________________
તા. ૧૬-૧૨-૮૧
卐
પ્રબુદ્ધ જીવન
વર એરહાર્ડ સાથે ત્રણ [] વિપિન પરીખ
ચે દિવસ પર જે વિદેશી ચિંતકો - ચૈતવિસ્તારની પ્રવૃત્તિના
પ્રણેતા મુંબઇને અગણે આવી ગયા. એક ‘એસ્ટ’ના વર્નર એરહાર્ડ બીજા ‘કોમ્યુનિટી’ના સીલે. હજારોની સંખ્યામાં એમને સાંભળવા સન્મુખાનંદ હોલ કે ચોપાટી પર લોકો ભેગા થયા હતા. અલબત્ત, એ વર્નરના વકતવ્યને સાંભળવા રજનીશજીની જેમ એક કિંમત (રૂા. ૨૫) ચૂકવવાની હતી. છતાં સન્મુખાનંદ જેવા વિશાળ હોલ સમય અગાઉ ભરાઇ ગયા હતા તે લોકોની ઈંતેજારી તથા તેમની લોકપ્રિયતા જ દર્શાવે છે. અહીં આપણે ત્યાં સીલા અને વર્નર લોકોને ઘેલા કરે ત્યારે શ્રી મુકતાનંદ બાબા અમેરિકામાં લોકોને સ્પર્શ માત્રથી દુ:ખથી મુકિત અપાવી આપણી ભૂમિ પર ત્રણ વર્ષ બાદ પાછા ફર્યા છે છે તે સહેજ.
આમ જુઓ તો શ્રી વર્નર કહે તેમ તેમના મિલનનો કોઇ હેતુ નહોતો, માત્ર સમાગમ (બી વીથ), સાથે મળીને આલાપ - પ્રલાપ નિરુદ્દેશ! એમણે જ કહ્યું કે એક વ્યકિત સ્ટેજ ઉપર હોય અને હજારો માણસા હાલમાં ખુરશી પર બેઠા હોય ત્યારે એક અકુદરતી ભાગ પડી જાય છે. જાણે સ્ટેજ પરની વ્યકિત જ્ઞાની છે- એણે કશુંક આપવાનું છે, બીજા જાણે શ્રોતા - ઓછું જાણતા. સત્યની ખોજમાં વિભાગીકરણ ખોટું - બિનજરૂરી છે તો પણ અંતે ખાસું ત્રણેક કલાક એમનું બાલવાનું થયું. એ વકતવ્યની અસ્ખલિત ધારા નહોતી કે કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવું ભાષામાં સંમાહન નહતું. જુદા જુદા અનેક એસ્ટના ટ્ર ઇનેરોથી મેાહિત થયેલા લોકોનેટ્રેઇનરોના ટ્રેઈનર ખુદ વર્નરને નારે સાંભળવા મળશે એ જીવનના એક લહાવા થશે. - મુગ્ધ થવાશે એવી અપેક્ષા હતી. એ અપેક્ષા પૂરી સંતાપાઇ નહીં. કેટલાંકને વકતવ્ય કંઇક લાંબુ, તો કોઇને વધુ ગૂઢ - ઊંડું (એબસ્ટ્રે કટ) લાગ્યું. છતાં એમણે જે કહેવું હતું તે મૂળ તત્ત્વને સ્પર્શતું હતું અને એટલે જ ખાસ્સું દુર્ગાહ્ય !
6
વર્નરને કહેવું હતું તે આ : કે આ હાલમાં બેઠેલા તમે ખાસ્સા યશસ્વી પુરુષો છે. જીવનમાં શું મેળવવું એ તમાર લક્ષ્ય ચોક્કસ છે. ધ્યેય પ્રત્યે નજર અવિચલિત છે અને તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત પણ કચે છે. તમારી દિશા નક્કી છે. કર્યાં જવું તે ચોક્કસ છે અને છતાં એક ભૂલ થઈ જાય છે. ક્યાં જવું તે નક્કી હાય પણ તમે કર્યાંથી આવા છે, તમારું પગલું કર્યાંથી ભરા છે તે તમે નથી જાણતા. તેની તમે ફિકર નથી કરી, જેટલી તમે તમારા લક્ષ્ય માટે ચિંતા કરી છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એકલક્ષ્યતા, આવેગ વિ. જે ગુણાની જરૂર પડે તે ગુણે યશસ્વી માણસે પાસે હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં જ આ લક્ષ્ય પર પહેોંચતાં કે પહેોંચીને જ બીજા અનેક પ્રશ્નો-સમસ્યા ઊભી કરે છે. અલબત્ત તે યશસ્વી વ્યકિતએ કબૂલ નથી કરતી કે તેમને સમસ્યાએ પીડે છે. દંભ કરે છે કે તેમને જાણે પ્રશ્નો જ નથી! આપણને ખબર નથી પડતી કે આ લક્ષ્ય પ્રતિ જવાના સંદર્ભમાં જ-એ વિચારની પ્રક્રિયા જઆ પ્રશ્નો ઊભા કરે છે. પ્રશ્ન કે સમસ્યા ઊભી થાય એટલે વ્યકિત વધારે મહેનત કરવા હિં, કદાચ એથી સમસ્યાનું નિરાકરણ થાય! પરંતુ એ ભૂલી જાય છે કે હજુ તે પોતે એ જ વાતાવરણ (ડોમેઇન) એ એ જ સંદર્ભમાંથી પેાતાનું પગલું ભરે છે. વધુ પરિશ્રમ વધુ પ્રશ્નો ઊભા કરે છે – નિરાકરણ નહીં. બીજી વ્યકિત કરતાં જુદી રીતે વર્તવાનો પ્રયત્ન– તો પણ ત્યાં જ! હજુ સંદર્ભ તો તે જ છે, પસ્વી થવાનો - કશું પ્રાપ્ત કરવાનો ધ્યેય પૂરતો શકિતનો ધોધ,
