________________
તા. ૧૬-૧૧-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૩૫
પણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશમ સહન કરી. લે છે. પરંતુ દીધા લીધા પછી મસખમણનું પારણી કરાવવા નિમંત્રણ આપ્યા પછી ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશમની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણુ અનિશર્મા બાંધે છે. આવું નિયાણ બાંધવાને પરિણામે અગ્નિશર્માની પછીના ભાવોમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે જ્યારે ગુણસેન ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા ભવમાં સમાદિત્ય બની કેવળજ્ઞાન પામે છે.
પાયન નામના એક તાપસને પણ અપ્રશસ્ત નિયાણુને પ્રસંગ છે. એમની ઉગ્ર તપશ્ચર્યામાં વિક્ષેપ પડે છે. તેને પરિણામે આખી નગરીને બાળી નાખવાનું નિયાણ તે બાંધે છે અને તે નગરીને બાળી નાખે છે.
ભગવાન મહાવીર સ્વામીના સેળમાં ભવમાં પણ નિયાણની ધટના બને છે. તેઓ વિશ્વભૂતિ નામના મુનિ છે. તપશ્ચર્યાને કારણે શરીર શકત બની ગયું છે. રસ્તામાં ચાલતાં ગાયની સાટમાં રાવત પડી જાય છે. તે વખતે મેઈફ એમની મશ્કરી કરે છે ત્યારે આવેશમાં આવી જઇને ગાયને શિંગડાંથી પકડી જોરથી આકાશમાં ઉછાળે છે અને નિયાણુ બાંધે છે કે ભવાનરમાં એથી પણ વધુ શકિત પિતાને મળે. તેને પરિણામે અઢારમાં ભવમાં તેઓ ત્રિપુક વાસુદેવ બને છે. - શ્રેણિક રાજા અને ચેલ્લાણી ગણીને પુત્ર અજાતશત્રુ અથવા કોણિક પણ અપ્રશસ્ત નિયાણ બાંધે છે અને એ નિયાણુના પરિણામે પિતાના પિતા શ્રેણિક રાજાને મારી નાખે છે.
(આવતા અને સંપૂર્ણ)
પણ એવું જ નિયાણું બાંધે છે. એમનું તપ એટલું મોટું હતું કે જન્માન્તરમાં તેઓ ચક્રવર્તી બને છે, પરંતુ પરિણામે ત્યાર પછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે.
જેન કર્યસિદ્ધાંત પ્રમાણે જેટલા ચક્રવર્તીએ થાય છે તેટલા હમેશા પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક ચક્રવર્તી થાય છે અને ચક્રવર્તી થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલા વાસુદેવ અને પ્રતિવાસુદેવ (અથવા બલરામ) થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને પ્રતિવાસુદેવ ઉર્ધ્વ ગતિવાળા બને છે.
उढ्ढंगामी रामा केसव सब्वेवि जं अहोगामी। तित्थवि नियाण कारण मइडं अमइउं इमं वज्जे ॥ (બધા બલદેવ ઉર્ધ્વગતિવાળા હોય છે અને બધા વાસુદેવો નીચ ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું.)
જૈન પડિવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મનાં નિયાણને કારણે દ્રૌપદી પૂર્વભવમાં સુકમાલિકા નામની રૂપવતી કોઠી પુત્રી હતી. તે નિરુપાયે દીક્ષા લઇ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુર છે સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાશ થઇ જતાં સુકુમાલિકા સાધ્વીથી નિયાણું બંધાઈ જાય છે. પરિણામે જન્માન્તરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે. આ
કોઈક વખત કઠોર તપશ્ચર્યા અલતી હોય ત્યારે તપને ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેવે વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જીવે પોતાના કરતાં કેટલા બધા સુખી છે અને ભાવ તીવ્રપણે સેવાય તો તેને પ્રસંગે રાજાણતાં નિયાણ બંધાઈ જાય છે.
