SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૮૧ પ્રબુદ્ધ જીવન ૧૪૯ છે તેની ખુદ પોતાને પણ ખબર નથી પડતી. એટલે ત૫ર્મા સાથે પોતે કરેલો સંકલ્પ નિયાણુમાં પરિણમ્યો છે કે નહિ, તેની ખુદ પોતાને પણ ખબર પડતી નથી. વળી ઈન્દ્રિયાઈ પદાર્થોને ગ, અનુભવ, વાસના સ્મરણ, સંકલ્પ, ભાવના, ધ્યાન, અભિલાષા ઈત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત પસાર થાય છે. એટલે દરેક ઈચ્છા એ નિયાણ નથી, પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષસહિત કરેલો દઢ સંકલ્પ માત્ર નિયાણ બને છે. પ્રસંગ સાંપડયો હોય છતાં પણ નિયાણ ન બાંધે એવા મહાત્માએના દષ્ટાંત પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘોર તપશ્ચર્યા લઈ હોય ત્યારે દેવે આવીને કંઈ ઇરછા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ રાજધિ જેવા મહાત્માઓએ પિતાના તપને વટાવી ખાવાનો ઈનકાર કર્યો છે. ભગવાન મહાવીર સ્વામીને પણ કેવળજ્ઞાન થયું તે પૂર્વે સંગમ દેવે પણ એવી વિનંતી કરી હતી. પરંતુ મહાવીર સ્વામીએ તેને અસ્વીકાર કર્યો હતો. તપ દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તે એટલી બધી મહત્ત્વની હોય છે કે તેના બદલામાં કંઈક યાચના કરવી એ મેથી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર - છેતરાવા બરાબર છે. એથી અંતે તે આત્માને જ હાનિ થાય છે. એટલા માટે જ કહેવાયું છે કે: બને છે. અજ્ઞાની જીપને ખબર નથી હોતી કે ભવાન્તરમાં પિતાને કયાં કયાં, કેવી રીતે રખડવાનું આવશે. કોઈક ભવમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થ હોવા છતાં આખે અવતાર મિથ્યાત્વના અંધ- કારમાં પૂરો થઈ જાય છે. એટલા માટે ભવભવ તીર્થંકર પરમાત્માનું "શરણ પોતાને સાંપડે એવું પ્રશસ્ત નિયાણ અમુક કક્ષાના જીવને માટે ઈષ્ટ ગણાયું છે. જયવિપરાય’ નામના સ્ત્રોતમાં વીતરાગ પ્રભુની સ્તુતિમાં કહેવાયું છે: વારિજજઈ જીવિ નિયાણબંધ વીયરાય તુહ સમયે; તહવિ મમ હું જ સેવા ભવભવે તુહ ચલણાણું, (હે વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તે નિયાણ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તે પણ હે પ્રભુ! ભવોભવ તમારા ચરણેની સેવા કરવાનું સદ્ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું.) આ નિયાણ પ્રશસ્ત છે અને જ્યાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું નિયાણ છે. આવું પ્રશસ્ત લોlણ દરૂપ ગણાતું નથી. અલબત્ત એથી ઉચ્ચતર સ્થિતિ તે એ જ છે કે નિયાણ બાંધ્યા વગર પણ જીવાત્મા પિતાના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વડે મોક્ષ માર્ગ પર સ્વયમેવ દઢ રહી શકે, પરંતુ એમ બનવું તે કોઈક વિરલ આત્માઓ માટે જ શકય છે. બધા જીવો માટે એ શકય નથી. નિયાણ ન કરવા છતાં રત્નત્રયીના સાચા આરાધકને અન્ય જન્મમાં માનવદેહ પુર ષત્વ, સુગુરાનો યોગ, સંયમની આરાધના વગેરે અવશય પ્રાપ્ત થાય છે. કહે છે: पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलाए। आराधस्स णियमा तत्थमकदे णिदाणे वि॥ . શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શબ બતાવવામાં આવ્યાં છે: માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટો. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની જેમ ભેંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, તેવી રીતે નિયાણ માણસને , પિતાની ઈચ્છા પ્રમાણે ભાગ વગેરેની પૂર્તિ જો કે કરાવે છે તે પણ અંતે તો શલ્ય રૂપે જ છે, કારણ કે એથી નિકાચિત કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે. નિયાણ કરવામાં જે કર્મબંધન થાય છે તે ભલે શુભ કે અશુભ પ્રકારના હોય પણ તે નિકાચિત કર્મ હોય છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. એટલા માટે નિયાણ આત્મવિકાસમાં - મુકિત પ્રાપ્ત કરવામાં પ્રતિબંધક બને છે. જેઓ નિયાણ કરે છે તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તો પણ તે ચાલ્યાં જાય છે. માટે જ સાચા મુમુક્ષ મુનિઓ કયારેય નિયાણ બાંધતા નથી. એક પ્રશ્ન એવો થાય કે શું નિયાણ હમેશાં સફળ જ થાય? કોઈ વખત નિષ્ફળ ન જાય? એનો ઉત્તર એ છે કે જો તે નિયાણુ હોય તો અવશ્ય સફળ થાય અને જે તે સફળ ન થાય તે તે નિયાણ નથી, પણ માત્ર અભિલાષા છે. માણસો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાને ઉત્કૃષ્ટ યોગ હોય તે તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા છે. કેટલીક વખત માણસની તપશ્ચર્યા કાકાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા ઉરચત્તમ ભાવો ન પણ જોડાયા હોય. કેટલીક વખત મનના ઉચ્ચત્તમ ભાવ હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપÍ ન પણ હોય. પિતાની તપશ્ના કેવી થઈ રહી છે તે બીજાઓ કરતાં માણસને પિતાને વધારે સમજાય છે, પરંતુ કેટલીક વખત એવા મન, વચન અને કાયાને યોગેની ઉત્કૃષ્ટતા કેટલી છે. सुबहुपि तवंपि तंसु दोहंमवी पालिअंसुसामन्नं । तो काउण नियाणं. महाहि हारंति अत्तानं ।। (રૂડી રીતે ઘણા તપને પણ આચાર્ય તથા સુસાધુપણું પણ પામે, તે પણ નિયાણ કરીને શા માટે ફોગટ આત્માને હારે છે?) सीलवाई जो बहुफलाई हेतुणसुहमहिलसइधिह । दुष्बलो तवसी कोडीए कांगणि कुणाइ । (જે શીલવતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને હણીને જે તુરછ સુખની વાંછા કરે તે દુર્બળ બુદ્ધિવાળા તપસ્વી માંગણી જેવા તુરછ ધાનને માટે કોડી ધન ગુમાવે છે.) તપર્ધામાં ઉત્કૃષ્ટ અને અતિ કઠિન એવી તે સંખના છે. સંખના એટલે કે મારણાંતિક અનશન છે. એવી તપશ્નાર્યા અંતિમ આરાધના રૂપે જયારે મહાત્માઓ કરતા હોય છે ત્યારે ચિત્તની વિશુદ્ધ સમાધિમાંથી તેઓ જો વિચલિત થઈ જાય તે લેકનાં કે પરલોકના સુખની વાંછા કરવા લાગે અથવા પિતાને માટે માનપાનયુકત મહોત્સવની ઈચછા કરવા લાગે અથવા એવા મહોત્સવા જોઈ વધુ જીવવાની ઈરછા કરવા લાગે. સંલેખના વ્રતના આ અતિચારો છે અને તેનું સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે કે જેથી તે નિયાણુમાં ન પરિણામે, પિતાનાથી નિયાણ ન બંધાય એ માટે માણસે ઈચ્છા નિરોધની વૃતિ કેળવવી જોઈએ. ચિત્તમાં તૃષ્ણાઓ સતત જાગતી રહે છે. ક્રમે ક્રમે તૃણાઓ ઓછી કરતા જવું જોઈએ. કેટલાક માણસો અચાનક વ્રત ધારણ કરતા હોય છે અને અનાસકતભાવે પિતાનું કર્તવ્ય કરતા જતા હોય છે. બદલામાં સ્થલ લાભની ઈચ્છા તેઓ નથી કરતા, પણ પોતે કરેલા કાર્યની પ્રશંસાની કે માનપાનની સૂક્ષ્મ એષણા કયારેક તેમના મનમાં રહે છે. જે ખરેખર મહાન છે તે તે બીજી એષણાઓ ઉપરાંત લોકપણાથી પણ પર થઈ ગયા હોય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત તપશ્ચર્યા તેમને મુકિત તરફ ત્વરિત ગતિ અપાવે છે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy