________________
તા. ૧-૧૨-૧
જ્ઞાન
અને [] યુવાચા
પ્રભુત જીવન
આચરણ શ્રી મહાપ્રજ્ઞ []
વ્યક્તિત્વની બે બાજુ છે, એક છે વીતરાગતા અને બીજી
છે છદ્મસ્થતા. એક છે શિખર અને બીજી છે તળેટી. વીતરાગ પૂર્ણતાનું પ્રતિક છે અને છદ્મસ્થ અપૂર્ણતાનું પ્રતીક છે. છદ્મસ્થની ઓળખનાં અનેક લક્ષણ છે. એમાં એક છે- ‘ના જહાવાઈ તહાકારી’ છદ્મસ્થ તે છે જે જેવું કહે છે તેવું કરતા નથી. કથની અને કરણીમાં ઐકય ન હોવું એ છદ્મસ્થનું લક્ષણ છે.
જ્યા૨ે કથની અને કરણી વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે ત્યારે ધર્મની મંઝિલ પ્રાપ્ત થઈ જાય છે. અન્યથા વ્યકિત ચાલતી.જ રહે છે. ભટકતી જ રહે છે, મુકામ સુધી નથી પહોંચી શકતી.
3
... શાન અને આચરણ વચ્ચેનું અંતર સરળતાથી મટતું નથી. માનવી જાણે છે, પણ કરતા નથી, કરી શકતા નથી. મનોવિજ્ઞાન અને ધર્મ બન્ને સામે આ એક વિકટ સમસ્યા છે. ધર્મ આ અંતર ઘટાડવા પ્રયત્ન કર્યો પણ અંતર અંતર જ રહ્યું. માણસનું ‘ઈચ્છવું’ અને ‘હાવું’ પણ ભિન્ન હેાય છે. એ ઈચ્છે કે પોતે સ્વસ્થ રહે, રોગના ભાગ ન બને, પણ રોગ થાય છે. માણસ ઈચ્છે કે મનની અશાંતિ ન હેાય તો સારું પણ શાંતિ તો હાય જ છે. આવું કેમ થાય છે? ઈચ્છા પ્રમાણે કેમ થતું નથી? જો મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે બની શકત તો મનુષ્ય ચિન્તામણિ રત્ન હોત, કલ્પવૃક્ષ કે કામધેનુ હાત, ચિંતન અનુસાર ફળ આપે તે ચિન્તામણિ, કલ્પના અનુસાર ફળ આપે તે કલ્પવૃક્ષ અને કામનાનુસાર વર્તન કરે તે કામધેનુ. શું આપણે આપણી અંદર વિદ્યમાન શકિતઓને જ પાર્થમાની અભિવ્યકિત આર્પી છે? આપણી અંદર ચિંતન, કલ્પના અને કામના છે. આ ત્રણ મહત્ત્વપૂર્ણ શકિતઓ છે. બધું જ અંદર હાજર છે જ, છતાં મનુષ્ય અને જાણતા નથી; પછી એ એની કલ્પના કેવી રીતે કરે?
જો ઈચ્છા અને ઉપલબ્ધિ વચ્ચેનું અંતર દૂર થઈ જાય, જો કથની અને કરણી વચ્ચેનું અંતર દૂર થઈ જાય, જો શાન અને આચરણ વચ્ચેનું અંતર દૂર થઈ જાય તે આપણાથી કોઈ કલ્પવૃક્ષ અલગ નથી, કોઈ ચિન્તામણિ કે કામધેનુ અલગ નથી જ્યાં લગી છેટું છે ત્યાં સુધી આપણે છેટના પદાર્થોને જોઈશું, તેમને મહત્ત્વ આપીશું, અંદર નહીં જોઈ શકીશું. આપણે દૂરની વાતે વિચારીશું, પોતાની વાત કદિ નહીં વિચારી શકીએ.
શાન અને આચરણનું અંતર કઈ રીતે ઘટે એ મહ”વપૂર્ણ પ્રશ્ન છે. લોકો માને છે કે શાસ્ત્રો વાંચતાં જાએ, પ્રવચન સાંભળતાં જાઓ, બધું આપમેળે સારું થઈ જશે. જો પોતાની મેળે કંઈક થઈ શકતું હોત તો આજ સુધીમાં બધું થઈ જાત. પણ પેાતાની મેળે કંઈ નથી થતું. ભલેને કોઈ વ્યકિત ચાલીસ વર્ષ કે ચાલીસ જન્મ સુધી ચાલતી રહે, તે મુકામે નહીં પહોંચી શકે. પ્રયત્ન કર્યા વગર, વિધિને સમજ્યા વગર કશું થઈ નથી શકતું. આપણે પદ્ધતિને આળખવી પડશે. જે વ્યકિતને ચાવી ફેરવતાં નથી આવડતી, તે તાળું નહીં ખોલી શકે.
અંતર દૂર કરવાને એક ઉપાય છે. જ્યારે સિદ્ધાંત સરસતામાં પલટાઈ જાય છે, ત્યારે આપેઆપ અંતર દૂર થઈ જાય છે. સરસતા માત્ર અધ્યાત્મ શાસ્ત્રના સિદ્ધાંત નથી, કાવ્યશાસ્ત્રમાં પણ એ મુખ્ય છે. એ કાવ્ય સારું નથી થતું જેમાં રસ ન હાય. એ શેરડી પણ નકામી છે, જેમાં રસ નથી, એ ફળ પણ કામું છે જેમાં રસ નથી, સરસતા જ શ્રેષ્ઠ હોય છે.
