SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૧૯૮૧ પ્રબુદ્ધ જીવન ૧૫૧ - - અસલામતીની સેનેરી શીખ [] કાન્તિ ભટ્ટ ‘નેવર ડિસાઈડ ફોર સિક્યુરિટી અધરવાઈઝ યુ વીલ લવેયઝ. ડીસાઈડ ગલી ઓલ્વેઝ ડિસા ઈડ ફોર લવ હુ કેર્સ એબાઉટ સિકયુરિટી ઈફ ધેર ઈઝ લવ.' નથી. તેનાં મૂળ કારણો આ પ્રમાણે છે: (૧) વસતિવધારો, (૨) સરકાર અને ક્ષમતા સંચાલિત રાષ્ટ્રીય મહાઉદ્યોગેની કંગાળ અને નિરાશાજનક સ્થિતિ, (૩) સત્તારૂઢ પક્ષની પક્ષીય રાજનીતિ (૪) ભ્રષ્ટાચાર અને પ્રમાદ, (૫) અસહ્ય કરવેરા, (૬) ઉદ્યોગ અને કામદારો વચ્ચે સુમેળને અ માવ છે. આપણા દેશની ૭૨ ટકા પ્રજા ખેડૂત અને ખેતમજુરોની છે. આપણી પાસે માનવબળ, યંત્રબળ અને સાહસવૃત્તિ છે, પણ મૂડી ઘણી ઓછી છે. રાષ્ટ્રીય દેવું વધતું જાય છે અને રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે. દેશની વસતિના લગભગ બાવન ટકા પ્રજાજનો ગરીબી રેખા ના સ્તરની નીચે જીવે છે. રાષ્ટ્રીય વિકાસ નીતિઓ છે પંચવર્ષીય યોજનાઓ સત્તારૂઢ પક્ષ અને સરકારી નીતિઓથી પર અને સ્વતંત્ર હોય તે જ રાષ્ટ્ર નિર્ધારિત અને ચોક્કસપણે પ્રગતિ સાધી શકે. સરકારી હોષ પ્રગતિ માટે અવરોધક બને છે. સરકાર અને પ્રજા બન્ને સાથે પુરુષાર્થ કરવાને સંલ્પ કરે અને એકબીજાના પૂરક બને તે જ રાષ્ટ્રીય ઉત્થાન શકય બને. ત્યાર બાદ શ્રી રામુ પંડિતે ચાર્ટી (નકશાઓ) દ્વારા અનેક ક્ષેત્રોની પ્રગતિ ઉત્પાદન વિના તુલનાત્મક અકડાઓ દર્શાવ્યા હતા જે ખુબ સુચક અને આંખ ખેલનારા હતા. દેશની સર્વાગીણ ઉન્નતિમાં કે અને કેટલો ભાગ ભજવે છે તેનું સ્પષ્ટ ચિત્ર તેમણે ચાર્ટી દ્વારા રજૂ કર્યું હતું. તે પછી પ્રશ્નોત્તરી થઈ તેના અનુસંધાનમાં બન્ને વકતાઓએ નીચે પ્રમાણે વિધાને ક્ય": ૦ આંતરરાષ્ટ્રીય નાણકીય ભંડળ ('I.M.E.) દ્વારા ભારતને રૂા. પચાસ અબજ જેટલી વિરાટ નાણાકીય સહાય મળી છે તે અભૂતપૂર્વ છે. આ મદદથી આપણી વર્તમાન કથળતી આર્થિક સ્થિતિ ઠીક પ્રમાણમાં સુધરશે. જો કે, આ જંગી રકમને નિર્ધારિત સમયમાં પરત કરવાની આપણા દેશની જવાબદારી ઘણી મોટી રહેશે. ' ૦ શિક્ષણ ક્ષેત્રે આપણા દેશની પરિસ્થિતિ ખૂબ નિરાશાજનક છે. રાષ્ટ્રીય બજેટમાં પણ આ ક્ષેત્રે ખૂબ ઉપેક્ષા થઇ છે. ૦ આપણાં વર્તમાન, કૌટુંબિક સામાજિક અને રાજકીય સંજોગે જોતાં યાંત્રિક અને સામૂહિક સઘન ખેતી આપણા દેશ માટે લાભકારક નથી. ૦ ગોલ્ડ બોન્ડ યોજના કાળાબજારિયાઓ અને કાળાનાણાને ઉત્તેજન આપશે અને પ્રામાણિકતાનું ધોરણ નીચું લાવશે. આજને વિષય ખૂબ વિસ્તૃત અને મહત્ત્વનો હતો. તે મુજબ આ વિષયના ખુબ નિષ્ણાત અને અધિકારી બને વકતાઓએ ઘણા સીમિત સમયમાં પણ દેશની સાંપ્રત આર્થિક પરિસ્થિતિનું વિશદ રીતે વિશ્લેષણ કર્યું અને ખૂબ જ રસપ્રદ અને માહિતી પ્રચૂર ચિત્ર રજૂ કરીને શ્રોતાજનોને વૈચારિક ભાથું પૂરું પાડયું અને પ્રભાવિત કર્યા. પ્રારંભમાં, કન્વિનર શ્રી સુબોધભાઇ શાહે બન્ને વકતાઓનો ટુંક પરિચય આપી અને તેમને આવકાર્યા. અંતે શ્રી ગણપતભાઇ ઝવેરીએ આભાર વ્યકત કર્યો. ક ડાહ્યા વિદ્વાને અસલામત રહેવાની શીખ આપવા માટે ઉપર પ્રમાણે લખ્યું છે. તે કહે છે કે જયારે તમે સામત થઈ જવાની ભાવના સાથે કોઈ નિર્ણય લે છે તે નિર્ણય ખેટા પડે છે. હમેશાં પ્રેમની તરફેણમાં આવે તેવા નિર્ણય લે. કારણ કે જે પ્રેમમાં તમે શ્રદ્ધા રાખે પછી સલામતીની ઐસી કી તૈસી. ઉપદેશ ઘણે આકરશે છે. ખાસ કરીને જગતમાં ઠેર ઠેર સલામતીના સંસ્કાર અને વાતાવરણ હોઈ ત્યાં કોઈ અસલામતીમાં રહેવાનું અને પ્રેમ ઉપર ભરોસો રાખવાનું કહે ત્યારે આપણને ઝટકો લાગે છે. પ્રેમ હોય છતાં લગ્નના બંધન પછી જ સાથે રહી શકાય. બધી જ સલામતીવાળી વિડંટ ફંડ, ગેરમુઈટી કે પેન્શનવાળી–નેકરી જ સ્વીકારાય વિમાની મેટી રકમની પોલીસી દ્વારા સલામતી, પિતાનું જ ઘર કરી લઈને સલામત થવાની વૃત્તિ, દેશના રક્ષણ માટે સંરક્ષણ કરારો દ્વારા સલામતી, વર્સે કરાર હેઠળ સામ્યવાદી દેશેની સલામતી, નાટ દ્વારા, મૂડીવાદી દેશની સલામતી વગેરે સલામતીના સાર્વત્રિક વાતાવરણમાં કોઈ અસલામત થવાનું કહે તે કેવું લાગે ? ક્રિકેટમાં અમ્પાયરો, કંટ્રોલ બોર્ડના પ્રમુખ અને અમ્પાયર પણ મરતાં સુધી તેમને ટેસ્ટ મેચના પાસ મફતમાં મળે તેવી સલામતી રાખતા જાય છે. દરેક દેશના પ્રમુખે કે વડા પ્રધાન અને સંસદસભ્ય પણ લેકશાહીને નામે પેશનેની જોગવાઈ કરતા જાય છે. આ નાણાંની સલામતી સાથે સાથે લેકે તંદુરસ્તીની સલામતી, માનસિક સ્થિરતાની સલામતી અને ગુરુ દ્વારા આધ્યાત્મિક આનંદની અને સુખની સલામતી પણ શોધતા હોય છે. હવે કૃષ્ણમૂર્તિની સમ આવી ગઈ છે. જગતમાં કૃષ્ણમૂર્તિ અને એલન વોટસ જેવા રડ્યાખડયા વિચારકો સલામત રહેવાનું કહે છે. મારી પાસે ઘણા વખતથી એલન વોટસનું “ધી વિઝડમ ઓફ ઈનસીકયુરિટી” નું પુસ્તક પડયું છે. એલન વટસે સલામતીનાં ગ્રાહકોથી ભરેલા જગત સામે “અસલામતીના ડહાપણ'ને વિચાર મૂકે છે. આ લેખમાં માત્ર તેમના જ વિચારો હું ૨જૂ કરવા માગું છું. “આપણે આ જગતમાં માત્ર સુખના જ ગ્રાહક બની રહેવા માગીએ છીએ. પણ એ જાણી લેવું જોઈએ કે જેમ જેમ આપણે સુખના પગથિયા ચઢીશું તેમ તેમ દુ:ખની પછડાટ ખાવા માટે પણ તૈયાર રહેવું પડશે. માણસે આ જાણે છે. એટલે દુ:ખ જ ન આવે એ માટે ભવિષ્યની પણ તૈયારીમાં જીવતે હોય છે. અત્યારને માનવી જાણે તે જ જીવવા તૈયાર થાય જો તેની સામે કંઈક ભવિષ્ય હોય. માત્ર આ જીવનમાં નહિ, પણ કબરમાં ગયા પછી કે કાટમાં સળગી ગયા પછીના જીવનમાં પણ તે સ્વર્ગની ઝંખના કરતે હોય છે. એ હમેશાં જીવનમાં કોઈક “સારા સમય ”ની રાહ જોતા હોય છે, પણ જયારે એને એ “સારો સમય”આવે છે ત્યારે પણ આ સારા સમયનાં શીંગડાંપૂંછડા શણગારેલા હોય અને તે પછીના સમયમાં પણ કંઈક વધુ લાડવો મળી જવાનું હોય તે જ તે સારા સમયને ભગવી શકે છે. ખરેખર આ એક કમનસીબી નથી? જે આપણું સુખ માત્ર આવનારા ભવિષ્યના સારા સમય ઉપર જ અવલંબિત હોય તો તે જીવન કેટલું પાંગળું હોવું જોઈ?” પંડિત સુખલાલજી સ્મારક બીજુ વ્યાખ્યાન પરિચય ટ્રસ્ટે શરૂ કરેલી પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાન શ્રેણીમાં બીજું વાર્ષિક વ્યાખ્યાને જાણીતા તત્વશા અને વિદ્વાન ડો. કે. આર. શ્રીનિવાસ આયંગર “ધર્મ અને સામાજિક કાળજી” ((Religion and Social Concern) વિષે ડિસેમ્બર ૮, ૧૯૮૧ મંગળવારે અપાશે. આ વ્યાખ્યાનમાં હાજર રહેવાનું સૌને મંત્રણ છે. વ્યાખ્યાન સ્થળ: મહાત્મા ગાંધી મેમોરિયલ બિલિંડગ, કેવલ્યધામ પાછળ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨, સમય: સાંજે ૬ વાગે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy