SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પબદ્ધ બને નિયાણુ ] ડો. રમણલાલ ચી. શાહ (ગતાંકથી સંપૂર્ણ) સ્વીકાર કરે છે ને સાથે હળીમળી કામ કરવું પછી અગત્યનું કે રાહજ બની જાય છે. અહીં કોઈ ચીતરેલે, કંડારેલે, માર્ગ નથી. તમે પગલું મૂકી ને માર્ગ છૂટે છે. આ દર્શન એક નમ્રતા આપે છે. એ નમ્રતામાં ગુલામી, લાચારી નથી હોતી. અહીં બીજી વ્યકિત, માનવમાં પણ દર્શન હોઈ શકે તે હકીકતનો ઊંડો આદર હોય છે. | સર્જન અને પરિવર્તનમાં જે ફરક છે તે ચીંધતાં વાર કહ્યું કે, એક પરિવર્તન બીજા પરિવર્તનને આણે છે. ત્યારે સારું સર્જન શૂન્યમાંથી–જ્યાં કશું જ હતું નહીં ત્યાંથી ઉદ્ભવે છે અને અર્થ એ થાય છે કે, તમે જવાબદાર બને છા, કટિબદ્ધ થાઓ છે (યુ બીકમ રિસ્પોન્સીબલ, કમિટેડ) હું કયાંથી આવું છું. કયાંથી પગલું ભર્યું છું એ મને જ્ઞાની, ખંડિત નહીં બનાવે પણ મને બધી જ ઘટનાને આવરી શકે એવો સંદર્ભ આપશે. (કોન્ટેક્ષ) હા, આને માટે એક હિંમતની જરૂરત રહે છે. કારણ આ સર્જન માટે તમને કોઈને આધાર નથી મળવાનો. તમે પોતે જ જવાબદાર બને છે. અને માટે તમે જો પુરાવા માગે તે તમને કોઈ પુરાવા નહીં મળે, પરંતુ . પછી તમે પુરાવા શોધતા નથી. દરેક ઘટના એ માટે પુરાવો બની, રહે છે. પરાજયથી તમે વિચલિત નથી થતા. કહેવાતી પ્રગતિમાં તમને રસ નથી રહેતું. તમે માત્ર તમારા દર્શનથી જ આલોકિત થઈ પગલાં ભરો છો - આ દર્શને જ તમારો ભોમિયો - તમારો પથદર્શક. અલબત્ત, દર્શનની (વીઝન) આ વાત–તેમનું આ વકતવ્ય ખા ત્રણ કલાક લંબાવ્યું. એની ધારા અખવિત નહોતી. કયાંક વાકયે ત્રાટક થતા કે અટકતા અને છતાં એનાં ઊંડાણ વિચારતા કરી મૂકે તેમ જ જાત પર નિર્ભર થવાની પ્રેરણા આપે તેવા રહ્યા, દર્શન કે સ્વયંની એક ભૂમિકા હોઈ શકે જે આપણે બધા જ પ્રાપ્ત કરી શકીએ (જે આપણામાં જ છે અને એ ભૂમિકામાં સ્થિર રહી પછી જ વિશ્વભણી, બહાર આપણે આવીએ તે આપણી સમસ્યાઓને ઉકેલ આવે આ વાત નાનીસૂની નથી. ભૂલ સુધાર તા. ૧૬-૧૧-૮૧ ના અંકમાં ખરા અર્થનું દામ્પત્ય” વાળા શ્રી કાન્તિ ભટ્ટના લેખમાં પહેલી કોલમ બીજા પારિગ્રાફની પ્રથમ લીટીમાં “રામનારાયણ પાઠક તેમની શિષ્યા “સરોજબહેન”ને “પરણેલા” એમ લખ્યું છે ત્યાં “હીરાબહેન” – એમ વાંચવું. વહારમાં ભેગકૃત નિયાણ. મુખ્યત્વે નવ પ્રકારનાં બતાવવામાં આવ્યા છે. માણસને ભૌતિક સુખની વાંછની અતિશય હોય છે. તે પિતાના સુખને બીજાના સુખની સાથે વારંવાર સરખાવે છે અને બીજાના જેવું સુખ પોતાને પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવા લાગે છે. આવા સંકલ્પ તપની સાથે સંલગ્ન થતાં નિયાણ બની જાય છે. રાજા, શ્રેષ્ઠિ, પુરુષ સ્ત્રી, પટપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પ વિકાર, દરિદ્રી અને વ્રતધારી શ્રાવક એવાં મુખ્ય નવ પ્રકારનાં બિયાણ શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યાં છે. કોઈકને રાજા કે શ્રેષ્ઠિનું સુખ ભેગવવાની ઈરછા થાય છે, કોઈક પુરુષપણું કે કોઈકને પણ સુખ માટે વધુ અનુકૂળ અને ગ્ય લાગે છે, કોઈકને દેવદેવીઓનાં ભેગ ભોગવવાની ઈચ્છા થાય છે, કોઈકને દરિદ્ર અર્થાત નિકિંચન રહેવામાં સુખની શક્યતા વિશેષ જણાય છે તો કોઈકને વ્રતધારી શ્રાવક બનવામાં વધારે સુખ લાગે છે. આમ મુખ્ય નવ પ્રકારનાં નિયાણ ગણાવવામાં આવે છે પણ તે ઉપરાંત બીજા અનેક પ્રકારનાં નિયાણ હોઈ શકે. દુનિયામાં સૌથી વધુ સુખ કોણ? એ પ્રશ્નના જવાબમાં ચક્રવર્તી રાજાથી માંડીને ભિખારી સુધીની તમામ અવસ્થાએ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ સુખી લાગવાને રાંભવ છે. કાશીએ ક્રવત મુકાવવા ગયેલા કોઈક દુ:ખી મેચીને ‘.વારમાં તારે શું થયું છે.” એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યકિતઓના જીવનને એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુ:ખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે, મચી જેવું ? જીવન નથી. માટે એણે કહ્યું, ‘મેલ કરવત! મેચી ને મચ.”, : જેઓ ભાગકૃત નિયાણ બાંધે છે તેઓની સાધના નિષ્ફળ જાય છે. એવા મનુષ્ય સર્વ દુ:ખરૂપી રોગને નાશ કરનાર સંયમને ભગત નિયાણ દ્વારા નાશ કરે છે. ' - કાઈક વખત પોતાના તપના ફળ રૂપે એન્મવિકારામાં સહાયરૂપ એવાં પુરુષત્વ, શરીરબળ, વજૂવૃષભના રાચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિયાણ તે પ્રશસ્ત નિયાણ કહેવાય છે. હું તીર્થકર બનું અથવા તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરું, હું સિદ્ધ ભગવંત બનું, મને મેક્ષગતિ પ્રાપ્ત થાઓ, હું મહાન આચાર્ય બનું, હું મહાન સાધુ બનું, મને હમેશાં તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો. મારાં કમેન ફાય થાઓ, મારો દુ:ખને ક્ષય થાઓ, મને સમ્યકાધિ પ્રાપ્ત થાઓ, મને સમાધિમરણ સાંપડ- ઈત્યાદિ પ્રકારનાં નિયાણ તે પ્રશસ્ત નિયાણ ગણાય છે. અલબત આ નિયાણ પણ અંતે તે શલ્ય છે. ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેને રાગ જેમ પ્રશસ્ત હતો, પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હતા, તેવી રીતે પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. વળી, આવું શુભ નિયાણ પણ અભિમાનને વશ થઈ, માનપાયથી પ્રેરાઈને, દ્રષ કે ઈર્ષાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એવો કોઈ એ અભિશામ ચિત્તમાં થવા લાગે તો તે નિયાણ પ્રશરસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે. પ્રશસ્ત નિયાણ સમ્યકભાવથી અને સાચી દષ્ટિથી જે બંધાયું હોય તે તે મોક્ષ માર્ગ પર દઢ રહેવામાં સહાયભૂત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિધા સત્ર ( [વર્ષ છઠ્ઠ:]. વકતા: શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) વિષય: હવે પછી જાહેર થશે. સમય: સેમ, મંગળ, બુધ, તા. ૧૮-૧૯-૨૦- જાન્યુઆરી ૧૯૮૨ સાંજના ૬-૦૦ વાગે સ્થળ: તાતા ઓડિટોરિયમ, બોમ્બે હાઉસ, સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ પ્રમુખ:ડે. રમણલાલ સી. શાહ. સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ | મંત્રીઓ,
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy