________________
૧૫૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૮૧.
“દરેક માનવી કોઈને કોઈ માન્યતાને ચીટકીને સલામત થઈ જવા માગે છે. એ માનવીને પોતાના જીવનને મૂલ્યવાન બનાવવું છે. સલામત રહીને જ અર્થપૂર્ણ બનાવવું છે. આમ માન્યતા એવી ચીજ થઈ ગઈ છે કે જાણે તે એક ખીંટી હોય અને તે ખૂંટીએ લટકીને આપણા જીવનને નિરાંતવાળું અને સલામત બનાવી દઈએ તેમ આપણે ઈચ્છીએ છીએ, પરંતુ જો જીવનના રહસ્યને સમજવું હોય તે આ પ્રકારે તેના રહસ્યને પકડીને અને ખિસ્સામાં મૂકી દઈને સમજી શકાતું નથી. એક નદીમાંથી એક બાલદી ભરીને પાણી લઈ લે
એટલે તમે કહી શકો નહિ કે એ નદીને તમે કરી લીધી છે. જો તમે દોડતા પાણીને કે ખળખળતા ઝરણાને બાલદીમાં પકડી લો તે, કહી શકો નહિ કે તમે પાણીને વશ કરી લીધું છે. એ સ્પષ્ટ છે કે તમે પાણીને કે ઝરણાંને સમજી શક્યા નથી, કારણ કે બાલદીમાં પાણી. વહેતું નથી. જો તમારે પાણીને તમારે કરવું હોય તેને “પકડવું” હોય તે તમારે તેને વહેવા દેવું જોઈએ. આવું જ ઈશ્વર અને જીવનની બાબતમાં તમારે સમજવાનું છે: ઈશ્વરને કે જીવનને એક માન્યતા રૂપે પકડીને તમે કંઈ પામી ન શકો.”
મને લાગે છે કે આ પ્રકારે માન્યતાને પકડીને સલામત થઈ જવાની ભાવનાનું રોક કારણ એ પણ છે કે તમે દુઃખ કે પીડાથી દૂર રહેવા માગે છે. માત્ર માનવપ્રાણી જ આવું કરે છે. આપણને ઘણી વખત પ્રાણીઓના જીવનની ઈર્ષ્યા આવે છે... પ્રાણીઓ પીડા ભેગવે છે અને મરી જાય છે, પણ તેમની પીડાને તેઓ સમસ્યા જેવી બનાવી દેતા નથી. પ્રાણીઓના જીવનમાં બહુ ઓછા ગુંચવાડા છે. પ્રાણીમો માત્ર ભૂખ્યા થાય ત્યારે જ ખાય છે અને માત્ર થાકી જાય ત્યારે જ ઊંઘે છે. એમની આંતરિક વૃત્તિઓ જ તેમના જીવનને દોરે છે. એ લોકો વિશે ઊતરાવતા નથી. પ્રાણીઓનો દાખલ આપીને હું બીજી જ વાત કહેવા માગું છું. આપણે પ્રાણી તે નથી, આપણે તે માનવી છીએ. આપણી અનેખી ચંચળતાને કારણે આપણું જીવન પ્રાણીઓ કરતા અનેકગણું સમૃદ્ધ છે. પણ આ સમૃદ્ધિ માટે આપણે બહુ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે કારણ કે એકંદરે આપણી ચંચળતા, સંવેદનશીલતા અને ભાવુકતાને કારણે જ આપણે પીડા કે દુ:ખના દરવાજ વધુ મેકળા કરી નાખી છીએ. તમે જેટલા ઓછા ભાવુક કે ઓછા સંવેદનશીલ છે તેટલા તમે પીડાના ભાગ ઓછા બને છે. હૃદયને ૫ત્થર જેવું બનાવે તેટલી પીડા ઓછી હોય છે. પણ તે પછી તમે જીવનના અમુક આનંદથી વંચિત રહો છે. સંવેદનશીલતાનું પણ એક ઈનામ હોય છે. અને તેની સજા પણ હોય છે. “સેન્સિટિવિટી રિકવાયર્સ એ હાઈ ડિગ્રી ઓફ સેફટનેસ એન્ડ ફ્રગિલિટી”—તમે જેટલાં સંવેદનાથી ભરેલા છે તેટલા જ તમે કોમળ અને સહેલાઈથી નંદવાઈ જવા તેવા હે છે. મારી ' આંખની કીકીઓ, કાનના પરદા, તમારા સ્વાદપિંડુઓ અને તમારા જ્ઞાનતંતુ વગેરે કેટલ નાજુક છે? એ નાજુક છે એટલે જ રાંચળ છે અને તેને જરા સરખી ઈજા થતાં તે ઘવાઈ જાય છે. આ તમામ કોમળ અંગેની નઝાકતને તમે જેટલી ઓછી કરો તેટલી તેની ચંચળતા અને કૌવત ઓછાં થાય છે. – “ઈફ વી આર ટુ હેવ ઈન્ટેન્સ પ્લેક્સ, વી મસ્ટ ઓલ્ગા બી લાયેબલ ટુ ઈન્ટેન્સ પેઈન્સ” અર્થાત જે તમારે દિવ્ય આનંદ જોઈતા હોય તો તમારે તીવ્રમાં તીવ્ર પીડા પણ સહન કરવા તૈયાર રહેવું જોઈએ. પણ આનંદને આપણે ચાહીએ છીએ અને પીડાથી ભાગીએ છીએ. દુ:ખને ધિક્કારીએ છીએ પણ મારે તમને કહી દેવું જોઈએ કે જે તમારે તીવ્ર આનંદ જોઈતો હોય તો તીવ્ર પીડા માટે પણ જવાબદાર રહેવું જોઈએ. જે આપણે પૂર્ણપણે માનવીય બનવું હોય અને પૂર્ણપણે જીવંતતા હાલવી હોય તો આપણે આપણા સુખ સાથે સાથે દુખેની સાથે સારી એવી ઓળખાણ કરી લેવી જોઈએ.” .
“જે સુખને પિતાનું કરીને તમારા દુખને પરાયું કરો તો પછી તમારા અંતરાત્માના વિકાસને તમે સાધી શકો નહિ. પણ. આપણને એક જોઈએ છે, બીજું જોઈનું નથી. આવા સંયોગમાં આપણે ઘણા જ વિરોધાભાસમાં જીવીએ છીએ. જો માત્ર તમે સુખ અને સલામતી જ શોધતા હો તો તમારા અંતરાત્માને તમે પાછળ હડસેલી દે છે. તમારા અંતરાત્મા મરી જાય છે. તમે સુખ માટે જેટલો સંઘર્ષ કરો છો એ બધે તમારા આત્મઘાત તરફ દોરી જય છે કારણ કે જે ખરેખર ચાહવા જોવે છે તે અંતરાત્મા તે મરી જય છે.”
માણસ આખરે શું ઈચ્છે છે તે જ તેને ખબર હોતી નથી. ઘણા લોકો કહે છે કે “આધુનિક સંસ્કૃતિ બહુ જ ભૌતિક્લાદી બની ગઈ છે, હું આ વાતને સ્વીકારતા નથી. ભૌતિકવાદી ૨ માણસ છે જે ભૌતિક ચીજને ચાહતે હોય છે. પણ હું બીજું જ કહેવા માગુ છું. સાધુનિક માણસ તેના મગજમાં પેદા કરેલા ભ્રમને અહે છે. એને કારણે આખી બ્રેઈની-ઈકોનોમી ઊભી થઈ છે. આધુનિક જગતને મગજથી જ ઉપભોગ તે માણસ આંખે દેખી શકાય તેવી ચીજ નહિ, પણ ન દેખી શકાય તેવા માપને ચહે છે. તેને કોઈ પીણું આપે છે તેમાં કેટલા ટકા આલ્કોહોલ છે તે જાણીને તે પીવે છે. તે રહેવા માટે ઘર બાંધતા નથી પણ વટ પડે તેવા દેખાવવાળ ઘર બાંધે છે. બીજા ઉપર છાપ પાડવા માટે મકાને બંધાય છે. આરામથી રહેવા માટે નહિ. રડા રોટલાં નાનાં બાંધે છે કે ત્યાં ઊભા રહેવાની પણ ભાગ્યે જ જગ્યા હોય છે. કોઈ પણ વસ્તુની માગ શરીરની નથી હોતી માત્ર મગજની જ હોય છે. એટલે જ હું તેને બ્રેઈની-ઈકોનોમીકહું છું. આને કારણે માનવીને સંતોષ જ થતું નથી. તે વધુ ને વધુ ભૌતિક ચીજો મેળવતે જ્ય છે.”
“વધુ ને વધુ ચીને મેળવીને પછી માપણે સુખની સલામતી ઈચ્છીએ છીએ. પણ આ જગત જે સ્વભાવગત રીતે જ અસલામત છે ત્યાં આપણે ચીજોની ઈચ્છા દ્વારા મનની શાંતિ અને સલામતી કયાંથી મેળવી શકીશું. સલામતી મેળવવા કંઈ કરવું જોઈએ? સલામતીમાં પણ સુખ નથી. તે પછી શું કરવું? મારો જવાબ એ છે કે કંઈ કરવાની જરૂર નથી. માત્ર વધુ પ્રકાશની જરૂર છે. પ્રકાશનો અર્થ હુ એમ કરું છું કે આપણે જાગૃત રહેવું જોઈએ. જીવન પ્રત્યેની સજાગતા હોવી જોઈએ. તમે આ ક્ષણે જે અનુભવ કરતા હો તેની સાથેસાથ તન્મય રહેવું જોઈ તે, એ અનુભવ વિશે કોઈ ન્યાય તોળવે જોઈએ નહિ.”
માણસને પોતાની જાતને નિભાવવા માટે બહુ ઓછી જ જરૂરિયાત હોય છે. જરૂરિયાતે વધારીને પછી તે વધુ જરૂરિયાત માગ્યા કરે તે માટે આપણે ફકર કરીએ છીએ. પણ સલામતી માટેની ઈચ્છા અને અસલામતીની લાગણી એ બને એક જ ચીજ છે. આપણે સલામત થવા માગીએ છીએ એટલું જ નહિ, પણ કંઈક અનોખા, કંઈક સ્પેશ્યલ કે ઈશ્વરના એક માત્ર લાડકવાયા રહેવા માગીએ છીએ. સલામતી માટે તીવ્ર ઈચ્છા રાખવી તે પણ એક પીડા છે. સલામતી માગીને તમે તમારી અનેક પીડાઓમાં વધારો કરો છે અને તમારે જાણી લેવું જોઈએ કે આ જગતમાં કશું જ સલામત નથી.”
અભ્યા
આગામી કાર્યક્રમ
ડિસે. : ૯, ૧૦, ૧૧ વક્તા : ડે, રમણલાલ ચી. શાહ વિષયઃ જૈન ધર્મની દષ્ટિએ શ્રાવકનો આચારધર્મ ડિસે. ૯, બુધ : અણુવ્રત સાંજે ૬-૧૫
૧૦, ગુરુ : ગુણવતે સાંજે ૬-૧૫ ૧૧, શુક્રઃ શિક્ષાબતો સાંજે ૬-૧૫ (વંદિત્તા સૂત્રના આધાર પર) સ્થળઃ પરમાનંદ કાપડિયા સભાગૃહ લિ. સુબોધભાઈ એમ. શાહ
કન્વિનર અભ્યાસ વર્તુળ
પાલિક: મી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦૪. ટે. ને ૩૫૦૨૯૬: પ્ર સ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦ ૦૧. .