કુવલયમાળા” માં એક ઉંદરની કથા આવે છે. પંદરમાં તીર્થકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે છે. એ ઉંદરને જોતા જ બધાને એમ લાગે છે કે આ કોઇ જે તે જીવ નથી. ધર્મનાથ ભગવાનને તેના વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણશાન થયું છે અને તેથી તે અહીં ઉપદેશ સાંભળવા આવ્યા છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સંરું લાગ્યું, પરંતુ રાજવૈભવમાં ઉછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠોર અને કષ્ટપૂર્ણ લાગવા માંડયું. તેનાથી ઉગ્ર વિહોર અને તપસ્ય થતાં નહોતાં. એક દિવસ વિહાર કરતાં કરતાં રસ્તામાં એક ખેતરમાં આમતેમ ૨ાનંદપૂર્વક દોડાદોડી કરતા ઉંદરને જોઇને તેના મનમાં ભાવ થાય છે કે મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે. એમને વિહારનું કોઈ કષ્ટ નથી કે ગોચરીની કોઈ ચિંતા નથી.” આટલો વિચાર આવતા જ તે યુવાન સાધુથી નિયાણ સંધાઈ જાય છે અને તે હવે ઉંદર બન્યો છે; પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને પોતાના નિયાણા માટે પશ્ચાતાપ થાય છે.'
આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા કેટલાંક જીવને ભાગે પગ ભેગવતા જોઇને પિતાના કરતાં તેમાં કેટલા બધા સુખી છે શોવ તીવ્રભાવ જન્મે તો તે દ્વારા નિયાણુ બંધાઇ જાય છે.
કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન પોતાને બીજાના તરસ્થી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિક્ષેપ પડે તો તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના ભાવમાં અશુભ નિયાણ [ધાઈ જાય છે. પિતાને સતાવનાર કે પે તોની તપમાં જાણતા કે અજાણતા વિહોપ નાખનાર માનવ, વ્યકિત કે પશુપક્ષી વગેરે ત્રિીચને મારવાનું કે મારી નાખવાને ભાવ જન્મે છે અથવા કેઈક વખત એનું અહિત થાઓ એવો ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા પ્રશસ્ત નિયાણું કહેવાય છે. હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલીની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા શાને રાજકુમાર ગુણસેન વરચે એ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડોળ
અભ્યાં
આગામી કાર્યક્રમો ડિસ. : ૯, ૧૦, ૧૧ વકતા : 3. રમણલાલ સી. શાહ - વિષયઃ જૈન ધર્મની દૃષ્ટિએ શ્રાવકનો આચારધર્મ ડિસે. ૯, બુધ : અણુવ્રતા સાંજે ૬-૧૫
૧૦, ગુરૂ ગુણવ્રતે સાંજે ૬-૧૫ ૧૧, શુક્રઃ શિક્ષાત્રતા સાંજે ૬-૧૫
(વંદિત્તા સૂત્રના આધાર પર) સ્થળઃ પરમાનદ કાપડિયા સભાગૃહ લિ. સુબોધભાઈ એમ. શાહ
કન્વિનર અભ્યાસ વર્તુળ
લેખકોને સૂચના
(૧) “પ્રબુદ્ધ જીવન’ માટેનું મૌલિક અને અપ્રકાશિત લખાણ ફૂલસ્કેપ કાગળ ઉપર એક બાજુએ સ્વચ્છ અક્ષરે શાહીથી લખેલું હોવું જરૂરી છે.
(૨) “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લખાણ માટે પુરસ્કાર આપવાનું ઘારણ સ્વીકાર્યું છે.
૩) લખાણ કેઈ વખત ટપાલમાં ગેરવલ્લે જાય છે માટે પોતાનું લખાણ મોકલતાં પહેલાં તેની નકલ પિતાની પાસે રાખવાની લેખકોને ભલામણ છે.
(૪) અસ્વીકૃત લખાણ લેખકને પરત કરવામાં આવતું. નથી તથા તેના અસ્વીકારનાં કારણેની ચર્ચા કરવામાં આવતી નથી.
- તંત્રી