૧૪૭
કલાક
5
હા, આવેગ - હા, પરંતુ લક્ષ્ય પર એક વખત પહેાંચ્યા પછી લાગે જાણે એ સૌના કો અર્થ નહોતો. લક્ષ્ય જ જીવનની સર્વ ગતિનું કેન્દ્ર-તે સિવાય ઇતર સર્વ વસ્તુ પ્રત્યે દુર્લક્ષ, બેપરવાહી. પોતાના લક્ષ્ય - ધ્યેયના અજાણતાં જ તમે બંદીવાન થઇ જાઓ છે. એક જ ધ્યેય તમને સંમાહિત કરી પાગલ કરે છે. જીવન
સતત પૂરેપૂરું જીવવામાં છે એથી કશુંક પણ ઓછું સંતોષકારક નથી બનતું. હું કે તમે જીવનમાં ગમે એટલું પ્રાપ્ત કરીએ, ભેગું કરીએ છતાં આપણું જીવન અર્થપૂર્ણ, મહત્ત્વપૂર્ણ (વર્લ્ડવાઇલ) રહ્યું એ ક્યારે ય પુરવાર નહીં કરી શકીએ.આપણે જે પ્રાપ્ત કર્યું તેની જ જાણે લેવડદેવડ કરીએ છીએ અને છતાં આપણા અસ્તિત્ત્વ, યાતિથી કોઈ ફરક પડે છે એવા સંતોષ નથી થતો. સતત ધબકતાં જીવનનો જાણે સ્પર્શ મળતા નથી.
અને આની પાછળ એક કારણ છે જે મહત્ત્વનું છે. જે આપણે ચૂકી જઇએ, આપણે કર્યાથી આર’ભ કરીએ છીએ તે જ આપણે શોધતા નથી—જોતા નથી. જેમ વધુ જોવાનો – શોધવાનો પ્રયત્ન કરીએ તેમ તે વધુ દુષ્કર, મુશ્કેલ બને છે.
અહીં આત્મશાન, આત્મખોજની જરૂર પડે છે. આત્મ ખોજ, આત્મજ્ઞાન આમ જુઆ તે સાવ સરળ છે; પરંતુ લોકો માને છે કે એ તે કોઈ ગૂઢ અને અઘરી વાત છે અને છતાં આત્મ કે સ્વયં (સેલ્ફ) ની ખોજ એ કાંદાના પડ ઉખેડવા જેવું છે. એક પડ ઉખેડા તો બીજું નીકળે, જેમ વધુ પડ કાઢતા જાઓ તો અંતે હાથમાં કશું જ નથી આવતું. તેમ કેન્દ્ર પર પહોંચાશૂષ! આ થઈ શૂન્યવાદની વાત. ત્યારે વર્નર કહે તમને લોકોને હિન્દુસ્તાનના લોકોને શૂન્યની વાત કરવી તે કોલસાની ખાણના દેશમાં કોલસા વેચવા જેવું છે, સમુદ્રમાં પાણી ઉમેરવા જેવું! (તમારા તો લોહીમાં આ વાત છે!)
પ્રેમ કરવાની, એની
મૂળ વાત આ છે. આ કેન્દ્રમાંથી વિશ્વ તરફ પગલું ભરવાની એની કોાટી એ છે કે તમે એ શકિતને ક્રિયમાન – ગતિમાન કરી શકો છે કે કેમ. એના વિષે એકઠી કરેલી માહિતી કામ યાબ નથી આવતી. આમાં એક શકિત રહી છે, સામા પાત્રને કદર કરવાની. સ્વયંની એ અભિવ્યકિત છે. એમાં પાશવી બળ નથી. ઈતરનું મારી મચડી પરિવર્તન કરવાની વૃતિ નથી, અને ખરીદવાની ઈચ્છા નથી. મારી કે તમારી એવી કોઈ ‘હું’ ‘હું અથવા ‘તું’ એવી સ્થિતિ (પાઝિશન) નથી, એ દર્શન થયાની અનુભૂતિ છે. એ શકિતમાન કરે છે. ઉર્ધ્વગમન કરે છે. એ ભૂમિકા તુષ્ટતાની ભૂમિકા છે. તુષ્ટતા - તમે અહીં પગલું ભરો છે તે સ્થિતિ, તમે તુષ્ટતા ભણી પગલું નથી ચૂકતા. જેમને દર્શન થયું છે તે તુષ્ટતાની ભૂમિકાથી જ પગલાં મૂકે છે.
પાતા વિષે વર્નર કહે છે, “લેકો મારા પર અનેક જાતજાતના હેતુ કે ઈશદાનું આરોપણ કરે છે; પરંતુ જિંજંદગી પાસેથી મારે જોઈતું નથી, કશું જ લેવાનું નથી. એને અર્થ એ નથી કે હૂ સન્યાસી કે ત્યાગી છું.”
આગળ કહે કે સ્વયંથી બહાર આવતા દર્શનની આ સ્થિતિ બીજાનામાં ગુણો “ શકિત પ્રેરે છે. હવે નેતાગીરીના દિવસે ભરાઈ ગયા છે. દરેકે પોતાની જ શકિતને રોત શોધી કાઢવાના છે. પછી ઘેટની જેમ હુકમની રાહ જોવી નહી રહે. આ દર્શન ‘મારું' કે ‘તમારું” એવા વિશેષણોથી બંધાતું નથી. માનવ ભાતૃત્વના તમે