૧૪૫
વચ્ચેનું અંતર અનુઃ ગુલામ દેઢિયા
મનુષ્યનું બધું આકર્ષણ રસમાં છે, સુખમાં છે. નીરસને કોઈ નથી ચાહતું; દુ:ખ ને કોઈ નથી ચાહતું.
બરફ ખાવાથી ગળું ખરાબ થાય છે-આ સિદ્ધાંત તમે બાળકોને સમજાવ્યો. બાળકોએ સાંભળી લીધું. પરંતુ બરફને જોતાં જ બાળકનું મન એ ખાવા માટે લલચાય છે. કારણ કે એને સિદ્ધાંતમાં રસ નથી, એને રસ બરફ ખાવામાં છે. આપણે જેટલા સિદ્ધાંત બનાવીએ છીએ તે બધા કહે છે કે, ‘આમ કરો' ‘આમ ન કરો' સિદ્ધાંત મસ્તક સુધી જાય છે. જ્યારે ભાવનાની, ઇન્દ્રિયોની અને સંવેદનોની માગણી આવે છે ત્યારે વ્યકિત એ પ્રકારનું આચરણ કરી બેસે છે, જો સિદ્ધાંતને ભૂલી જાય છે. એવું કરવામાં એને રસ પડે છે, આનંદ મળે છે. જ્યારે રસ અને આનંદ હાજર હોય ત્યારે સિદ્ધાંતને કોણ અને શા માટે માને?
આ અંતર એટલા માટે છે કે સિદ્ધાંતમાં રસ નથી અને જ્યાં રસ ન હેાય ત્યાં વ્યકિત એને માને નહીં, માણસને રસ છે. ઈન્દ્રિયાના સંવેદને માં, ઈન્દ્રિયાના ભાગમાં. આપણે એની ના કહીએ છીએ. એ કેવી રીતે બની શકે? આ સમાધાનન માર્ગ નથી. સિદ્ધાંત પોતાની જગ્યા પર રહી જશે અને મનુષ્ય એ જ કામ કરશે જેમાં રસ પડે, જેમાંથી આનંદ મળે.
અધ્યાત્મમાં રસ છે, તે બહુ સ-રસ છે. અંતર દૂર કરવા અધ્યાત્મ એક ઉપાય બની શકે છે. .ભૌતિક જગતમાં અંતર ઘટાડવા કોઈ સૂત્ર કામ નથી આવતું, કેમ કે ત્યાં ભાગ છે. ભાગમાં પામવાની ઈચ્છા હેાય છે. ભેગું કરવાની ભાવના હાય છે. પદાર્થના જગતમાં સ્વાર્થ સર્વોપરિ હોય છે. પાતાને માટે, પોતાની ઈન્દ્રિયને માટૅ, પોતાની લાગણીઓની પૂર્તિ માટે - એ સિવાય પદાર્થ જગતમાં બીજું કોઈ સૂત્ર નથી.
આજે બુરાઈને દૂર કરવા માટે, સમાજની ભલાઈ અને કલ્યાણ માટે તથા રાજ્ય વ્યવસ્થા માટે અનેક નિયમ અને કાયદા બનાવવવામાં આવે છે. પરંતુ માણસના વ્યવહારમાં કોઈ ફેર નથી પડતા. દંડના ભયે પ્રત્યક્ષ રીતે અનૈતિક આચરણ કરવા તે અચકાય છે, પણ પરોક્ષ રીતે અચકાતો નથી. આ બધા નિયમ અને કાયદા અને પ્રકાશથી અંધકાર તરફ લઈ જાય છે. પ્રત્યક્ષ પ્રકાશ છે, પરીક્ષા અંધકાર છે. એ ઈચ્છે છે, મારા આચરણની કોઈને ખબર ન પડે. એને એ ચિંતા નથી કે આ અનૈતિક આચરણ છે. આ ન કરવું જોઈએ. એને માત્ર ચિંતા હોય છે કે કોઈને ખબર ન પડે. કેટલી ગંભીર બીમારી છે. બીમારીનાં મૂળ ઊંધું છે. એથી જ અંતર પડે છે અને વધે છે. અધ્યાત્મ અને આચાર્યોની શેાધથી જે મહત્ત્વપૂર્ણ સૂત્ર હાથ લાગ્યું છે તે અંતરને દૂર કરી શકે છે. સૂત્ર છે. આનંદની શોધ. જે આનંદ તમે પદાર્થમાંથી પામવા ઈચ્છા છે, એનાથી વધારે આનંદ તમારી પાસે છે. એને પ્રાપ્ત કરો, એક મોટા આનંદને મેળવ્યા વગર નાના આનંદને છેડી શકાતો નથી. મેટા સુખને પામ્યા વગર નાનું સુખ ત્યજી નથી શકાતું. માટી લીટી તાણ્યા વગર નાની લીટી ભૂંસી નથી શકાતી. નાની વાતને છેડવા માટે મોટી વાત મેળવવી જોઈએ.
તે
આનન્દ એ સૌથી મેાટી ઉપલબ્ધિ છે. હું એ આનંદની વ્યાખ્યા વૈજ્ઞાનિક શબ્દાવલિમાં રજૂ કરું છું. મેડિકલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનલાજી (મદ્રાસ) એ એક સાધન બનાવ્યું છે. જેનાથી મનુષ્યના મસ્તકના અલ્ફા તરંગેને જોઈ શકાય છે અને મેકલી પણ શકાય છે. વૈજ્ઞાનિકોના મતે આપણા મસ્તકમાં વિભિન્ન પ્રકારના વિદ્યુત _*772 +-410/94 +3