________________
પુના જીવન
તા. ૧-૧૨-૮૧
લેકટર એસિડનું પ્રમાણ વધી જાય છે એ માનસિક અવરોધ ઉત્પન્ન કરે છે. બિટા તરંગા વધુ ઉત્પન્ન થાય છે અને તે માનસિક સમતુલાને અસ્તવ્યસ્ત કરી દે છે. વિશ્રામ વેળાએ અલ્ફા તર’ગા પેદા થાય છે, જે આનંદની ઉત્પત્તિમાં કારણભૂત છે.
૧૪૬
તર ંગા ડેય છે. અલ્ફા, ડેરા બા વગેરે. જ્યારે અલ્ફા તરંગે વધુ હેાય છે. ત્યારે માનવી આનંદિત બની જાય છે. તેના બધા વિષાદ સમાપ્ત થઈ જાા છે. જારે બિટા તર ંગા વધુ હાય છે ત્યારે માનવી વિષાદથી ઘેરાઈ. જાય છે. આ રીતે મસ્તકના વિદ્યુત તરંગાથી માણસ કારે સુખો કારેક દુ:ખનો અનુભવ કરે છે. અધ્યાત્મનું સૂત્ર છે કે અલ્ફા તર’ગાને પેદા કરવામાં આવે અને આનંદમાં વૃદ્ધિ કરવામાં આવે. એ આનંદની એટલી બધી વૃદ્ધિ કરવામાં આવે છે કે ઈન્દ્રિયોના સંવેદનથી પેદા કરનાર ક્ષણિક આનંદની અનુભૂતિ એની સામે ફીકી પડી જાય. જ્યારે આમ બને ત્યારે વ્યકિતનું બાહ્ય આકર્ષણ છૂટતું જાય અને આંતરિક આનંદની ઉપલબ્ધિ માટેના પ્રયત્ન શરૂ થઈ જાય. આ જ અંતરને ઘટાડવાનું આરંભબિંદુ છે. જ્યાં સુધી વ્યકિતને એમ લાગે ઈન્દ્રિયજન્ય આનંદને છાડવાથી ઘણા મોટા આનંદથી પોતે વંચિત રહી જશે, ત્યાં સુધી વ્યકિત એને છોડી નથી શકતી. એ એને ત્યારે છેાડી · શકે જ્યારે એ આનંદ તુચ્છ બની જાય,અર્થહીન બની જાય. બધા જાણે છે કે, અબ્રહ્મચર્મથી શકિત ક્ષીણ થઈ જાય છે. પણ બધા બ્રહ્મચારી કાં બની શકે છે? બ્રહ્મચારી ત્યાં સુધી નથી થઈ શકાતું જયાં સુધી એને મોટા આનંદની પ્રાપ્તિ ન થઈ હોય. અલ્ફા તરંગાનું ઉત્પાદન મોટા આનંદને ઉપલબ્ધ કરાવી શકે છે. તે સ્થિતિમાં બધુ તાણ ઘટી જાય છે. મન આનંદ, સુખ અને શાંતિથી ભરાઈ જાય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું. પછી બહારના સંગીત કરતાં અંદરના મધુર સંગીત સાંભળતા ધરવ નથી થતો. પોતાની અંદર જ રસનું એવું ઝરણું વહી રહ્યું છે કે એની સામે બધું નીરસ લાગે છે. ધ્યાનમાં લીન થયા વગર આનંદ ઉપલબ્ધ નહીં થાય.
પ્રશ્ન એ છે કે આપણે આનંદ પ્રાપ્ત કઈ રીતે કરીએ ? અલ્ફા તરંગ કઈ રીતે પેદા થઈ શકે? અધ્યાત્મની ભાષામાં આનંદપ્રાપ્તિ માટેના માર્ગ છે- પ્રથમ ઉપાધિઓ મટાડવી, એ અર્થ એ છે કે કશાયના બધા આવેગ સમાપ્ત થવા જોઈએ. ઉપાધિઓને મટાડવાથી આધિ નાશ પામે છે. ઉપાધિઓ ન હોય તે વ્યાધિઓ શારીરિક રોગ નથી થતા, વ્યાધિ ન રહેતાં જીવન આનંદથી ભરાઈ જાય છે.
શરીરમાં રોગનું હલું એમ બતાવે છે કે મનમાં રોગ છે. વ્યાધિ એ આધિની નિશાની છે. આધિ છે. ઉપાધિ જરૂર હશે. કોનું નિદાન કરવું? વ્યાધિ, આધિ કે ઉપાધિનું ? આપણે મૂળનું નિદાન કરવું જોઈએ. ઉપાધિ મૂળ છે. ઉપાધિની ચિકિત્સા કરવાથી આધિ મટશે; આધિના મટવાથી વ્યાધિ નહીં જન્મે.
ઉપાધિનું મૂળ છે - સઘન મૂર્છા, મનુષ્ય એટલા મૂર્છિત છે કે તે સચ્ચાઈને પકડી નથી શકતા. અંદરના આનંદ - ભંડારના પત્તા કઈ રીતે લાગે? આપણી વ્યસ્તતા આનંદ શોધવા નથી દેતી. આજના વ્યસ્ત માનવી વિશ્રામ કરવાનું જાણતા નથી, નિદ્રા માત્ર સ્કૂલ અવયવોને જ આરામ આપે છે. વધુ અધિક વિશ્રામદાયક એ ધ્યાન છે. હૃદય અને શ્વસનતંત્ર નિદ્રામાં પણ ક્રિયાશીલ રહેવાથી એમને આરામ ક્યાં મળે છે?માણસ ઘણું જાગે છે, ઓછું ઊંઘે છે. નિદ્રામાં પણ સપનામાં જાગતા રહે છે. નિદ્રા વગર થાક દૂર નથી થતા, વિશ્રામ ત્યારે મળે કે જ્યારે માત્ર સ્થૂળ વયવા નહીં, શરીરના એકે એક કોશ સૂઈ શકે. એ ધ્યાન અને કાયોત્સર્ગથી થઈ શકે, આ બન્નેથી હૃદયના ધબકારા ઓછા થાય છે અને શ્વાસ મંદ ગતિએ ચાલે છે. આ સ્થિતિમાં હ્રદય અને શ્વસનતંત્રને થોડો આરામ મળે છે. મહાવીર સ્વામીએ કહ્યું હતું - સિદ્ધિનું સાધન છે. અક્રિયા ક્રિયાથી સિદ્ધિ નથી મળતી.
સક્રિયતા અને વ્યસ્તતા મસ્તકને ભારેખમ બનાવી દે છે. જે કામની સાથે આરામ લેતે રહે છે તે વધુ કામ કરી શકે છે. જ્યાં સુધી વિશ્રામ કરવાના સિદ્ધાંતને આપણે પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ પણ નહીં થાય. વ્યસ્ત રહેવાથી લેહીમાં
સાધક જ્યારે કાયાના ઉત્સર્ગ કરી દે છે, શરીરના એકેએક કોષને નિષ્ક્રિય બનાવી દે છે, વાણી શાન્ત, શ્વાસ શાન્ત, મન શાન્ત, આ કર્મતંત્ર શાન્ત, આવા વિશ્રામમાં મસ્તકમાં અલ્ફા તરંગોની વૃદ્ધિ થાય છે. એ તર ંગા સાધકને આનંદવભાર બનાવી દે છે. આજના મનોવૈજ્ઞાનિકો માને છે કે વીસ ટકા માનસિક રોગ એવા છે જે માત્ર અલ્ફા તર ંગાની સહાયથી સાજા કરી શકાય. તેઓ માને છે કે .એક વ્યકિતના મસ્તકના અલ્ફા તરંગા બીજી વ્યકિતના મસ્તકમાં મોકલી શકાય તે રોગના ઉપચાર થઈ શકે, એ સંભવ પણ છે.
માણસ જ્યારે ગુરુ, યોગી કે સંત વ્યકિતઓના સમાગમમાં બેસે છે ત્યારે એને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. ગુરુ કે યોગીએ શું આપ્યું? કશું જ નહીં. છતાં જે આનંદ મળ્યા એને વૈજ્ઞાનિક જવાબ એ છે કે જે મહાપુરુષના મસ્તક્માં અલ્ફા તરગાની માત્રા વધુ હોય છે તે આસપાસ બેઠેલી વ્યકિતઓના મસ્તક્માં જાય છે અને આનંદની અનુભૂતિ કરાવે છે. આજના વૈજ્ઞાનિકા આધ્યાત્મિક તથ્યોની વ્યાખ્યા જે રીતે આપી રહ્યા છે, લાગે છે કે વૈજ્ઞાનિક જગત સાચે જ આધ્યાત્મિક જગત પર ઉપકાર કરી રહ્યું છે.
આપણી વ્યસ્તતા ઓછી થાય, આપણે વિશ્રામ કરતાં કાયોત્સર્ગ વડે શરીરને વિશ્રામ આપીએ, અન્તર્જલ્પ મૌન અને નિર્વિચારતા વડે આપણે વાણીને વિશ્રામ આપીએ તથા પ્રેક્ષા અને દર્શન વડે મનને વિશ્રામ આપીએ - આમ કરવાથી અલ્ફા તરંગાની વૃદ્ધિ શરૂ થશે, જેનાથી આનંદ પ્રાપ્ત થશે.
માણસ જો અંતર્મનથી ત્યાગ કરે તે એના મસ્તકમાં અલ્ફા તરંગે વધશે. મુનિ સ્થૂલભદ્ર વેશ્યાના ઘરમાં રહ્યા. એ વેશ્યા ચિરપરિચિત હતી. જેના ઘરમાં સ્થૂલભદ્ર મુનિ બન્યા તે પૂર્વે રહી ચૂકયા હતા. એ વેશ્યાની સાથે નિષ્કલંક રીતે રહેવું શકય હતું? સામાન્ય માણસ કલ્પી પણ ન શકે. મુનિ ચાર મહિના રહ્યા છતાં પેાતાના સફેદ વસ્ત્રોને ડાઘ લાગવા ન દીધો, એમના મસ્તકમાં અલ્ફા તરંગા એટલા હતા કે વેશ્યાનું કઈ આકર્ષણ ન રહ્યું. સ્થૂલભદ્ર કામવિજ્યી બની શંકા અને વેશ્યાનું પણ પરિવર્તન થયું.
એક વ્યકિતએ હેમચન્દ્રાચાર્યને પૂછ્યું-‘ભંતે ! સાધુએ સરસ ભેાજન કરે છે. ઘર ઘરની વાનગીઓ લે છે. છતાં બ્રહ્મચર્ય પાલન કઈ રીતે કરી શકે છે? સારા ભાજનથી શકિત વધે છે. તેનાથી કામવાસના ઉત્તેજિત થાય છે. આવી સ્થિતિમાં બ્રહ્મચારી રહેવું શું મુશ્કેલ નથી?”
હેમચન્દ્રાચાર્યે કહ્યું, ‘ભદ્ર! સિંહ ` બળવાન પ્રાણી છે. તે હાથી અને સુવ્વરનું માંસ ખાય છે, છતાં વર્ષમાં એક વખત રતિક્રીડા કરે છે. કબુતર ધાન અને કાંકરી ખાઈ પેટ ભરે છે છતાં તે કામવાસનાથી દિનરાત સંતપ્ત રહે છે. એના હેતુ છે? બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય માટે માત્ર ભોજન જ નિમિત્ત નથી. બીજાં અનેક કારણેા હોય છે.’
તર્કની વાત તર્કથી કપાઈ ગઈ. બળવાન તર્ક પાસે નિર્બળ તર્ક હારી જાય છે. સરસ કે નિરસ ભાજનની વાત ગૌણ છે. એ મુખ્ય બની જાય છે. જ્યારે મસ્તકમાં અલ્ફા તરંગ નથી હોતા, જ્યાં સુધી પરમ આનંદની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી પદાર્થગત આનંદ બાંધી રાખે છે. જ્યારે મસ્તકમાં આનંદ હોય છે ત્યારે બધા બાહ્ય પદાર્થા સારહીન લાગે છે.
જ્ઞાન અને આચરણ વચ્ચેના અંતરને હટાવવાનો એક માત્ર ઉપાય છે, આંતરિક આનંદની પ્રાપ્તિ અને આનંદની પ્રાપ્તિના ઉપાય છે પાન, બીજા શબ્દોમાં કહીએ તો કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ-આ ત્રણ ગુપ્તિનો અભ્યાસ એ વિસર્જનના અભ્યાસ છે. ” આ વિસર્જન અમને શાન અને આચરણની સમસરતામાં લઈ જાય છે. જેનાથી કથની અને કરણીનું અંતર મિટાવી શકાય છે.
ક્
ત્રણ ગુપ્તિની સાધ્મા માત્ર અધ્યાત્મનું જ સૂત્ર નથી, વ્યાવહારિક જીવનનું પણ સૂત્ર છે. જે વ્યકિત પોતાના જીવનમાં સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન નથી કરી જાણતે તે સુખ કે આનંદનું નથી જીવી શકતા, પછી ભલે તે ધનકુબેર હાય.
જીવન