________________
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, જૈન બુક સઁમનું પાક્ષિક મુખપ છૂટક ના ૪૫
. Regd. No. MH: By/8oth 14 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: આંક: ૧૯
મુંબઈ, ૧૯ ફેબ્રુ આરી, ૧૯૮૧, રવિવાર વાર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
✩
સંસદીય
લાકશાહી કે પ્રમુખશાહી ? ચીમનભાઇ ચકુભાઈ
આ વિવાદ આપણે ત્યાં જૉરશેારથી ચાલી રહ્યો છે. ખાસ કરી, એક વર્ષ પહેલાં, ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા ત્યારથી પ્રચાર થાય છે કે સંસદીય લેાકશાહી નિષ્ફળ ગઈ છે અને પ્રમુખપદ્ધતિ જ વર્તમાન અસ્થિરતાના ઉપાય છે. કેટલાક એમ માને છે કે, આ પ્રચાર ઈન્દિરા ગાંધીની પ્રેરણાથી થાય છે અને તેમને પ્રમુખ પદ્ધતિ લાદવી છે તેની આ બધી ભૂમિકા રચાય છે. ઈન્દિરા ગાંધીએ બે-ત્રણ વખત સ્પષ્ટતા કરી છે કે તેઓ પ્રમુખપદ્ધતિનું સમર્થન કરતા નથી અને પ્રમુખપદ્ધતિ દાખલ કરવાનું વિચારતા નથી છતાં તેમણે કબૂલ કર્યું છેકે આ વિષય ઉપર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તેને તેઓ આવકારે છે અને લોકશિક્ષણ માટે આવી ચર્ચા જરૂરી માને છે. અન્ય રાજકીય પક્ષોએ અને નાગરિક સ્વાતંત્ર્યની ચિન્તા સેવતી આગેવાન વ્યકિતઓએ પ્રમુખપદ્ધતિનો સખ્ત વિરોધ કર્યો છે.જનતા, લોકદળ, સમાજવાદીઓ, ચાગલા, જે. સી. શાહ, તારકુંડ જેવા બંધારણનિષ્ણાતોએ, સૌએ પ્રમુખપદ્ધતિને વખોડી છે. તે બધાને એ સૂર છે કે સરમુખત્યારી લાદવાની ઇન્દિરા ગાંધીની આ ચાલબાજી છે.
આ વિવાદ કાંઈક કૃત્રિમ વાતાવરણમાં ચાલી રહ્યો છે. It looks like shadow-boxing in an unreal atmosphere વિરોધી રાજકીય પક્ષો તો વિરોધ કરે જ, કારણ કે સત્તાધારી રાજકીય પક્ષ તરફથી . તેની હિમાયત થાય છે. ઈન્દિરા ગાંધી લેાકશાહીને નાશ કરી સરમુખત્યાર થવા ઈચ્છે છે એમ લોકોને કહેવાની તક મળે છે. . આ વિવાદને ઉત્તેજન આપવામાં ઈન્દિરા ગાંધીની શું મુરાદ છે તે કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે પ્રમુખપદ્ધતિથી વધારે વ્યાપક સત્તા મળે, એવી કલ્પના હોય...
સહત ત્રી : ૨મણુલાલ ચી. શાહ
આ વિવાદ નવા નવી. બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણ સભામાં એક વર્ગ તરફી પ્રમુખપદ્ધતિની બૅરદાર હિમાયત થઈ હતી અને ગંભીર ચર્ચા થઈ હતી, પ્રો. કે. ટી. શાહ આ વર્ગના આગેવાન હતા. કોંગ્રેસ પાર્ટીની મિટિંગોમાં પણ આ વિષયની વિશદ છણાવટ થઈ હતી. છેવટ બ્રિટિશપદ્ધતિની સંસદીય લેાકશાહી સ્વીકારવાનો નિર્ણય થયો હતો. તેનું મુખ્ય કારણ આ પદ્ધતિ ોષ્ઠ છે તે ન હતું. પણ આપણે આ પદ્ધતિથી પરિચિત હતા અને કોઈ નવા પ્રયોગ કરવાની ઈચ્છા કે જરૂરિયાત જણાઈ નહિ. આપણું બંધારણ માટે ભાગે ૧૯૩૫ના ગવર્નમેન્ટ એફ ઈન્ડિયા એકટ પર આધારિત છે. તેમાંના ઘણા ભાગ આપણા બંધારણમાં લીધા છે. ૧૯૦૬ના મોર્લી-મીન્ટો રીફોર્મથી માંડી ૧૯૧૭ના મોન્ટેગુ ચેમ્સફર્ડ રીફાર્મ, સાયમન કમિશન અને ૧૯૩૫નો એકટ-બધા સંસદીય લેાક્શાહી પદ્ધતિ આધારિત હતા. આપણા
રાજકીય પુરુષો ખાસ કરી લીબરલ વર્ગ ગોખલે, સમ્ર, મકર, માલવીયા વગેરે આ સંસદીય લેાકશાહીથી જ પરિચિત હતા. નહેર ને પણ બીજી કોઈ રાજકીય પદ્ધતિનો અનુભવ ન હતા.
અંતે તે એ લક્ષમાં રાખવું જોઈએ કે સંસદીય લોકશાહી કે પ્રમુખશાહી એક ચજકીય પદ્ધતિ છે. ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો માનવજાતે, રાજ્ય અને સમાજરચના કરી પછી અનેક પ્રકારની પદ્ધતિઓ અજમાવી છે. રાજાશાહી, સામંતશાહી, ગણતંત્ર, વગેરે~~અંતિમ લક્ષ · લોકકલ્યાણનું છે. કોઈએ આદર્શ રાજ્યની રચના કરી છે. પ્લેટોએ તત્ત્વજ્ઞાની - રાજા (Philosopher king)ની કલ્પના કરી . તો કેટલાકે રાજ્યના જ વિરોધ કર્યો છે. ક્રોપેાટકીન અને ટોલ્સ્ટોય જેવા રાજ્યના જ વિરોધી હતા. They were spiritual anarchists. કઈ પદ્ધતિથી લોકોનું વધારે કલ્યાણ થશે એ જ જોવાનું રહે છે, જેના હાથમાં સત્તા હોય તે બધા યે એક અથવા બીજી રીતે લેાકોને લૂંટયા છે. રાજા પરોપકારી, પરદુ:ખભંજન હોય તે લોકોનું કલ્યાણ કરે. આજે પણ Benevolent Ruler or Dictator ની હિમાયત કરવાવાળા છે.
..:: .
સંસદીય લેાકશાહીમાં સાચી લોકશાહી, છે અને પ્રમુખપદ્ધતિથી સરમુખત્યારી આવે છે એમ અનિવાર્યપણે નથી. બ્રિટિશ પદ્ધતિની પાર્લામેન્ટને ગાંધીજીએ વંધ્યા અને વેશ્યા કહી હતી. ગાંધીજીને રામરાજ્ય જોઈતું હતું. આ પ્રકારની સીધી ચૂંટણી પદ્ધતિના ગાંધીજી વિરોધી હતા. લુઈ ફીશર સાથે અક મુલાકાતમાં ગાંધીજીએ ગામડા, તાલુકા, જિલ્લા, પ્રાન્ત એવા વિવિધ સ્તરે ચૂંટણી (Indirect election) હિમાયત કરી હતી. ફીશરે કહ્યું, આ તા સેવિયેટ પદ્ધતિ થઈ. ગાંધીજીએ કહ્યું, સેાવિયેટ પદ્ધતિ શું છે તે મને ખબર નથ પણી અવી (Indirect election)'થી સાચા લોકપ્રતિનિધિ, ચૂંટાવાનો સંભવ છે. વિનાબાજી વર્તમાન પદ્ધતિના વિરોધી છે. તેઓ પક્ષહીન અને સર્વસંમતિની લેાકશાહી કલ્પે છે, માત્ર માથા ગણવાની નહિ.
અમેરિકા અને ફ્રાન્સમાં પ્રમુખપદ્ધતિ છે. ત્યાં સરમુખત્યારશાહી છે એમ કોઈ નહિ કહે, ત્યાં પણ લોકશાહી છે. સાચી સરમુખત્યારી સામ્યવાદી દેશમાં અથવા જ્યાં લશ્કરી રાજ્ય છે ત્યાં છે. સાપી લોકશાહી કર્યાંય નથી, પણ સંસદીય લેાકશાહી અથવા અમેરિકન અને ફ્રેન્ચ પદ્ધતિની પ્રમુખશાહીમાં લોકશાહીના અંશ છે એમ કહી શકાય.
આ બધું ૯૬ા ઉદ્દેશ એ છે કે બ્રિટિશપદ્ધતિની સંસદીય