાનમાં દેખાતું નથી. પૈસાની પ્રતિષ્ઠા તૂટી જાય. પ્રામાણિકતાની પ્રતિષ્ઠા થાય તે ફેર પડે. અત્યારે દુનિયાના પવન જુદી દિશામાં છે. સામ્યવાદી દેશમાં પણ કાળા નાણાંનું ચલણ એછું નથી. જીવનની જરૂરિયાત ઓછી કરી સાદા જીવનની કિંમત ન સમજાય ત્યાં સુધી આ અનિષ્ટ વધતા ઓછા પ્રમાણમાં રહેશે. સમાજની આગેવાન કહેવાતી વ્યકિત આ અનિષ્ટની જનેતા છે.
આ પરિસ્થિતિના વર્તમાનમાં વિસ્ફોટ થયો છે. તેને રોકવા, ઉચ્ચ જીવનધોરણને નામે ભાગવિલાસમાં ડૂબ્બા છીએ, જે રોગ સમાજના બધા વર્ગોને લાગુ પડયો છે, તેને રોકવા, ભગીરથ પુરુષાર્થની જરૂર છે.
૧૮-૧-૮૧